Third-party premium has changed from 1st June. Renew now
મારુતિ સુઝુકી ઇકો કાર ઇન્સ્યોરન્સ ખરીદો અથવા રિન્યૂ કરો
ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગની વાત આવે ત્યારે મારુતિ સુઝુકીનું બ્રાન્ડ નામ સૌના મુખે જાણીતું છે. ઈકો મોડલ મારુતિ સુઝુકીની ફેમિલી કારનો એક ભાગ છે. આ સાત સીટર કારનો ઉદ્દેશ તેની અનેક ફીચર્સ સાથે આરામ અને સ્ટાઈલ બંનેને સંમિશ્રિત કરવાનો છે. તે 5-સ્પીડ MT સાથે 1.2-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. આ મોડલનું પેટ્રોલ વર્ઝન 16.11 kmplની ફ્યુઅલ ઈકોનોમી સાથે આવે છે, અને CNG વેરિઅન્ટ 20.88km/kg માઈલેજ આપે છે.
મારુતિ સુઝુકી ઇકો કારની કેટલીક લોકપ્રિય વિશેષતાઓમાં હેડલેમ્પ લેવલીંગ, મેન્યુઅલ એસી, સાઇડ-ઇમ્પેક્ટ બીમ અને સીટ બેલ્ટ રીમાઇન્ડર્સનો સમાવેશ થાય છે. આના કારણે ગ્રાહકોની લોકપ્રિયતા અને ધ્યાન વાહન તરફ આકર્ષાયું છે. તદુપરાંત, અન્ય વિશિષ્ટ ફીચર્સ જેમ કે સ્લાઇડિંગ ડ્રાઇવર સીટ, હીટર, રીક્લિનિંગ ફ્રંટ સીટ અને ઈન્ટિગ્રેટેડ હેડરેસ્ટ્સ પણ રાઇડર્સને આરામ અને સગવડ પૂરી પાડે છે.
કારના સેફ્ટી ફીચર્સ પણ શાનદાર છે. ડ્રાઇવરોને સ્પીડ એલર્ટ સિસ્ટમ, ABS અને EBD અને ડ્રાઇવર-સાઇડ એરબેગથી ફાયદો થાય છે. વધુમાં, પાછળના પાર્કિંગ સેન્સર્સ અને દરવાજા માટેના ચાઈલ્ડ લોકે મારુતિ સુઝુકી ઈકો કારને પરિવારો અને તેમની સુરક્ષા જરૂરિયાતો માટે યોગ્ય બનાવી છે. તેની લંબાઈ 3,675mm છે અને તેમાં 2,350mm વ્હીલબેઝ છે.
આ કારના સ્પેસિફિકેશન્સ તેની કિંમત સામે આકર્ષક લાગે, પણ વ્યક્તિએ વાહન ખરીદવાની સાથ ભવિષ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આકસ્મિક નુકસાનીના ખર્ચ ટાળવા માટે, તમારે મારુતિ સુઝુકી ઈકો કાર ઇન્સ્યોરન્સ ખરીદવા માટે વધુ વિચારવું જોઈએ નહીં. આકસ્મિક નુકસાનને આવરી લેવા માટે માત્ર આટલું વ્યવહારૂ નથી, પરંતુ તે તમને 1988ના મોટર વ્હિકલ એક્ટનું પાલન કરવામાં મદદ કરવામાં પણ મદદરૂપ થાય છે.
મારુતિ ઈકો કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
તમારે ડિજિટનો મારુતિ ઈકો કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
મારુતિ સુઝુકી ઈકો માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન
થર્ડ-પાર્ટી | કોમ્પ્રીહેન્સિવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
|
થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન |
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ |
|
તમારી કારની ચોરી થવી |
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
|
તમારી IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રીહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.
સ્ટેપ 3
તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.
મારુતિ ઈકો કાર ઇન્સ્યોરન્સ માટે ડિજિટ એક આદર્શ વિકલ્પ કેમ છે?
ભારત સરકાર કાર અકસ્માતના વધતા જતા કિસ્સાઓથી ચિંતિત છે. મોટર્સ વ્હિકલ એક્ટ 1988નો હેતુ આવા અકસ્માતોને અસરકારક રીતે નિયંત્રિત કરવાનો છે. તે માટે તમામ ભારતીય કાર માલિકોએ તેમની કારનો થર્ડ-પાર્ટી નુકસાન કવરેજ સાથે ઇન્સ્યોરન્સ કરાવવો જરૂરી છે. આવા ઇન્સ્યોરન્સ વિનાના કાર માલિકોએ ગમે ત્યારે ડ્રાઇવિંગ કરતા પકડાય ત્યારે ₹2,000 થી ₹4,000 વચ્ચેનો દંડ ચૂકવવો પડશે. તદુપરાંત, પુનરાવર્તિત કિસ્સામાં લાઇસન્સ રદ થઈ શકે છે અથવા માલિકને જેલની સજા પણ થઈ શકે છે.
ડિજિટ વર્ષોથી જાણીતી ઇન્સ્યોરન્સ કંપની છે અને તમારા મારુતિ સુઝુકી ઇકો કાર ઇન્સ્યોરન્સ માટે સારી પસંદગી બની શકે છે. ઇન્સ્યોરન્સ કંપની અને પોલિસી ખરીદતા પહેલા તેના વિશે જાણવું જરૂરી છે. આ કિસ્સામાં, ડિજિટ પોલિસી વિવિધ ફીચર્સ સાથે આવે છે અને મારુતિ સુઝુકી ઇકો કાર ઇન્સ્યોરન્સ કિંમત સહિત તેમાંથી દરેકની જરૂરિયાતને ધ્યાને લેવી જરૂરી છે. નીચેના સેક્શનમાં ડિજિટ કાર ઇન્સ્યોરન્સ પોલિસીના કેટલાઅક સ્ટાન્ડર્ડ ફીચર્સની ચર્ચા કરવામાં આવી છે.
1. પોલિસીના વિકલ્પો
કિંમત અને જરૂરિયાતોના સંદર્ભમાં મારુતિ સુઝુકી ઈકો કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરતી વખતે ડિજિટ પોલિસીધારકોની મૂંઝવણને સમજે છે. તેથી તે તેમને બે પ્રકારની પોલિસીમાંથી પસંદ કરવા સક્ષમ બનાવે છે.
થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ: આ પોલિસી સાથે, ડિજિટ કાર અકસ્માતને કારણે થર્ડ પાર્ટી નુકસાન સામે વળતર ઓફર કરે છે. પોલિસીધારક વતી અકસ્માત દરમિયાન નુકસાન પામેલી કોઈપણ કાર અથવા રોડ પ્રોપર્ટીના રિપેર માટે ચૂકવણી કરી આપશ. વધુમાં, જો કોઈ વ્યક્તિ આ અકસ્માતમાં ઘાયલ થાય છે, તો પોલિસી તેમના સારવારના ખર્ચને આવરી લે છે.
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ: આ પોલિસી સાથે, ડિજિટનો ઉદ્દેશ થર્ડ પાર્ટી અને પર્સનલ નુકસાન બંને ખર્ચને આવરી લેવાનો છે. આ પોલિસી સાથે તમારે તમારી મારુતિ સુઝુકી ઈકો કારને અકસ્માત પછી કે આગ, ચોરી કે કુદરતી આફતોના કિસ્સામાં થયેલા નુકસાન વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
2. બહુવિધ એડ-ઓન્સ
મારુતિ સુઝુકી ઈકો કાર માટે ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે, ડિજિટ તમને તમારા કવરેજ લાભો વધારવામાં મદદ કરે છે. તમે વધારાના ચાર્જિસ સાથે નીચેના એડ-ઓન્સ તમારી કોમ્પ્રિહેન્સિવ પોલિસીમાં ઉમેરીને કસ્ટમાઇઝ કરી શકો છો.
- રિટર્ન ટુ ઇનવોઇસ કવર
- ઝીરો-ડેપ્રિસિયેશન કવર
- કન્ઝયુમેબલ કવર
- રોડસાઇડ આસિસ્ટન્સ
- એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન અને વધુ
3. નો ક્લેમ બોનસ
ડિજિટ તેના પોલિસીધારકોને રિવોર્ડ સાથે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. જો તમે મારુતિ સુઝુકી ઇકો કાર ઇન્સ્યોરન્સ પોલિસી ધારક છો, તો તમે નો ક્લેમ બોનસ મેળવવા માટે હકદાર હશો. જો તમે લગભગ એક વર્ષ સુધી તમારા ઇન્સ્યોરન્સનો ક્લેમ ન કરો, તો ડિજિટ તમને તમારી પ્રીમિયમની રકમ પર ડિસ્કાઉન્ટ આપશે. ડિસ્કાઉન્ટનો દર મુખ્યત્વે તમારી પોલિસી પ્રીમિયમના 20%-50% સુધી બદલાય છે.
4. IDV કસ્ટમાઇઝેશન
IDV બજારમાં તમારા વાહનની વર્તમાન કિંમત નક્કી કરે છે. ડિજિટ સાથે, તમે તમારા IDVને કસ્ટમાઇઝ કરીને મહત્તમ લાભ મેળવી શકો છો. દાખલા તરીકે, તમે ઉચ્ચ IDV સેટ કરીને તમારા વાહનને ચોરી અથવા ભરપાઈ ન કરી શકાય તેવા નુકસાનના કિસ્સામાં યોગ્ય બજાર વળતર મેળવી શકો છો. સામે પક્ષે, IDV ઓછું રાખવાથી તમારી પ્રીમિયમની રકમ ઓછી રાખવામાં તમને મદદ મળશે.
5. સરળ ઓનલાઇન પ્રક્રિયા
મારુતિ સુઝુકી ઈકો કાર માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે, લોકો એક ફિક્સડ સમસ્યાનો સામનો કરે છે- પ્રક્રિયાની ગૂંચવણો. ડિજિટ આ સમસ્યાના સમાધાન સાથે એક આદર્શ પસંદગી બની શકે છે કારણ કે તે પોલિસી ખરીદવા માટે એક સરળ ઓનલાઈન પ્રોસેને ફોલો કરે છે. તમે ડિજિટની અધિકૃત વેબસાઇટ પર જઈને સૂચવેલ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડને પૂર્ણ કરીને ખરીદી શકો છો. તદુપરાંત, મારુતિ સુઝુકી ઈકો કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ માટેની પ્રક્રિયા પણ સમાન રહેશે.
6. સરળ ક્લેમ ફાઇલિંગ
મોટાભાગના પોલિસીધારકો અકસ્માતનો સામનો કર્યા પછી અણધારી કટોકટીની પરિસ્થિતિમાં હોય છે. આ સ્થિતિમાં, ઇન્સ્યોરન્સનો ક્લેમ કરવો તેમના માટે વધુ મુશ્કેલ બની શકે છે. આ અનિશ્ચિત્તાને ધ્યાનમાં રાખીને, ડિજિટે મારુતિ સુઝુકી ઈકો કાર ઇન્સ્યોરન્સ ધરાવતા લોકો માટે સરળ ક્લેમ ફાઇલિંગ પદ્ધતિ વિકસાવી છે. તમે કસ્ટમર કેર નંબર 1800-258-5956 પર કોલ કરીને ક્લેમ ફાઈનિંગની શરૂઆત કરી શકો છો. ત્યારબાદ તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર સ્વ-નિરીક્ષણ લિંક મોકલવામાં આવશે જેમાં તમારા અકસ્માતની ઈમેજ અપલોડ કરવી પડશે, અને પછી તમે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ રિપેર સહિત રિપેર મોડ્સમાંથી એક પસંદ કરી શકો છો.
7. વિશાળ નેટવર્ક ગેરેજ
મારુતિ સુઝુકી ઈકો કાર ઇન્સ્યોરન્સ ખરીદનારા લોકો વારંવાર વિચારે છે કે શું તેઓ મુસાફરી દરમિયાન પોલિસીના લાભોનો ઉપયોગ કરી શકે છે. સમગ્ર ભારતમાં ઉપલબ્ધ ગેરેજના તેના વિશાળ નેટવર્ક સાથે ડિજિટ આ સમસ્યાનું સમાધાન પણ આપે છે. આમ, પોલિસીધારકો મુસાફરી દરમિયાન પણ આમાંથી કોઈપણ નેટવર્ક ગેરેજમાં કેશલેસ રિપેરનો વિકલ્પ પસંદ કરી શકે છે.
8. સમર્પિત વ્યક્તિગર કસ્ટમર સર્વિસ
મજબૂત કસ્ટમર સપોર્ટ સિસ્ટમ હોવી ડિજિટ માટે ગર્વની વાત છે. મારુતિ સુઝુકી ઈકો માટે કાર ઇન્સ્યોરન્સ ધરાવતા લોકો તેમના માટે સમર્પિત કસ્ટમર સપોર્ટના લાભોનો ઉપયોગ કરી શકે છે. કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમગ્ર દિવસ ગ્રાહકોને મદદ કરવા માટે ઉપલબ્ધ હોય છે અને તેઓ રાષ્ટ્રીય રજાઓ પર પણ કામ કરે છે. આમ, ઇન્સ્યોરન્સ પોલિસી સંબંધિત તમારી ફરિયાદો અને પ્રશ્નો ડિજિટમાંથી ભાગ્યે જ કોઈનો ક્યારેક તમને જવાબ નહિ મળે.
આશા છે કે, જો તમારી પાસે આ કાર છે તો હવે તમે મારુતિ સુઝુકી ઇકો કાર ઇન્સ્યોરન્સ પોલિસી રાખવાનું મહત્વ સમજો છો. જો તમને તમારા વાહન માટે આવી અનુકૂળ પોલિસી પસંદ હોય તો ડિજિટ તમારા માટે એક આદર્શ ઇન્સ્યોરન્સ કંપની બની શકે છે. સરળ ક્લેમ ફાઇલ કરવા અને રિન્યૂઅલ પ્રોસેસ સાથે, આ પોલિસી તમને થર્ડ પાર્ટીના નુકસાનના ખર્ચને ટાળવામાં અને મોટર વ્હિકલ એક્ટનું પાલન કરવામાં મદદ કરશે.
તમારી મારુતિ સુઝુકી ઈકો માટે ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?
જો તમે સ્પેસ, પરફોર્મન્સ અને સ્ટાઈલની શોધમાં હોવ તો ઈકો તમારી નંબર 1 ફેમિલી કાર પસંદગી બનશે. કાર ઇન્સ્યોરન્સ ખરીદવાના ફાયદા અહીં વર્ણવ્યા છે :
નાણાકીય જવાબદારીઓ : અણધારી કુદરતી આપત્તિ, અકસ્માત અથવા ચોરી સામે તમારી ઈકો સંવેદનશીલ છે. આ સ્થિતિનો સામનો કર્યા બાદ કાર ઇન્સ્યોરન્સ તમારો સાચો મિત્ર બની શકે છે અને તમને તે તમને થતા તમામ અણધાર્યા નુકસાનથી બચાવે છે.
કાયદેસર રીતે સુસંગત : માન્ય કાર ઇન્સ્યોરન્સ વિના તમારી કાર ચલાવવી ગેરકાયદેસર છે . કારનો ઇન્સ્યોરન્સ ન હોવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઇન્સ્યોરન્સ વિના ડ્રાઇવિંગ માટે હાલનો દંડ રૂ. 2000 અને 3-મહિના સુધીની જેલ પણ છે , જે તમારે ન ભૂલવું જોઈએ!
થર્ડ-પાર્ટી લાયાબિલિટી : અકસ્માતની કમનસીબ ઘટનામાં, કાર ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય નુકસાનને આવરી લે છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં, નુકસાન ખૂબ જ મોટું અને ભરપાઈ ન થઈ શકે તેવું હોય છે અને કદાચ વર્તમાન નાણાકીય ક્ષમતા કરતાં વધુ હોય છે. આ સ્થિતિમાં કાર ઇન્સ્યોરન્સ તમારી મદદે આવે છે. તે મોટા ભાગના નાણાકીય નુકસાનને આવરી લે છે અને તમારા માટે રક્ષક તરીકે કાર્ય કરે છે.
કોમ્પ્રિહેન્સિવ કવર : આ પ્રકારનું કવર હંમેશા શ્રેષ્ઠ હોય છે કારણ કે તે માત્ર અન્ય પક્ષકાર માટે જ નહીં પણ તમારા અને તમારી ઈકો માટે પણ છત્ર તરીકે કામ કરે છે. કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ સાથે તમને મનની સંપૂર્ણ શાંતિની ખાતરી મળે છે, કારણ કે સંપૂર્ણ નુકસાનની કાળજી લેશે અને વધુ સારું કવરેજ આપશે. તમે અનેક કાર ઇન્સ્યોરન્સ એડ-ઓન્સમાંથી પસંદ કરી શકો છો . આમાંના કેટલાકમાં બ્રેકડાઉન આસિસ્ટન્સ, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન, ટાયર પ્રોટેક્ટિવ કવર અને ઝીરો-ડેપ્રિસિયેશન કવર શામેલ હોઈ શકે છે.
મારુતિ સુઝુકી ઈકો માટે કાર ઇન્સ્યોરન્સ
મારુતિ સુઝુકી ઈકો એક શાનદાર ફેમિલી કાર છે. આ કારમાં પોતાના પરિવાર સાથેની સામૂહિક યાદગાર મુસાફરી કરતા વધુ અન્ય કોઇ બાબત તમને એટલો આનંદ નહિ આપી શકે. લોન્ચિંગ બાદથી જ મારુતિ સુઝુકી ઈકોએ પારિવારિક મુસાફરી સાથે અન્ય કાર્યાત્મક જરૂરિયાતોમાં પણ યોગ્ય પ્રદર્શન અને સહયોગ આપતા લાખો લોકોના દિલ જીતી લીધા છે. તમે તમારા મિત્રો, પરિવાર સાથે અથવા વ્યવસાયિક હેતુઓ માટે બહાર જતા હોવ ઈકો તેની ડિઝાઇન અને પરફોર્મન્સથી તમને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ નહિ જાય.
તમારે મારુતિ સુઝુકી ઇકો શા માટે ખરીદવી જોઈએ?
ઈકો તમારા ડ્રાઇવિંગ અનુભવમાં આરામ અને સ્ટાઈલ બંને લાવે છે. ઈકો એક ફેમિલી કાર છે અને યુવાન અને વૃદ્ધ પ્રેક્ષકો માટે એક પરફેક્ટ એસેટ છે.
હેડલેમ્પ લેવલીંગ, સાઇડ ઇમ્પેક્ટ બીમ, સીટ બેલ્ટ રીમાઇન્ડર (ડ્રાઈવર + કો-ડ્રાઈવર) અને સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે; તમે ચોક્કસપણે સુરક્ષિત રહેશો અને તમારા આરામ માટે ઈકો હીટર, સ્લાઈડિંગ ડ્રાઈવર સીટ, રિક્લાઈનિંગ ફ્રન્ટ સીટ્સ અને ઈન્ટીગ્રેટેડ હેડ રેસ્ટ્સ-ફ્રન્ટ રો સાથે આવે છે.
આ કારમાં બાહ્ય મજબૂત અને સ્ટાઇલિશ ઇન્ટિરિયર, મોલ્ડેડ રૂફ લાઇનિંગ, રિયર કેબિન લેમ્પ, નવા કલરની સીટ મેચિંગ ઇન્ટિરિયર કલર ઈકોને સ્ટાઇલિશ લુક આપે છે. આ સિવાય કેક પરની ચેરી સમાન એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે આશ્ચર્યજનક માઈલેજ આપે છે.
ઈકોના તમામ વેરિયન્ટ 1.2-લિટર પેટ્રોલ એન્જિન સંચાલિત છે જે 6,000rpm પર 73bhp પાવર આઉટપુટ અને 101Nmનો ટોર્ક આપે છે. ઈકો પાંચ-સીટર અને સાત-સીટર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. સાત-સીટર માત્ર એકમાત્ર બેઝિક વેરિયન્ટમાં જ ઉપલબ્ધ છે, જ્યારે પાંચ-સીટર ચાર વેરિયન્ટ્સ – બેઝિક પાંચ-સીટર, પાંચ-સીટર A/C પ્લસ હીટર સાથે, પાંચ-સીટર હીટર અને CNG સાથે, પાંચ-સીટર સાથે A/C પ્લસ હીટર અને CNG વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
ચકાસો: મારુતિ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
વેરિયન્ટ્સની પ્રાઈઝ લિસ્ટ/કિંમત યાદી
વેરિયન્ટ્સનું નામ | વેરિયન્ટ્સની અંદાજિત કિંમત |
---|---|
ઈકો 5 સીટર STD | ₹ 4.30 લાખ |
ઈકો 7 સીટર STD | ₹ 4.59 લાખ |
ઈકો 5 સીટર એસી | ₹ 5.60 લાખ |
ઈકો CNG 5 સીટર એસી | ₹ 5.68 લાખ |
[1]
વારંવાર પૂછાતા પ્રશ્નો
જો કારના માલિક કાર અકસ્માતમાં મૃત્યુ પામે તો શું ડિજિટ પરિવારને વળતર આપે છે?
હા, ડિજિટ IRDAIના આદેશને અનુસરે છે અને અકસ્માતમાં માલિકનું મૃત્યુ થાય તો કાર માલિકના પરિવારને વળતર પૂરું પાડે છે.
શું હું મારુતિ સુઝુકી ઇકો કાર ઇન્સ્યોરન્સમાં વધારાના એડ-ઓન્સ સાથે મારી ડિજિટ થર્ડ પાર્ટી પોલિસીને કસ્ટમાઇઝ કરી શકું?
ડિજિટ પોલિસીધારકોને જો તેમની પાસે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો જ પોલિસીને વધારાના એડ-ઓન્સ સાથે કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે.