હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ ઓનલાઈન ખરીદો/રીન્યૂ કરો

ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં હ્યુન્ડાઈની સતત સફળતા મોટાભાગે તેની પ્રીમિયર હેચબેક - સેન્ટ્રોની લોકપ્રિયતાને આભારી છે.

સૌપ્રથમ સેન્ટ્રો મોડલ 1998માં બહાર પાડવામાં આવ્યું હતું અને ત્યારથી તેણે ભારતીયોમાં ખાસ કરીને કોમ્પેક્ટ 5-સીટર ફેમિલી કાર સેગમેન્ટમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. આ વાહનનું થર્ડ જનરેશન 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતુ અને 2019માં ટોચની 3 અર્બન વર્લ્ડ કારમાંની એક બનવા બદલ વખાણવામાં આવી હતી (1).

તેથી, દૈનિક મુસાફરી માટે હેચબેક ખરીદવા માંગતા કોઈપણ માટે હ્યુન્ડાઈ સેન્ટ્રો નિઃશંકપણે ધ્યાનમાં લેવા યોગ્ય વિકલ્પ હોઈ શકે છે.

હવે જ્યારે સેન્ટ્રો ખરીદવાની યોજાન છે, ત્યારે વ્યક્તિએ વાહનને રસ્તા પર ચાલતી વખતે બનતી અણધાર્યા ઘટનાઓને કારણે અથવા તેનાથી થતા નુકસાનથી નાણાકીય રીતે સુરક્ષિત રહેવા માટે કાર ઈન્શ્યુરન્સ વિકલ્પોને પણ ધ્યાનમાં લેવા જોઈએ.

આ સંદર્ભમાં તમે પસંદ કરી શકો છો તેવી બે પ્રકારની સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ પોલિસીઓ - થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને કોમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી.

નામ સૂચવે છે તે મુજબ જ થર્ડ-પાર્ટીની લાયાબિલિટી કાર ઈન્શ્યુરન્સ પોલિસી તમારા સેન્ટ્રો દ્વારા થર્ડ-પાર્ટી વાહન, વ્યક્તિ અથવા મિલકતને થતા નુકસાનને આવરી લે છે. તે મોટર વ્હિકલ અધિનિયમ, 1988 હેઠળ ફરજિયાત બનાવવામાં આવેલી પોલિસી છે - તેના વિના ડ્રાઇવિંગ કરવાથી રૂ. 2000 (પુનરાવર્તિત ગુના માટે રૂ. 4000)નો ટ્રાફિક દંડ થઈ શકે છે. બીજી તરફ, એક કોમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસી તમારા સેન્ટ્રો દ્વારા અકસ્માતમાં થયેલા નુકસાન માટે વધુને વધુ કવરેજ આપે છે.

આમ, તમારી કારને રસ્તા પરના જોખમોથી સુરક્ષિત રાખવાની વાત આવે ત્યારે કામ્પ્રીહેન્સિવ સેન્ટ્રો ઈન્શ્યુરન્સ પોલિસી વધુ સારો વિકલ્પ છે.

અત્રે નોંધનીય છે કે સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ આપવામાં આવતા ફાયદા દરેક ઈન્શ્યુરન્સ પ્રદાતાએ અલગ-અલગ હોઈ શકે છે. એટલા માટે તમે તમારો ઈન્શ્યુરન્સ પ્રદાતા સમજદારીપૂર્વક પસંદ કરો તે સર્વોપરી છે.

હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ રિન્યુંવલ કિંમત

રજીસ્ટ્રેેશન તારીખ પ્રીમિયમ (કામ્પ્રીહેન્સિવ પોલિસી માટે)
જુલાઈ-2018 4,456
જુલાઈ-2017 4,336
જુલાઈ-2016 4,175

**ડિસક્લેમર - પ્રીમિયમની ગણતરી હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર ન્યૂ 1.1 એરા એક્ઝયુકિટીવ (mt) પેટ્રોલ 1086 માટે કરવામાં આવે છે. GST બાકાત.

શહેર - બેંગ્લોર, પોલિસીની સમાપ્તિ તારીખ - ઓગસ્ટ-2020, NCB - 50%, કોઈ એડ-ઓન્સ નહીં. પ્રીમિયમની ગણતરી જુલાઈ-2020માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ ડિજિટ દ્વારા શા માટે ખરીદવો જોઈએ?

હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કામ્પ્રીહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની મિલકતને નુકસાન

×

પર્સનલ અકસ્માત કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કામ્પ્રીહેન્સિવ અને થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

અમારો કાર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો બાદમાં તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-તપાસ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે ભરપાઈ અથવા કેશલેસ, જે સમારકામનો વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.

ડિજિટ ઈન્શ્યુરન્સ ક્લેમ કેટલી ઝડપથી પતાવટ થાય છે? તમારી ઈન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે, તમે આ સવાલ કરી રહ્યાં છો! ડિજિટનો ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજિટના હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સને વ્યવહારુ વિકલ્પ તરીકે કેમ પસંદ કરો?

હ્યુન્ડાઈ સેન્ટ્રો માટે કાર ઈન્શ્યુરન્સ પોલિસી ઓફર કરતા અનેક ઈન્શ્યુરન્સ પ્રદાતાઓ છે, ત્યારે ડિજિટની પોલિસીઓ ઘણા આકર્ષક લાભો પ્રદાન કરે છે. તે પોલિસીધારકોને પોલિસીનો મહત્તમ લાભ મેળવવાની મંજૂરી આપે છે. આવા કેટલાક ફાયદા નીચે મુજબ છે.

  • ડિજિટાઈઝ્ડ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા - ડિજિટની સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ પોલિસીની સૌથી અગ્રણી વિશેષતાઓમાંની એક છે- તેની સમગ્ર ક્લેમની પ્રક્રિયા ઓનલાઈન થઈ શકે છે. તમે તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતાની ઓફિસની મુલાકાત લેવાની ઝંઝટથી દૂર રહી શકો છો અને આરામથી તમારી અનુકુળતાએ ક્લેમ કરી શકો છો. વધુમાં, ડિજિટની સ્માર્ટફોન-સક્ષમ સ્વ-તપાસ પ્રક્રિયા એ અન્ય નોંધપાત્ર લાભ છે, જે તમારી કાર ઈન્શ્યુરન્સ પોલિસી સામે ક્લેમ કરવાના બોજારૂપ કાર્યને સુવ્યવસ્થિત કરે છે.
  • હાઈ ક્લેમ સેટલમેન્ટ રેશિયો - અકસ્માતને કારણે તમે પરેશાન થઈ શકો છો, ખાસ કરીને જો તમારી કારને મોટું નુકસાન થતું હોય. આથી જ અમે તમારા ક્લેમ વહેલામાં વહેલી તકે પતાવટ કરવામાં આવે તેની ખાતરી કરીને આવી સ્થિતિ દરમિયાન તમારી તકલીફોને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે, ડિજિટ પર ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયોનો પણ દાવો કરીએ છીએ. અમે કોઈપણ પાયાવિહોણા કારણસર તમારા ક્લેમને નકારતા નથી.
  • કસ્ટમાઈઝેબલ IDV - સમય જતાં કારનો ઘસારો, ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન તમારા ખિસ્સા પર નોંધપાત્ર રીતે ભારે પડી શકે છે. તેથી આવા સંજોગોમાં મહત્તમ વળતર મેળવવા માટે, તમે તમારી સેન્ટ્રો ઈન્શ્યુરન્સ કિંમતને નજીવી રીતે સમાયોજિત કરીને તમારી ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ IDVને કસ્ટમાઇઝ કરી શકો છો.
  • પસંદ કરવા માટે એડ-ઓન્સની વિવિધતા- કામ્પ્રીહેન્સિવ સેન્ટ્રો ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ એડ-ઓન્સ તમને કારને વધુ સારી સુરક્ષા આપવા માટે, વધુ સારા કવરેજ સાથે કારને વિવિધ પ્રકારના નુકસાન સામે સુરક્ષિત કરી આપે છે. દાખલા તરીકે, ટાયર પ્રોટેક્ટ એડ-ઓન સાથે તમે અકસ્માતો સિવાયની પરિસ્થિતિઓ દરમિયાન તમારા સેન્ટ્રો ટાયરને પંચર, કટ અથવા બલ્જનો સામનો કરવો પડે તો પણ તમે કવરેજ મેળવી શકો છો. આ ઉપરાંત, ડિજિટ અન્ય 6 એડ-ઓન્સ પણ ઓફર કરે છે જેમાં ઝીરો ડિપ્રીશીએશન કવર, રિટર્ન ટૂ ઇનવોઇસ કવર, બ્રેકડાઉન આસિસ્ટન્સ, કન્ઝયુમેબલ કવર વગેરેનો સમાવેશ થાય છે, જેનો તમે હ્યુન્ડાઇ સેન્ટ્રો ઈન્શ્યુરન્સ કિંમતમાં થોડો વધારો કરીને મેળવી શકો છો.
  • સમગ્ર ભારતમાં 1400+ નેટવર્ક ગેરેજ- અકસ્માતો કોઈપણ સમયે થઈ શકે છે અને તમારી કારના સમારકામ શરૂ કરવા માટે ગમે તે સ્થળે સરળતાથી તમારી પાસે રોકડ ઉપલબ્ધ ન હોય તે સ્વાભાવિક છે. ડિજિટની કાર ઈન્શ્યુરન્સ પોલિસી વડે તમે સમગ્ર દેશમાં 1400 કરતાં વધુ નેટવર્ક ગેરેજ પર કેશલેસ સમારકામનો આનંદ માણી શકો છો. આમ ખાતરી કરો કે તમારી પાસે અત્યારે પૂરતી રોકડ ન હોય તો પણ તમે તમારા સેન્ટ્રો માટે સમારકામનો લાભ લઈ શકો છો.
  • ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સર્વિસ- કેટલીકવાર, સમારકામ સર્વિસનો લાભ લેવા માટે તમારી ક્ષતિગ્રસ્ત કારને નજીકના ગેરેજમાં લઈ જવામાં પણ તમને નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે. જો તમે ડિજિટના કોઈપણ નેટવર્ક ગેરેજમાંથી રિપેર સર્વિસનો લાભ લો છો તો ડિજિટ સેન્ટ્રો ઈન્શ્યુરન્સ સાથે તમે આ ખર્ચ ટાળી શકો છો. કારણ કે ડિજિટ અકસ્માતના કિસ્સામાં 6 મહિનાની સમારકામની વોરંટી સાથે તમારી કાર માટે ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધાઓ પ્રદાન કરે છે.
  • 24x7 ગ્રાહક સર્વિસ- તમે અમારી સર્વિસનો સરળતાથી લાભ લઈ શકો તેની ખાતરી કરવા માટે અમારી ગ્રાહક સપોર્ટ ટીમ રવિવાર અને રાષ્ટ્રીય રજાના દિવસે પણ 24x7 ઉપલબ્ધ છે. જો તમને તમારી ઈન્શ્યુરન્સ પોલિસી વિશે કોઈ પ્રશ્ન હોય, તો ફક્ત તમારો ફોન ઉપાડો અને તમારી સર્વિસ અનુસાર સહાય મેળવવા માટે અમારો નંબર ડાયલ કરો.

આ ડિજિટની સેન્ટ્રો ઈન્શ્યુરન્સ પોલિસી હેઠળ ઓફર કરવામાં આવતા કેટલાક લાભો છે, જે તમને તમારા નાણાકીય હિતોને અસરકારક રીતે સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે.

તેમ છતાં, પોલિસી ખરીદતા અથવા રિન્યુંવલ પહેલા, ખાતરી કરો કે તમે શ્રેષ્ઠ ફાયદાનો આનંદ લેવા માટે તેની તમામ માહિતીથી વાકેફ છો!

ધ્યાનથી ચલાવજો!

હ્યુન્ડાઈ સેન્ટ્રો કારનો ઈન્શ્યુરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

કોમ્પેક્ટ હોવા છતાં, હ્યુન્ડાઇ સેન્ટ્રો એ એક નાની ફેમિલી કાર છે જે તમને તમારી રોજિંદી શહેરની સવારીમાં મદદ કરી શકે છે. પરંતુ તમે રસ્તા પર જાઓ તે પહેલાં કાર ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદવી મહત્વપૂર્ણ છે. ચાલો આપણે વિગતવાર સમજીએ કે ઈન્શ્યુરન્સ શા માટે જરૂરી છે:

નાણાકીય સુરક્ષા માટે: અકસ્માત અથવા ચોરીને કારણે તમારી કારમાં તમને હાનિ અથવા નુકસાન થઈ શકે છે. અકસ્માતના કિસ્સામાં, સમારકામનો ખર્ચ ઘણો મોટો હોઈ શકે છે જે પરવડી શકે તેવી તમારી ક્ષમતાની બહાર હોઈ શકે છે.

ઈન્શ્યુરન્સ પોલિસી રાખવાથી તમે ઈન્સૂરરને તમારા નુકસાન માટે ચૂકવણી કરવા અથવા તેની ભરપાઈ કરવા વિનંતી કરી શકો છો. અને જો તમે ચોરીને કારણે વાહન ગુમાવો છો તો તમને કારની કુલ કિંમતનું નુકસાન થશે. ઈન્શ્યુરન્સ કંપની આ કિસ્સામાં, તમને ઇનવોઇસ વેલ્યુની ભરપાઈ કરી શકે છે.

ઓન ડેમેજ કાર ઈન્શ્યુરન્સ વિશે વધુ જાણો.

થર્ડ-પાર્ટી લાયાબિલિટી માટે: ભારતમાં થર્ડ-પાર્ટી લાયબિલિટી ૫ોલિસી ખરીદવી ફરજિયાત છે. તમે સ્ટેન્ડઅલોન થર્ડ પાર્ટી કવર અથવા કોમ્પ્રીહેન્સિવ પેકેજ પોલિસી ખરીદી શકો છો. કોઈપણ કિસ્સામાં તમારા દ્વારા કોઈ ત્રીજી વ્યક્તિને શારીરિક ઈજા અથવા મિલકતના નુકસાન માટે થયેલ કોઈપણ નુકસાન ઈન્શ્યુરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. આ જવાબદારીઓ, ખાસ કરીને મૃત્યુના કેસોમાં, ઘણી વખત મોટી રકમ હોઈ શકે છે, જે દરેકને પોષાય તેમ નથી. તેથી, કાર પોલિસી ખૂબ મદદરૂપ થશે.

ભારતીય રસ્તાઓ પર કાયદેસર રીતે વાહન ચલાવવા માટે: ઈન્શ્યુરન્સ કાયદા મુજબ કાર ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદવી જરૂરી છે કારણ કે તે તમને રસ્તા પર વાહન ચલાવવા માટે કાનૂની પરવાનગી આપે છે. જો તમારી પાસે નહિ હોય તો તમારું લાઇસન્સ રદ થઈ શકે છે અને ભારે દંડ વસૂલવામાં આવી શકે છે .

એડ-ઓન સાથે કવરેજને વિસ્તૃત કરો: જો તમારી પાસે કામ્પ્રીહેન્સિવ પેકેજ પોલિસી હોય તો એડ-ઓન કવર સાથે કાર ઈન્શ્યુરન્સ પોલિસીને વિસ્તૃત કરી શકાય છે. તમે કાર ઈન્શ્યુરન્સ એડ-ઓન્સ ખરીદીને કવરને વધુ સારું બનાવી શકો છો.

આમાંના કેટલાકનો સમાવેશ થઈ શકે છે:

હ્યુન્ડાઇ સેન્ટ્રો વિશે વધુ જાણો

હ્યુન્ડાઈ સેન્ટ્રોના નવા અવતારે લોકોના દિલો-દિમાગમાં જોરદાર આકર્ષણ જમાવ્યું છે. સેન્ટ્રોના ઉત્પાદકો કાર પાર્ટ્સની ક્વોલિટી સાથે સમાધાન કરતા નથી.

આ વિશ્વાસ અને પ્રણાલીને તોડ્યા વિના, હ્યુન્ડાઈએ ફરીથી રિસર્ચ અને મોડિફિકેશન કરી આપણને નવી સેન્ટ્રો આપી. કારની ઓવરઓલ ફીલ સારી છે. તે પેટ્રોલ અને CNG બંને પ્રકારના ઇંધણ માટે ઉપલબ્ધ છે.

પહેલાની જેમ ગ્રાહકોને ખુશ કરવા હ્યુન્ડાઇ સેન્ટ્રોને Era, Magna, Asta અને Sportz નામના ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. તેમાંના દરેકને ઈંધણના પ્રકારના આધારે વધુ અલગ પાડવામાં આવે છે.

તમે આ તમામ વેરિયન્ટ્સમાં ઓટોમેટિક અથવા મેન્યુઅલ ટ્રાન્સમિશન મેળવી શકો છો. કારની કિંમત રૂ. 4.15 લાખથી રૂ. 5.73 લાખની વચ્ચે છે. હ્યુન્ડાઈ સેન્ટ્રોનું માઈલેજ 20.3 કિમી પ્રતિ લિટરથી 30.48 કિમી પ્રતિ લિટર સુધીનું મળી રહે છે.

તમારે હ્યુન્ડાઈ સેન્ટ્રો શા માટે ખરીદવી જોઈએ?

અગાઉની જેમ જ, હ્યુન્ડાઇ સેન્ટ્રો પણ તેના નવા વર્ઝન સાથે તમને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે.

બહારથી, તમારા માટે સ્ટેટમેન્ટ સેટ કરતો તમને કારનો એક નવો આકર્ષક નામનો બેજ મળે છે. નવી સેન્ટ્રો જુના મોડલની સરખામણીમાં લાંબી અને પહોળી છે.

તે સ્વેપ્ટ-બેક હેડલેમ્પ્સ અને કાસ્કેડ ગ્રિલ સાથે આવે છે, જે નાના હેચબેક સેગમેન્ટમાં કારને અલગ પાડે છે. ડિટેલ્ડ ક્રીઝ અને શેડો લાઈન તેને એક ડ્રામેટિક સાઈડ પ્રોફાઇલ આપે છે.

જો તમે અંદર જુઓ, તો તમને સરળ પ્લાસ્ટિક અને રબરના બટનો અથવા નોબ્સ મળે છે. આ બધા સ્પર્શમાં નરમ છે, જે ઈન્ટિરિયરને ક્રિસ્પી લૂક આપે છે. અન્ય મોડલની જેમ હ્યુન્ડાઇ સેન્ટ્રોમાં પણ 7-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન છે, જે એપ્પલ કાર પ્લે, એન્ડ્રઈડ ઓટો અને મિરર-લીંક સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવે છે. ડિસ્પ્લે પરની વસ્તુઓ મોટી છે, જે નેવિગેશનને સરળ બનાવે છે.

આ એક આરામદાયક અવકાશ આપતી કાર છે, જેમાં પાંચ લોકો સરળતાથી બેસી શકે છે. હ્યુન્ડાઇ સેન્ટ્રોમાં યોગ્ય રીઅર એર કન્ડીશનીંગ વેન્ટ, સ્મૂથ સ્ટીયરીંગ, રીઅર પાર્કીંગ કેમેરા, એડજસ્ટેબલ ORVM સ્ટીયરીંગ માઉન્ટેડ કંટ્રોલ છે. એકંદરે કાર તમને સ્મૂથ અને એફર્ટલેસ ડ્રાઇવ આપે છે.

આ સ્માર્ટ લિટલ હેચબેક મધ્યમ વર્ગના પરિવારો અને યુવાનો માટે સૌથી યોગ્ય વિકલ્પ છે.

ચકાસો: હ્યુન્ડાઈ કાર ઈન્શ્યુરન્સ વિશે વધુ જાણો

હ્યુન્ડાઈ સેન્ટ્રો - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
એરા એક્ઝિક્યુટિવ 1086 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ ₹ 4.90 લાખ
મેગ્ના 1086 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ ₹ 5.04 લાખ
સ્પોર્ટ્ઝ 1086 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ ₹ 5.17 લાખ
મેગ્ના એએમટી 1086 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ ₹ 5.53 લાખ
મેગ્ના સીએનજી 1086 સીસી, મેન્યુઅલ, સીએનજી ₹ 5.48 લાખ
આસ્ટા 1086 સીસી, મેન્યુઅલ, પેટ્રોલ ₹ 5.78 લાખ
સ્પોર્ટ્ઝ એએમટી 1086 સીસી, ઓટોમેટિક, પેટ્રોલ ₹ 5.75 લાખ
સ્પોર્ટ્ઝ સીએનજી 1086 સીસી, મેન્યુઅલ, સીએનજી ₹ 5.79 લાખ

ભારતમાં હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો હું નેટવર્ક ગેરેજમાંથી મારા સેન્ટ્રો માટે એક્સિડેન્ટલ ડેમેજ સમારકામ માંગું તો હું કયા ફાયદા મેળવી શકું?

ડિજિટના નેટવર્ક ગેરેજમાંથી ઉપલબ્ધ સમારકામ સાથે તમે માત્ર કેશલેસ રિપેર સુવિધાઓનો જ નહીં પરંતુ તમારી કાર માટે ઘરના દરવાજા સુધી પિક-અપ એન્ડ ડ્રોપ અને 6-મહિનાની સમારકામની વોરંટીનો આનંદ માણી શકો છો.

તમારી સેન્ટ્રો ઈન્શ્યુરન્સ પોલિસી માટે ઝીરો ડિપ્રીશીએશન એડ-ઓન્સ કવરમાં શું સમાવિષ્ટ છે?

જો તમારી કાર 5 વર્ષથી ઓછી જૂની હોય તો ઝીરો ડિપ્રીશીએશન કવર હોવું આવશ્યક છે. આ કવર સાથે તમે તમારા સેન્ટ્રોના આકસ્મિક નુકસાન માટે ઘસારાને ધ્યાનમાં લીધા વિના રિપ્લેસમેન્ટની સંપૂર્ણ કિંમત મેળવી શકો છો.

શું મારે આગથી થતા નુકસાન સામે કવરેજ મેળવવા માટે એડ-ઓન કવર ખરીદવું પડશે?

ના, જો તમે ડિજિટની કામ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યુરન્સ પોલિસીનો લાભ લો છો, તો તમે આપમેળે આગને કારણે થતા નુકસાન સામે કવરેજ મેળવી શકશો.

શું હું મારી સેન્ટ્રો ઈન્શ્યુરન્સ પોલિસી સામે ઓછી IDV પસંદ કરી શકું?

હા, જો તમે તમારી સેન્ટ્રો કાર ઈન્શ્યુરન્સ પોલિસી સામે પ્રીમિયમ ઓછું કરવા માંગતા હો, તો તમે ઓછી IDV પસંદ કરી શકો છો. જોકે અહિં યાદ રાખવું અગત્યનું છે કે આ કિસ્સામાં જો તમારી કાર ચોરાઈ જાય અથવા ટોટલ્ડ થઈ જાય તો તમને ઓછું વળતર મળે છે.

ડિજિટની કાર ઈન્શ્યુરન્સ પોલિસીની શરૂઆતી કિંમત શું છે?

ડિજિટની થર્ડ પાર્ટી કાર ઈન્શ્યુરન્સ પોલિસીઓ GST વગર રૂ. 2072ના પ્રીમિયમથી શરૂ થાય છે.