Third-party premium has changed from 1st June. Renew now
ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યુ કરો
2019 માં લૉન્ચ કરાયેલ, હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રીક એ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક એસયુવી હતી. તે 2 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે સજ્જ છે, જે શ્રેષ્ઠ એસલેરેશન સાથે રોમાંચક ડ્રાઇવિંગ અનુભવની ખાતરી આપે છે.
2020 માં, કોના ઇલેક્ટ્રિકને મિડ-ફેસલિફ્ટ મળી હતી અને તે 2022 માં ભારતમાં આવશે.
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રીક 39.2kWH બેટરી અને 136 HP એન્જિન દ્વારા સંચાલિત છે જે 304km રેન્જ અને 64kWH બેટરી અને 204HP મોટર સાથે વૈશ્વિક સ્તરે 483km રેન્જ પ્રદાન કરે છે. તેનાથી વિપરિત, ભારતીય વર્ઝન લોવર-સ્પેક 39.2kWH બેટરી અને 136 HP ઇલેક્ટ્રિક એન્જિન સાથે આવે છે.
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રીકને 10.25-ઇંચની ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે જે બ્લુલિંક કનેક્ટેડ કાર ટેકને સપોર્ટ કરે છે, જે પ્લગ ઇન કરેલી હોય ત્યારે કારને પ્રીહિટ કરવા માટે વૉઇસ કંટ્રોલ, રિમોટ ચાર્જિંગ, રિમોટ ક્લાઇમેટ કંટ્રોલ છે. તમને બ્લાઇંડસ્પોટ સહાય, રિઅર ક્રોસ-ટ્રાફિક સહાય, સલામત રીતે બહાર નીકળવા વોર્નિંગ અને ઈ-કૉલ પણ મળશે જે અકસ્માતોના કિસ્સામાં આપમેળે ઈમરજન્સી સર્વિસ એલર્ટ આપશે.
જો કે, ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો કોન્સેપ્ટ હજુ નવો છે, તેથી તેની જાળવણી કરવી ખર્ચાળ બાબત બની શકે છે. તેથી, હ્યુન્ડાઇ કોના ઈલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવવી એ સંભવિત રિપેર/રિપ્લેસમેન્ટ ખર્ચથી બચવા માટે એક સમજદાર પગલું છે.
વધુમાં, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ ભારતમાં કાર ઇન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત છે.
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
તમારે ડિજીટની હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન
થર્ડ પાર્ટી | કોમ્પ્રીહેન્સીવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
થર્ડ પાર્ટી વાહનને નુકસાન |
|
થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન |
|
પર્સનલ એક્સીડન્ટ કવર |
|
થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
|
તમારી કારની ચોરી |
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
|
તમારી IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રીહેન્સીવ અને થર્ડપાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમની પ્રક્રિયા
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
સ્ટેપ 3
તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજીટને શું આદર્શ બનાવે છે?
વિશ્વસનીય કાર ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરવી એ એક પડકારજનક કાર્ય છે. તેથી, વિકલ્પોમાંથી પસાર થતી વખતે, ખાતરી કરો કે તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ કિંમત અને ઇન્સ્યોરર દ્વારા આપવામાં આવતા લાભોની તુલના કરો.
આ સંદર્ભમાં, તમે ડિજીટ ઇન્સ્યોરન્સનો વિચાર કરી શકો છો કારણ કે તે અનુકૂળ પોલિસી વિકલ્પો સાથે વધારાની આકર્ષક ઑફરો આપે છે.
તેના વિશે જાણવા માટે વાંચો.
1. ઇન્સ્યોરન્સ પોલિસીની રેંજ
ડિજીટ તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે અનુરૂપ ઇન્સ્યોરન્સ પ્લાન તૈયાર કરે છે. તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો.
- થર્ડ પાર્ટી પોલિસી
આ એક ફરજિયાત પોલિસી છે અને તમને ભારતમાં તમારા કોના ઇલેક્ટ્રિક વાહનને કાયદેસર રીતે ચલાવવામાં મદદ કરે છે. તે તમારી કાર દ્વારા થર્ડ-પાર્ટી વાહન, મિલકત અથવા વ્યક્તિને થયેલા નુકસાનને આવરી લે છે. આ ઉપરાંત, ડિજીટ જો મુકદ્દમાના મુદ્દાઓ કોઈ હોય, તો તેનું પણ ધ્યાન રાખશે.
- કોમ્પ્રીહેન્સીવ પોલિસી
થર્ડ પાર્ટી લાયબિલીટી અને પોતાના નુકસાનના ખર્ચ બંનેને આવરી લેતો આ સૌથી કોમ્પ્રીહેન્સીવ પ્લાન છે. તેથી, નુકસાન અકસ્માત અથવા કુદરતી આફતો, આગ, ચોરી કે અન્ય કોઈ ખતરાને કારણે થયું હોય, ડિજીટ નુકસાનની ભરપાઈ કરશે અથવા કેશલેસ રિપેર વિકલ્પ પ્રદાન કરશે.
નોંધ: જો તેઓ થર્ડ પાર્ટી લાયબિલીટી પોલિસીના કવરેજને અપગ્રેડ કરવા માંગતા હોય તો પોલિસીહોલ્ડર અલગથી પોતાના નુકસાનની સુરક્ષા પસંદ કરી શકે છે.
2. ઓનલાઈન સેવાઓ
તમે હવે માત્ર ડિજીટની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈને હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સને ઓનલાઈન પસંદ કરી શકો છો. વધુમાં, ડિજીટ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે હ્યુન્ડાઈ કોના ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ પણ ઑફર કરે છે. તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો અને પોલિસીની શરતો સમાપ્ત થાય તે પહેલાં તરત જ તમારા ઇન્સ્યોરન્સ પ્લાનને રિન્યુ કરો.
3. પેપરલેસ પ્રક્રિયાઓ
પરંપરાગત ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયામાં શા માટે સમય બગાડવો જ્યારે તમે તેને માત્ર 3-સરળ સ્ટેપમાં કરી શકો છો?
ડિજીટ તમારી સુવિધા માટે ક્લેમ કરવાની સરળ પ્રક્રિયા લાવે છે.
- સ્ટેપ 1: તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 1800 258 5956 પર કૉલ કરો અને સ્વ-નિરીક્ષણ લિંક મેળવો
- સ્ટેપ 2: લિંક પર પુરાવા તરીકે તમારા ક્ષતિગ્રસ્ત વાહનના ફોટોગ્રાફ્સ અપલોડ કરો
- સ્ટેપ 3: તમારી જરૂરિયાત મુજબ રિપેર માટે 'રિઈમ્બર્સમેન્ટ' અથવા 'કેશલેસ' મોડ પસંદ કરો
4. એડ-ઓન કવર સાથે વધારાની સુરક્ષા
નીચેની સૂચિમાંથી એડ-ઓન કવરનો સમાવેશ કરીને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે તમારાકોના ઇલેક્ટ્રિક ઇન્સ્યોરન્સ પોલિસી કવરેજને વિસ્તૃત કરી શકો છો.
- ઝીરો ડેપ્રીસીએશન
- ઇન્વૉઇસ પર રિટર્ન
- પેસેન્જર કવર
- કન્ઝયુમેબલ
- ટાયર પ્રોટેક્શન
- એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન
- બ્રેકડાઉન સહાય
નોંધ: તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ઈન્સ્યોરન્સ રિન્યૂઅલ કિંમત વધારીને પોલિસીની સમયસીમા સમાપ્ત થઈ જાય પછી પણ સુરક્ષા ચાલુ રાખી શકો છો.
5. IDV ફેરફાર વિકલ્પ
ડિજીટ તેના ગ્રાહકોને તેમની જરૂરિયાતોના આધારે તેમના વાહનોની ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂને વધારવા અથવા ઘટાડવાની મંજૂરી આપે છે. ઉચ્ચ IDV ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન અથવા ચોરીના કિસ્સામાં વધુ સારું વળતર ઓફર કરતા વધુ પ્રિમીયમ ચાર્જ કરે છે. તેનાથી વિપરીત, ઓછી IDV પોષાય તેવી છે પરંતુ પ્રભાવશાળી વળતર આપતી નથી.
6. ડોરસ્ટેપ કાર પિક-અપ અને ડ્રોપની સુવિધા
જ્યારે તમારી કાર ગંભીર રીતે ડેમેજ હોય અને વાહન ચલાવવાની સ્થિતિમાં ન હોય ત્યારે તમે આ સુવિધા પસંદ કરી શકો છો. ડેમેજ વાહનને ઉપાડવા માટે પ્રતિનિધિઓ તમારા સ્થાન પર પહોંચશે અને એકવાર રિપેર કર્યા પછી તેને તમારા સરનામે છોડશે.
7. પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ
જો તમે આખા વર્ષ માટે કોઈ ક્લેમ ફાઇલ ન કરો, તો તમે આગલા પ્રીમિયમ પર 20% નો ક્લેમ બોનસ ડિસ્કાઉન્ટ મેળવશો.
8. રાષ્ટ્રવ્યાપી ડિજીટ નેટવર્ક કાર ગેરેજ
હવે તમે તમારા નજીકના નેટવર્ક ગેરેજમાં વાહનની સમસ્યાઓને સરળ રીતે દૂર કરી શકો છો. આ ઉપરાંત, તમે અપફ્રન્ટ પેમેન્ટ ટાળવા માટે કેશલેસ રિપેરનો વિકલ્પ પસંદ કરી શકો છો.
વધુમાં, ડિજીટ પર, તમને હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ ઘટાડવાની બીજી તક મળે છે. તમારે ફક્ત સ્વૈચ્છિક રીતે ડિડકટીબલ પસંદ કરવાનું છે. જો કે, આ વિકલ્પ પસંદ કરતા પહેલા, માહિતગાર નિર્ણય લેવા માટે ડિજીટના 24X7 કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવની મદદ લો.
હ્યુન્ડાઇ કોના વિશે વધુ જાણો
જ્યારે આપણે ઇંધણના ભાવમાં વધારો જોઈ રહ્યા છીએ ત્યારે EV (ઈલેક્ટ્રિક વ્હીકલ) એ ભારતનું ભવિષ્ય છે. પૃથ્વી ગ્રહને બચાવવો એ હવે એકની નહિ પરંતુ બધાની નૈતિક જવાબદારી છે. હ્યુન્ડાઈએ આ સંદર્ભમાં અન્યોને સખત સ્પર્ધા આપવા માટે એક હિંમતભરી અને સચેત પહેલ કરી છે. તેઓએ કોમ્પેક્ટ એસયુવીના સેગમેન્ટમાં ડાયનેમિક વ્હીકલ હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રીક ખરીદ્યું છે.
તે ઝીરો-એમિશન એસયુવી છે જે દરેક અર્થમાં ઇલેક્ટ્રિક છે. સંપૂર્ણપણે પ્રીમિયમ સેગમેન્ટની કાર, હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિકની કિંમતની રેંજ રૂ.23.95 લાખથી શરૂ થાય છે. ચલાવવા માટે આરામદાયક, કાર ઓટોમેટિક છે જે તમને લક્ઝરીનો અહેસાસ આપે છે. તે 452 કિમી/ફુલ ચાર્જની માઈલેજ આપે છે જે ખૂબ જ પ્રભાવશાળી છે.
તમારે હ્યુન્ડાઇ કોના શા માટે ખરીદવી જોઈએ?
હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક તમારા માટે સારી પસંદગી હશે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક અને ઓટોમેટિક, આ કાર 5 લોકો માટે સારી સીટીંગ કેપેસીટી પ્રદાન કરે છે. એકદમ સ્પોર્ટી લુક આપીને કાર ભીડમાંથી અલગ દેખાય છે. બહારના હેડલેમ્પ્સ LED-આધારિત છે જે અન્ય લોકોને આકર્ષિત કરશે. ઇન્સ્ટોલ કરેલ 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ અને iOS સાથે સુસંગત છે.
લક્ઝરીને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવા માટે, તમને ઇલેક્ટ્રિક સનરૂફ, ફ્રન્ટ હીટ અને વેન્ટિલેટેડ સીટો, ફોન માટે વાયરલેસ ચાર્જિંગ અને પુશ સ્ટાર્ટ-સ્ટોપ બટન મળે છે. તમને ઇકો+, ઇકો, કમ્ફર્ટ અને સ્પોર્ટમાંથી પસંદ કરવા માટે ચાર ડ્રાઇવિંગ મોડ્સ મળે છે.
મેન્યુફેક્ચરર તમને ડીલરશીપ પર બે ચાર્જર અને ચાર્જિંગ આઉટલેટ્સ પ્રદાન કરે છે. હ્યુન્ડાઈ કોના ઇલેક્ટ્રિક 5 વાઈબ્રન્ટ રંગોમાં ઉપલબ્ધ છે જે કારના બાહ્ય દેખાવને વધારે છે.
તપાસ: હ્યુન્ડાઇ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
હ્યુન્ડાઇ કોનાના વેરિઅન્ટ
વેરિઅન્ટનું નામ | વેરિઅન્ટની કિંમત (નવી દિલ્હીમાં, અન્ય શહેરોમાં બદલાઈ શકે છે) |
---|---|
પ્રીમીયમ | ₹ 23.79 લાખ |
પ્રીમીયમ ડ્યુઅલ ટોન | ₹ 23.97 લાખ |
[1]
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું મારી હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર માટે ટાયર પ્રોટેક્શન એડ-ઓન કવર પસંદ કરી શકું?
જો તમારી પાસે કોમ્પ્રીહેન્સીવ હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો તમે ટાયર પ્રોટેક્શન ઍડ-ઑન કવર પસંદ કરી શકો છો.
ટાયર પ્રોટેક્શન એડ-ઓન કવર કેટલા વર્ષ માટે માન્ય છે?
ટાયર પ્રોટેક્શન એડ-ઓન કવર 4 વર્ષ માટે માન્ય છે.
ટાયર પ્રોટેક્શન એડ-ઓન હેઠળ શું આવરી લેવામાં આવે છે?
ટાયર પ્રોટેક્શન એડ-ઓન કવર્સ-
- રિપ્લેસમેન્ટ ખર્ચ
- ડિસમાઉન્ટિંગ, ઇન્સ્ટોલિંગ અને રિબેલેન્સિંગ માટે મજૂરી ખર્ચ
- એક્સીડેન્ટલ નુકશાન
- ટ્યુબ અને ટાયરને નુકસાન, બલ્જેસ, બર્સ્ટિંગ અને એબ્રેશન (ઘર્ષણ) સહિતના ખર્ચ