હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios ઇન્સ્યોરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યુ કરો

હ્યુન્ડાઈની ગ્રાન્ડ i10 એ ડ્રાઈવ કરવામાં સરળ એક અર્બન હેચબેક છે જેમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને આકર્ષક લૂક છે. તે વધુ અત્યાધુનિક પેકેજમાં અગાઉના ગ્રાન્ડ i10 મોડલ્સની ક્ષમતાઓ આધારિત બનાવવામાં આવેલ છે વધુમાં, હ્યુન્ડાઈ પેટ્રોલ અને ડીઝલ એન્જિન વેરિઅન્ટ્સની વિશાળ રેંજ ઓફર કરે છે, દરેક 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ઓટો ગિયરબોક્સ સાથે જોડાયેલ છે.

હ્યુન્ડાઈએ તેને સ્પોર્ટી લુક આપવા માટે બૂમરેંગ આકારના DRLs, LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ફોગ લેમ્પ્સ, 15-ઈંચના એલોય વ્હીલ્સ અને રૂફ રેલ સાથે મોટી સિગ્નેચર ગ્રિલ સાથે સજ્જછે. હવે, મોડેલના આધારે, તમે ડ્યુઅલ-ટોન ગ્રે અથવા બ્લેક કલર ઈન્ટિરિયર્સ માટે પસંદગી કરી શકો છો.

કેબિનની અંદર, તમને Apple CarPlay અને Android Auto ને સપોર્ટ કરતી 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે સેમી-ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે.

આ સિવાય, વાયરલેસ ચાર્જર, યુએસબી પોર્ટ, વૉઇસ રેકગ્નિશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી, રીઅર એર-કન્ડિશનર વેન્ટ્સ, 2 પાવર આઉટલેટ્સ, રીઅર પાર્કિંગ સેન્સર્સ, કૅમેરા, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન અને વધુ જેવી ઘણી બધી સુવિધાઓ છે.

જો તમે આ કાર ખરીદી હોય, તો સંભવિત રિપેર/રિપ્લેસમેન્ટ ખર્ચને ટાળવા માટે હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કારનો ઇન્સ્યોરન્સ મેળવવાની ખાતરી કરો.

આ ઉપરાંત, કાર ઇન્સ્યોરન્સ પોલિસી ફરજિયાત છે અને કાયદાકીય પરિણામો અને અન્ય જોખમોથી પણ બચાવે છે.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજીટનો હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કોમ્પ્રીહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/ હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/ હાનિ

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન

×

પર્સનલ અકસિડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ

×

તમારી કારની ચોરી થવી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારા આઈ.ડી.વી. ને કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ અને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારી પાસે કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.

સ્ટેપ 3

તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.

ડિજીટ ઈન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઈન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે તે અંગે વિચારી રહ્યા છો! ડિજીટના ક્લેમનો રિપોર્ટ કાર્ડ વાંચો

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજીટ શા માટે પસંદ કરવો?

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ કિંમત સિવાય, તમારે અન્ય પરિબળો ધ્યાનમાં રાખવાની જરૂર છે. દાખલા તરીકે, પોલિસીઓની ઓનલાઈન સરખામણી કરતી વખતે, તપાસો કે ઇન્સ્યોરર શું લાભ ઓફર કરે છે.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios માટે કાર ઇન્સ્યોરન્સ લેવા માટે ડિજીટ એક આદર્શ સ્થળ છે કારણ કે તે ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ દરે વધારાના લાભોની ખાતરી આપે છે.

તેમના વિશે જાણવા માટે વાંચો.

1. અનુકૂળ પોલિસી વિકલ્પો

તમને કયા પ્રકારના કવરેજની જરૂર છે તેના આધારે, તમે નીચેના વિકલ્પો વચ્ચે પસંદગી કરી શકો છો.

  • થર્ડ પાર્ટી પોલિસી

આ પોલિસી મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ ફરજિયાત છે અને થર્ડ પાર્ટીની લાયબિલીટીઓથી સંપૂર્ણ નાણાકીય રક્ષણ પૂરું પાડે છે. સરળ શબ્દોમાં કહીએ તો, એવી ઘટનામાં જ્યાં તમારી કાર થર્ડ પાર્ટીને નુકસાન પહોંચાડે છે (વ્યક્તિ, વાહન અથવા મિલકત હોઈ શકે છે), ડિજીટ નુકસાનની ભરપાઈ કરશે. વધુમાં, ઇન્સ્યોરર આવા સંજોગોમાં સામાન્ય હોય તેવા મુકદ્દમાના મુદ્દાઓનું પણ સમાધાન કરશે.

  • કોમ્પ્રીહેન્સીવ પોલિસી

ડિજીટ સૌથી કોમ્પ્રીહેન્સીવ કવરેજ ઑફર કરે છે. આ પોલિસી હેઠળ, તમારે ન તો થર્ડ પાર્ટીની લાયબિલીટીઓ અને ન તો પોતાના કારના નુકસાનના ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર છે. વધુમાં, ડિજીટ તમને એડ-ઓન કવર સાથે બેઝ પ્લાનને અપગ્રેડ કરવા દે છે. તમે વધારાના ચાર્જીસ સામે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. તમારી હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ રિન્યુ કિંમત વધારીને તમે તમારી પોલિસીની શરતો સમાપ્ત થયા પછી પણ લાભો ચાલુ રાખી શકો છો.

  • ઝીરો ડેપ્રીસીએશન
  • કન્ઝયુમેબલ
  • ટાયર પ્રોટેક્શન
  • બ્રેકડાઉન સહાય અને અન્ય

નોંધ: થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પ્લાન પોતાના કારના નુકસાનના ખર્ચને આવરી લેતી નથી. તમારી બેઝ પોલિસીમાં આ કવર ઉમેરવા માટે, સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર પસંદ કરવાનું વિચારો.

2. ઓનલાઈન સેવાઓ

કાર ઇન્સ્યોરન્સ પોલિસીની પસંદગી હવે સરળ છે. પરંપરાગત પ્રક્રિયાને દૂર કરવા માટે, હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ માટે ડિજીટની ઓફિસિયલ વેબસાઇટની ઑનલાઇન મુલાકાત લો. તમે તમારા હાલના ડિજીટ એકાઉન્ટમાં સાઇન ઇન કરીને હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ પોલિસીને ઑનલાઇન રિન્યુ પણ કરી શકો છો.

3. IDV કસ્ટમાઇઝેશન

ડિજીટ તેના ગ્રાહકોને તેમની કારની ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ વધારવા અથવા ઘટાડવાની મંજૂરી આપે છે. જેમ IDV પોલિસી પ્રીમિયમ નક્કી કરે છે તેથી, જો તમે ઉચ્ચ IDV પસંદ કરો છો, તો પ્રીમિયમ પણ વધશે. ઉપરાંત, ઉચ્ચ IDV ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનના કિસ્સામાં વધુ વળતરની ખાતરી આપે છે.

4. ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો

ડિજીટની અતિશય લોકપ્રિયતા પાછળનું એક નોંધપાત્ર કારણ તેનો ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેકોર્ડ છે. આ ઉપરાંત, ઇન્સ્યોરર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સ્વ-નિરીક્ષણ લિંક પ્રદાન કરે છે.

લિંક મેળવવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 1800 258 5956 પર કૉલ કરો.

5. રાષ્ટ્રવ્યાપી ડિજીટ નેટવર્ક કાર ગેરેજ

ડિજીટ ભારતભરમાં 6000 થી વધુ ગેરેજ સાથે જોડાયેલ છે. તેથી, આમાંના કોઈપણ ગેરેજ પર તમારી વાહનની સમસ્યાઓને દૂર કરો અને તમારા ગ્રાન્ડ i10 Nios ઇન્સ્યોરન્સ સામે કેશલેસ રિપેરનો વિકલ્પ પસંદ કરો.

6. પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ

જો તમે આખા વર્ષ માટે ક્લેમ ફાઇલ કરવાથી દૂર રહો તો ડિજીટ તમને ચૂકવવાપાત્ર પ્રીમિયમ પર 20% નો ક્લેમ બોનસ ડિસ્કાઉન્ટ આપશે.

ક્લેમ-મુક્ત વર્ષોની સંખ્યાના આધારે ટકાવારી બદલાય છે.

7. કાર પિક-અપ અને ડ્રોપ સુવિધાઓ

જો તમારું વાહન ચલાવવા માટે ખૂબ વધારે ખરાબ સ્થિતિમાં હોય, તો ચિંતા કરશો નહીં. તેના બદલે, અસુવિધા ટાળવા માટે ડોરસ્ટેપ કાર પિક-અપ અને ડ્રોપ સુવિધાઓ પસંદ કરો.

નોંધ: આ સુવિધા હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios માટે માત્ર કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ માટે ઉપલબ્ધ છે.

8. નોંધનીય કસ્ટમર કેર સર્વિસ

ડિજીટની કસ્ટમર કેર ટીમ 24X7 ઝડપી અને વિશ્વસનીય સેવા પૂરી પાડે છે. તેથી, કોઈપણ સમયે તમારી તમામ ઇન્સ્યોરન્સ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ મેળવો.

આ ઉપરાંત, ડિજીટ જો તમે સ્વૈચ્છિક રીતે ડિડકટીબલ પસંદ કરો છો તો તમને હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ ઘટાડવાની પણ મંજૂરી આપે છે. જો કે, તમારે જાણકાર પસંદગી કરતા પહેલા આ વિકલ્પના ફાયદા અને ખામીઓ તપાસવી આવશ્યક છે.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે

કાર ઇન્સ્યોરન્સ કટોકટીના સમયે તમને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે છે. તે ઇન્સ્યોરરને જોખમના ટ્રાન્સફરનો સંદર્ભ આપે છે. કાર માટે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી મહત્વપૂર્ણ છે કારણ કે તે આ કરશે:

  • તમને અયોગ્ય નાણાકીય બોજથી સુરક્ષિત કરે છે: તમને ચોરી અથવા આકસ્મિક નુકસાન અથવા કુદરતી આફતો અને રમખાણો જેવી દુર્ઘટનાઓને કારણે નુકસાન થઈ શકે છે. અકસ્માત પછી રિપેરનો ખર્ચ ઘણો મોટો હોઈ શકે છે જે તમને પરવડી શકતો નથી. અને જ્યારે વાહન નવું હશે, ત્યારે જૂની કારની સરખામણીમાં રિપેરનો ખર્ચ વધુ હશે.

તમે ઇન્સ્યોરરને તમારા માટે આને ઠીક કરવા વિનંતી કરી શકો છો. તેઓ કેશલેસ રિપેરની વ્યવસ્થા કરશે અથવા તમે ચૂકવેલ બીલ તમને ભરપાઈ કરશે. બીજી પરિસ્થિતિમાં, જો તમે વાહન ગુમાવ્યું હોય, તો ઇન્વોઇસની કુલ કિંમત ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ભરપાઈ કરવામાં આવશે.

ઓન ડેમેજ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો.

  • થર્ડ પાર્ટી લાયબિલીટીથી તમને સુરક્ષિત કરે છે: જ્યારે તમે રસ્તા પર ડ્રાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે થર્ડ પાર્ટીને ટક્કર મારવાથી તમને મુશ્કેલી થઈ શકે છે. જ્યારે તમને આવી શારીરિક ઈજા અથવા મિલકતના નુકસાન માટે ચૂકવણી કરવા માટે જવાબદાર માનવામાં આવે છે અને તે રકમ ચૂકવવાની તમારી ક્ષમતાની બહાર હોય છે, ત્યારે ઇન્સ્યોરર તમને વધુ સારી મદદ કરી શકે છે.
  • તમને કાયદેસર રીતે વાહન ચલાવવાની મંજૂરી આપે છે: કાર ઇન્સ્યોરન્સ પોલિસી એ કાનૂની દસ્તાવેજ છે અથવા રસ્તા પર કાયદેસર રીતે વાહન ચલાવવાની તમારી પરવાનગી છે. ભારતમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય છે.
  • બેઝિક કાર કવરને વધુ કોમ્પ્રીહેન્સીવ બનાવવાની મંજૂરી આપે છે: ભારતમાં કાર ઇન્સ્યોરન્સ બે પ્રકારમાં ઉપલબ્ધ છે, એક કોમ્પ્રીહેન્સીવ કવર અને બીજું છે થર્ડ પાર્ટી લાયબિલીટી પોલિસી. જો તમારી પાસે પ્રથમ પ્રકાર છે, તો પછી તમે કાર ઇન્સ્યોરન્સ એડ-ઓન ખરીદી શકો છો. આમાંના કેટલાકમાં બ્રેકડાઉન સહાય, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન, ટાયર પ્રોટેક્શન કવર અને શૂન્ય-ડેપ કવર શામેલ હોઈ શકે છે.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios વિશે વધુ જાણો

જ્યારે તમારી દૈનિક ઉપયોગની કાર કોમ્પેક્ટ અને ચલાવવા માટે અનુકૂળ હોય ત્યારે તે યોગ્ય છે. કારના તમામ સેગમેન્ટમાં સેવા આપતા, હ્યુન્ડાઈએ નાનાથી મોટા સુધીના દરેક પ્રકારને પણ લોન્ચ કર્યા. હ્યુન્ડાઈ i10 એ કારનું બીજું ટીઝિંગ મોડલ છે જે ભારતીય રસ્તાઓ અને ટ્રાફિક માટે સલામત છે.

તે હવે હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Niosના નામે ઉપલબ્ધ છે. આ કાર 1186 થી 1197 ક્યુબિક કેપેસીટીના એન્જિનને સપોર્ટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ છે. આ નાની ફેમિલી કાર પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારના ફ્યુઅલમાં ઉપલબ્ધ છે.

નાની હોવા છતાં, હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Niosની કિંમત રેંજ રૂ.5 લાખથી રૂ.8 લાખ સુધીની છે. માઇલેજને ધ્યાનમાં લેવા માટે, તે તમને એક લિટરમાં લગભગ 20.5 કિમીથી 26.2 કિમી સુધીની મુસાફરી કરવા માટે સારી ડીલ છે.

આ તથ્યો સિવાય ચાલો આપણે Hyundai Grand i10 Nios વિશે વધુ જાણીએ.

તમારે હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios શા માટે ખરીદવી જોઈએ?

જો તમે નાની કારમાં કંઈક અપ-ટુ-બીટ જોશો, તો આનાથી વધુ સારી પસંદગી કઈ હોઈ શકે. કાર તમને સ્પોર્ટી લુક આપે છે, પરંતુ કારના ફીચર્સ ખૂબ જ પ્રભાવશાળી છે.

હજારો લોકો કારને તેના લૂક, કેસ્કેડીંગ ગ્રિલ, એલઇડી ફ્રન્ટ લાઇટ્સ અને આગળ ફોગ લેમ્પ્સ માટે પસંદ કરશે. સુપર સ્પોર્ટી ફિનિશ આપવા માટે તેમાં ડાયમંડ-કટ એલોય અને હેલોજન ટેલ લાઇટ છે. તમે હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios ને આઠ આકર્ષક મેટલ રંગોમાં મેળવી શકો છો જેમાં ડ્યુઅલ-ટોન પેઇન્ટ સ્કીમ પણ શામેલ છે.

ગ્રે ઈન્ટિરિયર કારની સ્ટાઈલને વધુ બહેતર બનાવે છે પરંતુ 8 ઈંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે બ્રાઉની પોઈન્ટ્સ લે છે. હ્યુન્ડાઈએ વાયરલેસ ચાર્જિંગ પોઈન્ટ્સ અને વોઈસ રેકગ્નિશન સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ આપી છે.

આગળની સીટ આરામદાયક છે અને ઊંચાઈને એડજસ્ટ કરવાની મંજૂરી આપે છે જ્યારે પાછળની સીટ થાઈને સારો સપોર્ટ આપે છે. કારનું એન્જિન એકદમ રિફાઈન્ડ છે અને BS-VI અનુરૂપ છે. કાર માત્ર લૂક માટે જ આકર્ષિત કરતી નથી, પરંતુ હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Niosમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રિવર્સ કેમેરા, સ્માર્ટ સ્ટાર્ટ/સ્ટોપ પુશ બટન અને સેફ્ટી એરબેગ્સ જેવી આકર્ષક સુવિધાઓ પણ છે. એકંદરે, તમે કાર ખરીદવાનું વિચારી શકો છો.

તપાસો: હ્યુન્ડાઈ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios ના વેરિયન્ટ્સ

વેરિઅન્ટનું નામ વેરિઅન્ટની કિંમત (નવી દિલ્હીમાં, અન્ય શહેરોમાં બદલાઈ શકે છે)
એરા (Era) ₹ 5.28 લાખ
મેગ્ના ₹ 5.99 લાખ
સ્પોર્ટ્સ ₹ 6.66 લાખ
AMT મેગ્ના ₹ 6.67 લાખ
સ્પોર્ટ્સ ડ્યુઅલ ટોન ₹ 6.96 લાખ
મેગ્ના CNG ₹ 6.99 લાખ
મેગ્ના CRDi ₹ 7.20 લાખ
AMT સ્પોર્ટ્સ ₹ 7.27 લાખ
મેગ્ના CRDi કોર્પ એડિશન ₹ 7.30 લાખ
એસ્ટા (Asta) ₹ 7.42 લાખ
સ્પોર્ટ્સ CNG ₹ 7.53 લાખ
સ્પોર્ટ્સ CRDi ₹ 7.74 લાખ
ટર્બો સ્પોર્ટ્સ ₹ 7.87 લાખ
AMT એસ્ટા ₹ 7.91 લાખ
ટર્બો સ્પોટ્સ ડ્યુઅલ ટોન ₹ 7.92 લાખ
AMT સ્પોર્ટ્સ CRDi ₹ 8.35 લાખ
એસ્ટા CRDi ₹ 8.50 લાખ

[1]

વારંવાર પૂછાતા પ્રશ્નો

ઝીરો ડેપ્રીસીએશન એડ-ઓન કવરનો ફાયદો શું છે?

ઝીરો ડેપ્રીસીએશન એડ-ઓન કવર સૂચવે છે કે તમારા ઇન્સ્યોરર ઘસારાની રકમને બાદ કરશે નહીં. આ રીતે, તમારી હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર ઇન્સ્યોરન્સ સામે ક્લેમ ફાઇલ કરતી વખતે તમને વધુ સારું નાણાકીય કવરેજ પ્રાપ્ત થશે.

ટાયર પ્રોટેક્શન એડ-ઓન કવર હેઠળ શું આવરી લેવામાં આવતું નથી?

ટાયર પ્રોટેક્શન એડ-ઓન કવર આ આવરી લેતું નથી -

પંચર અને ટાયર રિપેરનો ખર્ચ

આના કારણે નુકસાન -

  1. ખાસ કરીને રેસિંગ, રેલી વગેરેમાં બેફામ ડ્રાઇવિંગ.
  2. મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ્સ -
  • અનધિકૃત રિપેર સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ
  • અયોગ્ય સ્ટોરેજ અથવા ટ્રાન્સપોર્ટેશન