ભારતીયો માટે ક્રોએશિયા વિઝા અંગેની સંપૂર્ણ સમજણ
ક્રોએશિયાની મુલાકાત માટે કોઈ કારણ રજૂ કરવાની જરૂર જ નથી. ફ્રાન્સ, સ્પેન અથવા ઇટાલી જેવા મુખ્ય પ્રવાસી સ્થળો સિવાય એક આદર્શ હોલિડે ડેસ્ટિનેશન તરીકે ક્રોએશિયા જાણીતું છે; ક્રોએશિયાની વિવિધતા જ તેની ખૂબી છે. તે ચોખ્ખું પાણી, શુદ્ધ હવામાન, અઢળક જોવાલાયક સ્થળો, પ્રાકૃતિક લેન્ડસ્કેપ્સ અને જમવા માટેના શાનદાર ફૂડ અને વાઇનને તો કેમ ભૂલી શકાય!
ટ્રિપ પર જતાં પહેલાં ક્રોએશિયન વિઝા મેળવવા સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ પૈકીનું એક છે. ચાલો જોઈએ કે ક્રોએશિયન વિઝા માટે કેવી રીતે અરજી કરવી, પાત્રતાના માપદંડો, જરૂરી ડોક્યુમેંટ, ફી અને વધુ.
શું ભારતીયોને ક્રોએશિયા માટે વિઝાની જરૂર છે?
હા, ભારતીયોએ ક્રોએશિયામાં પ્રવેશતા પહેલા વિઝા માટે અરજી કરવી જરૂરી છે. ક્રોએશિયા 1લી જાન્યુઆરી 2023ના રોજ શેંગેન ઝોનમાં જોડાયું છે. વિઝાની આવશ્યકતાઓ બાકીના ઝોન સાથે સુસંગત છે. આનો અર્થ એ થયો કે ભારતીય નાગરિકોએ ક્રોએશિયાની મુલાકાત લેવા માટે શેંગેન વિઝા માટે અરજી કરવી પડશે.
શું ભારતીય નાગરિકો માટે ક્રોએશિયામાં ઈ-વિઝા અથવા વિઝા ઓન અરાઈવલ સુવિધા છે?
ના, ક્રોએશિયા ભારતીય પાસપોર્ટ ધારક મુલાકાતીઓ માટે ઈ-વિઝા અથવા વિઝા ઓન અરાઈવલ સુવિધાઓ ઓફર કરતું નથી.
ભારતમાંથી ક્રોએશિયા વિઝા વિશે બધું
ક્રોએશિયા જાન્યુઆરી, 2023માં શેંગેન પ્રદેશમાં જોડાયા પછી ભારતીય નાગરિકો માટે ક્રોએશિયાની મુલાકાત લેવા માટે વિઝા આવશ્યકતાઓ અન્ય શેંગેન રાજ્યો સાથે સુસંગત બની છે. તમે ફક્ત શેંગેન વિઝા માટે અરજી કરીને ક્રોએશિયાની મુલાકાત પણ લઈ શકો છો. મુલાકાતીઓ વધુમાં વધુ 90 દિવસ માટે ક્રોએશિયા/શેંગેન ઝોનની મુલાકાત લઈ શકે છે.
તમે શેંગેન વિઝા માટે અરજી કરવા માટે ભારતમાં ક્રોએશિયન એમ્બેસીની મુલાકાત લઈ શકો છો.
આ સમયે, તમારી જાતને અને તમારી ટ્રિપને કોઈપણ અનિશ્ચિતતાઓથી સુરક્ષિત કરવી પણ અતિ-મહત્વપૂર્ણ છે. જો તમારી ફ્લાઇટમાં વિલંબ થાય છે અથવા તમે ટ્રિપ દરમિયાન તમારો સામાન અથવા પાસપોર્ટ ખોવાઈ જાય, તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જેવા સુરક્ષા વિકલ્પો તમારી તરફેણે રહીને તમને બચાવી શકે છે.
ભારતીયો માટે ક્રોએશિયન વિઝાના લાયકાત માપદંડ કયા છે?
ક્રોએશિયન વિઝા માટે અરજી કરતી વખતે, તમારે સરળ વિઝા અરજી પ્રક્રિયાની ખાતરી કરવા માટે નીચેના માપદંડો ચકાસવા આવશ્યક છે. આયોજિત પ્રવાસની શરૂઆતના 6 મહિના પહેલા વિઝા અરજી સબમિટ કરી શકાય છે.
- €30,000 સુધીનું મેડિકલ કવરેજ પૂરું પાડતો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ફરજિયાત છે.
- ટ્રાવેલિંગનું કારણ તેમજ સમયમર્યાદા વાજબી હોવા જોઈએ.
જો તમે આ માપદંડોને પૂરા કરો છો, તો શેંગેન વિઝા માટે અરજી કરવી અને ક્રોએશિયાની મુલાકાત લેવાનું સરળ બનશે.
ક્રોએશિયા વિઝા માટે જરૂરી ડોક્યુમેંટ
ક્રોએશિયા શેંગેન વિઝા માટે અરજી કરતી વખતે, તમારે નીચેની ડોક્યુમેંટ લિસ્ટની જરૂર પડશે:
- યોગ્ય રીતે ભરેલું એપ્લિકેશન ફોર્મ.
- 35X45mm ડાયમેન્શનના બે સરખા, લેટેસ્ટ કલરિંગ ફોટાગ્રાફ્સ. આ ફોટો તમારા ચહેરાનો 70-80% ભાગ દર્શાવતા હોવા જોઈએ.
- તમારી સૂચિત ટ્રિપ પછી ઓછામાં ઓછા 3 મહિના માટે માન્ય હોય અને ઓછામાં ઓછા બે ખાલી પેજ ધરાવતો પાસપોર્ટ હોવો જરૂરી. જો તમારી પાસે અગાઉનો સમયસીમા સમાપ્ત થયેલ અથવા રદ્દ થયેલ પાસપોર્ટ છે, તો તે પણ સાથે રાખવો જરૂરી છે.
- ટ્રાવેલ અને રોકાણના પુરાવા.
- €30,000ના ન્યૂનતમ મેડિકલ કવરેજ સાથેનો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ.
- આર્થિક રીતે મજબૂત હોવાના પુરાવા તરીકે છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ.
- ટ્રાવેલ માટેનો તમારો હેતુ સમજાવતો કવર લેટર.
- સંબંધિત વિઝા માટે ચૂકવેલ ફીનો પુરાવો.
ભારતીય નાગરિકો માટે ક્રોએશિયા વિઝા ફી
ક્રોએશિયાના ટૂંકા ગાળાના વિઝા (વિઝા C) માટે ફી €80 છે એટલકે અંદાજે 7160 ભારતીય રૂપિયા (*19મી જૂન, 2023ના માર્કેટ એક્સચેન્જ રેટ મુજબ).
ક્રોએશિયાના ટૂંકા રોકાણના વિઝા માટે વિઝા ફી માટેનું વિગતવાર કોષ્ટક નીચે આપેલ છે:
ક્રોએશિયા વિઝા અરજીનો પ્રકાર | વિઝા ફી યુરો ચલણમાં | વિઝા ફી ભારતીય ચલણ રૂપિયામાં |
પુખ્ત ટ્રાવેલર્સ માટે ક્રોએશિયા વિઝા | 80 | 7,160* |
બાળકો માટે ક્રોએશિયા વિઝા (6-12 વર્ષ) | 40 | 3,581* |
બાળકો માટે ક્રોએશિયા વિઝા (6 વર્ષથી ઓછી ઉંમરના) | મફત | મફત |
ક્રોએશિયા ટૂરિસ્ટ વિઝા માટે કેવી રીતે અરજી કરવી?
ક્રોએશિયા માટે વિઝા માટે અરજી કરવી એક સરળ પ્રક્રિયા છે. તમે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરો તે પહેલાં તમામ જરૂરી ડોક્યુમેંટ તમારી પાસે રાખવા. આ આગોતરી તૈયારી પ્રક્રિયાને ઝડપી બનાવશે. ક્રોએશિયા શેંગેન વિઝા માટે અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો:
- વિઝા અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને તેને કાળજીપૂર્વક ભરો.
- જરૂરી ડોક્યુમેંટ એકત્રિત કરો. ખાતરી કરો કે તમે જે પ્રકારના ક્રોએશિયન વિઝા માટે અરજી કરી રહ્યા છો તેના માટે તમારી પાસે યોગ્ય ડોક્યુમેંટ છે અને તે ભારતમાં ક્રોએશિયન એમ્બેસી/કોન્સ્યુલેટ દ્વારા નિર્ધારિત માપદંડોનું પાલન કરે છે.
- વિઝા એપ્લિકેશન સેન્ટર અથવા એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ લો.
- વિઝા ઇન્ટરવ્યુમાં હાજરી આપો અને ઉલ્લેખિત વિઝા ફી ચૂકવો.
- બધી જરૂરી માહિતી અને બાયોમેટ્રિક્સ સબમિટ કરો.
- છેલ્લે, પ્રતિનિધિઓના પ્રતિભાવની રાહ તમારે જોવી પડશે.
ક્રોએશિયા ટૂરિસ્ટ વિઝા પ્રોસિંગ ટાઈમ
આ વિશે વધુ જાણો:
ભારતમાં ક્રોએશિયા એમ્બેસી
વિઝા માટે અરજી કરતી વખતે તમારે ભારતમાં ક્રોએશિયન એમ્બેસીની ઑફિસની મુલાકાત લેવી આવશ્યક રહેશે. તે માટેની તમામ વિગતો નીચે દર્શાવેલ છે:
નવી દિલ્હી, ભારતમાં ક્રોએશિયાનું દૂતાવાસ |
|
સરનામું | A-15 વેસ્ટ એન્ડ, નવી દિલ્હી 110021, ભારત |
ફોન | 0091 11 4166 3101/1/2/3 |
ફેક્સ | 0091 11 4166 3100, 2411 6873 |
મુંબઈ, ભારતમાં ક્રોએશિયાનું દૂતાવાસ | |
સરનામું | A/52, દર્શન એપાર્ટમેન્ટ્સ, માઉન્ટ પ્લેઝન્ટ રોડ, મુંબઈ - 400 006, ભારત |
ફોન | 0091 22 23 67 84 51 |
ફેક્સ | 0091 22 22 02 11 74 |
કોલકાતા, ભારતમાં ક્રોએશિયાનું દૂતાવાસ | |
સરનામું | પોદ્દાર કોર્ટ 9મો માળ, ગેટ નંબર 1, 18 રવીન્દ્ર સારણી, કોલકાતા – 700 001, પશ્ચિમ બંગાળ, ભારત |
ફોન | 0091 33 2225 0352 / 4147 |
ફેક્સ | 0091 33 2225 0348 |
શું મારે ક્રોએશિયા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?
ભારતમાંથી ક્રોએશિયા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ મેળવવો એ માત્ર એક સ્માર્ટ અને મહત્વપૂર્ણ નિર્ણય નથી, પરંતુ તે શેંગેન વિઝાની જરૂરિયાતો અનુસાર ફરજિયાત પણ છે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમને ઈમરજન્સીની સ્થિતિમાં સુરક્ષિત કરી શકે છે. આ સ્પષ્ટ કારણો ઉપરાંત, જ્યારે તમે વિદેશમાં હોવ ત્યારે તમારા ફાઈનાન્સની સુરક્ષા કરતો દસ્તાવેજ પણ હોવો જરૂરી છે.
ડિજિટમાંથી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવા પાછળ શ્રેષ્ઠ કારણ શેંગેન વિઝાની આવશ્યકતાઓનું પાલન કરવા માટે જરૂરી હોવું નથી પરંતુ અમે માત્ર એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન પ્રદાન કરીએ છીએ જે તમને પરવડે તેવા પ્રીમિયમ પર માત્ર ₹225થી શરૂ થતા ખર્ચે ઓલ-રાઉન્ટ પ્લાનનો લાભ લઈ શકો છો.
તમારી ટ્રિપ માટે યોગ્ય પ્લાન પસંદ કરતા પહેલા તમે અમારા કવરેજ વાંચી શકો છો. નીચેના ભાગમાં અમે તમારા ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં તમારી પાસે હોવા જ જોઈએ તેવા સૌથી મહત્વપૂર્ણ કવરનો એક સરળ ભાવાર્થ વિગતવાર આપ્યો છે.
ભારતમાંથી ક્રોએશિયા ટૂરિસ્ટ વિઝા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું ભારતીય પાસપોર્ટ ધારકો માટે ક્રોએશિયા વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે?
ના, ક્રોએશિયા વિઝા માટે અરજી કરતા ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ સુવિધા ઉપલબ્ધ નથી.
તમે વિઝા વિના ક્રોએશિયામાં કેટલો સમય રહી શકો છો?
ભારત જેવા શેંગેન વિઝા-મુક્તિ દેશોની સૂચિ હેઠળ ન હોય તેવા દેશોના નાગરિકો વિઝા વિના ક્રોએશિયા અથવા અન્ય કોઈપણ શેંગેન દેશમાં પ્રવેશી અથવા રહી શકતા નથી.
શું તમે ક્રોએશિયામાં તમારા શેંગેન વિઝાને લંબાવી શકો છો?
હા, તમે તમારા ક્રોએશિયન શેંગેન વિઝાને લંબાવી શકો છો પરંતુ ક્રોએશિયામાં પ્રવેશ પછી નવા અને વિશેષ કારણો ઉદ્ભવે તો જ માત્ર અપવાદરૂપ કિસ્સાઓમાં આ સંભવ છે.
તમે તમારી ક્રોએશિયા વિઝા અરજી પરની માહિતી કેવી રીતે ચકાસી શકો છો?
તમારી ક્રોએશિયા વિઝા એપ્લિકેશન વિશેની માહિતી તપાસવા માટે, તમારા છેલ્લા નામ સાથે વિઝા એપ્લિકેશન સેન્ટર દ્વારા જારી કરાયેલ ઇન્વૉઇસ/રીસિપ્ટ્સ પર દર્શાવેલ રેફરન્સ નંબરનો ઉપયોગ કરો.