ક્રોએશિયાની મુલાકાત માટે કોઈ કારણ રજૂ કરવાની જરૂર જ નથી. ફ્રાન્સ, સ્પેન અથવા ઇટાલી જેવા મુખ્ય પ્રવાસી સ્થળો સિવાય એક આદર્શ હોલિડે ડેસ્ટિનેશન તરીકે ક્રોએશિયા જાણીતું છે; ક્રોએશિયાની વિવિધતા જ તેની ખૂબી છે. તે ચોખ્ખું પાણી, શુદ્ધ હવામાન, અઢળક જોવાલાયક સ્થળો, પ્રાકૃતિક લેન્ડસ્કેપ્સ અને જમવા માટેના શાનદાર ફૂડ અને વાઇનને તો કેમ ભૂલી શકાય!
ટ્રિપ પર જતાં પહેલાં ક્રોએશિયન વિઝા મેળવવા સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ પૈકીનું એક છે. ચાલો જોઈએ કે ક્રોએશિયન વિઝા માટે કેવી રીતે અરજી કરવી, પાત્રતાના માપદંડો, જરૂરી ડોક્યુમેંટ, ફી અને વધુ.
હા, ભારતીયોએ ક્રોએશિયામાં પ્રવેશતા પહેલા વિઝા માટે અરજી કરવી જરૂરી છે. ક્રોએશિયા 1લી જાન્યુઆરી 2023ના રોજ શેંગેન ઝોનમાં જોડાયું છે. વિઝાની આવશ્યકતાઓ બાકીના ઝોન સાથે સુસંગત છે. આનો અર્થ એ થયો કે ભારતીય નાગરિકોએ ક્રોએશિયાની મુલાકાત લેવા માટે શેંગેન વિઝા માટે અરજી કરવી પડશે.
ના, ક્રોએશિયા ભારતીય પાસપોર્ટ ધારક મુલાકાતીઓ માટે ઈ-વિઝા અથવા વિઝા ઓન અરાઈવલ સુવિધાઓ ઓફર કરતું નથી.
ક્રોએશિયા જાન્યુઆરી, 2023માં શેંગેન પ્રદેશમાં જોડાયા પછી ભારતીય નાગરિકો માટે ક્રોએશિયાની મુલાકાત લેવા માટે વિઝા આવશ્યકતાઓ અન્ય શેંગેન રાજ્યો સાથે સુસંગત બની છે. તમે ફક્ત શેંગેન વિઝા માટે અરજી કરીને ક્રોએશિયાની મુલાકાત પણ લઈ શકો છો. મુલાકાતીઓ વધુમાં વધુ 90 દિવસ માટે ક્રોએશિયા/શેંગેન ઝોનની મુલાકાત લઈ શકે છે.
તમે શેંગેન વિઝા માટે અરજી કરવા માટે ભારતમાં ક્રોએશિયન એમ્બેસીની મુલાકાત લઈ શકો છો.
આ સમયે, તમારી જાતને અને તમારી ટ્રિપને કોઈપણ અનિશ્ચિતતાઓથી સુરક્ષિત કરવી પણ અતિ-મહત્વપૂર્ણ છે. જો તમારી ફ્લાઇટમાં વિલંબ થાય છે અથવા તમે ટ્રિપ દરમિયાન તમારો સામાન અથવા પાસપોર્ટ ખોવાઈ જાય, તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જેવા સુરક્ષા વિકલ્પો તમારી તરફેણે રહીને તમને બચાવી શકે છે.
ક્રોએશિયન વિઝા માટે અરજી કરતી વખતે, તમારે સરળ વિઝા અરજી પ્રક્રિયાની ખાતરી કરવા માટે નીચેના માપદંડો ચકાસવા આવશ્યક છે. આયોજિત પ્રવાસની શરૂઆતના 6 મહિના પહેલા વિઝા અરજી સબમિટ કરી શકાય છે.
જો તમે આ માપદંડોને પૂરા કરો છો, તો શેંગેન વિઝા માટે અરજી કરવી અને ક્રોએશિયાની મુલાકાત લેવાનું સરળ બનશે.
ક્રોએશિયા શેંગેન વિઝા માટે અરજી કરતી વખતે, તમારે નીચેની ડોક્યુમેંટ લિસ્ટની જરૂર પડશે:
ક્રોએશિયાના ટૂંકા ગાળાના વિઝા (વિઝા C) માટે ફી €80 છે એટલકે અંદાજે 7160 ભારતીય રૂપિયા (*19મી જૂન, 2023ના માર્કેટ એક્સચેન્જ રેટ મુજબ).
ક્રોએશિયાના ટૂંકા રોકાણના વિઝા માટે વિઝા ફી માટેનું વિગતવાર કોષ્ટક નીચે આપેલ છે:
ક્રોએશિયા વિઝા અરજીનો પ્રકાર |
વિઝા ફી યુરો ચલણમાં |
વિઝા ફી ભારતીય ચલણ રૂપિયામાં |
પુખ્ત ટ્રાવેલર્સ માટે ક્રોએશિયા વિઝા |
80 |
7,160* |
બાળકો માટે ક્રોએશિયા વિઝા (6-12 વર્ષ) |
40 |
3,581* |
બાળકો માટે ક્રોએશિયા વિઝા (6 વર્ષથી ઓછી ઉંમરના) |
મફત |
મફત |
ક્રોએશિયા માટે વિઝા માટે અરજી કરવી એક સરળ પ્રક્રિયા છે. તમે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરો તે પહેલાં તમામ જરૂરી ડોક્યુમેંટ તમારી પાસે રાખવા. આ આગોતરી તૈયારી પ્રક્રિયાને ઝડપી બનાવશે. ક્રોએશિયા શેંગેન વિઝા માટે અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો:
વિઝા માટે અરજી કરતી વખતે તમારે ભારતમાં ક્રોએશિયન એમ્બેસીની ઑફિસની મુલાકાત લેવી આવશ્યક રહેશે. તે માટેની તમામ વિગતો નીચે દર્શાવેલ છે:
નવી દિલ્હી, ભારતમાં ક્રોએશિયાનું દૂતાવાસ |
|
સરનામું | A-15 વેસ્ટ એન્ડ, નવી દિલ્હી 110021, ભારત |
ફોન | 0091 11 4166 3101/1/2/3 |
ફેક્સ | 0091 11 4166 3100, 2411 6873 |
મુંબઈ, ભારતમાં ક્રોએશિયાનું દૂતાવાસ | |
સરનામું | A/52, દર્શન એપાર્ટમેન્ટ્સ, માઉન્ટ પ્લેઝન્ટ રોડ, મુંબઈ - 400 006, ભારત |
ફોન | 0091 22 23 67 84 51 |
ફેક્સ | 0091 22 22 02 11 74 |
કોલકાતા, ભારતમાં ક્રોએશિયાનું દૂતાવાસ | |
સરનામું | પોદ્દાર કોર્ટ 9મો માળ, ગેટ નંબર 1, 18 રવીન્દ્ર સારણી, કોલકાતા – 700 001, પશ્ચિમ બંગાળ, ભારત |
ફોન | 0091 33 2225 0352 / 4147 |
ફેક્સ | 0091 33 2225 0348 |
ભારતમાંથી ક્રોએશિયા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ મેળવવો એ માત્ર એક સ્માર્ટ અને મહત્વપૂર્ણ નિર્ણય નથી, પરંતુ તે શેંગેન વિઝાની જરૂરિયાતો અનુસાર ફરજિયાત પણ છે.
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમને ઈમરજન્સીની સ્થિતિમાં સુરક્ષિત કરી શકે છે. આ સ્પષ્ટ કારણો ઉપરાંત, જ્યારે તમે વિદેશમાં હોવ ત્યારે તમારા ફાઈનાન્સની સુરક્ષા કરતો દસ્તાવેજ પણ હોવો જરૂરી છે.
ડિજિટમાંથી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવા પાછળ શ્રેષ્ઠ કારણ શેંગેન વિઝાની આવશ્યકતાઓનું પાલન કરવા માટે જરૂરી હોવું નથી પરંતુ અમે માત્ર એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન પ્રદાન કરીએ છીએ જે તમને પરવડે તેવા પ્રીમિયમ પર માત્ર ₹225થી શરૂ થતા ખર્ચે ઓલ-રાઉન્ટ પ્લાનનો લાભ લઈ શકો છો.
તમારી ટ્રિપ માટે યોગ્ય પ્લાન પસંદ કરતા પહેલા તમે અમારા કવરેજ વાંચી શકો છો. નીચેના ભાગમાં અમે તમારા ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં તમારી પાસે હોવા જ જોઈએ તેવા સૌથી મહત્વપૂર્ણ કવરનો એક સરળ ભાવાર્થ વિગતવાર આપ્યો છે.