તમારી ઇન્ટરનેશનલ ટ્રિપ્સ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વાજબી કિંમતે મહત્તમ લાભો પૂરા પાડે છે. તમારા પ્લાન સાથેના કવરેજ અણધાર્યા જોખમના સમયે તમારા ખિસ્સાને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક પ્લાન વ્યક્તિની ઈચ્છા-પસંદગી કરતા ખૂબ ખર્ચાળ હોઈ શકે છે. કેટલાક પ્રવાસીઓ બજેટ અંકુશોને કારણે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવા પર સંપૂર્ણપણે કાપ મૂકે છે. જોકે ઇન્શ્યુરન્સ વિનાનો ટ્રાવેલ વધુ ખર્ચાળ બાબત બની શકે છે.
અહીં આ લેખમાં તમે સમજી શકશો કે તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્રીમિયમ દરોને કયા પરિબળો અસર કરે છે અને તમે યોગ્ય કિંમતે સંપૂર્ણ પ્લાન કેવી રીતે મેળવી શકો છો.
અન્ય પરિબળો જેમ કે કંપની દ્વારા ઓફર કરવામાં આવતા ડિસ્કાઉન્ટ અને તમારા દ્વારા પસંદ કરાયેલા પ્લાન પણ ચૂકવવાની થતી રકમને પ્રભાવિત કરે છે. તો હવે મોટો પ્રશ્ન એ છે કે,
ટ્રાવેલ ઇન્શ્યુરન્સની શોધ કરતી વખતે તમે સરળતાથી ખરીદી કરી શકો છો અને પ્લાન અને તેના ક્વોટની ઓનલાઇન સરખામણી કરી શકો છો. આ તમને બજારમાં ઉપલબ્ધ વિકલ્પોની શ્રેણીનો ખ્યાલ આપે છે. યોગ્ય પ્લાન પસંદ કરવાનો અર્થ એ પણ છે કે દરેક પ્લાનના કવરને સમજવું અને તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુરૂપ હોય તેને ઓળખવું. તમે તમારી સાથે સુસંગત હોય તેવા મહત્તમ લાભો સાથે સૌથી વધુ ખર્ચ-અસરકારક પ્લાન પસંદ કરી શકો છો.
તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વહેલો ખરીદવાથી કિંમતમાં ઘટાડાનો લાભ મળે છે. ઇન્શ્યુરન્સ કંપની એવા ગ્રાહકોને પ્રાધાન્ય આપે છે કે જેઓ તેમની પ્રસ્થાનની તારીખ પહેલાં જ પ્લાન ખરીદે છે. તમારો ટ્રાવેલ કેન્સલ થવાના કિસ્સામાં પણ તમારી પાસે તમારી હાલના ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાનમાં ફેરફાર કરવાનો વિકલ્પ પણ છે. જો તમે છેલ્લી ઘડીની ટ્રિપ બુક કરી હોય અને તાત્કાલિક ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવાની જરૂર હોય તો તમારે વધુ બિનજરૂરી ચૂકવણી કરવી પડી શકે છે.
બધા પ્રવાસીઓ માટે એકલ ઇન્ડવિજૂઅલ પોલિસી ખરીદવાને બદલે ગ્રુપ વિકલ્પ વધુ ખર્ચ-અસરકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે: જો તમે કૌટુંબિક વેકેશનનું આયોજન કરી રહ્યાં છો, તો એક સર્વગ્રાહી ગ્રુપ પોલિસી ખરીદવી એ કુટુંબના તમામ સભ્યો માટે ઇન્ડવિજૂઅલ પોલિસીઓ ખરીદવા કરતાં સસ્તી સાબિત થશે.
તમારો પ્રીમિયમ દર તમે ક્યાં અને કેટલા સમય માટે જઈ રહ્યા છો તેના પર પણ આધાર રાખે છે. ઉંચા ખર્ચવાળા વિસ્તાર, તમારી સફરનો લાંબો સમયગાળો અને પીક ટ્રાવેલ સીઝન દરમિયાન કોઈ ચોક્કસ દેશનો પ્રવાસ-આ બધું તમારા પ્રીમિયમને સીધું અસર કરશે.
તમારી ટ્રાવેલ પોલિસી ખરીદવી એ સલામતીની બાબત છે. તમે તમારા માટે સૌથી મૂલ્યવાન કવર મેળવવા માટે તમારા પ્લાનને ચોક્કસ ઇન્શ્યુરન્સ કંપનીઓ સાથે કસ્ટમાઇઝ કરી શકો છો. આ સર્વિસ તમને વધારાના કવર્સ જે તમને જરૂરી નથી તેને દૂર કરીને ચૂકવણીને ઘટાડીને ફાયદાકારક સાબિત કરે છે. લવચીક પ્લાન પસંદ કરો. ઉદાહરણ તરીકે: જો તમે કોઈ સાહસિક પ્રવૃત્તિઓમાં સામેલ ન હો, તો તમે તમારી પોલિસીમાંથી તે કવર (અને તેની સાથેના ખર્ચ) દૂર કરી શકો છો. તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં તમારી પાસે બેગેજ, ફ્લાઇટ અને મેડિકલ કવરેજ સંબંધિત બેઝિક પ્રમાણભૂત કવર હોવું જરૂરી છે.
જો તમે વારંવાર ટ્રાવેલ કરતા હોવ તો તમે સિંગલ-ટ્રિપ પ્લાન ખરીદવાને બદલે મલ્ટિ-ટ્રિપ અથવા વાર્ષિક પ્લાન પસંદ કરી શકો છો. આ તમારો સમય અને પૈસા બચાવે છે. આ પ્લાનના કોઈપણ બાકાત અથવા પ્રતિબંધો માટે તમારા પોલિસી દસ્તાવેજને કાળજીપૂર્વક વાંચવું જરૂરી છે. પોલિસીધારક સરળ સફર કરવા માટે અને ક્લેમ દાખલ કરવાની સ્થિતિમાં પણ પોલિસી સાથે સુસંગત હોવો જોઈએ.
આ ટીપ્સ સાથે તમે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદી શકો છો અને ખર્ચ બચાવી શકો છો. માત્ર ₹225/-થી શરૂ થતા પ્રીમિયમ સાથે ડિજિટનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ઓનલાઇન ખરીદો