Select Number of Travellers
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
શ્રીલંકા એક એવો દેશ છે જેના પ્રેમમાં તમે સરળતાથી પડી શકો છો. પ્રકૃતિ અને પ્રાણીપ્રેમીઓ માટે આ જગ્યા પૃથ્વી પરના એક સ્વર્ગથી ઓછી નથી. લોકપ્રિય માન્યતાથી વિપરીત, શ્રીલંકા તેના ભવ્ય દરિયાકિનારાથી ઘણું વધારે ધરાવતો દેશ છે. વાઇલ્ડલાઇફ સફારી, ઉંચા પર્વતો, ચાના અનેક બગીચાઓ, વિશ્વની સૌથી મનોહર ટ્રેનની સવારી અને વિવિધ હાઇકિંગ ટ્રેઇલ્સ ધરાવતો શ્રીલંકા એવો દેશ છે જે એડવેન્ચર જંકી, યુવા હનીમૂન કપલ્સ કે પરિવારની રજા યાત્રા માટેની યાદીમાં ટોચ પર રહે છે. તમે આગળ વધો અને તમારી ટ્રીપનો પ્લાન બનાવો તે પહેલાં, ચાલો તમને તમારા ટ્રાવેલ માટે જરૂરી કેટલીક બાબતો વિશે માર્ગદર્શન આપીએ- માન્ય વિઝા અને ટ્રાવેલ ઇન્શ્યુરન્સ!
હા, ભારતીયોને શ્રીલંકા જવા માટે વિઝાની જરૂર છે.
હા, શ્રીલંકાની મુસાફરી કરતા ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલની પરવાનગી છે, પરંતુ તમારે ફક્ત ખાતરી કરવાની જરૂર છે કે તમને શ્રીલંકાનો ETA અગાઉથી મળી ગયો છે અને તમારો પાસપોર્ટ તમારી પ્રસ્થાનની તારીખથી ઓછામાં ઓછા ત્રણ મહિના માટે માન્ય છે.
શ્રીલંકાના વિઝા માટેની ટૂરિસ્ટ વિઝા માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ 20 ડોલર છે, જે દેશમાં ડબલ એન્ટ્રી માટે 30-દિવસના રોકાણની મંજૂરી આપે છે. ટૂરિસ્ટ વિઝા તમને શ્રીલંકામાં મહત્તમ બે પ્રવેશની મંજૂરી આપે છે. બહુવિધ પ્રવેશ માટેના બિઝનેસ વિઝા માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ 30 ડોલર છે.
પ્રવાસન, પરિવહન, બિઝનેસ સહિતના હેતુઓ માટે શ્રીલંકાની મુસાફરી કરતા ભારતીયો પાસે દેશમાં અને તેની અંદર મુસાફરી કરવા માટે ETA (ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન) હોવું જરૂરી છે.
અરજદારો www.eta.gov.lk અથવા વિદેશન મિશન એબ્રોડ પર ઉપલબ્ધ ETA ઓનલાઇન એપ્લિકેશનને પૂર્ણ કરીને શ્રીલંકા માટે માન્ય ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન મેળવી શકે છે. ઓનલાઇન શ્રીલંકા ETA એપ્લિકેશન સરળ છે. શ્રીલંકા માટે માન્ય ETA પ્રાપ્ત કરવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું જરૂરી છે.
અધિકૃત વેબસાઇટ દ્વારા એપ્લિકેશન સબમિટ કરો અને સ્વીકૃતિ મેળવો.
એપ્લિકેશનમાં તમારા દ્વારા આપવામાં આવેલ ઇ-મેઇલમાં ETA મંજૂરી મેળવો.
ઈ-મેલમાં મળેલી મંજૂરીની પ્રિન્ટ આઉટ લો અને જ્યારે જરૂર પડે ત્યારે એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓને સબમિટ કરો.
ETA મંજૂરી પ્રમાણપત્ર જારી કર્યા પછી 180 દિવસની અંદર ઉપયોગમાં લેવાનું રહેશે.
એકવાર ફોર્મ ભર્યા બાદ ETA તમને 3 દિવસની અંદર ઇ-મેઇલ કરવામાં આવશે.
શ્રીલંકામાં મેડિકલ ખર્ચાઓ ભારત સમકક્ષ જ છે, પરંતુ વિદેશમાં મુસાફરી કરતી વખતે તેને આવરી લેવું હંમેશા સલાહભર્યું છે, સાચું કે નહિ? છેવટે, ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માત્ર મેડિકલ કટોકટીને જ આવરી નથી લેતી, અન્ય કપરા સંજોગો સામે પણ રક્ષણ આપે છે. આમાંના કેટલાક સંજોગોમાં ફ્લાઇટમાં વિલંબ, ચેક-ઇન સામાનમાં વિલંબ, નાણાંકીય ખોટ, પાસપોર્ટ ખોવાઈ જવા, એડવેન્ચર રમતો, ચોરી, પર્સનલ લાયબિલિટી બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે.
શ્રીલંકા માટેનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને આવી બધી પરિસ્થિતિઓમાં સુરક્ષા આપશે:
હા, વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે. તમારે ટ્રીપની વિગતો અગાઉથી આપવી પડશે. ઉપરાંત, તમારો પાસપોર્ટ તમારા પ્રસ્થાનની અપેક્ષિત તારીખ પછી ઓછામાં ઓછા 3 મહિના માટે માન્ય હોવો જોઈએ.
હા, વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે. તમારે ટ્રીપની વિગતો અગાઉથી આપવી પડશે. ઉપરાંત, તમારો પાસપોર્ટ તમારા પ્રસ્થાનની અપેક્ષિત તારીખ પછી ઓછામાં ઓછા 3 મહિના માટે માન્ય હોવો જોઈએ.
ના, પરંતુ શ્રીલંકાની મુસાફરી સમયે તમારા સુરક્ષા કવચ તરીકે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ લેવો તે સલાહભરી વાત છે.
સગીરના કાનૂની વાલી અથવા માતા-પિતાએ નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર આપવું પડશે. આ ઉપરાંત, વાલીઓએ પણ દસ્તાવેજો પર સહી કરવી આવશ્યક છે.
શ્રીલંકાના કાયદાઓ અનુસાર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 3 દિવસનો સમયગાળો આપવામાં આવે છે.
તમે વિઝા માટે અરજી કરો ત્યારે તમારે છેલ્લા 3 મહિનાના તમારા બેંક સ્ટેટમેન્ટ સબમિટ કરવાની જરૂર પડશે. સત્તાધીશો તે રેકોર્ડના આધારે તમારી નાણાકીય સ્થિતિ નક્કી કરશે.
Please try one more time!
Travel Insurance for Popular Destinations from India
Get Visa for Popular Countries from India
અસ્વીકરણ -
તમારી પોલિસી તમારા પોલિસી શેડ્યૂલ અને પોલિસી વર્ડિંગમાં દર્શાવેલ નિયમો અને શરતોને આધીન છે. કૃપા કરીને દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસો.
દેશો, વિઝા ફી અને અન્ય વિશે અહીં ઉલ્લેખિત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે. ડિજીટ ઈન્સ્યોરન્સ અહીં કંઈપણ પ્રોત્સાહન કે ભલામણ કરતું નથી. તમે તમારી ટિકિટ બુક કરો, વિઝા માટે અરજી કરો, ટ્રાવેલ પોલિસી ખરીદો અથવા અન્ય કોઈ નિર્ણય લો તે પહેલાં કૃપા કરીને તેની ચકાસણી કરો.
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 06-01-2025
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ (અગાઉ ઓબેન જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ તરીકે ઓળખાય છે) - રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું - 1 થી 6 ફ્લોર, અનંતા વન (AR વન), પ્રાઈડ હોટેલ લેન, નરવીર તાનાજી વાડી, સિટી સર્વે નંબર 1579, શિવાજી નગર, પુણે -411005, મહારાષ્ટ્ર | કોર્પોરેટ ઓફિસ સરનામું - એટલાન્ટીસ, 95, 4th B ક્રોસ રોડ,કોરમંગલા ઇન્ડસ્ટ્રીયલ લેઆઉટ, 5th બ્લોક, બેંગ્લોર-560095, કર્ણાટક | ઉપર દર્શાવેલ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિ.નો ટ્રેડ લોગો ગો ડિજીટ એલએનફોવર્કસ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડનો છે અને લાયસન્સ હેઠળ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.