આઇટીઆર-3 ફોર્મ શું છે અને આઇટીઆર 3 કેવી રીતે ફાઇલ કરવું?
ભારતમાં ટેક્સ પેયરની વિવિધ કેટેગરી છે, જેમાંના દરેકને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે અલગ ફોર્મની જરૂર હોય છે. આવું જ એક ફોર્મ આઇટીઆર-3 છે, જે ટેક્સ પેયર માટે ખાસ કરીને સામાન્ય માણસ માટે સૌથી જટિલ આઇટીઆર ફોર્મ તરીકે જોવામાં આવે છે. જોકે, ચિંતા કરશો નહીં, કારણ કે અમે આ આર્ટિકલમાં આઇટીઆર-3ના તમામ પાસાંઓને કવર કરીશું.
તો, આરામથી બેસો અને ચાલો આ ફોર્મ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપીએ.
આઇટીઆર-3 શું છે?
આઇટીઆર-3 એ એક ફોર્મ છે જે રેસીડન્ટ વ્યક્તિઓ અને હિંદુ અવિભાજિત પરિવારો (HUFs) માટે લાગુ પડે છે. આઇટીઆર-3 ફોર્મ સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે, મૂલ્યાંકનકર્તાએ તેની/તેણીની આવક પ્રોપરાઈટરશિપ બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી મેળવવી આવશ્યક છે. તેથી, જો તમે એકાઉન્ટન્સી, આર્કિટેક્ચર, મેડિકલ, એન્જિનિયરિંગ વગેરેને લગતા પ્રોપરાઈટરી બિઝનેસ અથવા પ્રોફેશન દ્વારા આવક મેળવો છો, તો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન માટે આઇટીઆર-3 ફાઇલ કરી શકો છો.
હવે તમે જાણો છો કે ઇન્કમ ટેક્સમાં આઇટીઆર-3 શું છે, તેના માળખા વિશે પણ વાંચો.
આઇટીઆર-3 ફોર્મનું માળખું શું છે?
આઇટીઆર-3 મોટાભાગે નીચેના સેક્શનમાં વહેંચાયેલું છે:
- પાર્ટ A
- શિડ્યુઅલ
- પાર્ટ B
- વેરિફિકેશન
ચાલો હવે મૂલ્યાંકનકર્તા માટે આઇટીઆર-3નો અર્થ વધુ સારી રીતે સમજવા દરેક સેક્શન વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ:
પાર્ટ A
- પાર્ટ A-GEN: સામાન્ય માહિતી અને બિઝનેસની પ્રકૃતિ સમાવે છે
- પાર્ટ A- મેન્યુફેકચરિંગ એકાઉન્ટ: આપેલ નાણાકીય વર્ષ માટે મેન્યુફેકચરિંગ એકાઉન્ટ રજૂ કરે છે
- પાર્ટ A- ટ્રેડિંગ એકાઉન્ટ: તે આપેલ નાણાકીય વર્ષ માટે ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવે છે
- પાર્ટ A-P&L: આપેલ નાણાકીય વર્ષ માટે નફો અને નુકસાન દર્શાવે છે
- પાર્ટ A-BS: તે પ્રોપરાઈટરી બિઝનેસ માટે વર્ષના અંતે બેલેન્સ શીટ રજૂ કરે છે
- પાર્ટ A-OI: આ ભાગમાં અન્ય માહિતીનો સમાવેશ થાય છે. જોકે 44AB હેઠળ ઓડિટ માટે જવાબદાર ન હોય તેવા કિસ્સામાં તે વૈકલ્પિક છે
- પાર્ટ A-QD: તેમાં ક્વોન્ટિટેટીવ ડિટેલ્સ છે, જે 44AB હેઠળ ઓડિટ માટે જવાબદાર ન હોય તેવા કિસ્સામાં પણ વૈકલ્પિક છે.
શિડ્યુઅલ
- શિડ્યુઅલ S: 'સેલરી' હેઠળ આવતી આવકનું કેલક્યુલેશન કરે છે.
- શિડ્યુઅલ BP: તે પ્રોફેશન અથવા બિઝનેસમાંથી ટેક્સ પેયરની આવકની ગણતરી કરે છે.
- શિડ્યુઅલ HP: આ સેક્શન 'Income from House Property' હેઠળ વ્યક્તિની આવકનું કેલક્યુલેશન કરે છે.
- શિડ્યુઅલ DPM: ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ પ્લાન્ટ અને મશીનરી પર ઘસારો//અવમૂલ્યન નક્કી કરે છે.
- શિડ્યુઅલ DOA: તે ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ અન્ય એસેટ પર અવમૂલ્યનનું મૂલ્યાંકન કરે છે.
- શિડ્યુઅલ DCG: અવમૂલ્યન એસેટના વેચાણ પર કેપિટલ ગેઇન્સનું કેલક્યુલેશન.
- શિડ્યુઅલ CG: 'કેપિટલ ગેઇન્સ' હેઠળ આવકની ગણતરી
- શિડ્યુઅલ DEP: ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ તમામ એસેટ પર અવમૂલ્યનની સમરી/સારાંશ.
- શિડ્યુઅલ ESR: તેમાં સેક્શન 35 હેઠળ ડિડક્શનનો સમાવેશ થાય છે એટલે કે વૈજ્ઞાનિક સંશોધન પરનો ખર્ચ.
- શિડ્યુઅલ 112A: આ માટે ટેક્સ પેયરે કેપિટલ ગેઇનની ડિટેલ્સ પ્રદાન કરવી જરૂરી છે જેમાં સેક્શન 112A લાગુ છે.
- શિડ્યુઅલ OS: ‘Income from Other Sources' શીર્ષક હેઠળ વ્યક્તિની આવકની ગણતરી થાય છે.
- શિડ્યુઅલ 115AD (1) (iii) પ્રોવિઝન: બિન-નિવાસીઓ માટે લાગુ, આ શિડ્યુઅલમાં કેપિટલ ગેઈન્સની ડિટેલ્સ જરૂરી છે, જેમાં સેક્શન 112A લાગુ છે.
- શિડ્યુઅલ VDA: વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્સફરથી આવક
- શિડ્યુઅલ CYLA: તે વર્તમાન નાણાકીય વર્ષમાં ખોટ સેટ કર્યા પછી આવકનું સ્ટેટમેન્ટ છે.
- શિડ્યુઅલ BFLA: તે અગાઉના નાણાકીય વર્ષોથી આગળ લાવવામાં આવેલા અશોષિત નુકસાનને સેટ કર્યા પછીની આવકનું સ્ટેટમેન્ટ છે.
- શિડ્યુઅલ CFL: તે નુકસાનીનું સ્ટેટમેન્ટ રજૂ કરે છે જે અનુગામી નાણાકીય વર્ષોમાં આગળ ધપાવવામાં આવશે.
- શિડ્યુઅલ ICDS - આ સેક્શન નફા પર ઇન્કમ કોમ્પ્યુટેશન ડિસ્ક્લોઝર સ્ટાન્ડર્ડ્સ (ICDS) ની અસર દર્શાવે છે.
- શિડ્યુઅલ UD: અશોષિત અવમૂલ્યન સૂચવે છે.
- શિડ્યુઅલ 10AA: તે સેક્શન 10AA હેઠળ ડિડક્શનનું કેલક્યુલેશન કરે છે.
- શિડ્યુઅલ RA: સેક્શન 35(2AA), 35(1)(ii), 35(1)(iia) અથવા 35(1)(iii) હેઠળ ડિડક્શન માટે હકદાર સંસ્થાઓને દાનની વિગતોનો સમાવેશ કરે છે.
- શિડ્યુઅલ VIA: ચેપ્ટર VI-A હેઠળ વ્યક્તિની કુલ આવકમાંથી ડિડક્શનનો સમાવેશ કરે છે.
- શિડ્યુઅલ 80G: આ સેક્શનમાં 80G હેઠળ ડિડક્શનને આધીન દાનની ડિટેલ્સ હોય છે.
- શિડ્યુઅલ 80GGA: વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે દાનની વિગતો.
- શિડ્યુઅલ 80IC/ 80-IE: 80-IC અથવા 80-IE હેઠળ ડિડક્શનનું કેલક્યુલેશન કરે છે.
- શિડ્યુઅલ 80IB: 80IB હેઠળ ડિડક્શનની ગણતરી.
- શિડ્યુઅલ 80IA: તે 80IA હેઠળ ડિડક્શન નક્કી કરે છે.
- શિડ્યુઅલ AMT: 115JC હેઠળ ચૂકવવાપાત્ર ટેક્સ પેયરનો વૈકલ્પિક લઘુત્તમ ટેક્સ નક્કી કરે છે.
- શિડ્યુઅલ AMTC: તે 115JD હેઠળ વ્યક્તિની ટેક્સ ક્રેડિટની ગણતરી કરે છે.
- શિડ્યુઅલ SPI-SI-IF :નિર્દિષ્ટ વ્યક્તિઓ (પતિ/પત્ની, સગીર, વગેરે) અથવા વ્યક્તિઓના સંગઠનનો ઉલ્લેખ કરો કે જે ટેક્સ પેયરની આવકમાં સમાવિષ્ટ છે.
- શિડ્યુઅલ EI: વ્યક્તિની કુલ આવકમાં સમાવિષ્ટ નથી તેવી આવકનું સ્ટેટમેન્ટ રજૂ કરે છે.
- શિડ્યુઅલ TPSA: સેક્શન 92CE(2A) અનુસાર ટેક્સના સેકન્ડરી એડજસ્ટમેન્ટનો સંદર્ભ આપે છે.
- શિડ્યુઅલ FSI: આ સેક્શનમાં ટેક્સ પેયરની ભારતની બહાર કમાયેલી આવક અને લાગુ ટેક્સમાં છૂટછાટની વિગતો શામેલ છે.
- શિડ્યુઅલ PTI: તે ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 115UA, 115UB મુજબ બિઝનેસ ટ્રસ્ટ અથવા રોકાણ ફંડમાંથી પ્રાપ્ત આવકની વિગતો દર્શાવે છે.
- શિડ્યુઅલ TR: તે સેક્શન 90, 90A અથવા 91 હેઠળ ટેક્સ પેયર દ્વારા ક્લેમ કરાયેલ ટેક્સ રાહતનું સ્ટેટમેન્ટ છે.
- શિડ્યુઅલ 5A: આમાં વ્યક્તિના જીવનસાથીઓ વચ્ચે આવકના વિભાજન અંગેની માહિતી શામેલ છે.
- શિડ્યુઅલ DI: તે ટેક્સ-સેવિંગ ડિપોઝીટ, પેમેંટ અથવા રોકાણોનું શિડ્યુઅલ છે, જે ડિડક્શન અથવા છૂટને પાત્ર છે.
- શિડ્યુઅલ FA: આ ભારતની બહારના સ્ત્રોતો તેમજ વિદેશી સંપત્તિઓમાંથી ટેક્સ પેયરની આવકની વિગતો રજૂ કરે છે.
- શિડ્યુઅલ AL: તે નાણાકીય વર્ષના અંતે એસેટ અને જવાબદારીઓ જાહેર કરે છે. આ ફક્ત રૂ. 50,00,000થી વધુ કુલ આવક ધરાવતા ટેક્સ પેયર માટે જ લાગુ પડે છે.
- શિડ્યુઅલ GST: આ સેક્શન જીએસટી માટે નોંધાયેલ ટર્નઓવર અથવા કુલ રસીદો સંબંધિત માહિતી ધરાવે છે.
- ESOP પર વિલંબિત ટેક્સ શિડ્યુઅલ: પાત્ર સ્ટાર્ટ-અપ હોવાને કારણે ટેક્સ વિલંબિત સંબંધિત માહિતી - સેક્શન 17(2)(vi) માં ઉલ્લેખિત અનુદાન પરની આવક સાથે સંબંધિત, સેક્શન 80-IAC માં ઉલ્લેખિત
પાર્ટ B
- પાર્ટ B-TI: તેમાં ટેક્સ પેયરની કુલ આવકની ગણતરીનો સમાવેશ થાય છે.
- પાર્ટ B-TTI: આ સેક્શન વ્યક્તિની કુલ આવક પર ટેક્સ લાયાબિલિટીની ગણતરી કરે છે.
વેરિફિકેશન
અને છેલ્લે, આઇટીઆર-3 માળખું ઉપર આપવામાં આવેલી માહિતીને પ્રમાણિત કરવા માટે વેરિફિકેશનનો સમાવેશ કરે છે.
કોણ આઇટીઆર-3 માટે પાત્ર છે?
આઇટીઆર-3 ફોર્મ કોઈપણ વ્યક્તિ અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)ને લાગુ પડે છે જેમની આપેલ મૂલ્યાંકન વર્ષ માટેની કુલ આવકમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- પ્રોપરાઈટરશીપ ફર્મ હેઠળ પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક, જેમાં ટેક્સ પેયર પ્રોપરાઈટર હોય છે (ઓડિટ અને બિન-ઓડિટ કેસ બંને)
- એક અથવા બહુવિધ હાઉસ પ્રોપર્ટીમાંથી મળેલી આવક
- લોટરી, ઘોડાની દોડ અને 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' હેઠળ આવતી અન્ય પ્રવૃત્તિઓમાં જીતીને મળેલા પુરસ્કારો
- ભારત બહારના દેશમાં એસેટ દ્વારા મેળવેલ આવક સંપત્તિ
- શોર્ટ અથવા લોંગ ટર્મના કેપિટલ ગેઈન્સથી ઉભી થતી આવક
હવે જ્યારે તમે આઇટીઆર-3ની યોગ્યતા વિશે જાણો છો, ચાલો આઇટીઆર-3 કેવી રીતે ફાઇલ કરવું તે વિશે જાણીએ.
તમે આઇટીઆર-3 ફોર્મ સાથે રિટર્ન કેવી રીતે ફાઇલ કરી શકો છો?
આઇટીઆર-3 ઓનલાઈન ફાઇલ કરવું ફરજીયાત છે. તમે આ સ્ટે૫ ટૂ સ્ટે૫ સૂચનોને અનુસરીને આઇટીઆર-3 ઓનલાઇન ફાઇલ કરી શકો છો:
- સ્ટે૫ 1: ઇન્કમ ટેક્સ એક્ટના અધિકૃત ઈ-ફાઇલિંગ વેબ પોર્ટલની મુલાકાત લઈને તમારી આઇટીઆર-3 ઓનલાઈન ફાઇલિંગ પ્રોસેસ શરૂ થાય છે.
- સ્ટે૫ 2: તમારું યુઝર આઈડી (પાન), પાસવર્ડ અને કેપચા કોડ દાખલ કરીને પોર્ટલ પર લોગ ઇન કરો. જોકે, જો તમે નવા યુઝર છો, તો તમારે પહેલા પોર્ટલ પર એકાઉન્ટ રજિસ્ટર કરાવવું પડશે.
- સ્ટે૫ 3: મેનૂ પર 'ઈ-ફાઇલ' વિકલ્પ પસંદ કરો અને ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'ઇન્કમ ટેક્સ રિટર્ન' પર ક્લિક કરો.
- સ્ટે૫ 4: આ પેજ તમારી પાન ડિટેલ્સને ઓટો-પૉપ્યુલેટ કરે છે. હવે, આગળ વધો અને જેના માટે તમે આઇટીઆર ફાઇલ કરી રહ્યાં છો તે 'એસેસમેન્ટ વર્ષ' પસંદ કરો. પછી, 'આઇટીઆર ફોર્મ નંબર' પસંદ કરો અને 'આઇટીઆર-3' પસંદ કરો.
- સ્ટે૫ 5: 'ફાઇલિંગ પ્રકાર'ને 'ઓરિજિનલ' તરીકે પસંદ કરો. જો તમે અગાઉ ફાઇલ કરેલા ઓરીજનલ રિટર્ન સામે રિવાઇઝ્ડ રિટર્ન ફાઈલ કરવા ઈચ્છો છો, તો 'રિવાઈઝ્ડ રિટર્ન' પસંદ કરો.
- સ્ટે૫ 6: 'સબમિશન મોડ' વિકલ્પ શોધો અને 'તૈયાર કરો અને ઓનલાઈન સબમિટ કરો' વિકલ્પ પસંદ કરો. હવે, 'ચાલુ રાખો' પર ક્લિક કરો.
- સ્ટે૫ 7: આ સમયે, તમારે આવક, છૂટ, ડિડક્શન તેમજ રોકાણોની વિગતો પ્રદાન કરવી જરૂરી છે. પછી, ટીડીએસ, ટીસીએસ અને/અથવા એડવાન્સ ટેક્સ દ્વારા ટેક્સ પેમેંટની વિગતો ઉમેરો.
- સ્ટે૫ 8: બધા ડેટાને કાળજીપૂર્વક અને સચોટ રીતે ભરવાનું યાદ રાખો. વધુમાં, કોઈપણ ડેટા ગુમાવવાનું જોખમ ટાળવા માટે સમયાંતરે 'સેવ ધ ડ્રાફ્ટ' પર ક્લિક કરો.
- સ્ટે૫ 9: નીચેનામાંથી તમારો પસંદગીનો વેરિફિકેશન વિકલ્પ પસંદ કરો:
- ઇન્સ્ટન્ટ ઇ-વેરિફિકેશન
- ઇ-વેરિફિકેશન પછીની તારીખે પરંતુ આઇટીઆર-3 ફાઇલ કરવાની તારીખથી 30 દિવસની અંદર
- સીપીસી (સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર) ને પોસ્ટ દ્વારા અને રિટર્ન ફાઈલ કર્યાના 30 દિવસની અંદર મોકલેલ યોગ્ય રીતે સહી કરેલ આઇટીઆર-V દ્વારા વેરિફિકેશન
- સ્ટે૫ 10: 'પૂર્વાવલોકન કરો અને સબમિટ કરો' પસંદ કરો અને પછી 'સબમિટ કરો.'
અહીં નોંધનીય બાબત એ છે કે 44AB હેઠળ ઓડિટ કરવાની જરૂર હોય તેવા એકાઉન્ટ માટે ડિજિટલ હસ્તાક્ષર હેઠળ ઇલેક્ટ્રોનિક રીતે રિટર્ન વેરિફિકેશન કરવું ફરજિયાત છે.
વધુમાં, જો કોઈને ચોક્કસ સેક્શન હેઠળ ઓડિટનો રિપોર્ટ સબમિટ કરવાની જરૂર હોય, તો તેણે આઇટીઆર ફાઇલ કરતાં પહેલાં ઇલેક્ટ્રોનિક રીતે આવો રિપોર્ટ ફાઇલ કરવો પડશે. આ સેક્શનો 115JB, 115JC, 80-IA, 80-IB, 80-IC, 80-ID, 50B, 44AB, 44DA અથવા 10AA છે.
વધુમાં, જ્યારે તમે ‘I would like to e-verify' વિકલ્પ પસંદ કરો છો, ત્યારે તમે નીચેની રીતોમાંથી કોઈપણ એકમાં ત્વરિત ઈ-વેરિફિકેશન પસંદ કરી શકો છો:
- વેરિફિકેશન ભાગ પર ડિજિટલ સાઈન કરો
- ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) દ્વારા પ્રક્રિયાનું વેરિફિકેશન કરો
- ઓટીપી દાખલ કરવા માટે તમારી આધાર ડિટેલ્સનો ઉપયોગ કરો
- પ્રચલિત બેંક અથવા ડિમેટ એકાઉન્ટ દ્વારા વેરિફિકેશન
આ આઇટીઆર-3 ઓનલાઈન કેવી રીતે ફાઇલ કરવું તે અંગેની વિગતવાર પ્રક્રિયા છે.
ઉપરાંત, જો ટેક્સ પેયર આ ફોર્મ ઓફલાઇન ફાઇલ કરવા માંગતા હોય તો તેમની પાસે કોઈ ટેક્સ રિફંડની અરજી હોવી જોઈએ નહીં.
AY 2023-24 માટે આઇટીઆર-3માં કયા ફેરફારો કરવામાં આવ્યા છે?
મૂલ્યાંકન વર્ષ 2023-24માં આઇટીઆર-3માં ઘણા મુખ્ય ફેરફારો થયા છે. આ ફોર્મમાં મુખ્ય ફેરફારોની સૂચિ અહીં છે:
- રિટર્ન ફાઇલ કરતી વખતે મૂલ્યાંકનકર્તાએ નીચેની માહિતી જાહેર કરવી આવશ્યક છે:
- કોઈપણ બેંકમાં કરન્ટ એકાઉન્ટમાં રૂ. 1 કરોડથી વધુની રકમની રોકડ ડિપોઝીટ
- વ્યક્તિ દ્વારા વિદેશ યાત્રા પર રૂ. 2,00,000થી વધનો કરવામાં આવેલ ખર્ચ
- જો ટેક્સ પેયરે ઈલેક્ટ્રિસિટી ચાર્જ પર રૂ. 1,00,000થી વધુ ખર્ચ કર્યો હોય
- જો કોઈ વ્યક્તિ મકાન, બિલ્ડિંગ અને/અથવા જમીન વેચીને શોર્ટ અથવા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ નફો કમાય છે, તો તેણે/તેણીએ આ વેચાણની કેટલીક વિગતો આપવી પડશે. આ વિગતોમાં ટેક્સ પેયરના પાન અથવા આધારની માહિતી, રહેઠાણનું સરનામું અને માલિકીના ટકાવારીનો સમાવેશ થાય છે.
- એક અલગ શિડ્યુઅલ 112 Aનો પરિચય. તે STT અથવા ઇક્વિટી શેર માટે જવાબદાર બિઝનેસના વેચાણ યુનિટ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સનું કેલક્યુલેશન કરશે.
- જો કોઈ ટેક્સ પેયર કંપનીના ડિરેક્ટરનું પદ ધરાવે છે અથવા અનલિસ્ટેડ ઇક્વિટી રોકાણ ધરાવે છે, તો 'કંપનીનો પ્રકાર' જાહેર કરવો આવશ્યક છે.
- વ્યક્તિએ 1લી એપ્રિલ 2022થી 30મી જૂન 2023 વચ્ચે કરવામાં આવેલા ખર્ચ, પેમેંટ અથવા રોકાણો માટે ટેક્સ ડિડક્શનના ક્લેમની વિગતો પ્રદાન કરવી આવશ્યક છે.
અને આ સાથે, અમે આ આર્ટિકલના અંત સુધી પહોંચી ગયા છીએ. અમે આશા રાખીએ છીએ કે આ ગાઈડલઈન આપને આઇટીઆર-3ની ઊંડાણપૂર્વકની સમજણ પ્રદાન કરે છે, જેથી કરીને તમે કોઈપણ મુશ્કેલી વિના સરળતાપૂર્વક રિટર્ન ફાઇલ કરી શકો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
હું આઇટીઆર-3 ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરી શકું?
આઇટીઆર-3 ફોર્મ ઇન્કમ ટેક્સ સેક્શનની અધિકૃત ઈ-ફાઇલિંગ વેબસાઈટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
શું હું આઇટીઆર-3 ઓનલાઈન ફાઇલ કરી શકું?
ફક્ત ટેક્સ પેયર આઇટીઆર-3 ઓનલાઈન ફાઇલ કરી શકે છે. વ્યક્તિએ ઈલેક્ટ્રોનિક રીતે ડેટા આપવો પડશે અને પછી આઇટીઆર-V ફોર્મ દ્વારા તેની/તેણીનું વેરિફિકેશન સબમિટ કરવાનું રહેશે.
તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન શા માટે ફાઇલ કરવું જોઈએ?
ભારતમાં ટેક્સ પેયરે આપેલ નાણાકીય વર્ષ માટે તેમની આવકની જાણ કરવા, ટેક્સ ડિડક્શનનો લાભ લેવા તેમજ ઇન્કમ ટેક્સના રિફંડ ક્લેમ કરવા માટે આઇટીઆર ફાઇલ કરવું જોઈએ.
2022-23 માટે આઇટીઆર-3 ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે?
નાણાકીય વર્ષ 2022-23 માટે આઇટીઆર-3 ફાઈલ કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ 2023 છે.