નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું
ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મની સંખ્યા અને તેને લગતી વિવિધ શરતો કોઈપણ ટેક્સ પેયરને મૂંઝવણમાં મૂકી શકે છે, ખાસ કરીને જેમની પાસે નિયત માસિક આવક નથી. સેલરીની ગેરહાજરીમાં, તમને આઇટીઆર ફાઈલ કરવા માટે યોગ્ય ફોર્મ પસંદ કરવામાં મુશ્કેલી પડી શકે છે, અને પ્રોસેસને સમજવામાં પણ હાલાકી થશે.
જો તમે આઇટીઆર ફાઇલિંગ મુદ્દે નવા છો, તો ચિંતા કરશો નહીં! અમે તમને નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું અને તેના મહત્વ વિશે વિગતવાર ગાઈડલાઈન આપીશું.
વાંચતા રહો!
આઇટીઆર શું છે?
આઇટીઆર અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન એ એક ફોર્મ છે, જેમાં ટેક્સ પેયરે તેમની આવકની ડિટેલ્સ અને આકરણી વર્ષ માટે કાપવામાં આવેલ ટેક્સ એટલેકે ટેક્સમાં કપાત દાખલ કરવાનો હોય છે. આ આવકની ડિટેલ્સના આધારે, આઈટી વિભાગ તમારી ટેક્સ લાયાબિલિટીનું કેલક્યુલેશન કરશે. જો થયેલ ટેક્સ ડિડક્શન તમારી વાસ્તવિક ટેક્સ લાયાબિલિટી કરતાં વધુ હશે, તો તમે ઇન્કમ ટેક્સ રિફંડ માટે પાત્ર બનશો.
વિવિધ ટેક્સ પેયરને સમર્પિત આઇટીઆર-1થી આઇટીઆર-7 સુધીના વિવિધ પ્રકારો છે. ઉપરાંત, જ્યારે ટેક્સ પેયર અમુક શરતો પૂરી કરે છે ત્યારે આઇટીઆર ફાઇલ કરવાની આ સમગ્ર પ્રક્રિયા અતિ જરૂરી બની જાય છે.
તમારે શા માટે આઇટીઆર ફાઇલ કરવું જોઈએ?
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ અનેક ફાયદાઓ સાથે આવે છે, જેની આપણે આ આર્ટિકલમાં પાછળથી ચર્ચા કરીશું. જોકે, તમારે આઇટીઆર શા માટે ફાઇલ કરવું જોઈએ તેનું મુખ્ય કારણ છે કે ટેક્સ લિમિટ કરતાં વધુ આવક ધરાવતી વ્યક્તિઓ માટે આઈટીઆર ફાઇલિંગ મેન્ડેટરી/ફરજિયાત છે.
વિવિધ ઉંમરના વ્યક્તિઓ માટે વિવિધ છૂટ લિમિટ વિશે જાણવા માટે તમે નીચેના કોષ્ટકનો રેફરન્સ લઈ શકો છો.
ઉંમર | છૂટ મર્યાદા |
---|---|
60 વર્ષ સુધી | રૂ. 2.5 લાખ |
60થી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમરના | રૂ. 3 લાખ |
80 વર્ષથી ઉપર | રૂ. 5 લાખ |
અમે અહીં નોન-સેલરાઈઝડ અરજદારો વિશે વાત કરી રહ્યા હોવાથી, ચાલો સંસ્થા જેવા આવકના સ્ત્રોતો માટે ટેક્સ ફાઇલિંગ આદેશો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જો તમે વિચારી રહ્યા હોવ કે બિન-લાભકારી સંસ્થા અથવા ફર્મ/કંપની માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું, તો તમારે જાણવું જરૂરી છે કે નફા કે નુકસાનને ધ્યાનમાં લીધા વિના આવા કિસ્સાઓમાં આઇટીઆર ફાઇલ કરવું મેન્ડેટરી છે.
તેવી જ રીતે, બિન-નિવાસી ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તે જાણવું જરૂરી છે.
નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે કયું આઇટીઆર ફાઈલ કરવું?
નોન-સેલરાઈઝડ વ્યક્તિઓની વિવિધ કેટેગરી માટે લાગુ પડતા આઇટીઆર ફોર્મ્સની માહિતી અહીં એક ટેબલના રૂપમાં છે. તમારી પ્રોફાઇલને અનુકૂળ હોય તેમાંથી એક પસંદ કરો.
ફોર્મનો પ્રકાર | લાગુ કોને પડે |
---|---|
આઇટીઆર-3 | બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી આવક ધરાવતી વ્યક્તિઓ અને HUF |
આઇટીઆર-4 | બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી આવક ધરાવતી વ્યક્તિઓ, HUF અને પેઢીઓ/કંપનીઓ |
આઇટીઆર-5 | કંપનીઓ, વ્યક્તિઓ, HUF અને આઇટીઆર-7 ફાઇલ કરવા માટે જવાબદાર લોકો સિવાયના મૂલ્યાંકનકર્તાઓ |
આઇટીઆર-6 | સેક્શન 11 હેઠળ રિટર્ન ફાઇલ કરતી કંપનીઓને બાદ કરતાં |
આઇટીઆર-7 | સેક્શન 139(4A) /139(4B) /139(4C) /139(4D) /139(4E) /139(4F) હેઠળ છૂટનો દાવો કરતી વ્યક્તિઓ અને કંપનીઓ |
એકવાર તમે તમારું રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી ફોર્મ પસંદ કરી લો તે પછી, નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તેની વિગતવાર પ્રક્રિયા પણ જાણવી મહત્વપૂર્ણ છે.
નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?
નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?
ઓનલાઈન પદ્ધતિ
સ્ટે૫ 1: ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જાઓ.
સ્ટે૫ 2: જમણી સાઇડબાર પર "IT Return Preparation Software" પર ક્લિક કરો.
સ્ટે૫ 3: આગલી સ્ક્રીન પર, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી યોગ્ય એસેસમેન્ટ/મૂલ્યાંકન વર્ષ પસંદ કરો.
સ્ટે૫ 4: નીચે સ્ક્રોલ કરવાથી, તમને ડાઉનલોડ કરવા યોગ્ય ફોર્મેટમાં સૂચિબદ્ધ બધા આઇટીઆર ફોર્મ મળશે.
નોન-સેલરાઈઝડ વ્યક્તિ તરીકે આઇટીઆર ફાઇલ કરવા માટે, તમારી યોગ્યતા મુજબ નીચેનામાંથી કોઈપણ એક પસંદ કરો - આઇટીઆર-5, આઇટીઆર-6, અને આઇટીઆર-7 ફોર્મ. તમારા ડિવાઈઝ પર સપોર્ટ કરતું MS Excel અથવા Java વર્ઝન ડાઉનલોડ કરો.
સ્ટે૫ 5: ફાઇલ ઝીપ ફોર્મેટમાં ડાઉનલોડ થશે. તેને ખોલો (Extract) અને ફોર્મ ખોલો.
સ્ટે૫ 6: ફાઇલ ખોલવા પર, તમને સંખ્યાબંધ ટેબ/સેક્શન મળશે જેના હેઠળ તમારે વિવિધ માહિતી ભરવાની રહેશે.
સ્ટે૫ 7: પ્રથમ ટેબ હેઠળ, “PART A – GENERAL (1)”, તમારે તમારી પર્સનલ ડિટેલ્સ જેમ કે નામ, DOB, સરનામું, વગેરે દાખલ કરવાનું રહેશે. જો તમે આ ડિટેલ્સ ભરવાની ઝડપી રીત ઇચ્છતા હોવ, તો “Pre-fill” વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટે૫ 8: આગળ, “Pre-fill ITR” શીર્ષકનું ડાયલોગ બોક્સ પોપ અપ થશે જ્યાં તમારે તમારું ઈ-ફાઇલિંગ યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ અથવા સ્થાપના તારીખ દાખલ કરવાનું રહેશે. આ સિવાય “Pre-fill Address"માં “From PAN Details” અથવા “From Previous ITR Form Filed"માંથી કોઈપણ એક પસંદ કરો. પછી, “Pre-fill” પર ક્લિક કરો અને "OK" પર ક્લિક કરો. આ પ્રોસેસ થકી લગભગ તમામ જરૂરી ડિટેલ્સ ભરાઈ જશે.
સ્ટે૫ 9: હવે, હજુ પણ જે અન્ય ફરજિયાત ખાલી સેક્શન છે તે તમારે મેન્યુઅલી ભરવાના રહેશે. ઉપરાંત, જો કંપની ખાનગી અથવા જાહેર કંપની છે તો કંપનીનો પ્રકાર અને રાજ્ય પસંદ કરો.
સ્ટે૫ 10: આગળ, “Filing Status” હેઠળ, ફાઇલ કરવાના સમય એટલેકે નિયત તારીખ પહેલાં અથવા પછી, અને રિટર્ન પ્રકાર એટલે કે, સુધારેલ અથવા સંશોધિત વિકલ્પને આધારે સેક્શન પસંદ કરો. બાકીના ફીલ્ડ્સ ભરો જ્યાં તમારે “Yes” અને “No” વચ્ચે પસંદગી કરવાની હોય છે.
સ્ટે૫ 11: પ્રથમ સેક્શન ભરવાનું પૂર્ણ કર્યા બાદ આગલા સેક્શન પર જાઓ અને તે જ રીતે તમામ જરૂરી ક્ષેત્રો ભરો. આખું ફોર્મ ભરાઈ ન જાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રાખો.
સ્ટે૫ 12: જો તમે નિયત તારીખ પછી રિટર્ન ફાઇલ કરી રહ્યાં હોવ અને પેનલ્ટી ભરવાની જરૂર હોય, તો "Part B – TTI" હેઠળ "e-Pay Tax" બટન પર ક્લિક કરો. તે પછી, એક ચલણ જનરેટ થશે જેનો ઉપયોગ કરીને તમે પેમેંટ પૂર્ણ કરી શકો છો.
સ્ટે૫ 13: “Verification” શીર્ષકવાળી છેલ્લી ટેબ હેઠળ તમારું નામ, તમારા પિતાનું નામ, સંબંધિત સંસ્થામાં તમારો હોદ્દો, તમારો બેંક એકાઉન્ટ નંબર અને ડિકલેરેશન પૂર્ણ કરવાની તારીખ દાખલ કરો.
સ્ટે૫ 14: કોઈપણ ભૂલ ન જાય તે માટે બધી ભરેલી વિગતો ચકાસો. જો કોઈ ભૂલ ન જણાય, તો "Submit" બટન પર ક્લિક કરો.
સ્ટે૫ 15: કન્ફર્મેશન માટે તમારે નવી વિંડોમાં તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને DOB દાખલ કરવાની જરૂર પડશે. છેલ્લે “OK” પર ક્લિક કરતા પહેલા તમારે પછીના ડાયલોગ બોક્સમાં તમારો યુઝર પિન દાખલ કરવાની પણ જરૂર પડશે.
આગળની સ્ક્રીન એક મેસેજ પ્રદર્શિત થશે કે "આઇટીઆર સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે." આ છે નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆર ઓનલાઈન કેવી રીતે ફાઇલ કરવું તેની સમગ્ર પ્રક્રિયાની સમજણ.
ઓફલાઇન પદ્ધતિ
જો તમે વિચારી રહ્યાં હોવ કે નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે ઓફલાઇન આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું, તો અહીં આ પ્રક્રિયા પર પણ વિગતવાર સમજાવાઈ છે.
સ્ટે૫ 1: ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
સ્ટે૫ 2: ઓનલાઇન ફાઇલિંગ પ્રોસેસિંગના સ્ટેપ 1થી 3ને અનુસરો.
સ્ટે૫ 3: હવે MS Excel ફોર્મેટમાં ફાઇલ ડાઉનલોડ કરો. તમારા ડિવાઈઝ પર Zip ફાઇલ તરીકે સેવ થશે. પછી, ફાઇલ Extract કરો અને તેને ખોલો. તમે તમારા એકાઉન્ટમાં લોગ ઇન પણ કરી શકો છો અને “Download Pre-filled XML” પસંદ કરી શકો છો અને પ્રી-ફાઈલ થયેલ ઉપલબ્ધ ડિટેલ્સ ઈમ્પોર્ટ કરી શકો છો.
સ્ટે૫ 4: આગળ, ઓનલાઈન પદ્ધતિમાં વર્ણવેલ પ્રક્રિયા જેવી જ જરૂરી માહિતી સાથે તમામ ફીલ્ડ્સ ભરો.
સ્ટે૫ 5: XML જનરેટ કરો અને તેને સેવ કરો.
સ્ટે૫ 6: ફરીથી ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જાઓ અને તમારા યુઝર આઈડી, પાસવર્ડ અને સિક્યુરિટી કોડ સાથે સાઈન ઇન કરો.
સ્ટે૫ 7: "e-File" મેનૂમાંથી "Income Tax Return" પસંદ કરો.
સ્ટે૫ 8: તમને ઇન્કમ ટેક્સ રિટર્ન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે આવશ્યક મૂલ્યાંકન વર્ષ, ફાઇલિંગનો પ્રકાર અને આઇટીઆર ફોર્મનો પ્રકાર પસંદ કરવાની જરૂર છે. સબમિશન મોડ હેઠળ "Upload XML" પર ક્લિક કરો.
સ્ટે૫ 9: આઇટીઆર વેરિફાઈ વિકલ્પોમાંથી પસંદ કરો અને "Continue" ક્લિક કરો.
સ્ટે૫ 10: તમારી આઇટીઆર XML ફાઇલ અપલોડ કરો અને તમારા પસંદ કરેલા વેરિફિકેશન પ્રકારને આધારે અન્ય જરૂરી ડોક્યુંમેન્ટ જોડો. “Submit” પર ક્લિક કરો.
નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે અલગ-અલગ રીતે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું તેની વિગતવાર ચર્ચા આપણે અહિં કરી.
ધ્યાનમાં રાખો કે તમારે નોન-ટેક્સેબલ આવક માટે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું તે પણ જાણવું જરૂરી છે.
નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆર ફાઇલ કરવાના ફાયદા
હવે, તમે વિચારતા હશો કે શું આઇટીઆર ફાઇલિંગની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું ખરેખર યોગ્ય અને ફળદાયી છે. હા, તે ખરેખર છે, અને તેના પુરાવા તરીકે, અમે નીચે ફાયદાઓ જણાવીએ છીએ.
- જો તમે AY માટે તમારી લાયાબિલિટી કરતાં વધુ ટેક્સ ચૂકવ્યો હોય, તો તમે આઇટીઆર ફાઇલિંગ દ્વારા રિફંડ તરીકે આ વધારાની રકમ ક્લેમ કરી, તમારી આવક બચાવી શકો છો.
- નિયત તારીખમાં રિટર્ન ફાઇલ કરવાથી ટેક્સ પેયરને તેમની "આવકની ખોટ" ને પછીના વર્ષોમાં આગળ ધપાવવાનો ફાયદો પણ મળે છે, જો રકમ ચાલુ વર્ષની આવક કરતાં વધી જાય.
- મોટાભાગની નાણાકીય સંસ્થાઓ લોન મંજૂર કરતી વખતે આઇટીઆર નકલો માંગે છે. તેથી, તમારું રિટર્ન ફાઇલ કરવાથી તમને આવા નાણાકીય પ્રોડક્ટોને ઝડપથી મંજૂર કરાવવામાં મદદ મળી શકે છે.
- ઇન્કમ ટેક્સ રિટર્ન તમારા રહેઠાણના પુરાવા તરીકે પણ કામ કરી શકે છે. તે આવકના પુરાવા તરીકે પણ કામ કરી શકે છે, જે સ્વતંત્ર પ્રોફેશનલ અને ફ્રીલાન્સર્સ માટે વરદાન છે.
- આઇટીઆર નકલો વિઝા ઍપ્લિકેશન માટે પણ મેન્ડેટરી/ફરજિયાત ડોક્યુંમેન્ટ છે.
- અન્ય પ્રક્રિયાઓ જ્યાં તમારી ઇન્કમ ટેક્સ રિટર્નની નકલોની જરૂર પડશે, તે છે ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન અને ઉચ્ચ કવરેજ ઇન્સ્યોરન્સ પોલિસીનો લાભ મેળવવો.
- સૌથી મહત્ત્વની વાત એ છે કે, નિયત તારીખની અંદર તમારું રિટર્ન ભરવાથી ભવિષ્યમાં ભારે દંડ, વ્યાજ અને કાયદાકીય ગૂંચવણો ટાળવામાં મદદ મળી શકે છે.
હવે જ્યારે તમે ટેક્સ રિટર્ન ભરવાના અનેક ફાયદાઓથી વાકેફ છો, તો કેટલીક સાવચેતીઓનું પણ ધ્યાન રાખો.
આઇટીઆર ફાઇલ કરતી વખતે તમારે શું સાવચેતી રાખવી જોઈએ?
ટેક્સ પેયરે તેમના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક મુદ્દાઓ અહીં આપ્યા છે.
- નિયત તારીખ સાથે હંમેશા અપડેટ રહો અને તે પહેલાં તમારૂં રિટર્ન ફાઇલ કરવાનો પ્રયાસ કરો.
- જો તે નિયત તારીખ વીતી જાય અને તમે વિલંબિત રિટર્ન ફાઇલ કરી રહ્યાં હોવ તો, લાગુ પડતાં કેટલીક લેટ પેનલ્ટીને ધ્યાનમાં રાખો. [સ્ત્રોત]
- લાગુ પડતા રિટર્ન ફાઇલ કરતા પહેલા તમારો વાસ્તવિક ટેક્સ ચેક કરવા માટે ફોર્મ 26AS ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં.
- ખાતરી કરો કે તમે તમારી ટેક્સેબલ કેટેગરી અનુસાર યોગ્ય આઇટીઆર ફોર્મ પસંદ કર્યું છે.
- તમારી કુલ આવક, ટેક્સ લાયાબિલિટી અને ચૂકવેલ ટેક્સનું કાળજીપૂર્વક કેલક્યુલેશન કરો. રિટર્ન ફાઇલ કરવા માટે આગળ વધતા પહેલા તમામ બાકી લેણાં, જો કોઈ હોય તો અવશ્ય ચૂકવો.
- મુશ્કેલી મુક્ત પ્રક્રિયા માટે આઇટીઆર ફાઇલિંગ માટે જરૂરી ડોક્યુંમેન્ટનું લિસ્ટ તપાસો.
- તમારું આઇટીઆર ફોર્મ ભરતી વખતે, દાખલ કરેલી બધી વિગતો સાચી છે કે કેમ, તે બે વાર તપાસો.
ઉપરોક્ત નિર્દેશોને ધ્યાનમાં રાખીને એક સરળ આઇટીઆર ફાઇલિંગ મદદ મળશે, જે હવે તમે શીખ્યા જ હશો. હવે જ્યારે તમે નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું તે વિશે બધું જાણો છો, તો ખાતરી કરો કે આ આખી પ્રક્રિયા તમને લાગુ પડતી નિયત તારીખની અંદર પૂર્ણ કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
જો હું આઇટીઆર ફાઇલ કરતી વખતે મારી ડિજિટલ સહી જોડવાનું ભૂલી જાઉં તો મારે શું કરવું?
જો તમે તમારા સબમિટ કરેલા આઇટીઆર ફોર્મ સાથે તમારી ડિજિટલ સહી જોડવાનું ભૂલી ગયા હો, તો પણ તમે ઇ-ફાઇલિંગના 30 દિવસની અંદર CPC, બેંગલુરુમાં તમારા હસ્તાક્ષરિત આઇટીઆર-V સબમિટ કરીને તમારા ટેક્સ રિટર્નને વેરિફાઈ કરી શકો છો.
જો હું 2 વર્ષથી આઇટીઆર ફાઇલ કરતો નથી તો હવે હું કેવી રીતે ફાઇલ કરી શકું?
તમે દંડ ભરીને અને સેક્શન 139 (8A) ની તમામ શરતોનું પાલન કરીને આકરણી વર્ષના અંતથી 24 મહિનાની અંદર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકો છો.
મારી આવક ન હોય તો પણ શું હું આઇટીઆર ફાઇલ કરી શકું?
હા, અન્ય કોઈપણ પ્રકારનું આઇટીઆર ફાઇલ કરતી વખતે તમે સમાન પ્રક્રિયામાં NIL રિટર્ન ફાઇલ કરી શકો છો.