નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?
ઓનલાઈન પદ્ધતિ
સ્ટે૫ 1: ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જાઓ.
સ્ટે૫ 2: જમણી સાઇડબાર પર "IT Return Preparation Software" પર ક્લિક કરો.
સ્ટે૫ 3: આગલી સ્ક્રીન પર, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી યોગ્ય એસેસમેન્ટ/મૂલ્યાંકન વર્ષ પસંદ કરો.
સ્ટે૫ 4: નીચે સ્ક્રોલ કરવાથી, તમને ડાઉનલોડ કરવા યોગ્ય ફોર્મેટમાં સૂચિબદ્ધ બધા આઇટીઆર ફોર્મ મળશે.
નોન-સેલરાઈઝડ વ્યક્તિ તરીકે આઇટીઆર ફાઇલ કરવા માટે, તમારી યોગ્યતા મુજબ નીચેનામાંથી કોઈપણ એક પસંદ કરો - આઇટીઆર-5, આઇટીઆર-6, અને આઇટીઆર-7 ફોર્મ. તમારા ડિવાઈઝ પર સપોર્ટ કરતું MS Excel અથવા Java વર્ઝન ડાઉનલોડ કરો.
સ્ટે૫ 5: ફાઇલ ઝીપ ફોર્મેટમાં ડાઉનલોડ થશે. તેને ખોલો (Extract) અને ફોર્મ ખોલો.
સ્ટે૫ 6: ફાઇલ ખોલવા પર, તમને સંખ્યાબંધ ટેબ/સેક્શન મળશે જેના હેઠળ તમારે વિવિધ માહિતી ભરવાની રહેશે.
સ્ટે૫ 7: પ્રથમ ટેબ હેઠળ, “PART A – GENERAL (1)”, તમારે તમારી પર્સનલ ડિટેલ્સ જેમ કે નામ, DOB, સરનામું, વગેરે દાખલ કરવાનું રહેશે. જો તમે આ ડિટેલ્સ ભરવાની ઝડપી રીત ઇચ્છતા હોવ, તો “Pre-fill” વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટે૫ 8: આગળ, “Pre-fill ITR” શીર્ષકનું ડાયલોગ બોક્સ પોપ અપ થશે જ્યાં તમારે તમારું ઈ-ફાઇલિંગ યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ અથવા સ્થાપના તારીખ દાખલ કરવાનું રહેશે. આ સિવાય “Pre-fill Address"માં “From PAN Details” અથવા “From Previous ITR Form Filed"માંથી કોઈપણ એક પસંદ કરો. પછી, “Pre-fill” પર ક્લિક કરો અને "OK" પર ક્લિક કરો. આ પ્રોસેસ થકી લગભગ તમામ જરૂરી ડિટેલ્સ ભરાઈ જશે.
સ્ટે૫ 9: હવે, હજુ પણ જે અન્ય ફરજિયાત ખાલી સેક્શન છે તે તમારે મેન્યુઅલી ભરવાના રહેશે. ઉપરાંત, જો કંપની ખાનગી અથવા જાહેર કંપની છે તો કંપનીનો પ્રકાર અને રાજ્ય પસંદ કરો.
સ્ટે૫ 10: આગળ, “Filing Status” હેઠળ, ફાઇલ કરવાના સમય એટલેકે નિયત તારીખ પહેલાં અથવા પછી, અને રિટર્ન પ્રકાર એટલે કે, સુધારેલ અથવા સંશોધિત વિકલ્પને આધારે સેક્શન પસંદ કરો. બાકીના ફીલ્ડ્સ ભરો જ્યાં તમારે “Yes” અને “No” વચ્ચે પસંદગી કરવાની હોય છે.
સ્ટે૫ 11: પ્રથમ સેક્શન ભરવાનું પૂર્ણ કર્યા બાદ આગલા સેક્શન પર જાઓ અને તે જ રીતે તમામ જરૂરી ક્ષેત્રો ભરો. આખું ફોર્મ ભરાઈ ન જાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રાખો.
સ્ટે૫ 12: જો તમે નિયત તારીખ પછી રિટર્ન ફાઇલ કરી રહ્યાં હોવ અને પેનલ્ટી ભરવાની જરૂર હોય, તો "Part B – TTI" હેઠળ "e-Pay Tax" બટન પર ક્લિક કરો. તે પછી, એક ચલણ જનરેટ થશે જેનો ઉપયોગ કરીને તમે પેમેંટ પૂર્ણ કરી શકો છો.
સ્ટે૫ 13: “Verification” શીર્ષકવાળી છેલ્લી ટેબ હેઠળ તમારું નામ, તમારા પિતાનું નામ, સંબંધિત સંસ્થામાં તમારો હોદ્દો, તમારો બેંક એકાઉન્ટ નંબર અને ડિકલેરેશન પૂર્ણ કરવાની તારીખ દાખલ કરો.
સ્ટે૫ 14: કોઈપણ ભૂલ ન જાય તે માટે બધી ભરેલી વિગતો ચકાસો. જો કોઈ ભૂલ ન જણાય, તો "Submit" બટન પર ક્લિક કરો.
સ્ટે૫ 15: કન્ફર્મેશન માટે તમારે નવી વિંડોમાં તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને DOB દાખલ કરવાની જરૂર પડશે. છેલ્લે “OK” પર ક્લિક કરતા પહેલા તમારે પછીના ડાયલોગ બોક્સમાં તમારો યુઝર પિન દાખલ કરવાની પણ જરૂર પડશે.
આગળની સ્ક્રીન એક મેસેજ પ્રદર્શિત થશે કે "આઇટીઆર સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે." આ છે નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે આઇટીઆર ઓનલાઈન કેવી રીતે ફાઇલ કરવું તેની સમગ્ર પ્રક્રિયાની સમજણ.
[સ્ત્રોત]
[સ્ત્રોત]
ઓફલાઇન પદ્ધતિ
જો તમે વિચારી રહ્યાં હોવ કે નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે ઓફલાઇન આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું, તો અહીં આ પ્રક્રિયા પર પણ વિગતવાર સમજાવાઈ છે.
સ્ટે૫ 1: ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
સ્ટે૫ 2: ઓનલાઇન ફાઇલિંગ પ્રોસેસિંગના સ્ટેપ 1થી 3ને અનુસરો.
સ્ટે૫ 3: હવે MS Excel ફોર્મેટમાં ફાઇલ ડાઉનલોડ કરો. તમારા ડિવાઈઝ પર Zip ફાઇલ તરીકે સેવ થશે. પછી, ફાઇલ Extract કરો અને તેને ખોલો. તમે તમારા એકાઉન્ટમાં લોગ ઇન પણ કરી શકો છો અને “Download Pre-filled XML” પસંદ કરી શકો છો અને પ્રી-ફાઈલ થયેલ ઉપલબ્ધ ડિટેલ્સ ઈમ્પોર્ટ કરી શકો છો.
સ્ટે૫ 4: આગળ, ઓનલાઈન પદ્ધતિમાં વર્ણવેલ પ્રક્રિયા જેવી જ જરૂરી માહિતી સાથે તમામ ફીલ્ડ્સ ભરો.
સ્ટે૫ 5: XML જનરેટ કરો અને તેને સેવ કરો.
સ્ટે૫ 6: ફરીથી ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જાઓ અને તમારા યુઝર આઈડી, પાસવર્ડ અને સિક્યુરિટી કોડ સાથે સાઈન ઇન કરો.
સ્ટે૫ 7: "e-File" મેનૂમાંથી "Income Tax Return" પસંદ કરો.
સ્ટે૫ 8: તમને ઇન્કમ ટેક્સ રિટર્ન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે આવશ્યક મૂલ્યાંકન વર્ષ, ફાઇલિંગનો પ્રકાર અને આઇટીઆર ફોર્મનો પ્રકાર પસંદ કરવાની જરૂર છે. સબમિશન મોડ હેઠળ "Upload XML" પર ક્લિક કરો.
સ્ટે૫ 9: આઇટીઆર વેરિફાઈ વિકલ્પોમાંથી પસંદ કરો અને "Continue" ક્લિક કરો.
સ્ટે૫ 10: તમારી આઇટીઆર XML ફાઇલ અપલોડ કરો અને તમારા પસંદ કરેલા વેરિફિકેશન પ્રકારને આધારે અન્ય જરૂરી ડોક્યુંમેન્ટ જોડો. “Submit” પર ક્લિક કરો.
નોન-સેલરાઈઝડ વ્યક્તિ માટે અલગ-અલગ રીતે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું તેની વિગતવાર ચર્ચા આપણે અહિં કરી.
ધ્યાનમાં રાખો કે તમારે નોન-ટેક્સેબલ આવક માટે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું તે પણ જાણવું જરૂરી છે.
[સ્ત્રોત]