ભૂતકાળના એ દિવસો ગયા જ્યારે તમારે અન્ય ઇન્સ્યોરન્સ કંપની પર સ્વિચ કરવા માટે તમારી પોલિસીની સમાપ્તિ તારીખ સુધી રાહ જોવી પડતી હતી. હેલ્થ ઇન્સ્યોરન્સમાં 'પોર્ટેબિલિટી'ની રજૂઆત સાથે , તમે કોઈપણ ફાયદાઓ ગુમાવ્યા વિના કોઈપણ સમયે તમારા ઇન્શ્યોરન્સ પ્રોવાઈડરને બદલી શકો છો; સામાન્ય ભાષામાં કહીએ તો આપણે જેમ આપણા ટેલિકોમ્યુનિકેશન પ્રોવાઈડરને બદલી શકીએ છીએ તેમ જ ઇન્શ્યોરન્સ પ્રોવાઈડરને પણ બદલી શકીએ છીએ.
તમારે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને પોર્ટ કરવાનું શા માટે ધ્યાનમાં લેવું જોઈએ તેનાં 9 કારણો અહિં વર્ણવેલા છે:
મોટાભાગે, પોર્ટિંગનું કારણ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરની નબળી સેવા અથવા તેમના પ્રોડક્ટ પ્રત્યે અસંતોષ હોય છે. પોર્ટેબિલિટી તમને વધુ સારી સેવા અને પ્લાન સાથે વધુ સારી ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરવાની તક આપે છે.
તમે શેનાથી અસંતુષ્ટ છો તે જાણ્યા બાદ તમે ઈન્ડસ્ટ્રીમાં માન્ય અને નામના ધરાવતા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પસંદ કરો. તેમના પ્રોડક્ટને સારી રીતે ચકાસવાની ખાતરી કરો. ઘણીવાર ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર તરફથી અસંતોષ તેમની ધીમી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને કારણે પણ હોય છે તેથી ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ અવશ્ય તપાસો.
કોવિડ પછી, ઘણી ઇન્સ્યોરન્સ કંપનીઓએ તેમના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે તેથી, જો તમે પાછલા વર્ષમાં કોઈ ક્લેમ ન કર્યો હોય તો પણ તમારે રિન્યૂ દરમિયાન પ્રીમિયમમાં વધારો જોવો પડી શકે છે. પોર્ટેબિલિટીના વિકલ્પને કારણે તમે હવે તે વધેલી રકમ ચૂકવવા માટે બંધાયેલા નથી.
દરરોજ વધતી જતી ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સની સંખ્યા અને બજારમાં વધતી સ્પર્ધા સાથે, ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ ગ્રાહક આધાર મેળવવા માટે હંમેશા તૈયાર જ હોય છે તેથી, તેઓ ડિસ્કાઉન્ટ અને અન્ય ઘણા ફાયદાઓ ઓફર કરે છે.
તમે તમારા ઇન્સ્યોરન્સ પ્લાનને પોર્ટ કરો છો, ત્યારે તમારા હાલના પ્રોવાઈડરની તુલનામાં તમારા ઇચ્છિત લાભો ખૂબ ઓછા પ્રીમિયમ પર પ્રાપ્ત કરવાની ઉચ્ચ તકો ધરાવો છો.
લિસ્ટેડ હોસ્પિટલોના વિશાળ નેટવર્કનો અર્થ થાય છે કે જ્યારે અમે કોઈપણ હેલ્થ ઈમરજન્સી માટે હોસ્પિટલમાં દાખલ થઈએ ત્યારે કેશલેસ સેવાની વધુ સારી ઉપલબ્ધતા.
કોઈ વ્યક્તિ પાસે તબીબી કટોકટીને સંભાળવા માટે અને પછીથી રિઈમ્બર્સમેન્ટ હેઠળ ક્લેમ કરવા માટે હંમેશા નાણાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. જોકે કેશલેસ ક્લેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે કે મેડિકલ ઈમજરન્સી તમારા ખિસ્સાને હાલ પૂરતું નુકસાન ન કરે કે દબાણ ન સર્જે. આમ, ભંડોળની વ્યવસ્થા કરવાની ચિંતા કરવાને બદલે ઇન્સ્યોરન્સધારક આરોગ્યની કાળજી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ.
તમે તમારી પોલિસીને વધુ સારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસે પોર્ટ કરી રહ્યાં છો તો તેમના ક્લેમ રેશિયોની ચકાસણી સુનિશ્ચિત કરો.
ક્લેમ સેટલમેન્ટ રેશિયો આપેલ સમયગાળામાં કંપની દ્વારા પ્રાપ્ત થયેલા કુલ ક્લેમની સંખ્યા સામે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સેટલ કરાયેલા ક્લેમની ટકાવારી દર્શાવે છે. ઉંચો ક્લેમ સેટલમેન્ટ રેશિયો સુનિશ્ચિત કરે છે કે કંપની ક્લેમના સેટલમેન્ટના સંદર્ભમાં વિશ્વસનીય છે. આ ઇન્શ્યુર્રની વિશ્વાસપાત્રતાનું માપ પણ છે અને તેમના ગ્રાહક કેન્દ્રિત અભિગમને દર્શાવે છે.
ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો સાથે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરને પસંદ કરીને તમે જરૂરિયાતના સમયે ઝડપી ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસની ખાતરી મેળવી શકો છો.
સંચિત બોનસ તમારા સ્વસ્થ રહેવાનું રિવોર્ડ છે અને તમારે પોર્ટિંગ દરમિયાન તે રિવોર્ડ છોડવાની જરૂર નથી. આ સુવિધા પોર્ટિંગની મુખ્ય વિશેષતાઓમાંની એક હોવાને કારણે તમારું સંચિત બોનસ તમારી નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ઉમેરવામાં આવે છે.
અમુક ચોક્કસ બિમારીઓ અને પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગો માટે વ્યક્તિએ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજનો લાભ મેળવવા માટે પહેલાં નિયત વેઈટિંગ પીરિયડ પુરો કરવો જરૂરી છે. પોર્ટિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી રાહ જોવાની અવધિ એટલેકે વેઈટિંગ પીરિયડને અસર કર્યા વિના વધુ સારી પોલિસી મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, તમારી વર્તમાન પોલિસીમાં ચોક્કસ બીમારી માટે વેઈટિંગ પીરિયડ 4 વર્ષ છે અને તમે 3 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે, જ્યારે તમે તમારી પોલિસી પોર્ટ કરો છો, ત્યારે તમારે નવા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર સાથે માત્ર એક વધુ વર્ષ પૂર્ણ કરવાની જરૂર છે.
પોર્ટેબિલિટી સાથે તમને તમારી જરૂરિયાતોને વધુ સારી રીતે અનુરૂપ તમારી નવી પોલિસીને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ મળે છે. તેથી હવે તમે નોમિની બદલી શકો છો, સમ-ઇન્શ્યોર્ડ વધારી શકો છો અને જો જરૂર હોય તો ચોક્કસ રોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારી યોજના બદલી શકો છો. તમારી પોલિસીને એક ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસેથી બીજી ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસે સ્વિચ કરતી વખતે આમાંથી કોઈપણ કસ્ટમાઇઝેશન કરી શકાય છે. જોકે, આ સુવિધા મોટાભાગે તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પર આધારિત છે.
વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના એક સમાન પ્લાનમાં તેમના દ્વારા ઓફર થતી સુવિધાઓ અલગ-અલગ હોઈ શકે છે. અમુક કંપનીઓ નો રૂમ રેન્ટ કેપિંગ , રોડ એમ્બ્યુલન્સ કવર અને કેટલાક અન્ય એર એમ્બ્યુલન્સ કવર અથવા રિસ્ટોરેશન બેનિફિટ જેવા ફીચર્સ સાથેની અન્ય સુવિધાઓ પ્રદાન કરે છે. પોર્ટેબિલિટી તમને તમારા વિકલ્પોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાની તક આપે છે અને બાદમાં તેને તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેમ અંતિમ સ્વરૂપ આપવાનો વિકલ્પ આપે છે.
ઇન્સ્યોરન્સ મેળવનારાઓમાં અસંતોષનો સૌથી વધુ વખત જોવા મળતો એક મુદ્દો છે- તેઓને લાગે છે કે તેમના ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરએ કલમો અને શરતો છુપાવી છે અને ખાસ કરીને ત્યારે જ્યારે તમે ક્લેમ સંબંધિત ઘટનાઓ બાબતે. હવે જ્યારે તમે પોર્ટિંગ કરી રહ્યાં છો, ત્યારે તમને રિસર્ચ કરવાની અને પારદર્શક પ્રથાઓ અને કલમો ધરાવતા પ્રદાતાને પસંદ કરવાની તક મળે છે. અભિગમમાં વધુ ડિજિટલ હોય તેવા એક પ્રોવાઈડરની પસંદગી કરો. આ વધુ સારી પારદર્શિતા અને સરળ સેવા અનુભવની ખાતરી આપે છે.
આમ, પોર્ટેબિલિટી તમારી હેલ્થ જરૂરિયાતોને અનુરૂપ હોય અને તમારા હેલ્થ કવરેજને અવિરત રાખતા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની પસંદગીનો વિકલ્પ આપતી શ્રેષ્ઠ સુવિધા છે.
તમે વર્ષના કોઈપણ સમયે અન્ય ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પર નિર્ણય લેવા માટે તમારું રિસર્ચ શરૂ કરી શકો છો અને તમે તમારી પોલિસીનું રિન્યુઅલ બાકી હોય તો જ પોર્ટ કરાવી શકો છો. જો પોલિસી મેચ્યોરિટીની તારીખ વટાવી ગઈ હોય તો તમે તેને પોર્ટ કરાવી શકતા નથી.
આ પ્રક્રિયા શરૂ કરવા માટેનો આદર્શ આગ્રહકારી સમય તમારી પોલિસી રિન્યુઅલને ઓછામાં ઓછા 45 દિવસ બાકી હોય ત્યારનો છે, જેથી સમયસર નવી ઇન્સ્યોરન્સ કંપની પર પોર્ટ કરવામાં આવી શકે.