હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

ડિજીટ હેલ્થ ઈન્સુરન્સ પર સ્વિચ કરો

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન

ગિગ ઈકોનોમીના યુગમાં, જ્યાં ફ્રીલાન્સિંગ અને સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે, અનેક વ્યક્તિઓ સ્વતંત્ર રીતે કામ કરવની આઝાદી અને સુગમતાનો આનંદ માણે છે. જોકે, આ સ્વાયત્તતા સાથે વ્યક્તિના હેલ્થ અને નાણાકીય સુખાકારીની સુરક્ષાની જવાબદારી પણ આવે છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ તેમની કારકિર્દીની સફરનું નિર્ણાયક પાસું બની જાય છે, જે તેમને તબીબી અનિશ્ચિતતાના સમયમાં માનસિક શાંતિ અને સુરક્ષા પ્રદાન કરે છે.

આગળ વધતા પહેલા, ચાલો સૌ પ્રથમ સમજીએ કે સેલ્ફ-એમ્પ્લોયડ અને ગિગ કામદારો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે વધુ મહત્વપૂર્ણ બની રહ્યો છે.

વિકસતી ગિગ ઇકોનોમીમાં હેલ્થ ઇન્સ્યોરન્સ

ગિગ અર્થતંત્ર પરંપરાગત પૂર્ણ-સમયની નોકરીઓને બદલે ટૂંકા ગાળાના કોન્ટ્રાકટ અને ફ્રીલાન્સ વર્ક દ્વારા વર્ગીકૃત થયેલ છે. આ પ્રકારનું અર્થતંત્ર ઝડપી વૃદ્ધિના તબક્કામં છે અને દેશના એમ્પ્લોયમેન્ટ લેન્ડસ્કેપને ફરીથી આકાર આપી રહ્યું છે. તે માત્ર આવક જનરેશન માટે નવા માર્ગો પ્રદાન કરે છે પરંતુ ભારતમાં એકંદર આર્થિક વૃદ્ધિ અને ઈનોવેશનમાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે.

વધઘટ થતી આવક અને બિન-પરંપરાગત કામની વ્યવસ્થા સાથે, યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની જરૂરિયાત એક નિર્ણાયક વિચારણા બની જાય છે. ખાસ કરીને આ પરિસ્થિતિમાં જ્યાં એમ્પ્લોયર દ્વારા હેલ્થ કવરેજ આપવામાં આવતું નથી અને તેની કાળજી વ્યક્તિએ પોતે જ લેવાની હોય છે.

આથી, ગિગ ઈકોનોમી માટે તૈયાર કરવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ વિકલ્પો આ વ્યક્તિઓની અનન્ય જરૂરિયાતોને સંબોધિત કરે છે અને તે ફ્લેક્સિબિલિટી, વ્યાપક કવરેજ અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂર કેમ છે?

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓને એમ્પ્લોયર દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સનો લાભ મળતો નથી. આ સુરક્ષા કવચ વિના, અણધાર્યા મેડિકલ ખર્ચાઓ મોટા નાણાં વ્યયમાં પરિણમી શકે છે.

ચાલો તેમના સ્વાસ્થ્ય માટે હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે તે સમજવા માટે એક અમુક કિસ્સાઓ ચકાસીએ.

રાહુલ અને પ્રિયાને મળીએ. બે અલગ-અલગ વ્યક્તિઓ, બંને પ્રતિભાશાળી ફ્રીલાન્સર્સ, ભારતની આર્થિક રાજધાની અને વિશ્વના સૌથી વધુ વ્યસ્ત અને ગીચ શહેર મુંબઈમાં કામ કરે છે. રાહુલ એક ગ્રાફિક ડિઝાઇનર છે અને પ્રિયા એક સામગ્રી લેખક એટલકે કન્ટેન્ટ રાઈટર . આ બંને સ્વતંત્ર રીતે કામ કરવાની આઝાદી અને સુગમતાનો આનંદ માણે છે. જોકે, તેઓને તાજેતરમાં એક અણધારી હેલ્થ કન્ડીશનનો સામનો કરવો પડ્યો હતો, જેણે હેલ્થ ઇન્સ્યોરન્સના મહત્વને પ્રકાશિત કર્યું હતું.

કેસ 1

રાહુલ બીમાર પડ્યો અને ગંભીર વાયરલ ઇન્ફેક્શન માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. હેલ્થ ઇન્સ્યોરન્સ વિના, તેનો તબીબી ખર્ચ ₹1,50,000 જેટલો અણધાર્યો હતો. હોસ્પિટલના ભારે બિલો માટે બચતમાં હાથ નાખવો પડ્યો અને પરિવાર પાસેથી ઉધાર પણ લેવું પડ્યું. આ ઉઘારને પરત કરવા વધારે કામ કરવું પડશે અને રિકવરીના સમયમાં પણ સ્ટ્રેસ સાથે સમય પસાર કરવો પડ્યો.

કેસ 2

પ્રિયાએ સમજદારીપૂર્વક હેલ્થ ઇન્સ્યોરન્સમાં રોકાણ કર્યું હતું. તેણીને રાહુલ સમાન સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો, ત્યારે તેણીના ઇન્સ્યોરન્સ પ્લાને કુલ મેડિકલ ખર્ચ એટલકે ₹1,50,000ના 80% આવરી લીધા. હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે પ્રિયાને પોતાના ખિસ્સામાંથી આપવાના થતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો તેથી તેણીએ નાણાકીય બોજની ચિંતા કર્યા વિના રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ ઉદાહરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાહુલ અને પ્રિયા જેવા ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓને હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂર કેમ છે. આ એક સેફ્ટી-નેટ તરીકે કામે લાગશે. આ સાથે ક્વોલિટી હેલ્થકેર અને માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે. આમ તેઓ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી શકે અને આત્મવિશ્વાસ સાથે તેમની સ્વતંત્ર કારકિર્દીમાં આગળ વૃદ્ધિ ચાલુ રાખી શકે.

સેલ્ફ-એમ્પ્લોયડ અને ફ્રીલાન્સર્સ માટે હેલ્થ ઇન્સ્યોરન્સના મુખ્ય ફાયદાઓ

હેલ્થ ઇન્સ્યોરન્સ ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓને મૂલ્યવાન સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરીને વિવિધ લાભો પ્રદાન કરે છે. ચાલો આ ફાયદાઓનું વિગતવાર અન્વેષણ કરીએ:

મેડિકલ કવરેજ

હેલ્થ ઇન્સ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ મેડિકલ કવરેજ પ્રદાન કરે છે, જેમાં હોસ્પિટલાઈઝેશન, ડૉક્ટરની સલાહ-સૂચન, સર્જરી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, દવાઓ સહિતનાનો સમાવેશ થાય છે. આ કવરેજ સુનિશ્ચિત કરે છે કે ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ લોકો ખિસ્સામાંથી અતિશય ખર્ચ કર્યા વિના ક્વોલિટી હેલ્થકેર સર્વિસ મેળવી શકે.

અફોર્ડેબલ પ્રીમિયમ

મોટાભાગના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ફ્લેક્સીબલ અને સસ્તા પ્રીમિયમ વિકલ્પો પ્રદાન કરે છે. બચતને તોડ્યા વિના પર્યાપ્ત કવરેજને સુરક્ષિત કરવાનું સરળ બનાવવા માટે બજેટ અને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ પ્લાનની કેટેગરીમાંથી પસંદ કરી શકે છે.

સમગ્ર કુટુંબ માટે કવરેજ

કોઈ એમ્પ્લોયર દ્વારા સ્પોન્સર્ડ સ્વાસ્થ્ય કવચ ન હોવાને કારણે ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓ ઘણીવાર તેમના પરિવારના સભ્યોની મેડિકલ કટોકટીના જોખમનો સામનો કરે છે. સમગ્ર પરિવાર માટે સુરક્ષા-સલામતી ભાવના પ્રદાન કરવા ફેમિલી ફ્લોટર હેલ્થ પ્લાન સાથે, તેમના કુટુંબને આવરી શકાય છે.

નાણાકીય સ્થિરતા

હેલ્થ ઈમરજન્સી અણધાર્યા નાણાકીય બોજ લાવી શકે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી. ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ પ્રોફેશનલ્સ હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે વધુ નાણાકીય સ્થિરતાનો આનંદ માણી શકે છે કારણ કે તે બિમારી અથવા ઈજાના સમયે મસમોટા તબીબી બિલ અને સંભવિત આવકના નુકસાન સામે સલામતી આપશે.

કેશલેસ હોસ્પિટલાઇઝેશન

હેલ્થ ઇન્સ્યોરન્સનો એક મહત્ત્વનો ફાયદો કેશલેસ હોસ્પિટલાઈઝેશનની સુવિધા છે. પોલિસીધારકો નેટવર્ક હોસ્પિટલમાં અપફ્રન્ટ ખર્ચ ચૂકવ્યા વિના મેડિકલ સારવારનો લાભ લઈ શકે છે. ઇન્સ્યોરન્સ પ્રદાતા સીધા જ હોસ્પિટલ સાથે બિલની પતાવટ કરશે. આમ ઈંશ્યુર્ર પર નાણાકીય બોજ હળવું રહેશે.

ઈન્કમ ટેક્સ ફાયદા

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓ દ્વારા ચૂકવવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80D હેઠળ ટેક્સ કપાત માટે પાત્ર છે. આમ અંતે તેમની બચતમાં વધારો જ થાય છે.

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ માટે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રકાર

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ પ્રોફેશનલો માટે વિવિધ હેલ્થ ઇન્સ્યોરન્સ વિકલ્પો ઉપલબ્ધ છે. સૌથી યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરીને પોતાના અને પ્રિયજનોના સ્વાસ્થ્યને અણધાર્યા મેડિકલ ખર્ચાઓ સામે સારી રીતે સુરક્ષિત કરવાની ખાતરી કરી શકે છે.

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓમાં લોકપ્રિય મુખ્ય બે પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન અહિં રજૂ કર્યા છે:

1. વ્યક્તિગત હેલ્થ પ્લાન

વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન એક જ વ્યક્તિને કવરેજ આપવા માટે રચાયેલ છે. ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓ મેડિકલ ખર્ચાઓ અને હેલ્થકેર સંબંધિત ખર્ચથી પોતાને બચાવવા માટે વ્યક્તિગત હેલ્થ પ્લાન પસંદ કરી શકે છે. આ પ્લાન તેમના પર કોઈ આશ્રિત ન હોય તેવા લોકો માટે આદર્શ છે.

2. ફેમિલી ફ્લોટર હેલ્થ પ્લાન

ફેમિલી ફ્લોટર હેલ્થ પ્લાન એક વ્યાપક હેલ્થ ઇન્સ્યોરન્સ વિકલ્પ છે જે ઈંશ્યુર્ર, પત્ની, બાળકો અને ક્યારેક માતા-પિતા સહિત સમગ્ર પરિવાર માટે કવરેજનો વિસ્તાર આપે છે. પ્રિયજનોને તબીબી અનિશ્ચિતતાઓથી બચાવવા માંગતા ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓ ઘણીવાર ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરે છે કારણ કે તેઓ આ એક પોલિસી હેઠળ વ્યાપક કવરેજ મેળવી શકે છે.

ગિગ ડોમેનની અનિયમિત આવક સાથે પ્રીમિયમ કેવી રીતે નક્કી કરવું?

ગિગ ઇકોનોમીમાં લોકો માટે અનિયમિત આવક એ એક સામાન્ય પડકાર છે. આ કિસ્સામાં આવક અનિયમિત હોય ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટે સાવચેતીભર્યું ફાઈનાન્શિયલ પ્લાનિંગ અને સ્માર્ટ વ્યૂહરચના જરૂરી છે. ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓ તેમની કમાણીમાં વધઘટનો સામનો કરી શકે છે તેથી હેલ્થ ઇન્સ્યોરન્સ ખર્ચને અસરકારક રીતે સંચાલિત કરવા અનેક તબક્કાનું પ્લાનિંગ જરૂરી બને છે.

આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે:

અફોર્ડેબલ પ્લાન પસંદ કરો

તમારા બજેટ સાથે સુગમ અને સંરેખિત હોય તેવા અફોર્ડેબલ વ્યાજબી પ્રીમિયમ સાથેનો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન શોધો. તમારા નાણાકીય બોજ વગર તમારી હેલ્થકેર જરૂરિયાતોને પૂરી કરતું કવરેજ પસંદ કરો. તમારા પૈસા માટે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરત પ્લાન શોધવા માટે વિવિધ પ્લાનની તુલના કરો.

માસિક પ્રીમિયમ ચૂકવણી

જો અનિયમિત આવકને કારણે વાર્ષિક પ્રીમિયમ ભારે લાગતું હોય તો માસિક અથવા ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવણી વિકલ્પોમાંથી પસંદ કરવાનું વિચારો. નાના હપ્તાઓમાં ચૂકવણી કરવાથી હેલ્થ ઇન્સ્યોરન્સ ખર્ચ વધુ વ્યવસ્થાપન બનશે.

ઈમરજન્સી ફંડ બનાવો

ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ માટે ઇમરજન્સી ફંડ બનાવો. વધુ આવક ધરાવતા મહિનાઓ દરમિયાન, આ પેટે અલગ ખાતામાં કેટલુંક અલાયદું ભંડોળ અલગ રાખો. આ ફંડ નબળા નાણાંકીય મહિનાઓ દરમિયાન બફર તરીકે કામ કરશે અને ખાતરી રહેશે કે તમે નાણાકીય તાણ વિના તમારા પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો.

માસિક બચત કરો

SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અથવા નાની રકમની રિકરિંગ ડિપોઝિટ શરૂ કરો, જે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી કરવા માટે પૂરતી છે. જેથી કરીને તમે દર મહિને બચત કરી શકો અને વાર્ષિક પ્રીમિયમનો કોઈ બોજ ન પડે.

ઇન્સ્યોરન્સ પ્લાનની સમયાંતરે સમીક્ષા કરો

સમયાંતરે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂરિયાતો અને તમે જે પ્રીમિયમ ચૂકવી રહ્યાં છો તેની સમીક્ષા કરો. જેમ જેમ તમારી આવક અને જીવન સંજોગો બદલાય છે, તેમ તમે તમારી વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ વધુ સારો પ્લાન અથવા વધુ સારા પ્રીમિયમ વિકલ્પો શોધી શકો છો.

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ માટે યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો?

ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ વ્યક્તિઓ માટે તેમના સ્વાસ્થ્ય અને નાણાકીય સુખાકારીની સુરક્ષા માટે યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવી એક નિર્ણાયક નિર્ણય છે. તેમની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પસંદ કરતી વખતે અહીં ધ્યાનમાં લેવાના કેટલાક આવશ્યક પરિબળો વર્ણવાયા છે:

કવરેજ

હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન દ્વારા ઓફર કરાયેલ કવરેજનું મૂલ્યાંકન કરો. ખાતરી કરો કે તેમાં હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ, પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન, ડે-કેર પ્રોસેસ, એમ્બ્યુલન્સ ચાર્જ અને અન્ય આવશ્યક તબીબી સેવાઓનો સમાવેશ થાય છે.

સમ ઇન્શ્યોર્ડ

તમારી સંભવિત હેલ્થકેર જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો અને પર્યાપ્ત સમ-ઇન્સ્યોર્ડ પસંદ કરો. પરવડે અને પર્યાપ્ત કવરેજનું સંતુલન, એ યોગ્ય સમ ઇન્શ્યોર્ડ શોધવા માટેની ચાવી છે.

પ્રીમિયમ

તમારા બજેટને ધ્યાનમાં રાખીને વિવિધ પ્લાનના પ્રીમિયમ દરોની તુલના કરો. યાદ રાખો, સૌથી સસ્તો વિકલ્પ જરૂરી કવરેજ પ્રદાન નહિ કરી શકે, તેથી તમારી પ્રાથમિકતાઓ જાણો અને તે મુજબ ઓપ્ટિમાઇઝ કરો.

નેટવર્ક હોસ્પિટલો

નજીકમાં ક્વોલિટી હેલ્થકેર ફેસિલિટીની ખાતરી કરવા માટે નેટવર્ક હોસ્પિટલોની યાદી તપાસો. હોસ્પિટલોના વિશાળ નેટવર્ક દ્વારા મુશ્કેલીરહિત કેશલેસ સારવાર સુનિશ્ચિત થાય છે.

ડિજિટ હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે ભારતભરની 16400+ હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવો.

એડ-ઓન કવર્સ

તમારી ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરતા એડ-ઓન કવર માટે તપાસો, જેમ કે પ્રસૂતિ લાભો, ગંભીર બીમારી કવરેજ અથવા આયુર્વેદ અથવા હોમિયોપેથી જેવી વૈકલ્પિક સારવાર માટે કવરેજ.

ડિડક્ટિબલ્સ/કપાતપાત્ર

ડિડક્ટિબલનો અર્થ સમજો - ઇન્સ્યોરન્સ કવરેજ શરૂ થાય તે પહેલાં તમારે ચૂકવવાની રકમને ડિડ્ક્ટિબલ એટલેકે કપાતપાત્ર કહેવાય છે. તમે કપાતપાત્ર રકમ સાથે યોગ્ય સ્થિતિમાં છો કે કેમ તેનું મૂલ્યાંકન કરો.

કો-પે અને સબ-લિમિટ

અમુક મેડિકલ પ્રક્રિયાઓ અથવા હોસ્પિટલના રૂમના ભાડાને લગતા કો-પે અને સબ-લિમિટ અંગે સાવચેત રહો. આ કલમો તમારા ખિસ્સા બહારના ખર્ચને કેવી રીતે અસર કરી શકે છે તેનું મૂલ્યાંકન કરો.

ક્લેમ સેટલમેન્ટ

ક્લેમ સેટલમેન્ટમાં તેમની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા ચકાસવા માટે ઇન્શ્યુર્રના ક્લેમ સેટલમેન્ટ રેશિયો અને કસ્ટમર રીવ્યૂ પર રીસર્ચ કરો.

મુશ્કેલીરહિત પ્રક્રિયાઓ

પોલિસીની ખરીદી, ક્લેમ સબમિશન અને રિન્યૂઅલ માટે મુશ્કેલી-મુક્ત અને ડિજિટલ પ્રક્રિયાઓ ઓફર કરતા ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ પસંદ કરો. યુઝર્સ-ફ્રેન્ડલી અને ઓનલાઇન પ્લેટફોર્મ સમગ્ર ઇન્સ્યોરન્સ અનુભવને સરળ બનાવે છે, સમય અને પ્રયત્નોની બચત કરે છે.

ડિજિટમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયા પેપરલેસ, સરળ, ઝડપી અને મુશ્કેલી-રહિત છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ ફ્રીલાન્સર્સ અને સેલ્ફ-એમ્પ્લોયડ પ્રોફેશનલો માટે અનિવાર્ય રોકાણ સમાન છે. તે માત્ર તેમના સ્વાસ્થ્યનું જ રક્ષણ કરતું નથી પરંતુ અણધારી ગિગ ઈકોનોમીમાં નાણાકીય સ્થિરતા પણ સુનિશ્ચિત કરે છે. યોગ્ય ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરીને અને પ્રીમિયમનું સ્માર્ટ રીતે સંચાલન કરીને, ફ્રીલાન્સર્સ તેમની સુખાકારી સુરક્ષિત કરી શકે છે અને તેમની શરતો પર સફળ કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

સેલ્ફ-એમ્પ્લોયડ અને ફ્રીલાન્સર્સ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ગંભીર બીમારી સેલ્ફ-એમ્પ્લોયડ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવે છે?

આ બાબત તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા પર આધાર રાખે છે. ડિજિટ પર, અમારી પાસે અમારા હેલ્થ પ્લાન્સમાં ગંભીર બીમારી કવર થાય છે.

શું સેલ્ફ-એમ્પ્લોયડ તેમના પરિવારના સભ્યોને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં સમાવી શકે છે?

હા, ફ્રીલાન્સર્સ તેમના જીવનસાથી, બાળકો અને ક્યારેક માતા-પિતાને સિંગલ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવા માટે ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરી શકે છે.

અમુક ચોક્કસ લાભો મેળવવા સેલ્ફ-એમ્પ્લોયડ માટે પણ શું વેઈટિંગ પીરિયડ હોય છે?

હા, હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં ચોક્કસ સારવાર અથવા પૂર્વ-અસ્તિત્વમાં રહેલી સ્થિતિઓ માટે વેઈટિંગ પીરિયડ હોઈ શકે છે. ફ્રીલાન્સર્સે પોલિસીમાં દર્શાવેલ વેઈટિંગ પીરિયડની સમીક્ષા કરવી જોઈએ.

અનિયમિત આવક ધરાવતા ફ્રીલાન્સર તરીકે, જો હું મારી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવણી સમયમર્યાદામાં ચૂકી ગયો તો શું?

પ્રીમિયમની ચૂકવણીની સમયમર્યાદા ચૂકી જવા છતા પેમેન્ટ માટેનો ગ્રેસ પીરિયડ હોય છે, જે મોટાભાગના ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ માટે 15થી 30 દિવસનો હોય છે. જોકે, ગ્રેસ પીરિયડ પછી પણ પ્રીમિયમ ન ચૂકવેલ હોય તો પોલિસી સમાપ્ત થઈ શકે છે અને કવરેજ બંધ થઈ જશે.

શું ફ્રીલાન્સર્સ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં પ્રસૂતિ કવરેજ ઉપલબ્ધ છે?

હા, કેટલાક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત ખર્ચને આવરી લેતા પ્રસૂતિ લાભો પ્રદાન કરે છે. જો જરૂરી હોય તો ફ્રીલાન્સર્સ પ્રસૂતિ કવરેજ સાથે પ્લાન પસંદ કરી શકે છે.

ફ્રીલાન્સર્સ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાની આદર્શ ઉંમર શું છે?

શ્રેષ્ઠ અને યોગ્ય સમય હંમેશા અત્યારનો જ છે! ફ્રીલાન્સર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રમાણમાં તંદુરસ્ત હોય ત્યારે વહેલામાં વહેલી અને નાની ઉંમરે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદે અને ઓછા પ્રીમિયમનો લાભ મેળવે.

શું ફ્રીલાન્સરો હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ સાથે વિદેશમાં તબીબી સારવાર મેળવી શકે છે?

કેટલાક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન આંતરરાષ્ટ્રીય મેડિકલ કવરેજ અથવા ઈમરજન્સી મેડિકલ ઈવાક્યુશન (સ્થાળાંતર) લાભો પ્રદાન કરે છે, જે ફ્રીલાન્સર્સને અમુક પરિસ્થિતિઓમાં વિદેશમાં સારવાર લેવાની મંજૂરી આપે છે.

ડિજિટ પર, અમારી વિશ્વવ્યાપી સારવાર પ્લાન તમને વિશ્વવ્યાપી કવરેજ પ્રદાન કરે છે. જો તમારા ડૉક્ટર ભારતમાં તમારા હેલ્થ-ચેકઅપ દરમિયાન કોઈ બીમારીની ઓળખ કરે છે અને તમે વિદેશમાં સારવાર કરાવવા ઈચ્છો છો, તો આ પોલિસીમાં તમને આવરી લેવામાં આવશે.