માતાપિતા માટે આરોગ્ય વીમો

ડિજીટ ઇન્સ્યોરન્સ પર જાઓ

ભારતમાં માતાપિતા માટે આરોગ્ય વીમા વિશે વધુ માહિતી

વયસ્ક વ્યક્તિઓને આરોગ્યસંભાળ સુવિધાઓ માટે નોંધપાત્ર ખર્ચની જરૂર પડે છે, જે સમય જતા પરિવારનો ગુજરાન ચલાવનાર વ્યક્તિ પર બોજારૂપ સાબિત થાય છે.

સરકારે હેલ્થકેરને સબસિડી આપવા માટે દેશના હેલ્થકેર સેક્ટરમાં અંદાજે રૂ. 1.58 ટ્રિલિયન ફાળવ્યા હોવા છતાં, ગુણવત્તાયુક્ત સારવાર મેળવવા માટે ઘણીવાર અત્યાધિક ખર્ચ ભોગવવો પડે છે.

ભારતમાં માતા-પિતા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પસંદ કરવાથી આવા બિનજરૂરી ખર્ચાઓનો સામનો કરવા માટે સૌથી સુરક્ષિત નિવારણ પ્રાપ્ત થાય છે, કારણ કે તેના દ્વારા વૃદ્ધાવસ્થાને કારણે ઉદ્ભવતી તમામ તબીબી બિમારીઓને આવરી લેવા માટે જરૂરી કોમ્પ્રિહેન્સીવ લાભોને વધારે છે.

જો ખાસ કરીને કોઈ વ્યક્તિએ તેના વૃદ્ધ માતા-પિતાની આરોગ્ય સંભાળ માટે ખર્ચ કરેલા નાણાં કવર કરવાના હોય તો હેલ્થ ઈન્સ્યોરન્સ કવર એ તેમની આવશ્યકતાઓમાંની એક છે.

માતાપિતા માટે લેવામાં આવતા આરોગ્ય વીમાના પ્રકાર

જ્યારે હેલ્થ ઈન્સ્યોરન્સ વિષે વાત કરવામાં આવે ત્યારે જણાવવામાં આવે છે કે તેના દ્વારા ત્રણ પ્રકારના કવરનો તમે લાભ મેળવી શકો છો, જેની હેઠળ તમે તમારા માતાપિતા સહિત તમારા પરિવાર માટે કરેલા સારવારના ખર્ચને આવરી શકો છો.તે આ પ્રમાણે છે:

1. વ્યક્તિગત આરોગ્ય વીમો

આ પ્રકારની વીમા પૉલિસી માત્ર વીમાધારક વ્યક્તિઓને જ કવર આપે છે. આ પ્લાનમાં તમારા માતા-પિતા જેવા તમારા નજીકના પરિવારના સભ્યોનો સમાવેશ થઈ શકે છે.

અહીં, વીમાધારક વ્યક્તિ ફ્લોટિંગ રકમને બદલે સતત વીમાની નિર્ધારિત રકમનો લાભ મેળવી શકે છે, વધુમાં, જો તમારી વીમા પૉલિસીમાં તમારા માતા-પિતા શામેલ હોય તો તે તમારી પોલીસીને વધુ ફાયદાકારક બનાવે છે.

વ્યક્તિગત આરોગ્ય વીમા વિશે વધુ જાણો

2. ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્સ્યોરન્સ

વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા યોજનાથી વિપરીત, આ યોજના હેઠળ વીમાની સંપૂર્ણ રકમ વીમો લીધેલ દરેક સભ્યને આવરી લે છે. જો તમે તમારા માતા-પિતા માટે ફેમિલી ફ્લોટર કવર શોધી રહ્યા છો, તો કદાચ તે પુરતો લાભદાયક નહીં ગણાય. કારણ કે, જ્યારે આ કવર હેઠળ એક વર્ષમાં એકથી વધુ ક્લેમ કરવામાં આવે, ત્યારે વીમાધારક વ્યક્તિએ પછીના ક્લેમ, કવર હેઠળની ન્યુનતમ રકમ માટે કરવાના હોય છે.

વધુમાં, ભારતમાં માતા-પિતા માટે ઘણી અન્ય આરોગ્ય વીમા યોજનાઓ છે જે મુખ્યત્વે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને અસર કરતી અસંખ્ય બિમારીઓ સામે કવરેજ પ્રદાન કરે છે. આમ, જ્યારે તમારા માતા-પિતા માટે સારવાર કરવાની વાત આવે ત્યારે તે વીમા યોજનાઓ નાણાકીય મુદ્દે એક મહત્વનો વિકલ્પ છે.

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે વધુ જાણો.

3. વરિષ્ઠ નાગરિક આરોગ્ય વીમો

આ વીમા પૉલિસી વરિષ્ટ વ્યક્તિઓની તમામ તબીબી આવશ્યકતાઓને અનુરૂપ બનાવવામાં આવી છે, પછી ભલે તે કોઈ પણ રોગનો ભોગ બનેલો હોય. આ પોલીસી ઘણી ફાયદાકારક છે કારણ કે તે નોંધપાત્ર ક્લેમ દ્વારા આ શ્રેણી હેઠળ આવતી તમામ વ્યક્તિઓની જરૂરિયાતોને અનુરૂપ ચુકવણી કરવામાં આવે છે.

વધુમાં, હોમ હૉસ્પિટલાઇઝેશન, આયુષ કવરેજ વગેરે જેવા વિશેષ લાભો આપતી આ વીમા પૉલિસીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સારવારના ખર્ચને આવરી લેવા માટે એક યોગ્ય વિકલ્પ બનાવે છે.

વધુ વિગતો જાણો

ભારતમાં માતા-પિતા માટે આરોગ્ય વીમો ખરીદતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો

સમગ્ર દેશમાં વીમા પ્રદાતાઓ વિવિધ લાભો પ્રદાન કરે છે જે તમને તમારા માતાપિતા માટે કોમ્પ્રિહેન્સીવ આરોગ્યસંભાળ માટે ભોગવવી પડતી નાણાકીય જવાબદારીને ઘટાડવા માટે કોમ્પ્રિહેન્સીવ કવરેજનો લાભ લેવાની મંજૂરી આપે છે.

તમને તમારી હેલ્થકેર યોજના દ્વારા મહત્તમ લાભો પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ખાતરી કરવા માટે, તે નીચેના ખર્ચાઓને આવરી લેવા માટે સમર્થ છે કે નહિ તે તપાસવું તમારા માટે નિર્ણાયક છે.

1. કવરેજ

  • અકસ્માત અને માંદગી દરમ્યાન હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ- જો તમારી પાસે કોમ્પ્રિહેન્સીવ આરોગ્ય વીમા પૉલિસી ન હોય તો અણધારી ઉદ્દભવતી ઘટનાઓ જેવી કે અકસ્માતો અથવા બીમારીઓ ખૂબ મોટો નાણાકીય ખર્ચ ઉભો કરી શકે છે. તમે એવા વીમા પ્રદાતાઓ વિષે માહિતી મેળવો કે જેઓ અકસ્માત અથવા બીમારીના પરિણામે તબીબી ખર્ચના કિસ્સામાં યોગ્ય કવરેજ ઓફર કરે છે.
  • હોસ્પિટલાઈઝેશન પહેલા અને પછી ભોગવવો પડતો ખર્ચ  - તમે એવી પોલીસીની તપાસ કરો કે જે તમારી સારવાર માટે થતા નિયત સમયગાળામાં થયેલા ખર્ચની સાથે સાથે હોસ્પિટલમાં દાખલ થવા પહેલાના ખર્ચને અને પછીના ખર્ચને આવરી લેવા માટે સક્ષમ હોય. દા.ત., એક એવી કોમ્પ્રિહેન્સીવ પોલીસી જેના દ્વારા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, ડૉક્ટરની ફી, સર્જિકલ ફોલો-અપ, OPD વિઝિટ વગેરે માટે થયેલા ખર્ચને આવરી લેવામાં આવે.
  •    વાર્ષિક હેલ્થ ચેક-અપ ખર્ચ - સર્વશ્રેષ્ઠ આરોગ્યની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે વરિષ્ઠ નાગરિકોની વાર્ષિક આરોગ્ય તપાસ કરવી એક પૂર્વશરત છે, કારણ કે તે તેમને જીવલેણ ડિસઓર્ડર હોવાનું નિદાન થવાની શક્યતાઓ ઘટાડે છે. આ બાબતે તપાસ કરો કે આને માટે થતા તમામ ખર્ચાઓ તમારી સ્વાસ્થ્ય વીમા પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે.
  •  મેજર સર્જરીઓ - બેરિયાટ્રિક ઓપરેશન્સ સહિતની કોઈપણ મોટી સર્જરીઓ ઉચ્ચ મૂલ્યના ખર્ચ સાથે સંકળાયેલી હોય છે. ખાતરી કરો કે આવા ખર્ચ, માતાપિતા માટે લીધેલી આરોગ્ય વીમા પૉલિસી દ્વારા આવરી લેવામાં આવે છે, અને જ્યારે આવી કોઈપણ પ્રકારની સારવારની વાત આવે ત્યારે કોઈ સમાધાન કરવામાં ન આવે. તમે તમારા માતા-પિતાને દેશની પ્રીમિયમ હોસ્પિટલોમાં દાખલ કરાવી શકો, અને જાણીતા સર્જનોના હાથમાં તમારો કેસ સોંપી શકો છો.
  •  માનસિક બીમારીની સારવાર - માનસિક સારવાર ધીમે ધીમે સામાજિક કલંકને દૂર કરી રહી છે અને દેશમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને ઘણી મોટી વીમા કંપનીઓ ઘણીવાર તેમની પોલિસીમાં તેનો સમાવેશ કરે છે. તેથી, જો તમે માનસિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હોવ તો તમારા નાણાકીય ખર્ચને આવરી લેતી નીતિ પસંદ કરો.
  •  કોઈ રૂમ રેન્ટ કેપિંગ નથી - જ્યારે દેશભરની પ્રીમિયમ હોસ્પિટલોમાંથી સારવાર મેળવવાની વાત આવે ત્યારે રૂમનું ભાડું એક ચિંતાનું કારણ બની શકે છે. રૂમના ભાડા પર કોઈ મર્યાદા વિના, તમે તમારા માતા-પિતાને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવાના હોય તો તેમના માટે તમને ખાનગી રૂમ સરળતાથી પરવડી શકે છે. તેથી, તે સુનિશ્ચિત કરવું શ્રેષ્ઠ છે કે તમે હોસ્પિટલના રૂમ ભાડાની મર્યાદા વિના વીમા પોલિસીનો લાભ લઈ શકો છો.

2. ગંભીર બીમારીના લાભો

હૃદયની ગંભીર સમસ્યાઓ, કેન્સર, અંતિમ તબક્કામાં ફેફસાં અને લીવરની નિષ્ફળતા, કિડની સંબંધિત સમસ્યાઓ વગેરે ગંભીર બીમારીઓ કહેવાય છે. આવી તબીબી પરિસ્થિતિઓની સારવાર સરેરાશ રૂ.1 લાખ થી શરૂ થઈને રૂ.10 લાખ કે તેથી વધુ સુધી પહોંચી શકે છે.

ક્રિટીકલ ઈલનેસ કવરની પસંદગી આવા કિસ્સાઓમાં ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે કોમ્પ્રિહેન્સીવ કવરેજ ઊંચી રકમની વીમા ગેરંટી સાથે વિસ્તૃત કરવામાં આવે છે. આવા સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ થવાના તમામ ખર્ચ અને રીલીઝ પછીના ખર્ચાઓ સર્જીકલ ખર્ચ સાથે આવરી લેવામાં આવે છે.

આવી વીમા પૉલિસી વિશે નોંધ લેવા જેવી મહત્ત્વની બાબત એ છે કે તેના દ્વારા 30 દિવસનો લૉક-ઇન સમયગાળો સક્રિયકરણ સાથે સંકળાયેલો છે, જે દરમિયાન કોઈ દાવાઓ સ્વીકારવામાં આવતા નથી.

3. પોષણક્ષમતા

ખાતરી કરો કે તમે તમારા માતા-પિતા માટે પસંદ કરેલ સ્વાસ્થ્ય વીમા પૉલિસી માટે તમે જે પ્રીમિયમ ચૂકવો છો તે તમને પરવડે તેટલું છે અને તે તમારી ઉપર બોજારૂપ નાણાકીય ખર્ચ સાબિત થતો નથી.

વિવિધ આરોગ્ય વીમા પ્રદાતાઓ દ્વારા ઓફર કરાયેલ કવરેજ, વીમાની રકમ અને પ્રીમિયમની તુલના કરો અને સંપૂર્ણ વિગતોની જાણકારી મેળવ્યા બાદ જ યોગ્ય નિર્ણય લો.                                                                 

 આરોગ્ય વીમાની તુલના  વિશે વધુ જાણો.

4. આવકવેરા માટે મળતા લાભોનો દાવો કરો

કેશલેસ સારવાર મેળવવી એ સ્વાસ્થ્ય વીમા પૉલિસી હેઠળ પ્રદાન કરવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ લાભો પૈકી એક છે.

આ લાભ સાથે, વીમા પ્રદાતાઓ તમારા સારવારના ખર્ચ માટે સીધા નેટવર્ક હોસ્પિટલમાં જ્યાં તમારા માતા-પિતાને દાખલ કરવામાં આવ્યા છે ત્યાં ચૂકવણી કરે છે. તેથી, મહત્તમ નેટવર્ક હોસ્પિટલો ધરાવતી પોલીસી શોધો જે આવા લાભો પ્રદાન કરે છે.

આ વિશે વધુ જાણો:

 

5.0% સહ-ચુકવણી વિકલ્પ

કેટલીક એવી વીમા પૉલિસીઓ છે કે જેના માટે તમારે સારવારના ખર્ચના અમુક ટકા ચૂકવવાની જરૂર છે, જ્યારે બાકીની રકમ વીમા પ્રદાતા દ્વારા આવરી લેવામાં આવે છે. કારણ કે તમારા માતા-પિતા માટે કરવામાં આવતો સારવાર ખર્ચ ઘણો ઊંચો હોઈ શકે છે, તેથી સહ-ચુકવણી કલમ ન ધરાવતી હોઈ તેવી પોલિસી શોધવી શ્રેષ્ઠ છે.

0% સહ-ચુકવણી સાથે માતાપિતા માટે આરોગ્ય વીમા પૉલિસી? શોધી રહ્યાં છો? ડિજિટ ઈન્સ્યોરન્સ દ્વારા ઓફર કરવામાં આવતી યોજનાઓ તપાસો.

6. ક્લેમ સેટલમેન્ટ રેશિયો

ક્લેમ સેટલમેન્ટ રેશિયો એ તમારા વીમા પ્રદાતા દ્વારા ઊભા કરાયેલા દાવાની કુલ સંખ્યા સામે પતાવટ કરાયેલા દાવાની સંખ્યાનો સંદર્ભ આપે છે.

કટોકટીની સ્થિતિમાં તમારો દાવો નકારવામાં ન આવે તેની ખાતરી કરવા માટે ઉચ્ચ દાવાની પતાવટ એ પ્રાથમિક પરિબળોમાંનું એક છે.

7. કોમ્પ્રિહેન્સીવ પ્રિએક્ઝીસ્ટિંગ ઈલનેસ કવરેજ

સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓ દ્વારા આપવામાં આવતા મોટા ભાગના પ્રિએક્ઝીસ્ટિંગ ઈલનેસ કવરેજ લાભો મેળવવા, તમે દાવો કરી શકો તે પહેલાં તમારે તેના માટે પ્રતીક્ષા સમયગાળો પસાર કરવો પડશે. તેથી, એવી પૉલિસીઓ શોધવાનું યોગ્ય છે કે જેમાં તેમની કોમ્પ્રિહેન્સીવ પ્રિએક્ઝીસ્ટિંગ ઈલનેસ કવરેજ મેળવવા માટે લાગતો પ્રતીક્ષા સમયગાળો સૌથી ઓછો હોય.

તમારી પોલિસી તમને મહત્તમ લાભો આપે છે તેની ખાતરી કરવા માટે તમારે આવરી લેવામાં આવતી બીમારીઓની સંખ્યા પણ જોવી જોઈએ.

8.એડ-ઓન લાભો

ઉપર દર્શાવેલ વિશેષતાઓ સિવાય, તમારે એડ-ઓન કવર વિષે પણ જાણવું જોઈએ જે તમારી પોલિસીને વધુ સારા લાભોનો કવરેજ આપતી બનાવી શકે. તેમાં કેટલાક આ પ્રમાણેના લાભોનો સમાવેશ થાય છે.

અસ્વીકરણ: હાલમાં, અમે ડિજિટ પર અમારી હેલ્થ પ્લાન સાથે આયુષના લાભ ઓફર કરી રહ્યાં નથી.

9. દાવાની સરળ પ્રક્રિયા

સામાન્ય રીતે, જ્યારે ક્લેમના સેટલમેન્ટની વાત આવે ત્યારે વીમા પ્રદાતાઓ બે વિકલ્પો ઓફર કરે છે. જે આ પ્રમાણે છે:

  •        કેશલેસ દાવાઓ માટે પતાવટ
  •        દાવાઓ માટે વળતર

તમે ગમે તે વિકલ્પ પસંદ કરો, ત્યારે તમારે ખાતરી કરવી આવશ્યક છે કે ક્લેમ સેટલમેન્ટ માટેની પ્રક્રિયા વધુ જટિલ ન હોય. મોટાભાગના વીમા પ્રદાતાઓ તેમની દાવાની પ્રક્રિયાને ઓનલાઈન શિફ્ટ કરી રહ્યા છે, જેથી દાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા  પહેલા કરતા વધુ સરળ બની ગઈ છે.

10. કંપનીની પ્રતિષ્ઠાની સમીક્ષા કરો

અંતમાં, તમે તમારા હેલ્થકેર પ્લાન માટે શ્રેષ્ઠ સેવાઓનો લાભ લઈ રહ્યા છો તેની ખાતરી કરવા માટે, Google સમીક્ષાઓ વગેરે દ્વારા સોશિયલ મીડિયા સાઇટ્સ પર તમારા વીમા પ્રદાતા માટે ગ્રાહકે કરેલ સમીક્ષાઓ અને પ્રશંસાપત્રો તપાસવાનું ભૂલશો નહીં.

માતાપિતા માટે આરોગ્ય વીમા હેઠળ શું આવરી લેવામાં આવતું નથી?

  • તે સુનિશ્ચિત કરવું અગત્યનું છે કે જેમ બને તેમ વધુમાં વધુ લાભો મેળવવા માટે તમને તમારા વીમા કવર વિશે પૂરતી જાણકારી છે. એવા કેટલાક ઉદાહરણો છે જેમાં દર્શાવેલ છે કે સામાન્ય રીતે કેટલીક સ્વાસ્થ્ય વીમા પૉલિસી હેઠળ તમારા માતા-પિતાને આવરી લેવામાં આવતાં નથી.
  • પ્રતીક્ષાનો સમયગાળો સમાપ્ત ન થાય ત્યાં સુધી વર્તમાનમાં થયેલી બિમારીઓના કારણે તબીબી સારવાર માટે થયેલા ખર્ચને વીમા પૉલિસી દ્વારા આવરી શકાતી નથી.
  • જો તમારા માતા-પિતા ડૉક્ટરની ભલામણ/પ્રિસ્ક્રિપ્શન વિના હોસ્પિટલમાં દાખલ થયા હોય, તો તમે તમારા વીમા કવચ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે લાયક રહેશો નહીં.

તમારે તમારા માતા-પિતા માટે સ્વાસ્થ્ય વીમા પૉલિસીની શા માટે જરૂર છે?

એક કોમ્પ્રિહેન્સીવ વીમા પૉલિસી દ્વારા તમે નીચેના લાભોનો આનંદ માણી શકો છો:

  • નબળી રોગપ્રતિકારક શક્તિ અને નીચા ચયાપચય દરને કારણે, વૃદ્ધ લોકો ચેપ લાગવા માટે વધુ સંવેદનશીલ હોય છે જે ઘણી વખત તેમને તેમના અમુક અંગની અપર્યાપ્ત કાર્યશીલતા દર્શાવે છે. આને માટે થતો નાણાકીય ખર્ચ ઘટાડવા માટે, તમારે તમારા માતા-પિતા માટે સ્વાસ્થ્ય વીમા કવચ મેળવવું જોઈએ.
  • ખાતરી કરો કે મળતી વીમાની રકમનો ઉપયોગ કરીને તમારા માતાપિતાની કોઈપણ તબીબી સ્થિતિની સારવાર માટે ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવે છે.
  • ઘણી સંસ્થાઓ વીમાની રકમનું રિફિલ ઑફર કરે છે, જેમાં સમાપ્ત થયેલી રકમનું વર્ષમાં એકવાર નવીનીકરણ કરી શકાય છે, જેના દ્વારા તમે તમારો તમે નાણાકીય બોજ ઘટાડી શકો છો.
  • તબીબી સારવાર માટેના ખર્ચની રિકવરી પ્રક્રિયાથી કોઈ નાણાકીય બોજ ન હોવાને કારણે માનસિક તાણમાં ઘટાડો થાય છે.

માતાપિતા માટે આરોગ્ય વીમો તમને કેવી રીતે લાભ આપે છે?

સ્વાસ્થ્ય વીમા પૉલિસી તમારા માતા-પિતાને થતી બીમારીઓ દરમ્યાન લેવામાં આવતી તબીબી સારવાર માટે થતા ખર્ચ માટેની કટોકટીની સ્થિતિમાં નાણાકીય બોજને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આવા સમયે તમે તમારી ઉપર લાદવામાં આવતા ખર્ચના બોજ વિશે વિચાર્યા વિના પ્રિયજનની રિકવરી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

ઉપરાંત, તમે આવી વીમા પોલિસીના પ્રીમિયમની ચુકવણી માટે ફાળવેલ કુલ આવક પર કર માફીનો આનંદ પણ માણી શકો છો. જો તમારા માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ છે, તો તમારી કુલ કરપાત્ર આવક પર રૂ.50,000 આપવામાં આવે છે. 60 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતા માટે, તમે રૂ. 25,000 સુધીની રિબેટ મેળવવાનો દાવો કરી શકો છો.

માતાપિતા માટે આરોગ્ય વીમા યોજના કેવી રીતે ખરીદવી?

સ્વાસ્થ્ય વીમા પૉલિસી પસંદ કરવાથી તમને તબીબી વિસંગતતાની સ્થિતિમાં આર્થિક રીતે સુરક્ષિત રહેવામાં મદદ મળે છે. મોટાભાગના વીમા પ્રદાતાઓ વેરિફિકેશન અને પ્રીમિયમ ચૂકવણીને આધીન આવી પોલિસીઓ ઓનલાઈન ઓફર કરે છે.

તમારી જરૂરિયાતોને અનુરૂપ સ્વાસ્થ્ય વીમા પૉલિસી માટે અરજી કરવા માટે તમે નીચેની પ્રક્રિયાને અનુસરી શકો છો. પ્રથમ, ઉપરના પરિબળોને જોઈને તમારી માટે યોગ્ય વીમા પ્રદાતાને પસંદ કરો.

દા.ત., જો તમે તમારા વીમા પ્રદાતા તરીકે કોઈ ડીજીટ પસંદ કરો, તો તમે સ્વાસ્થ્ય વીમા પૉલિસી માટે અરજી કરવા માટે નીચેના પગલાંને અનુસરી શકો છો:

 

  • સ્ટેપ-1 – તેમની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો, તમારો પીન કોડ દાખલ કરો (તમારા શહેર માટે) અને એવા સભ્યોને પસંદ કરો કે જેમના માટે તમને વીમા પૉલિસીની જરૂર છે. આ કિસ્સામાં, તમારે તમારા માતાપિતાને લાગુ પડતા વિકલ્પો સર્વપ્રથમ પસંદ કરવા જોઈએ.
  • સ્ટેપ-2 - ત્યારબાદ, તમારા માતાપિતાના જન્મદિવસ વગેરે વિગતો દાખલ કરો.
  • સ્ટેપ-3 –સંપર્ક માટેની વિગતો દાખલ કરો.
  • સ્ટેપ- 4 –વીમાની રકમ પસંદ કરો.
  • સ્ટેપ- 5 –જરૂરી વ્યક્તિગત વિગતો ભરો.
  • સ્ટેપ-6 – રજુ કરેલ દરેક વિગતોની સમીક્ષા કરો, પોલિસી બ્રેક-અપ તપાસો, વગેરે.
  • સ્ટેપ- 7 –પ્રીમિયમ ઓનલાઈન ચૂકવો

આ મુજબના પગલાંઓ પૂર્ણ થયા પછી, બધી વિગતો અને દસ્તાવેજોની ચકાસણી બાદ તમારી આરોગ્ય વીમા પૉલિસી ટૂંક સમયમાં સક્રિય થઈ જશે.

દેશમાં વધતા તબીબી ખર્ચ અને છૂટક મોંઘવારીના ભારણમાંથી બચવા માટે તમારા માતાપિતા માટે આરોગ્ય વીમા યોજના પસંદ કરવી મહત્વપૂર્ણ છે. તમે તેમના સ્વાસ્થ્યને વિસ્તૃત સારવાર અને નિર્ધારિત પ્રીમિયમ ખર્ચને અન્ય ઘણા એડ-ઓન લાભો દ્વારા અસરકારક રીતે સુરક્ષિત કરી શકો છો.

ભારતમાં માતા-પિતા માટે આરોગ્ય વીમા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું મારા વરિષ્ઠ નાગરિક માતા-પિતાને ફેમિલી ફ્લોટર વીમા યોજનામાં સામેલ કરી શકું?

ના, ફેમિલી ફ્લોટર વીમા યોજનાઓ ફક્ત 60 વર્ષથી ઓછી ઉંમરના સભ્યો માટે જ હોય છે.

મારા માતા-પિતા માટે હેલ્થકેર કવરની પસંદગી કરવાનું શા માટે લાભદાયક છે?

જ્યારે ઉચ્ચ વય ધરાવતા જૂથોની વ્યક્તિઓ માટે વીમા પૉલિસીની વાત આવે ત્યારે ઘણા વીમા પ્રદાતાઓ પાસે ફરજિયાત સહ-ચુકવણી બાબતે કલમો હોય છે. એટલા માટે તમારા માતાપિતા માટે શક્ય તેટલી વહેલી તકે આરોગ્યસંભાળ નીતિઓ પસંદ કરવી હિતાવહ છે.

હું સ્વાસ્થ્ય વીમા પૉલિસી હેઠળ મારા માતાપિતાના કવરેજને કેવી રીતે વધારી શકું ?

તમે ટોપ-અપ કવર શોધી શકો છો જે તમને સ્વતંત્ર કવર પસંદ કરવાને બદલે તમારા માતાપિતાના કવરેજને વધારવાની મંજૂરી આપે છે.