આજના સમયમાં એક તરફ મેડિકલ ઈનોવેશન/તબીબી સંશોધને સુધારેલ હેલ્થકેર પ્રણાલીઓની પહોંચ પુરી પાડી છે, તો બીજી તરફ એ જ હેલ્થકેર સુવિધાઓનો ખર્ચ આસમાને પહોંચી ગયો છે. અનેક કિસ્સામાં આ ખર્ચ સામાન્ય લોકો માટે પરવડે તેમ નથી.
આવી ઇકોસિસ્ટમમાં હેલ્થ ઈન્શ્યુરન્સ એ બીમારીના સમયે અને અણધારી હેલ્થકેર જરૂરિયાતો દરમિયાન નાણાકીય નુકસાન સામે આપણું રક્ષણ છે.
હેલ્થ ઈન્શ્યુરન્સના મહત્વને જોતાં અત્યંત આવશ્યક છે કે હેલ્થકેર પોલિસી હંમેશા એક્ટિવ/સક્રિય હોવી જોઈએ કારણકે આપણને ક્યારે તેની જરૂર પડી શકે છે તે કોઈ જાણતું નથી. આથી સમયસર હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ભરવું અત્યંત મહત્ત્વનું છે.
દરેકનું જીવન અનેક પ્રકારે વ્યસ્ત હોઈ શકે છે અને ભૂલમાં પ્રીમિયમની ચૂકવણી ન થવાની પણ સંભાવનાઓ રહેલી છે.
ઈન્શ્યુરન્સ કંપનીઓ આ ભૂલભર્યા માનવીય વર્તનને ધ્યાનમાં લે છે અને તેથી પ્રીમિયમ ચૂકવણીની ચૂકી ગયેલી તારીખ પછી ચોક્કસ સમયગાળા સુધી પોલિસી સક્રિય રાખવાની મંજૂરી આપે છે.
આ વધારાનો વિસ્તૃત કરી આપેલ સમયગાળો હેલ્થ ઈન્શ્યુરન્સના સંદર્ભમાં "ગ્રેસ પીરિયડ" તરીકે ઓળખાય છે.
જોકે ગ્રેસ પીરિયડ દરમિયાન તમામ લાભ આગળ વધારી આપવામાં આવે છે પરંતુ ગ્રેસ પીરિયડ દરમિયાન તેના માટે દાવો કરી શકાતો નથી.
વિવિધ ઈન્શ્યુરન્સ પ્રદાતાઓ અને વિવિધ પ્રકારની પોલિસીઓનો આ ગ્રેસ પીરિયડ અલગ-અલગ હોય છે. જોકે આ સમય સામાન્ય રીતે 15-30 દિવસની વચ્ચે હોય છે અને તે પોલિસીના નિયમો અને શરતોમાં ઉલ્લેખિત પણ હોય છે. હેલ્થ ઈન્શ્યુરન્સ પૉલિસી ખરીદતા પહેલા તમે તેને ધ્યાનથી વાંચો તેની ખાતરી કરો.
તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતા તમારી પ્રીમિયમની ચૂકવણીમાં ચૂક માટે આ ગ્રેસ પીરિયડ આપે છે પરંતુ પ્રીમિયમની ચૂકવણી માટે ગ્રેસ પીરિયડના એક્સટેન્શનની રાહ જોવી ચોક્કસપણે સારો વિચાર નથી. અહીં તેના માટે કેટલીક મુખ્ય ખામીઓ એટલેકે ગેરફાયદા વર્ણવાયા છે:
ડિજિટ પર અમે સમજીએ છીએ કે હેલ્થ ઈન્શ્યુરન્સ કવર કેટલું મહત્વનું છે તેથી જ પોલિસીનું સાતત્ય જાળવી રાખવા માટે અમે ગ્રેસ પીરિયડ પ્રદાન કરીએ છીએ.
જો વીમાધારક વ્યક્તિએ હપ્તામાં એટલે કે અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે પ્રીમિયમની ચુકવણી કરવાનું પસંદ કર્યું હોય તો નીચેની શરતો લાગુ થશે:
પોલિસી અવધિના અંતે પોલિસી સમાપ્ત થશે અને પોલિસીમાં બ્રેક લીધા વિના લાભ ચાલુ રાખવા માટે તેને ગ્રેસ પીરિયડની અંદર રિન્યૂ કરી શકાય છે. ગ્રેસ પીરિયડ દરમિયાન કવરેજ ઉપલબ્ધ નથી.
ડિજિટ પર હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ધારક તરીકે તમને પ્રાપ્ત થતા કેટલાક વધુ લાભ અહીં દર્શાવાયા છે:
તમારા હલ્થ ઈન્શ્યુરન્સનું પ્રીમિયમ સમયસર ભરવામાં ચૂકી જવાથી ઘણા બધા સ્તરે ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે. હેલ્થની અનિશ્ચિતતા, ફરી એક વાર રાહ જોવાના સમયગાળામાંથી પસાર થવાની ઝંઝટ અને અન્ય ઘણા લાભો સમાપ્ત થવાથી તમારા હેલ્થ ઈન્શ્યુરન્સનું પ્રીમિયમ સમયસર ચૂકવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ખાસ કરીને જો વીમાધારક કોઈ બીમારી અથવા વેઈટીંગ પીરિયડની જરુર હોય તેવી બીમારીથી પીડાતો હોય તો ચોક્કસથી તમારૂં હેલ્થ પ્રીમિયમ સમયસર ચૂકવવું અને ગ્રેસ પીરિયડમાં ન સરકવાની આવશ્યકતા રહેલી છે.