સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવવાની વાત આવે છે, ત્યારે તમારી પાસે અમુક ગૂંચવણમાં મુકતી શરતો પર સ્પષ્ટતા હોવી અતિઆવશ્યક છે.
ખાસ કરીને, જ્યારે કો-પે, ડિડક્ટિબલ અને કો-ઇન્સ્યોરન્સ જેવી શરતોની વાત આવે છે ત્યારે યોગ્ય માહિતી વિનાની વ્યક્તિ ખૂબ જ જલદી મૂંઝાઈ શકે છે.
ચિંતા કરશો નહીં, અમે તમને આવરી લીધા છે!
અમે તમને અહિં કો-ઇન્સ્યોરન્સ, ડિડક્ટિબલ અને કો-પેનો અર્થ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પર તેની અસરો વિશે બધું સમજાવીશું.
ચાલો એક નજર કરીએ!
કો-પેનો મતલબ છે કે પોલિસીધારકોએ જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટ માટેના કુલ ખર્ચનો એક નિશ્ચિત ભાગ પોતે ઉઠાવવો પડે અને બાકીનો હિસ્સો ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ દ્વારા ઉઠાવવામાં આવે છે. કો-પે નિશ્ચિત રકમ અથવા મેડિકલ ખર્ચની નિશ્ચિત ટકાવારી તરીકે હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે, જો તમારી ઇન્સ્યોરન્સ પોલિસી મેડિકલ ખર્ચના રૂ. 2000ની કો-પે કલમ સાથે આવે છે અને સારવારનો કુલ ખર્ચ રૂ. 10,000 છે તો તમારે સારવાર પેટે રૂ. 2000 ચૂકવવાના રહેશે, જ્યારે બાકીના રૂ. 8000 ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આવરી લેવામાં આવશે.
આ સિવાય, જો કો-પે કલમ હેઠળ તમારે કુલ ખર્ચના 10% કવર કરવાની જરૂર હોય, તો તમારે રૂ. 1000 જ ચૂકવવાના રહેશે અને બાકીના 90% (રૂ. 9000) ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે.
ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ કો-પેના ફીચર્સ નીચે મુજબ સૂચિબદ્ધ કરી શકાય છે:
શૂન્ય કો-પેમેન્ટનો અર્થ છે કે સારવારના ખર્ચની સંપૂર્ણ રકમ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર દ્વારા ઉઠાવવામાં આવે છે.
ડિજિટ ઇન્સ્યોરન્સ 0% કો-પેમેન્ટ સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રદાન કરે છે અને વ્યક્તિ દ્વારા કરવામાં આવતા સમગ્ર મેડિકલ ખર્ચને આવરી લેવાય છે.
વિશે વધુ જાણો:
પોલિસીધારકોએ ઇન્સ્યોરન્સ પોલિસી તેમની મેડિકલ ટ્રીટમેન્ટમાં યોગદાન આપવાનું શરૂ કરે તે પહેલાં ચૂકવવાની નિશ્ચિત જરૂરી રકમને ડિડક્ટિબલ્સ કહેવાય છે. ડિડક્ટિબલ ચૂકવણી માટેના ધારાધોરણો પ્રતિ વર્ષ કે પ્રતિ સારવાર, વગેરે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, જો તમારી પોલિસીમાં રૂ. 5000નું ડિડક્ટિબલ ફરજિયાત છે તો તમારે તમારા સારવાર ખર્ચના શરૂઆતી રૂ. 5000 ચૂકવવાના રહેશે અને બાદમાં તમારી ઇન્સ્યોરન્સ પોલિસીનું કવરેજ શરૂ થશે.
ડિડક્ટિબલ્સની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે:
હેલ્થ ઇન્સ્યોરન્સ ડિડક્ટિબલ વિશે વધુ જાણો .
કો-ઇન્સ્યોરન્સ મેડિકલ ખર્ચની ટકાવારીનો સંદર્ભ આપે છે, જે તમારે ડિડક્ટિબલ રકમ ચૂકવ્યા પછી સહન કરવી પડે છે. આ રકમ સામાન્ય રીતે નિશ્ચિત ટકાવારી તરીકે ઓફર કરવામાં આવે છે. તે હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળના કો-પેમેન્ટની ક્લોઝ સમાન છે.
ઉદાહરણ તરીકે, જો તમારું કો-ઇન્સ્યોરન્સ 20% છે, તો તમે મેડિકલ ખર્ચના 20% સહન કરવા માટે જવાબદાર હશો જ્યારે બાકીના 80% તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ દ્વારા ઉઠાવવામાં આવશે.
એટલે કે, જો કોઈ ચોક્કસ રોગની સારવાર માટે તમારો ખર્ચ રૂ. 10,000 છે, તો તમારે રૂ. 2000 ચૂકવવા પડશે અને રૂ. 8000 તમારી ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા આવરી લેવામાં આવશે. આ રકમની ગણતરી સામાન્ય રીતે તમારા ડિડક્ટિબલ્સની ચૂકવણી કર્યા પછી કરવામાં આવે છે.
નીચે કો-ઇન્સ્યોરન્સ પ્લાનની કેટલીક વિશેષતાઓ વર્ણવી છે:
હવે ઉપરોક્ત સમજણ સાથે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી માટે આ દરેક શરતોનો અર્થ શું છે તેનો ખ્યાલ આવી જ ગયો હશે તો, ચાલો આ દરેક વચ્ચેના તફાવતો પર એક નજર કરીએ.
ત્રણેય કોસ્ટ-શેરિંગ વિકલ્પોનો સારાંશ નીચે આપેલા કોષ્ટકમાં આપવામાં આવ્યો છે:
ધારો કે કોઈ વ્યક્તિ પાસે 10% કો-પે સાથેની રૂ. 5 લાખની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે અને તેના પર રૂ. 5000 ડિડક્ટિબલ છે.
ડિડક્ટિબલ સાથે, તેની પાસે 10% કો-ઇન્સ્યોરન્સ કલમ પણ છે. જો કોઈ ચોક્કસ રોગની સારવારમાં રૂ. 10,000નો ખર્ચ આવશે તો આ કલમોમાંથી તેની જવાબદારીઓ હશે:
કો-પે |
ડિડક્ટિબલ |
કો-ઇન્સ્યોરન્સ |
મેડિકલ ખર્ચના 10%. ધારોકે સારવારનો ખર્ચ રૂ. 10,000 છે. આમ, સારવાર દરમિયાન મેડિકલ ખર્ચના રૂ. 1000 પોલિસીધારકે અને બાકીના રૂ. 9000 ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા આવરી લેવામાં આવશે. |
અહીં, રૂ. 5000 ડિડક્ટિબલ છે, જે પોલિસીધારકે તેની સારવાર માટે પહેલા ચૂકવવા પડશે. પોલિસી ધારક દ્વારા પોતાનો રૂ. 5000 હિસ્સો ચૂકવ્યા બાદ પોલિસી કવરેજ શરૂ થશે. |
ડિડક્ટિબલ ચૂકવણી કર્યા પછી ઘણીવાર પોલિસીઓ પર લ્પ-ઇન્સ્યોરન્સ વસૂલવામાં આવે છે. જો સારવારનો ખર્ચ રૂ. 10,000 અને ડિડક્ટિબલ રૂ. 5000 ચૂકવવામાં આવ્યા છે, પોલિસી બાકીના રૂ. 5000ને આવરી લેશે. રૂ. 5000માંથી, પોલિસીધારકે રૂ. 5000ના 10% એટલે કે રૂ. 500 કો-ઇન્સ્યોરન્સ કલમ હેઠળ ચૂકવવા પડશે. બાકીના રૂ. 4500 ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા આવરી લેવામાં આવશે. |
કો-પે અને ડિડક્ટિબલ ક્લોઝ વચ્ચેનો તફાવત નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યો છે:
પેરામીટર |
કો-પે |
ડિડક્ટિબલ |
લાગુ કરવાના ધોરણો |
પોલિસીધારકોએ તેમના સારવારના ખર્ચ માટે ચૂકવવાનો નિશ્ચિત હિસ્સો કો-પે છે જ્યારે બાકીનો હિસ્સો ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ દ્વારા ઉઠાવવામાં આવે છે. તે મેડિકલ ખર્ચની નિશ્ચિત રકમ અથવા નિશ્ચિત ટકાવારી તરીકે ગણવામાં આવે છે. |
ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રોવાઈડર્સનું યોગદાન શરૂ કરતાં પહેલાં પોલિસીધારકોએ સહન કરવી પડતી નિશ્ચિત રકમ ડિડક્ટિબલ છે. આ રકમ તમારા મેડિકલ બિલના મોટા ભાગને આવરી લે છે. |
પ્રીમિયમ પર અસર |
કો-પેની મોટી રકમ સાથે, પોલિસીધારકોનું પ્રીમિયમ ઓછું થઈ શકે છે. |
ડિડક્ટિબલ પોલિસીધારકોને ઓછું પ્રીમિયમ રકમ ચૂકવવાની પણ મંજૂરી આપે છે. |
કો-ઇન્સ્યોરન્સ કલમ |
કો-પેનો ઉપયોગ ઘણીવાર કો-ઇન્સ્યોરન્સ સાથે એકબીજાના બદલે થાય છે. |
પોલિસીધારકોએ ઘણી વખત તેમની પોલિસીના ડિડક્ટિબલ ભાગને ચૂકવ્યા પછી કો-ઇન્સ્યોરન્સની ચૂકવણી કરવી પડે છે. |
અમલીકરણ |
કો-પે કલમ માત્ર ચોક્કસ હેલ્થકેર સર્વિસો પર જ વસૂલવામાં આવે છે. |
વ્યક્તિની સારવારના ખર્ચમાં ઇન્સ્યોરન્સ પોલિસી યોગદાન આપવાનું શરૂ થાય તે પહેલાં ડિડક્ટિબલ લાગુ કરવામાં આવે છે. |
કેટલીકવાર વૈકલ્પિક રીતે ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં, કો-પે અને કો-ઇન્સ્યોરન્સમાં અમુક તફાવત છે. કો-ઇન્સ્યોરન્સ વિ. કો-પે શું છે તે જાણવા માટે, ચાલો નીચે આપેલા કોષ્ટક પર એક નજર કરીએ:
પેરામીટર |
કો-પે |
કો-ઇન્સ્યોરન્સ |
લાગુ કરવાના ધોરણો |
મેડિકલ ટ્રીટમેન્ટમાં થતા કુલ ખર્ચનો તમારો ચૂકવવાનો થતો પૂર્વ-નિર્ધારિત નિયત હિસ્સો છે. આ મેડિકલ ખર્ચની નિશ્ચિત રકમ અથવા નિશ્ચિત ટકાવારી તરીકે આપી શકાય છે. |
કો-ઇન્સ્યોરન્સ માટેની વાસ્તવિક રકમ બદલાય છે પરંતુ, તમારી સારવાર માટે તમારે જે ખર્ચો ઉઠાવવાની જરૂર છે તેની ટકાવારી કો-ઇન્સ્યોરન્સ કલમ મુજબ નિશ્ચિત રહે છે. |
ચૂકવણી પદ્ધતિ |
કો-પે કલમ સાથે, તમારે કોઈપણ મેડિકલ સર્વિસ લેવી હોય ત્યારે તમારે પેમેન્ટનો એક ભાગ ચૂકવવાની જરૂર રહેશે. |
તમારા ડિડક્ટિબલને આવરી લીધા પછી તબીબી સેવાઓ માટે કો-ઇન્સ્યોરન્સ ચૂકવવાની જરૂર રહેશે. |
ચૂકવણીનો સમય |
કો-પે કલમ હેઠળ, તમારે ટ્રીટમેન્ટ માંગતી વખતે ખર્ચ વહન કરવાની જરૂર રહેશે. |
તમે તમારી સારવાર માટે જે રકમ ચૂકવો છો તે તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ દ્વારા બિલ કરવામાં આવે છે અને તમારે તેમને જ સીધી ચૂકવણી કરવાની રહેશે. |
ડિડક્ટિબલ પર અસર |
માત્ર ચોક્કસ સંજોગોમાં જ ડિડક્ટિબલ્સ માટે કો-પેની ગણતરી થાય છે. |
ડિડક્ટિબલ્સ બાદ જ કો-ઇન્સ્યોરન્સ ચૂકવવામાં આવે છે. |
હવે તમે કો-પે અને ડિડક્ટિબલ વચ્ચેના તફાવતો અને કો-પે અને કો-ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવતો સમજી ગયા હશો, ત્યારે હવે કો-ઇન્સ્યોરન્સ અને ડિડક્ટિબલ વચ્ચેનો તફાવત સમજવો સરળ હશે. આ તફાવતાના કેટલાક મુદ્દાઓ નીચે મુજબ છે.
પેરામીટર |
કો-ઇન્સ્યોરન્સ |
ડિડક્ટિબલ |
લાગુ કરવાના ધોરણો |
તે રોગની સારવાર માટે કરવામાં આવતા કુલ ખર્ચની પોલિસીધારકોએ સહન કરવી પડતી અમુક નિશ્ચિત ટકાવારી છે, જ્યારે બાકીની રકમ કે ભાગ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ દ્વારા આવરી લેવામાં આવે છે. |
ઇન્સ્યોરન્સ ધારકોએ તેમની ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા યોગદાન શરૂ થાય તે પહેલાં મેડિકલ ટ્રીટમેન્ટના ખર્ચને આવરી લેવા માટે ચૂકવવાની નિશ્ચિત રકમ એટલે ડિડક્ટિબલ. |
ચૂકવણી મર્યાદા |
જ્યારે પણ તમે તમારી ઇન્સ્યોરન્સ પોલિસી સામે ક્લેમ કરો છો ત્યારે કો-ઇન્સ્યોરન્સ ચૂકવવામાં આવે છે. |
તમે નિર્ધારિત રકમ ચૂકવી દો પછી એક વર્ષ માટે ડિડક્ટિબલ માટેની ચૂકવણી સમાપ્ત થાય છે. તમારે ફરીથી આવતા વર્ષે ડિડક્ટિબલ રકમ ચૂકવવાની જરૂર રહેશે. |
ચૂકવણીની રકમની વિવિધતા |
કો-ઇન્સ્યોરન્સ માટે ચૂકવવામાં આવતી રકમ સારવાર પાછળ થતા ખર્ચના આધારે બદલાય છે. |
ડિડક્ટિબલ માટેની રકમ નિશ્ચિત રહે છે. |
જોખમ પરિબળ |
રિસ્ક ફેક્ટરની વાત આવે ત્યારે કો-ઇન્સ્યોરન્સ વધુ જોખમ ધરાવે છે કારણકે તમારે સારવારના ખર્ચની ચોક્કસ ટકાવારી સહન કરવી પડશે. જો સારવાર માટે ખર્ચ વધુ હોય તો આ આ રકમ નોંધપાત્ર વધુ હોઈ શકે છે. |
ડિડક્ટિબલ્સ જવાબદારી નથી કારણ કે સારવારનો ખર્ચ ગમે તેટલો હોય ચૂકવણીની રકમ નિશ્ચિત છે. |
આમ, હવે જ્યારે આપણે કો-પે, કો-ઇન્સ્યોરન્સ અને ડિડક્ટિબલ અને તેમના તફાવતો શું છે તે વિશે લાંબી ચર્ચા કરીને સમજ મેળવી ત્યારે મહત્તમ લાભો સાથેની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી વધુ સરળ બનશે.
વિશે વધુ જાણો:
કો-પે, ડિડક્ટિબલ અને કો-ઇન્સ્યોરન્સ કોસ્ટ-શેરિંગ મુદ્દાઓ છે પરંતુ તેને લાગુ કરવાથી તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં એકંદરે ઘણો ફરક પડી શકે છે.
ડિડક્ટિબલ અને કો-ઇન્સ્યોરન્સ કલમો મોટાભાગે એક જ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ એકસાથે લાગુ કરવામાં આવે છે પરંતુ, કેટલાક ઇન્સ્યોરન્સ પ્લાન એકસાથે કો-પેમેન્ટ અને ડિડક્ટિબલ કલમોનો પણ અમલ કરે છે.
જો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પણ આવું જ કરે છે, તો તમારા માટે તેનો અર્થ શું હશે, આવો જાણીએ-
જો તમે આવી ખર્ચ-શેરિંગ શરતોવાળી પોલિસી પસંદ કરશો તો કાગળ પર તમારી પ્રીમિયમની ચૂકવણીમાં ચોક્કસથી ઘટાડો થશે, પરંતુ પોલિસી પ્રત્યેની તમારી જવાબદારી ચોક્કસથી વધશે. તબીબી કટોકટી ઊભી થશે ત્યારે તમારે ખર્ચના એક ચોક્કસ ભાગનું વહન કરવાનું જ રહેશે. જો તમારી પાસે હાથમાં સરળતાથી રોકડ ઉપલબ્ધ ન હોય તો આ કપરી સ્થિતિમાં મુશ્કેલીઓ તરફ દોરાઈ શકો છો.
આમ આવી કોસ્ટ-શેરિંગ શરતો ન લાદેલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન વધુ ફાયદાકારક રહેશે. ભારતમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રદાન કરવામાં આવતી અનેક અઢળક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓમાંથી તમે સરળતાથી એવી પોલિસી શોધી શકો છો જે તમારી જરૂરિયાતોને અસરકારક રીતે અનુરૂપ હોય.
તમારી આવશ્યકતાઓને અનુરૂપ એક પોલિસીનો લાભ લેવા માટે દરેક પોલિસીના તમામ નિયમો અને શરતોને ચકાસીને ખાતરી કરો!