Third-party premium has changed from 1st June. Renew now
ભારતમાં ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓ
શું તમે હાલમાં યોગ્ય બાઇક અથવા સ્કૂટર મોડલની પસંદગી કરવાની મુંજવણમાં છો? આ વિચારની સાથે તમારે આ નવા વાહન માટે ઇન્શ્યુરન્સ પૉલિસી વિશે પણ વિચાર કરવો પડશે.
1988ના મોટર વ્હીકલ એક્ટ મુજબ, ભારતના રસ્તાઓ પર દોડતા તમામ ટુ-વ્હીલર્સ અને કાર માટે હંમેશા માન્યતા પ્રાપ્ત ઇન્શ્યુરન્સ કવરેજ હોવું આવશ્યક છે. આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં કસૂરવારને રૂ. 4000 સુધીનો ભારે દંડ થઈ શકે છે.
મોટાભાગના કિસ્સાઓમાં, જ્યારે તમે ટુ-વ્હીલર ડીલરશીપ પાસેથી વાહન ખરીદો ત્યારે ઇન્શ્યુરન્સ પોલિસી સાથે જ આપે છે. જો કે, તમે આવી ઓફરને નકારવા અને બજારની વિવિધ કંપનીઓ પાસેથી ડાયરેક્ટ તમારા ઇન્શ્યુરન્સ પ્લાન ખરીદવા માટે સ્વતંત્ર છો.
ભારતમાં ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી પર એક નજર કરીએ.
ભારતમાં ટુ- વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી
કંપનીનું નામ | સ્થાપના વર્ષ | હેડ ક્વાર્ટર (નું સ્થળ) |
નેશનલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1906 | કલકત્તા |
ગો ડીજીટ જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | બેંગ્લોર |
બજાજ એલાયન્ઝ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | પૂણે |
ચોલામંડલમ્ એમએસ જનરલ ઇન્શ્યુરન્સ કું. લિમિટેડ લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ભારતી એક્સા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
HDFC અર્ગો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2002 | મુંબઇ |
ફ્યૂચર જનરલી ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1919 | મુંબઇ |
ઇફ્કો ટોકિયો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | ગુરુગ્રામ |
રિલાયન્સ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
રોયલ સુંદરમ્ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ધી ઓરીએન્ટલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1947 | નવી દિલ્હી |
ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
એસબીઆઇ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
એકો (Acko) જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
નવી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
ઝુનો જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ (અગાઉ એડલવીઝ જનરલ ઇન્શ્યુરન્સ તરીકે ઓળખાતી) | 2016 | મુંબઇ |
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
કોટક મહિન્દ્રા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2015 | મુંબઇ |
લિબર્ટી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2013 | મુંબઇ |
મેગ્મા HDI જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | કલકત્તા |
રાહેજા QBE જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
શ્રીરામ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | જયપુર |
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1938 | ચેન્નાઈ |
યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ઇન્શ્યુરન્સ કંપની Vs. ઇન્શ્યુરન્સ એગ્રીગેટર્સ Vs. ઇન્શ્યુરન્સ બ્રોકર્સ
ઇન્શ્યુરન્સ કંપની | એગ્રીગેટર્સ | બ્રોકર્સ |
ઇન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા તમામ ઇન્શ્યુરન્સ પોલિસીઓનું પેકેજ અને માર્કેટિંગ કરવામાં આવે છે. ચોક્કસ પોલિસી સાથે જોડાયેલા તમામ લાભો અને સુવિધાઓ આ કંપનીઓ તરફથી સીધી જ આવે છે. | એગ્રીગેટર્સ દરેક પોલિસી સંબંધિત ચોક્કસ માહિતી સાથે ભારતમાં કાર્યરત તમામ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓના નામોની યાદી આપે છે. | બ્રોકર્સ એવી વ્યક્તિઓ/એન્ટિટી છે જે ઇન્શ્યુરન્સ કંપની અને ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી કરે છે. |
ભૂમિકા - ઇન્શ્યુરન્સ કંપનીઓ જેમ કે અકસ્માતો, ચોરી અને તેના જેવી અન્ય ઈમરજન્સી દરમિયાન પોલિસી ધારકો માટે પૂરતા નાણાકીય લાભ સાથે ગુણવત્તાયુક્ત ઇન્શ્યુરન્સ પોલિસી બનાવે છે. | ભૂમિકા - સરખામણી અને સંશોધન હેતુઓ માટે સંભવિત પોલિસી ધારકોને તમામ ઉપલબ્ધ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પોલિસીઓ વિશે માહિતી પ્રદાન કરવી. | ભૂમિકા - બ્રોકર્સ ઇન્શ્યુરન્સ કંપનીઓ વતી ઇન્શ્યુરન્સ પોલિસીઓનું વેચાણ કરે છે અને સામે દરેક વેચાણ પર કમિશન મેળવે છે. |
નોકરીદાતા - કોઇ દ્વારા પ્રાયોજીત નથી | એગ્રીગેટર્સ એ થર્ડ પાર્ટી છે જેઓ બજારમાં કાર્યરત કોઈપણ ઇન્શ્યુરન્સ કંપનીઓ સાથે કોઈ જોડાણ ધરાવતા નથી. | બ્રોકર્સ મોટાભાગે ઇન્શ્યુરન્સ કંપની સાથે કાર્યરત હોય છે. વૈકલ્પિક રીતે, તેઓ કમિશન પ્રોગ્રામ દ્વારા આવી કંપનીઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. |
ઇન્શ્યુરન્સ કંપનીઓ તેમના પોલિસી ધારકો પાસેથી મેળવેલા તમામ માન્ય દાવાના સેટલમેન્ટ કરવા માટે સીધી રીતે જવાબદાર છે. જો કે, આ કંપનીઓ દાવાના સેટલમેન્ટ કરતા પહેલા માહિતીની ચકાસણી કરવા માટે સ્વતંત્ર છે. | લાગુ પડતું નથી | લાગુ પડતું નથી |
ભારતમાં આ ઇન્શ્યુરન્સ કંપનીઓના નામ અને અન્ય માહિતી જાણવી પૂરતી નથી. શ્રેષ્ઠ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પોલિસીનો લાભ લેતી વખતે વ્યક્તિએ વધારાની વિગતો પણ શોધવી/ચકાસવી જોઈએ.
ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીમાં ધ્યાનમાં રાખવા માટેના પરિબળો
ગુણવત્તાયુક્ત ઇન્શ્યુરન્સ પ્લાન નીચેની ફેસિલિટ અને સુવિધાઓ પ્રદાન કરશે. આવા પ્રોટેક્શન પ્લાન્સ પસંદ કરતી વખતે તમારે આ પરિબળોને ધ્યાનમાં રાખવા જોઈએ.
બ્રાન્ડની પ્રતિષ્ઠા – સૌથી પહેલું પરિબળ એક પ્રતિષ્ઠિત ઇન્શ્યુરન્સ પ્રોવાઇડરની શોધ કરવી, જેઓ થોડાક સમયથી આ સેક્ટરમાં કામગીરી કરી રહ્યાં હોય. ઇન્ટરનેટ પર કંપનીને નામ દ્વારા શોધો અને તેની ઇન્શ્યુરન્સ સર્વિસિસ મોટાભાગના ગ્રાહકોને સંતોષે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે યુઝર્સ રિવ્યૂ જુઓ. પોઝિટિવ રિવ્યૂ હાલના પોલિસીધારકો માટે એકંદરે સારો અનુભવ દર્શાવે છે.
ઇન્શ્યુરન્સ પ્રીમિયમ – ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પોલિસી મેળવવા માટે તમારે જે રકમ ચૂકવવાની જરૂર છે તે બીજું મુખ્ય પરિબળ છે જે ઘણીવાર યોગ્ય વીમાદાતા સંબંધિત નિર્ણયમાં મહત્વનો ભાગ ભજવે છે. તમે એગ્રીગેટર વેબસાઇટ પર અલગ-અલગ ભાવની સરખામણી કરી શકો છો. જોકે, પ્રીમિયમની સાથે આપવામાં આવતા કવરેજને ચોક્કસથી ચકાસો. તમારે પૈસા માટે બેસ્ટ વેલ્યૂ પ્રદાન કરતી પોલિસી પસંદ કરવાની જરૂર છે.
આઈઆરડીએઆઈ (IRDAI) માન્ય – ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા-એ એક સરકારી સંસ્થા છે, જે દેશમાં વીમા સેક્ટરના વિકાસની દેખરેખ રાખે છે. આઈઆરડીએઆઈ માન્ય કંપનીઓમાંથી પસંદગી કરવી શ્રેષ્ઠ છે કારણ કે આ કંપનીઓ આઈઆરડીએઆઈ દ્વારા દર્શાવેલી તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરે છે, પોલિસી ધારકો માટે પૂરતા લાભોની ખાતરી કરે છે.
નેટવર્ક ગેરેજ – મોટાભાગની ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓ સમગ્ર ભારતમાં અનેક ગેરેજ સાથે જોડાયેલી હોય છે. પોલિસીધારક આવા નેટવર્ક ગેરેજમાં રિપેરિંગ/સમારકામની માંગ કરે છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા કેશલેસ હોય છે. ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર, પોલિસી ધારકને વળતરની રાહ જોવડાયા વિના, સીધા જ ગેરેજ સાથે રિપેર/સમારકામ બિલની ભરપાઈ કરે છે. કોઈ ચોક્કસ ઇન્શ્યુરન્સ કંપની માટે ઉપલબ્ધ નેટવર્ક ગેરેજની સંખ્યા-એ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પ્લાન પસંદ કરતા પહેલા ધ્યાનમાં લેવાનું એક મહત્વનું સંબંધિત પરિબળ છે.
ક્લેમ સેટલમેન્ટનો રેશિયો – ઇન્શ્યુરન્સ પ્રોવાઇડરે પ્રાપ્ત થયેલા કુલ ક્લેમમાંથી સેટલ કરેલ ક્લેમની ટકાવારી એ સૂચવે છે કે ક્લેમની પતાવટ કરતી વખતે પ્રોવાઇડર ખૂબ કડક છે કે નહીં. કેટલીક કંપનીઓ વધુ પડતી ચકાસણી કર્યા વગર ઇન્શ્યુરન્સ ક્લેમ/દાવાનું સેટલમેન્ટ કરે છે, અન્ય કેટલાંકમાં પોલિસી ધારકોને તેમનું યોગ્ય વળતર મેળવવા માટે અનેક ચક્કર લગાવવા પડી શકે છે.
અનુકૂળ અને ઝડપી દાવાની પ્રક્રિયા – લોકો ઈમરજન્સી દરમિયાન ઇન્શ્યુરન્સ ક્લેમ ફાઇલ કરે છે. આવા સમયે, તમારે તમારી ઇન્શ્યુરન્સ કંપની પાસેથી તાત્કાલિક નાણાકીય સહાયની જરૂર હોય છે. તેથી, તમારે એક ઇન્શ્યુરન્સ કંપની પસંદ કરવાની જરૂર છે, જે તમે ક્લેમ દાખલ કર્યા પછી આ સહાયતા પુરી પાડવામાં વિલંબ ન કરે. હંમેશા એવી કંપનીઓને પ્રાધાન્ય આપો કે જે 24x7-કસ્ટમર કેર સપોર્ટ પૂરું પાડે છે કારણ કે અકસ્માતો કોઈપણ સમયે થઈ શકે છે.
અન્ય સામાન્ય ભૂલ જે ઘણા ગ્રાહકો કરે છે તે ઇન્શ્યુરન્સ કંપનીને બદલે થર્ડ-પાર્ટી સ્ત્રોતો પાસેથી ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદી છે. જો કે, ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર પાસેથી સીધી ખરીદી કરવી એ વધુ સમજદારીભર્યું પગલું છે.
કેમ? આવો જાણીએ!
ડાયરેક્ટ ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર્સ પાસેથી ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ શા માટે ખરીદવો?
મોટાભાગના લોકો ડીલરશીપમાંથી તેમના વાહનની સાથે ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ પ્લાન ખરીદવાનું વલણ ધરાવે છે, તેમ કરવું વધુ નફાકારક હોઈ શકે નહીં. ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર પાસેથી આવી પોલિસી લેવાના કેટલાક કારણો નીચે જણાવ્યા છે:
વધુ વિકલ્પો અથવા તમારી પસંદ – તમારી ખરીદીને અમુક પસંદગીની ઇન્શ્યુરન્સ કંપનીઓ સુધી મર્યાદિત રાખવાને બદલે, ઇન્શ્યુરન્સ કંપનીઓ પાસેથી ખરીદી કરવાથી તમે બધા ઉપલબ્ધ વિકલ્પોની તુલના કરી શકો છો. બીજી તરફ, ડીલરશીપ માત્ર એવા વીમાદાતાના પ્લાનની યાદી આપે છે જેમની સાથે તેઓ જોડાણ ધરાવે છે.
તમારી જરૂરિયાત મુજબ પોલિસીઓને કસ્ટમાઇઝ કરો – જ્યારે તમે થર્ડ–પાર્ટી સોર્સમાંથી ખરીદી કરો છો, ત્યારે તમારી પાસે તમારી આવશ્યકતાઓ અનુસાર કવરેજને ઑપ્ટિમાઇઝ કરવાની લગભગ કોઈ ક્ષમતા હોતી નથી કારણ કે તેઓ પ્રી-પેકેજ્ડ પોલિસીઓ વેચે છે. ઇન્શ્યુરન્સ કંપનીઓ પાસેથી સીધી ખરીદી તમને રાઇડર્સ અને વધારાના કસ્ટમાઇઝેશન વિકલ્પો દ્વારા પોલિસીમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે, જે તમારી જરૂરિયાતો અનુસાર દરેક પ્લાનને અનુરૂપ બનાવે છે.
તકોનું સંશોધન અને તુલના – વ્હિકલ ડીલરશીપ તમને બજારમાં ઉપલબ્ધ વિવિધ ઇન્શ્યુરન્સ પોલિસીઓ પર સંશોધન કરવા માટે સમય કે તક આપતી નથી. તેના બદલે, તેઓ તમારા વતી પ્લાન્સ પસંદ કરે છે. જો તમે આવી ઉતાવળમાં ખરીદી ટાળવાનું નક્કી કરો છો, તો તમે ઉપલબ્ધ પ્લાન પર સંશોધન કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. પ્લાન પસંદ કરતા પહેલા ફીચર્સ, પ્રીમિયમ દર/રેટ અને પોલિસીના અન્ય પાસાઓની તુલના કરો, જે તમને સૌથી વધુ અનુકૂળ આવે.
કોઇ વધારાનો ચાર્જ નહીં – તમે ડીલરશીપ પાસેથી ખરીદી કરો છો, ત્યારે તમે ચૂકવતા ઇન્શ્યુરન્સ પ્રીમિયમનો એક ભાગ આ મધ્યસ્થી પાર્ટી દ્વારા લેવામાં આવે છે, જ્યારે બાકીનું ઇન્શ્યુરન્સ કંપની પાસે જાય છે. આમ, ડીલરશીપ માટેનું કમિશન નક્કી કરાયેલા પ્રીમિયમ રેટમાં સામેલ છે. તમે સીધા ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર્સ પાસેથી પોલિસી ખરીદો ત્યારે આવા કોઈ વધારાના ચાર્જ વસૂલવામાં આવતા નથી, કારણ કે આવા કિસ્સાઓમાં કોઈ મધ્યસ્થી પાર્ટી હોતી નથી.
તમે તમારા ટુ-વ્હીલર માટે ઇન્શ્યુરન્સ પ્લાન કેવી રીતે ખરીદો છો તે ધ્યાનમાં લીધા વિના, આવી પોલિસીના નિયમો અને શરતો વાંચવી મહત્વપૂર્ણ છે. તમારા પોલિસી દસ્તાવેજોનો આ વિભાગ તમને કવરેજની મર્યાદાને સમજવામાં મદદ કરશે.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
તમારે બ્રોકરો પાસેથી ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ ખરીદવાનું કેમ ટાળવું જોઈએ?
ઇન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા બ્રોકર્સની નિમણૂક કરાય છે. તેથી, આવી વ્યક્તિઓ ફક્ત પોતાના અથવા કંપનીઓના ફાયદાઓને કારણે ઘણીવાર ચોક્કસ પોલિસી પર એકતરફી રજૂઆત રજૂ કરી શકે છે. તેઓ પોલિસીના વેચાણની ખાતરી કરવા માટે આવું કરે છે. વધુમાં, જ્યારે તમે બ્રોકર્સ અથવા ઇન્શ્યુરન્સ એજન્ટ પાસેથી ખરીદી કરો છો, ત્યારે તમારી પોલિસી પ્રીમિયમનો એક ભાગ આ વ્યક્તિઓને કમિશન તરીકે તેમના ખિસ્સામાં જાય છે. આમ, તેમને બાકાત રાખવાથી ઘણીવાર પોલિસી સસ્તા દરે મળી શકે છે.
ટુ વ્હીલર ઇન્શ્યુરન્સ કંપનીઓના સંદર્ભમાં આઈઆરડીએઆઈ (IRDAI) શું કરે છે?
આઈઆરડીએઆઈ ભારતમાં કાર્યરત ઇન્શ્યુરન્સ કંપનીઓના નિયમન માટે જવાબદાર સરકારી સંસ્થા છે. આવા તમામ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પ્રદાતાઓએ આઈઆરડીએઆઈ દ્વારા દર્શાવેલ માર્ગદર્શિકા અને ધોરણોનું પાલન કરવાની જરૂર છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી ભારે દંડ થઈ શકે છે. સરળ શબ્દોમાં, આઈઆરડીએઆઈ ખાતરી કરે છે કે ઇન્શ્યુરન્સ કંપનીઓ અને તેમની પોલિસીઓ ગ્રાહકો માટે પારદર્શક રહે, આ સેક્ટરના સર્વાંગી વિકાસની ખાતરી કરે છે.
તમારે વિવિધ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદતા પહેલા શા માટે સરખામણી કરવી જોઈએ?
ઉપલબ્ધ ટુ-વ્હીલર ઇન્શ્યુરન્સ પ્લાનની સરખામણી એ તમે યોગ્ય પોલિસી પસંદ કરી છે તેની ખાતરી કરવાનો સરળ રસ્તો છે. ઇન્શ્યુરન્સ પ્રીમિયમ રેટથી લઈને કવરેજ સમાવિષ્ટો સુધી, વ્યાપક સંશોધન શ્રેષ્ઠ-ઉપયોગી પોલિસીઓ મદદરૂપ બને છે. સદનસીબે, એગ્રીગેટર વેબસાઇટ તમને એક જ જગ્યાએ ઉપલબ્ધ તમામ પોલિસીઓ વિશે સંબંધિત માહિતી શોધવામાં મદદ કરી શકે છે.
શા માટે તમારી પસંદ કરેલી ઇન્શ્યુરન્સ કંપની પાસે નેટવર્ક ગેરેજની સંખ્યા વધારે હોવી જોઈએ?
વધારે સંખ્યામાં નેટવર્ક ગેરેજ એ ખાતરી કરાવે છે કે કેશલેસ રિપેરિંગ માટે તમે તમારા ટુ-વ્હીલરને તમારી આસપાસની આ ફેસિલિટીમાંથી એકમાં લઇ જઇ શકો છો. આ આઉટલેટ્સમાં, તમારા વીમાદાતા દ્વારા સમારકામ/રિપેરિંગના બિલોની સીધી જ પતાવટ કરવામાં આવે છે, જેમાં ભરપાઈ માટે દાવો/ ક્લેમ ફાઇલ કરવાની જરૂરિયાત હોતી નથી.