ભારતમાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ
ભારતમાં, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ વ્યક્તિ અથવા વ્યવસાયની ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરે છે. ક્રેડિટ રેટિંગ એક નિર્ણાયક પાસા તરીકે કામ કરે છે જેના આધારે ધિરાણ સંસ્થાઓ લોન અરજીઓની પુષ્ટિ અથવા અસ્વીકાર કરે છે.
ક્રેડિટ રેટિંગ એજન્સીઓ વિશે વિગતવાર જાણવા આગળ વાંચો!
ક્રેડિટ રેટિંગ એજન્સી શું છે?
ક્રેડિટ રેટિંગ એજન્સી વ્યક્તિની આવક અને ક્રેડિટ લાઇનના આધારે વ્યક્તિ અથવા વ્યવસાયની ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરે છે. ધિરાણકર્તાઓ ઉધાર લેનારાઓની પુન: ચુકવણી ક્ષમતા અને કોઈપણ સંકળાયેલ ક્રેડિટ જોખમોનું વિશ્લેષણ કરવા માટે ક્રેડિટ રેટ અથવા સ્કોરનો સંદર્ભ આપે છે. આ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સેબી એક્ટ, 1992ના સેબી રેગ્યુલેશન્સ, 1999 હેઠળ સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા અધિકૃત અને નિયંત્રિત છે.
આગામી સેગમેન્ટમાં ભારતની ટોચની 7 ક્રેડિટ રેટિંગ એજન્સીઓની ચર્ચા કરવામાં આવશે.
ભારતની ટોચની 7 ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કઈ છે?
મૂંઝવણમાં છો કે ભારતમાં કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી શ્રેષ્ઠ છે? અહીં, અમે આ દેશમાં ટોચની 7 સેબી પાસે નોંધાયેલ ક્રેડિટ રેટિંગ એજન્સીઓને લિસ્ટ કરી છે. જેમાં -
1. ક્રેડિટ રેટિંગ ઇન્ફર્મેશન સર્વિસ ઑફ ઇન્ડિયા લિમિટેડ (CRISIL)
1987માં સ્થપાયેલી આ ક્રેડિટ રેટિંગ એજન્સી ભારતમાં સૌથી જૂની છે. ભારત ઉપરાંત, તે યુએસએ, યુકે, ચીન, પોલેન્ડ, આર્જેન્ટિના અને હોંગકોંગ જેવા દેશોમાં કાર્યરત છે. CRISIL મુખ્યત્વે બજારની પ્રતિષ્ઠા, બજાર હિસ્સો, બોર્ડ અને ક્ષમતા અનુસાર વ્યાપારી સંસ્થાઓની ક્રેડિટ યોગ્યતા/ધિરાણપાત્રતાની ગણતરી કરે છે. વધુમાં, 2016થી CRISILએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેટિંગમાં વિસ્તરણ કર્યું છે અને 2017માં CARE ક્રેડિટ રેટિંગ એજન્સીમાં 8.9% હિસ્સો મેળવ્યો છે.
વધુમાં તેણે 2018માં રૂપિયા અને ડોલર બંને વર્ઝનમાં ફિક્સ્ડ-ઇન્કમ માર્કેટમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ના બેન્ચમાર્ક ઇન્વેસ્ટમેન્ટ પરફોર્મન્સ માટે પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યો હતો. CRISILનો પોર્ટફોલિયો સમાવેશ કરે છે:
યુનિટ લિંક્ડ ઇન્શ્યુરન્સ પ્લાન (ULIP) રેન્કિંગ
મ્યુચ્યુઅલ ફંડ રેન્કિંગ
CRISIL કો-એલિયેશન ઇન્ડેક્સ અને વધુ
નોંધાયેલ સરનામું અને કોન્ટેકટ વિગતો
ક્રિસિલ લિમિટેડ, ક્રિસિલ હાઉસ, સેન્ટ્રલ એવન્યુ, હિરાનંદાની બિઝનેસ પાર્ક, પવઈ, મુંબઈ: 400076
ટેલિફોન: + 91 (22) 33423000
ફેક્સ: + 91 (22) 33423810
ઈમેલ: info@crisil.com
2. ઈન્વેસ્ટમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઈન્ડિયા (ICRA)
1991માં સ્થપાયેલ ICRA એક પારદર્શક રેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને આપે છે-
કોર્પોરેટ ગવર્નન્સ રેટિંગ
મ્યુચ્યુઅલ ફંડ રેટિંગ
પરફોર્મન્સ રેટિંગ
માર્કેટ લિંક્ડ/બજાર સાથે સંકળાયેલા ડિબેન્ચર્સ
SME/એસએમઈ
પ્રોજેક્ટ અને પબ્લિક ફાઇનાન્સ
સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ રેટિંગ અને વધુ
ICRAએ 2017માં માર્કેટમાં લિસ્ટ થતા પહેલા મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ અને અન્ય કેટલીક ભારતીય નાણાકીય અને બેંકિંગ સેવા સંસ્થાઓ સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો હતો. ઉપરાંત, તે હાલમાં મૂડીઝના સૌથી મોટો શેરધારક છે. હાલમાં, તેની 4 પેટાકંપનીઓ છે, જેમાં નીચેની કંપનીનો સમાવેશ થાય છે:
કન્સલ્ટિંગ અને એનાલિટિક્સ
ડેટા સર્વિસિ અને KPO
ICRA લંકા
ICRA નેપાળ
રજિસ્ટર્ડ સરનામું અને કોન્ટેક્ટ ડિટેલ
1105, કૈલાશ બિલ્ડીંગ, 11મો માળ 26, કસ્તુરબા ગાંધી માર્ગ, નવી દિલ્હી: 110 001
ટેલિફોન: + 91 (11) 23357940 – 50
ફેક્સ: + 91 (11) 23357014
ઈમેલ: info@icraindia.com
3. ક્રેડિટ એનાલિસિસ એન્ડ રિસર્ચ લિમિટેડ (CARE)
1993માં કામગીરી શરૂ કરનાર, CARE ક્રેડિટ રેટિંગ એજન્સીની પ્રાદેશિક કચેરીઓ કોલકાતા, નવી દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, પુણે, અમદાવાદ, જયપુર, હૈદરાબાદ અને કોઈમ્બતુરમાં છે. તે 2 પ્રકારના બેંક લોન રેટિંગનું મૂલ્યાંકન કરે છે:
ટૂંકા ગાળાના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ
લાંબા ગાળાના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ
રોકાણકારો ક્રેડિટ જોખમો અને જોખમ-વળતરની અપેક્ષાઓ અંગેની જરૂરી માહિતી પસંદ કરવા માટે CAREની ક્રેડિટ રેટિંગનો ઉપયોગ કરે છે. વધુમાં, CARE સંસ્થાઓને રોકાણની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરે છે. તે આમને પણ રેટ કરે છે:
પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO)
રિન્યુએબલ એનર્જી સર્વિસ કંપનીઓ (RESCO)
રિયલ એસ્ટેટ
એનર્જી સર્વિસ કંપનીઓ (ESCO)
શિપયાર્ડ અને અન્યનું નાણાકીય મૂલ્યાંકન
CARE રેટિંગ્સ વેલ્યુએશન સેવાઓમાં મદદ કરે છે અને ઇક્વિટી, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને માર્કેટ-લિંક્ડ ડિબેન્ચર્સના વેલ્યુએશન પ્રદાન કરે છે. આ ઉપરાંત, CARE પોર્ટુગલ, મલેશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના 4 ભાગીદારો સાથે મળીને નવી આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી 'ARC રેટિંગ્સ' રજૂ કરી છે.
રજિસ્ટર્ડ સરનામું અને કોન્ટેક્ટ ડિટેલ
4થો માળ, ગોદરેજ કોલિઝિયમ, સોમૈયા હોસ્પિટલ રોડ, એવરર્ડ નગરની પાછળ, ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની પાછળ, સાયન (ઇ), મુંબઇ: 400 022
ટેલિફોન: + 91 (22) 566 02871/ 72/73
ફેક્સ: + 91 (22) 566 02876
ઈમેલ: care@careratings.com
4. એક્યુટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ
અગાઉ સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઇઝ રેટિંગ એજન્સી ઓફ ઇન્ડિયા (SMERA), એક્યુટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ તરીકે ઓળખાતી સંપૂર્ણ સર્વિસ ક્રેડિટ રેટિંગ એજન્સીની સ્થાપના, 2005માં કરવામાં આવી હતી. તેમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) ની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવા માટે 2 પ્રાથમિક શ્રેણીઓ છે:
બોન્ડ રેટિંગ
SME રેટિંગ્સ
વધુમાં, 2012 માં, Acuiteને BASEL-II ધોરણો હેઠળ બેંક લોન રેટિંગ્સ માટે એક્સટર્નલ ક્રેડિટ એસેસમેન્ટ ઇન્સ્ટિટ્યુશન (ECAI) તરીકે RBIની માન્યતા પ્રાપ્ત થઈ હતી.
રજિસ્ટર્ડ સરનામું અને કોન્ટેક્ટ ડિટેલ
યુનિટ નંબર 102, 1લો માળ, સુમેર પ્લાઝા, મરોલ મરોશી રોડ, મરોલ, અંધેરી (પૂર્વ), મુંબઈ: 400 059
ટેલિફોન: + 91 (22) 67141144/45
ફેક્સ: + 91 (22) 67141142
ઈમેલ: info@acuite.in
5. ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ (Ind-Ra)
1995માં સ્થપાયેલ, Ind-Raએ ફિચ ગ્રુપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે નીચેની સંસ્થાઓ માટે ક્રેડિટ રેટિંગ પ્રદાન કરે છે:
ઇન્શ્યુરન્સ કંપનીઓ
કોર્પોરેટ ઈશ્યુઅર્સ
બેંકો
નાણાકીય સંસ્થાઓ
પ્રોજેક્ટ ફાઇનાન્સ
મેનેજ્ડ/સંચાલિત ફંડ્સ
શહેરી સ્થાનિક સંસ્થાઓ
ફાઇનાન્સ અને લીઝિંગ કોર્પોરેશનો
સેબી સિવાય, ઈન્ડિયા રેટિંગ આરબીઆઈ અને નેશનલ હાઉસિંગ બેંક અધિકૃત છે એટલે છે કે નેજા હેઠળ છે. ઈન્ડિયા રેટિંગની અન્ય શાખાઓ દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ અને પૂણેમાં આવેલી છે.
રજિસ્ટર્ડ સરનામું અને કોન્ટેક્ટ ડિટેલ
વોકહાર્ટ ટાવર્સ, 4થો માળ, વેસ્ટ વિંગ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા ઈસ્ટ, મુંબઈ: 400 051
ટેલિફોન: + 91 (022) 40001700
ફેક્સ: + 91 (022) 40001701
ઈમેલ: investor.services@indiaratings.co.in
6. બ્રિકવર્ક રેટિંગ્સ (BWR)
2007 માં સ્થપાયેલ, બ્રિકવર્ક રેટિંગ્સને કેનેરા બેંક દ્વારા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે પ્રમોટ કરવામાં આવી છે. બ્રિકવર્ક રેટિંગ્સ સેબી ઉપરાંત આરબીઆઈ પાસે એક્સટર્નલ ક્રેડિટ એસેસમેન્ટ એજન્સી (ECAI) તરીકે રજિસ્ટર્ડ છે અને MSME, NCD અને NSIC રેટિંગ સેવાઓ આપે છે. બ્રિકવર્ક રેટિંગ્સની કાર્યકારી પદ્ધતિમાં ક્રેડિટ રેટિંગ્સ આપવા સહિતના નીચે મુજબના કામકાજનો સમાવેશ થાય છે:
બેંક લોન
કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ/મૂડી બજારના સાધનો
એસએમઈ/SMEs
મ્યુનિસિપલ કોર્પોરેશનો
રિયલ એસ્ટેટ રોકાણ
હોસ્પિટલો
MFI
એનજીઓ
શૈક્ષણિક સંસ્થાઓ
પ્રવાસન
આઈપીઓ/IPOs
MNRE
IREDA
વધુમાં, તે વિવિધ નાણાકીય સાધનો દ્વારા નિયંત્રિત વિવિધ રેટિંગ સિસ્ટમ્સ પ્રદાન કરે છે.
રજિસ્ટર્ડ સરનામું અને કોન્ટેક્ટ ડિટેલ
ત્રીજો માળ, રાજ અલકા પાર્ક, 29/3 અને 32/2, કાલેના અગ્રાહરા, બેનરઘટ્ટા રોડ, બેંગલુરુ: 560 076
ટેલિફોન: +91 (80) 4040 9940
ફેક્સ: +91 (80) 4040 9941
ઈમેલ: info@brickworkratings.com
7. ઇન્ફોમેરિક્સ વેલ્યુએશન એન્ડ રેટિંગ પ્રાઇવેટ લિમિટેડ
આ ક્રેડિટ રેટિંગ એજન્સીની સ્થાપના 2015માં ભૂતપૂર્વ ફાઇનાન્સ પ્રોફેશનલ્સ, બેન્કર્સ અને વહીવટી સેવા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી અને RBI દ્વારા માન્યતા પ્રાપ્ત છે. બ્યુરો તેમની રેટિંગ અને ગ્રેડિંગ સિસ્ટમ દ્વારા નીચેની સંસ્થાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન અને ક્રેડિટ યોગ્યતા મૂલ્યાંકન પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.
બેંકો
નાના અને મધ્યમ કદના એકમો (SMUs)
નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs)
મોટા કોર્પોરેટ
વધુમાં, તેનો હેતુ રોકાણકારો અને ધિરાણકર્તાઓ વચ્ચે તમામ પ્રકારની માહિતીની અસમપ્રમાણતાને ઘટાડવાનો છે. પારદર્શિતાને મુખ્ય નીતિ તરીકે જાળવી રાખીને, ઇન્ફોમેરિક્સ તેના ગ્રાહકોને વ્યાપક અને અધિકૃત અહેવાલો અને ક્રેડિટ રેટિંગ્સની ખાતરી આપે છે.
રજિસ્ટર્ડ સરનામું અને કોન્ટેક્ટ ડિટેલ
ફ્લેટ નંબર 104/108, 1લો માળ, ગોલ્ફ એપાર્ટમેન્ટ્સ, સુજાન સિંહ પાર્ક, નવી દિલ્હી: 110003
ટેલિફોન: + 91 (11) 24601142, 24611910, 24649428
ફેક્સ નંબર: + 91 (11) 24627549
ઈ-મેલ: vma@infomerics.com
ક્રેડિટ રેટિંગ એજન્સીનું શું કામ/કાર્ય છે?
આ એજન્સીઓની કાર્યપદ્ધતિમાં દેવાદારનું નિર્ણાયક નિરીક્ષણ અને તે મુજબના રેટિંગનો સમાવેશ થાય છે. સેબીની અધિકૃતતાને આધારે આ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સંસ્થાઓ, બિન-લાભકારી સંસ્થાઓ, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર, સિક્યોરિટીઝ, દેશો અને અન્ય સંસ્થાઓનું મૂલ્યાંકન અને રેટ કરી શકે છે.
ક્રેડિટ સ્કોરની ગણતરીમાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓને નીચે મુદ્દાઓ મુખ્ય પરિબળ ધરાવે છે. તેઓ છે:
નાણાકીય સ્ટેટમેન્ટ
ડેબિટ પ્રકાર
ઉધાર રેકોર્ડ અથવા ઇતિહાસ
ચુકવણી ક્ષમતા
પાછલી ચુકવણી પેટર્ન અને અન્ય
અત્રે નોંધનીય છે કે ક્રેડિટ રેટિંગ એજન્સી લોનની અરજી મંજૂર કરવી કે નહીં તે અંગે નાણાકીય સંસ્થાઓના નિર્ણયમાં દખલ કરતી નથી. તે રોકાણકારો માટે લોન મંજૂરી પ્રક્રિયાને વેગ આપવા અને સરળ બનાવવા માટે ક્રેડિટ રિપોર્ટ અને વધારાની માહિતી આપીને જ મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, એજન્સીઓ દ્વારા આપવામાં આવતી ક્રેડિટ રેટિંગ નાણાકીય બજારના નિયમોના માપદંડ તરીકે કામ કરે છે.
આ સાથે અહેવાલમાં અમે ભારતમાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓની વિગતવાર ચર્ચા સાથે અંત ભાગ સુધી પહોંચ્યા છીએ.
વારંવાર પૂછાતા પ્રશ્નો
ક્રેડિટ રેટિંગ એજન્સીઓ રેટિંગ્સ કેવી રીતે દર્શાવે છે?
ક્રેડિટ રેટિંગ એજન્સીઓ A-, AA+, AAA, A1+, A1- સહિતના ચિહ્નો અને પ્રતીકો સાથે લેટર/અક્ષર-આધારિત અથવા આલ્ફાન્યૂમેરિક સિસ્ટમનો ઉપયોગ કરે છે.
ક્રેડિટ રેટિંગ પ્રક્રિયા માટે કેટલો સમય જરૂરી છે?
ક્રેડિટ રેટિંગ એક જટિલ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે અને તેને પ્રાપ્તિની તારીખથી પૂર્ણ થવા માટે લગભગ 3 થી 4 અઠવાડિયાની જરૂર પડે છે.