1. સમયસર ચુકવણી કરો
તમારા ક્રેડિટ સ્કોરની ગણતરી કરવા માટે ક્રેડિટ બ્યુરો (જેમ કે સિબિલ) જે મુખ્ય પરિબળોનો ઉપયોગ કરે છે તેમાંનું એક છે કોઈપણ બાકી દેવાની સમયસર ચુકવણી. તમારા ક્રેડિટ સ્કોરને ઘટાડવા માટે અને પેનલ્ટીથી બચવા સમયસર EMI, ક્રેડિટ કાર્ડ અને લોનની બાકી ચૂકવણી કરો.
જો તમે સમયસર ચુકવણી ભૂલી જશો તો રિમાઇન્ડર્સ સેટ કરવાનું રાખો, જેથી કરીને તમે ક્યારેય ચુકવણી ભૂલો નહીં અથવા આ ચુકવણીઓમાં મોડું ન થાય.
2. તમારી ક્રેડિટની મર્યાદા સાથે શિસ્તબદ્ધ રહો
અન્ય પરિબળ કે જે તમારા ક્રેડિટ સ્કોર પર અસર કરે છે તેમાં સામેલ છે તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો (CUR). ધિરાણકર્તાઓ ઘણીવાર માને છે કે 30%થી વધુનો CUR એ ખરાબ સંકેત છે અને તમારો સ્કોર ઓછો કરશે. તેથી, આ લિમિટનું હંમેશા પાલન કરવાનો પ્રયાસ કરો.
આનો અર્થ એ છે કે તમારે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેની કુલ મર્યાદા સુધી ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને પ્રતિ માસ તમારી ક્રેડિટની મર્યાદાના માત્ર 30% સુધી ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે જો તમારી ક્રેડિટની મર્યાદા દર મહિને ₹1,00,000 હોય, તો તમારે તમારા ક્રેડિટ કાર્ડમાંથી ₹30,000 થી વધુનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આ મર્યાદા તમારી જરૂરિયાતો માટે પૂરતી ન હોય તો તમારા કાર્ડ ઈશ્યુઅર્સને તમારી ક્રેડિટની મર્યાદા વધારવા અરજી કરો અથવા બીજા કાર્ડનો વિકલ્પ પસંદ કરો.
3. જૂના ક્રેડિટ કાર્ડ રદ કરવાનું ટાળો
જૂના ક્રેડિટ કાર્ડ અને એકાઉન્ટ્સ સંભવિત ધિરાણકર્તાઓને દર્શાવે છે કે તમે તમારા બિલ સમયસર ચૂકવી રહ્યાં છો અને તે ક્રેડિટ બ્યુરો દ્વારા પોઝીટિવ માનવામાં આવે છે. તેથી, જો તમારી પાસે જૂના ક્રેડિટ કાર્ડ છે તો તમારી ક્રેડિટ હિસ્ટરી સુધારવા અને સારો ક્રેડિટ સ્કોર જાળવવા માટે શક્ય હોય ત્યાં સુધી તેને જાળવી રાખવાનો પ્રયાસ કરો.
4. ભૂલો માટે તમારા ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસો
તમારો ક્રેડિટ સ્કોર ઊંચો રહે તેની ખાતરી કરવા માટે તમારા ક્રેડિટ રિપોર્ટની નિયમિત સમીક્ષા કરો જેથી તમને ખબર પડે કે તેમાં શું છે. આ રીતે તમે તમારા સ્કોરને અસર કરતી કોઈ ભૂલો છે કે કેમ તે પણ તપાસી શકો છો (જેમ કે વહીવટી ભૂલો, કપટપૂર્ણ વ્યવહારો વગેરે) અને શક્ય તેટલી વહેલી તકે તેને સુધારી શકો છો.
ભારતીય રિઝર્વ બેંકે ભારતની તમામ લાયસન્સ પ્રાપ્ત ક્રેડિટ માહિતી કંપનીઓ માટે તમને તમારો ક્રેડિટ સ્કોર ઓનલાઇન તપાસવાની અને દર વર્ષે એક મફત ક્રેડિટ સ્કોર રિપોર્ટ પ્રદાન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમે તમારા ક્રેડિટ સ્કોરને એક કરતા વધુ વખત તપાસવા માંગતા હોવ તો મોટાભાગના ક્રેડિટ બ્યુરો પેઇડ માસિક અપડેટ્સ પણ ઓફર કરે છે.
5. યોગ્ય ક્રેડિટ મિશ્રણ જાળવો
તમારો ક્રેડિટ સ્કોર સારો રહે તેની ખાતરી કરવા માટે અસુરક્ષિત લોન અને સુરક્ષિત લોનના મિશ્રણને પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. અસુરક્ષિત લોનમાં ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જેવી બાબતોનો સમાવેશ થાય છે અને આ પ્રકારની ઘણી બધી લોન હોવી ધિરાણ આપતી સંસ્થાઓ નેગેટીવ સંકેત આપી શકે છે. બીજી તરફ, ધિરાણકર્તાઓ અને ક્રેડિટ બ્યુરો દ્વારા સુરક્ષિત લોન, જેમ કે ઓટો લોન અથવા હોમ લોનને વધુ પસંદ કરવામાં આવે છે.
અસુરક્ષિત અને સુરક્ષિત લોન તેમજ લાંબા અને ટૂંકા સમયગાળાની લોનના સારા મિશ્રણને પસંદ કરવાનો પ્રયાસ કરો. જોકે એ નોંધવું જરૂરી છે કે જેઓ વધુ સંખ્યામાં સુરક્ષિત લોન ધરાવે છે તેઓને ધિરાણ આપતી સંસ્થાઓ વારંવાર લોન આપવી પસંદ કરે છે.
6. એક સમયે બહુવિધ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાનું ટાળો
ધારો કે જો તમે હંમેશા તમારી ક્રેડિટ મર્યાદાની નજીક હોવ તો અથવા તમે ટૂંકા ગાળામાં ઘણી બધી લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો. તો આ કિસ્સામાં, તમને કદાચ "ક્રેડિટ હંગ્રી બિહેવિયર/credit hungry behaviour," તરીકે ઓળખવામાં આવશે અને તે પ્રદર્શિત કરશે કે તમે ક્રેડિટ પર વધુ નિર્ભર છો.
ક્રેડિટ બ્યુરો આવી અરજીઓને ટ્રેક કરશે અને આ વ્યક્તિની ક્રેડિટ યોગ્યતા ઘટાડતી ગણશે. અર્થાત તમારો ક્રેડિટ સ્કોર ઓછો થવાની સંભાવના છે.
આને ટાળવા માટે જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ લોન લેવાનો પ્રયાસ કરો અને ખાતરી કરો કે તમે તમારી ક્રેડિટ કાર્ડની મર્યાદાની નજીક ન આવો. ઉપરાંત બીજી લોન લેતા પહેલા એક લોનની ચુકવણી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. જો તમે વધારાના ક્રેડિટ કાર્ડ વિશે પૂછવા માંગતા હો, તો ઓનલાઇન "સોફ્ટ પૂછપરછ" કરવાનો પ્રયાસ કરો. સખત પૂછપરછ - જેમ કે ક્રેડિટ કાર્ડ કંપનીઓનો સીધો સંપર્ક કરવો - તમારા ક્રેડિટ સ્કોરને અસર કરશે.
7. તમારી લોન માટે લાંબી મુદત પસંદ કરો
લોન લેતી વખતે લાંબી મુદત પસંદ કરવાનો પ્રયાસ કરો. આનો અર્થ એ છે કે તમારી પાસે લોનની ચૂકવણી કરવા માટે વધુ સમય હશે અને EMI ઓછી હશે, જે તમારી તમામ ચૂકવણી સમયસર કરવું સરળ બનાવશે. આમ તમે ચૂકવણીમાં ડિફોલ્ટ થવાનું અથવા EMI માં ચૂક ટાળશો અને તમારો ક્રેડિટ સ્કોર ઓછો કરતા પરિબળોથી દૂર રહેશો.
8. સંયુક્ત ખાતાઓ અને અરજીઓથી સાવચેત રહો
સંયુક્ત ખાતાધારક બનવાનું ટાળવાનો પ્રયાસ કરો અથવા અન્ય કોઈએ લીધેલી લોન માટે સંયુક્ત અરજદાર બનવાનું ટાળો. આવી પરિસ્થિતિઓમાં જો તમારી ભૂલ ન હોય તો પણ તમને અસર થઈ શકે છે. જો અન્ય પક્ષ તરફથી ચૂકવણીમાં કોઈ ડિફોલ્ટ થશે તો તમારો ક્રેડિટ સ્કોર પણ ઘટશે.
જો તમારે સંયુક્ત ખાતું અથવા લોન લેવાની જરૂર હોય તો તમામ દેવાં અને લોન સમયસર ચૂકવીને તમારો સ્કોર ઘટાડવાનું ટાળી શકો છો.
9. શક્ય હોય તો તમારી ક્રેડિટ લિમિટ વધારો
જો તમારી બેંક અથવા ક્રેડિટ કાર્ડ કંપની તમારી ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવાની ઓફર કરે છે તો તેને નકારશો નહીં. આ વધારો તમારા સ્કોર પર હકારાત્મક અસર કરશે.
જોકે વધુ ક્રેડિટ લિમિટ હોવાનો અર્થ એ નથી કે તમારે વધુ પૈસા ખર્ચવાની જરૂર છે. વાસ્તવમાં તમારા ઉપયોગને ઓછો રાખવાથી તમારા સ્કોર પર વધુ સકારાત્મક અસર પડી શકે છે.
10. નામંજૂરી બાદ તરત જ ક્રેડિટ માટે અરજી કરવાનું ટાળો
જો તમે લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હોય અને આ અરજી નકારી દેવામાં આવી હોય, તો તમારે થોડા સમય માટે ક્રેડિટ માટે અરજી કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તમારી અરજીની માહિતી (અને તેનો અસ્વીકાર) તમારા ક્રેડિટ રિપોર્ટમાં રેકોર્ડ કરવામાં આવશે અને તમારો સ્કોર ઓછો કરી શકે છે.
જો તમે અન્ય બેંક અથવા ધિરાણ આપતી સંસ્થાનો સંપર્ક કરો છો તો તેઓ આ ઓછો સ્કોર અને અસ્વીકાર જોશે અને કદાચ બીજી વખત તમને નકારી કાઢશે જેથી તમારો સ્કોર વધુ ઘટશે. તેના બદલે તમારે ફરીથી અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર સુધરવાની રાહ જોવાનો પ્રયાસ કરવો જોઈએ.