જીવનસાથીનું નામ પાસપોર્ટમાં કેવી રીતે ઉમેરવું?
ઓનલાઈન સબમિશનની સગવડની શરૂઆતથી, પાસપોર્ટની અરજી અથવા ફરી ઈશ્યુ કરવાની પ્રક્રિયા ખૂબ સરળ બની છે.
જીવનસાથીનું નામ કેવી રીતે ઉમેરવું તને પરની વિસ્તૃત માહિતી અહીં છે.
નોંધ લો કે તમે જયારે તેની અરજી કરો ત્યારે તમારી પાસે જરૂરી દસ્તાવેજો રાખવા જરૂરી છે.
પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા અથવા બદલવા માટેની પ્રક્રિયા
પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા અથવા તેમનું નામ બદલવા, તમારે પાસપોર્ટને પુનઃ ઈશ્યુ કરવા માટે અરજી કરવાની રહેશે.
તમે આ પ્રર્કિયા બે રીતે કરી શકો છો -
ફોર્મનું ઓનલાઈન સબમીશન
ઈ-ફોર્મ સબમીશન.
ઓનલાઈન સબમીશનની પ્રક્રિયા
લગ્ન પછી જીવનસાથીનું નામ ઉમેરવા માટે પદ્ધતિસરની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનું વર્ણન અહીં નીચે આપેલ છે -
1. પાસપોર્ટ સેવાના ઓનલાઈન પોર્ટલ ની મુલાકાત લો અને તમારું રજીસ્ટ્રેશન કરાવો.
2. હવે તમારું આઈડી વાપરીને લોગીન કરો અને જીવનસાથીનું નામ ઉમેરવા માટે પાસપોર્ટના "નવા/ફરી ઈશ્યુ પાસપોર્ટ માટે અરજી કરો" પર ક્લિક કરો.
3. બધી સંબંધિત વિગતો આપો અને "સબમિટ" દબાવો.
4. તે પછી, એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે "ચૂકવણી કરો અને અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરો" પર ક્લીક કરો.
5. એસબીઆઈ ચલનમાંથી તમને ફાવે તે ચુકવણીની રીત, ઈન્ટરનેટ બેન્કિંગ અને ચુકવણીના પેજ ડેબિટ/ક્રેડિટ કાર્ડ વિકલ્પો પસંદ કરો અને જરૂરી ફી ચુકવો. પીઓ/પીઓપીએસકે/પીએસકે એપોઈન્ટમેન્ટ્સ માટે અગાઉથી શુલ્કની ઓનલાઈન ચૂકવણી ફરજીયાત છે.
6. "અરજી રસીદ પ્રિન્ટ" પર ક્લિક કરો. આ રસીદ નીચેની વિગતો ધરાવે છે:
એપોઈન્ટમેન્ટ નંબર
અરજી સંદર્ભ નંબર
ફોર્મના ઓફલાઈન સબમીશન માટેની પ્રક્રિયા
જે વ્યક્તિઓને એમ થતું હોય કે પાસપોર્ટમાં જીવનસાથીનું નામ કેવી રીતે ઉમેરવું તેના માટે પદ્ધતિસરની ફોર્મ સબમીશન પ્રક્રિયા નીચે આપેલી છે -
1. પાસપોર્ટ સેવા કેન્દ્રની વેબસાઈટ માંથી ઈ-ફોર્મને XML ફોર્મેટમાં ડાઉનલોડ કરો અને તેને જરૂરી વિગતો સાથે ભરો.
2. હવે પોર્ટલમાં લોગીન કરો અને આ XML ફાઈલ અપલોડ કરો.
3. ઓનલાઈન પ્રક્રિયામાં જણાવેલ છે તે મુજબ ચુકવણીના પેજ પર ચુકવણી પૂરી કરો. તે ઉપરાંત, ઉપર જણાવ્યું છે તે રીત મુજબ ચુકવણીની સ્લીપ ડાઉનલોડ કરો.
તમારા ઓનલાઈન કે ઓફલાઈન સબમિશન પછી એપોઈન્ટમેન્ટ વિગતો સાથે તમને એક એસએમએસ આવશે. અંતિમ પ્રક્રિયા માટે, તમારે અસલ દસ્તાવેજોના સેટ સાથે તમારી પાસપોર્ટની પ્રાદેશિક/રિજિયોનલ ઓફિસની મુલાકાત લેવાની રહેશે.
એટલે જ, જે વ્યક્તિઓને એમ થતું હોય કે તેમના પતિનું નામ પાસપોર્ટમાં કેવી રીતે ઉમેરવું તેઓ ઉપરના મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકે.
આ જ પગલાંઓ લાગુ પડશે જો તમને એમ થતું હોય કે તમારી પત્નીનું નામ તમારા પાસપોર્ટમાં કેવી રીતે ઉમેરવું.
જીવનસાથીનું નામ પાસપોર્ટમાં ઉમેરવા માટે ક્યા દસ્તાવેજો જરૂરી છે?
જીવનસાથીનું નામ પાસપોર્ટમાં ઉમેરવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે -
તમારો અસલ/મૂળભૂત પાસપોર્ટ.
તમારા પાસપોર્ટના પહેલા અને છેલ્લા પેજની નકલો.
નિરીક્ષણ /ઓબ્ઝર્વેશન પેજ.
ઈસીઆર અથવા નોન-ઈસીઆર પેજ.
ટૂંકી માન્યતાવાળા પાસપોર્ટમાં, તમારે માન્યતા પેજ પણ સબમિટ કરવું પડશે.
પાસપોર્ટમાં જીવનસાથીનું નામ બદલવા માટે સમાન દસ્તાવેજો જરૂરી છે અને પ્રક્રિયા પણ સમાન છે.
પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા માટેની ફી:
ઘટક | પેટા-ઘટક | શુલ્કો |
કોન્સુલર ફી | પાસપોર્ટ ફી | લાગુ પડતી પુખ્ત કેટેગરી મુજબ |
કોન્સુલર ફી | ભારતીય સમુદાય કલ્યાણ નિધિ | ₹ 221 |
સીકેજીએસ | સીકેજીએસ સેવા ફી | દરેક અરજીના ₹ 1470 |
સીકેજીએસ ફી | વૈકલ્પિક ફી | કુરિયર સેવા અને ટેક્સ્ટ મેસેજ |
કુલ | - | ₹1691 |
જીવનસાથીનું નામ પાસપોર્ટમાં ઉમેરવા માટેની પ્રક્રિયામાં તત્કાલ સેવા ઉપલબ્ધ છે. તે માટે વધુ ચાર્જ લાગે છે.
દરેક અરજદાર માટે અલગ ફી ચુકવવી ફરજીયાત છે. વ્યક્તિઓએ રોકડ અથવા ચેકથી ચુકવણી કરવાની નથી. ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા માટે વધારાનો સર્વિસ ચાર્જ લાગુ પડે છે.
જીવનસાથીનું નામ પાસપોર્ટમાં અપડેટ કરવા માટે કેટલો સમય લાગે છે?
નવીકરણ કરેલા પાસપોર્ટને મેળવવા માટે વધુમાં વધુ દિવસો જરૂરી છે. જો કે, પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની પ્રકિયાનો સમય વધુમાં વધુ 2 કલાક છે.
માટે, તમે જોઈ શકો છો કે, પાસપોર્ટમાં જીવનસાથીનું નામ બદલવાની પ્રક્રિયા બહુ જ ચોક્કસ છે. તમને આ પ્રક્રિયામાં મદદ કરવા માટે કેટલીયે થર્ડ-પાર્ટી વેબસાઈટ્સ અને સંસ્થાઓ છે.
જો કે, જયારે તમને એમ થતું હોય કે જીવનસાથીનું નામ પાસપોર્ટમાં કેવી રીતે ઉમેરવું ત્યારે સીઘી સરકારી પોર્ટલની મુલાકાત લેવી તે વધુ સલાહભર્યું છે. મુશ્કેલી વગરના અમલીકરણ માટે તમારે અરજી અથવા પુનઃ ઈશ્યુ કરવાના ફોર્મમાં આપેલી બધી વિગતો આપવી જોઈએ અને ચુકવણી કરવી જોઈએ.
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા માટે લગ્નનું પ્રમાણપત્ર ફરજીયાત છે?
ના, જીવનસાથીનું નામ ઉમેરવા માટે લગ્નનું પ્રમાણપત્ર પ્રદાન કરવું જરૂરી નથી જો તમે બંને ભારતીય છો.
શું પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા માટે પોલીસ વેરિફિકેશન જરૂરી છે?
ના, પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા માટે પોલીસ વેરિફિકેશન જરૂરી નથી.
શું મારે પાસપોર્ટમાં જીવનસાથીની રાષ્ટ્રીયતા દર્શાવવા માટે કોઈ પ્રત્યય/ઉપસર્ગ ઉમેરવો જરૂરી છે?
ના, ફક્ત તમારા જીવનસાથીનું નામ જરૂરી છે. રાષ્ટ્રીયતા દર્શાવવા કોઈ પ્રત્યય કે ઉપસર્ગ જરૂરી નથી.