Third-party premium has changed from 1st June. Renew now
ટુ વ્હીલર ઈન્શ્યોરન્સ રિન્યુઅલ ઓનલાઈન વિશે બધું જાણો
ટ્રાન્સપોર્ટેશનના વિવિધ પ્રકારો હોઈ છે, તેમ છતાં ટુ વ્હીલર વાહનો સૌથી વધુ અનુકૂળ વિકલ્પ ગણવામાં આવે છે, ખાસ કરીને ટ્રાફિકમાં.
વાહન ચલાવતા પહેલા, દરેક બાઇક સવારને તમામ ટ્રાફિક નિયમોની ખબર હોવી જોઈએ, સ્પીડ લિમિટ તપાસવી જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ અને તેના વાહન માટે જરૂરી ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પણ લેવો જોઈએ.
ભલે તમે નવું ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા હોવ અથવા જૂનું ઇન્શ્યોરન્સ રીન્યુ કરાવી રહ્યા હોવ, third-party two-wheeler insurance is mandatory by law.
બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ ઓનલાઇન વિકલ્પ શા માટે શ્રેષ્ઠ છે?
Bike Insurance પોલિસી એ નુકસાન, ચોરી, તોફાન અને હડતાલ, આતંકવાદ અને અન્ય કુદરતી આફતો સામે પ્રોટેક્શન આપે છે. પૉલિસીની સમાપ્તિની તારીખ પછી પણ તમારા બાઇકનું ઇન્શ્યોરન્સ કવર ચાલુ રાખવા માટે તમારે બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કરવું પડે છે.
સમાપ્તિની તારીખ એ સમય સૂચવે છે કે જ્યાંથી તમારી વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસી અમલમાં નહિ રહે. બાઇક ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ કાં તો સમાન નિયમો અને શરતો પર થઈ શકે છે અથવા તમે કેટલાક એડ-ઓન્સ સાથે પોલિસીમાં ફેરફાર કરી શકો છો.
કોઈપણ બ્રેક વિના બાઇક માટે પોલિસી રિન્યૂ કરવાથી પોલિસી હોલ્ડરને અમુક બોનસ મળશે. તે ત્યારે જ લાગુ થાય છે જ્યારે પાછલી પોલિસીમાં કોઈ ક્લેઇમ કરવામાં ના આવ્યો હોય.
બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે વિવિધ ઓપશન
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યૂ કરવા માટે તમે નીચેના બે માંથી કોઈ એક ઓપશન પસંદ કરી શકો છો:
# એ જ ઈન્શ્યોરન્સ પોલિસી રાખવી: જો તમે તમારી બાઇક માટેની વર્તમાન પોલિસીથી સંતુષ્ટ છો, તો તમારે તે જ ઈન્શ્યોરન્સ સાથે કામ કરવું જોઈએ. અને હા, નો-ક્લેમ બોનસ ગુમાવવાનું ટાળવા માટે રીન્યુઅલ સમયસર સારી રીતે કરાવવું.
સમાપ્તિ પહેલા પ્રીમિયમ બરાબર જમા કરો. તે એટલા માટે કારણ કે પોલિસી ત્યારે જ અમલમાં રહેશે જ્યારે ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરાશે.
# નવા ઈન્શ્યોરન્સ લ્યો: જો તમે ખરાબ સેવાઓને કારણે વર્તમાન ઇન્શ્યોરન્સ કંપનીથી નાખુશ હોવ, તો તમે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને બદલી શકો છો. નવી ઈન્શ્યોરન્સ કંપની બાઇકને ઇન્શ્યોરન્સ આપતા પહેલાં તેનું નિરીક્ષણ કરશે.
પ્રોપોઝર તમામ માહિતી ઓનલાઈન આપી શકે છે અને માંગ્યા મુજબ પ્રીમિયમ ચૂકવી શકે છે. હાલની પોલિસી માટે પ્રીમિયમ ભારત પહેલા આ સમગ્ર પ્રક્રિયા પુરી થવી જરૂરી છે.
બાઇક ઇન્શ્યોરન્સ પોલિસી રિન્યુ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો
બાઇક પોલિસી રિન્યુ કરતા પહેલા તેના પર વિચાર કરવો નકામું નથી. શું આપણે કંઈપણ ખરીદતા પહેલા બે વાર તેના પર વિચાર નથી કરતા, ખાસ કરીને જ્યારે તે લાંબા ગાળાના ઉપયોગ માટે હોય?
તેવી જ રીતે, તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનું રીન્યુઅલ કરતાં પહેલાં તમારે ધ્યાનમાં લેવાની કેટલીક બાબતો નીચે પ્રમાણે છે:
નવી ઇન્શ્યોરન્સ કંપનીને પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
હાર્ડવેરનું કામ કરતા ઘણા લોકો છે પરંતુ તેમાંથી માત્ર થોડાક લોકોનું જ વેચાણ સારું થાય છે. અન્ય કોઈપણ વસ્તુની જેમ, ઘણી બધી ઇન્શ્યોરન્સ કંપનીઓ છે પરંતુ માત્ર થોડી જ કંપની એવી છે જે તમને સારો ફાયદો કરવી શકે છે.
નવી ઇન્શ્યોરન્સ કંપનીને પસંદ કરતી વખતે ઘણા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ. તેમાંના થોડા નીચે પ્રમાણે છે:
# તમારી સગવડતા ધ્યાનમાં રાખો: નવી ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવી સરળ છે પરંતુ જાણો અને વિચાર કરો કે તેને પસંદ કરવું તમને મોંઘુ ન પડે.
# ક્લેઇમના રીવ્યુ વિશે વાંચો: તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓના ઓનલાઇન ફીડબેક જાણો. ઘણી એવી કંપનીઓ છે જે તમને ઈન્શ્યોરન્સ વિશે ડિટેઇલમાં જાણકારી આપશે.
# ઈન્શ્યોરન્સની નાણાકીય સ્થિતિ ચકાસો: જો તમે ઈન્શ્યોરન્સ કંપનીની નાણાકીય સ્થિતિ ચકાસશો તો તે સારું રહેશે. આ માહિતી તમને તેમની વેબસાઇટ પર સરળતાથી મળી જશે.
# પ્રોડક્ટ્સની તુલના કરો: ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ તપાસો અને તેની તુલના કરો. જો તે તમને સંતોષકારક લાગે તો જ તમારે નવી ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવાનું વિચારો.
બાઇક ઇન્શ્યોરન્સ ઓનલાઇન રિન્યૂ કરવાના મુખ્ય કારણો
તમે ઈન્સ્યોરન્સને ઓનલાઈન પ્લેટફોર્મ વડે સરળતાથી રિન્યુ કરી શકો છો. પોલિસીને ઓનલાઇન રિન્યુ કરવાના ઘણા ફાયદા છે જેમ કે,
# સમય બચાવનાર: બ્રાઉઝ કરવા અને સરખામણી કરવા માટે ઓનલાઇન એક સરળ વિકલ્પ છે. ઘણા બધા વિકલ્પોમાંથી પસંદ કરવા માટે તે અનુકૂળ અને સરળ છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે સમય બચાવે છો.
# પ્રીમિયમ ઓછું હોઈ છે: ઇન્શ્યોરન્સ પૉલિસીને ઓનલાઈન પસંદ કરવી ઘણી સસ્તી છે. તેનું કારણ એ છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ ડિલિવરી ચેનલ અને અન્ય માધ્યમો પર ખર્ચવામાં આવતા નાણાં બચાવે છે.
# ઝડપી અને સરળ: ઓનલાઈન પોલિસી ખરીદવી ઝડપી અને સરળ છે. આ માધ્યમથી તમે પોલિસીઓની સરખામણી માત્ર થોડા સમયમાં કરી શકો છો.
# રીવ્યુ: તમને ઇન્શ્યોરન્સ કંપની અથવા તેના પ્રોડક્ટ્સ વિશે રીવ્યુ અને ઝડપી માહિતી મળે છે. તમે પ્રોડક્ટ વિશે વિવિધ લોકોના અભિપ્રાયો અને સૂચનો પણ મેળવી શકો છો.
# ઝંઝટ-મુક્ત સેવા: ઓનલાઈન મોડ એજન્ટો અથવા બ્રોકર્સથી મુક્ત છે. તમે સીધું વીમા કંપનીઓ સાથે સંપર્ક કરી શકો છો. આથી, ઓનલાઈન પોલિસી ખરીદતી વખતે તમને શૂન્ય મુશ્કેલી અને સંપૂર્ણ પારદર્શિતા મળે છે.
બાઇક ઈન્સ્યોરન્સ ઓનલાઈન કેવી રીતે રિન્યુ કરવું?
- પગલું 1 - બાઇક ઇન્શ્યોરન્સ પેજ પર જાઓ, તમારા વાહનના પ્રોડક્શન, મોડેલ, વેરિઅન્ટ, નોંધણી તારીખ ભરો. 'ગેટ ક્વોટ' દબાવો અને તમારી પસંદગીનો પ્લાન પસંદ કરો.
- પગલું 2 - Third-party bike insurance અથવા Comprehensive bike insurance વચ્ચે પસંદ કરો.
- પગલું 3 - અમને તમારી પાછલી વીમા પૉલિસી વિશે વિગતો આપો- સમાપ્તિની તારીખ, છેલ્લા વર્ષમાં કરવામાં આવેલ ક્લેઇમ, No Claim Bonus વગેરેની વિગત ભરો
- પગલું 4 - તમને તમારા પ્રીમિયમ માટે ક્વોટ મળશે. જો તમે સ્ટાન્ડર્ડ પ્લાન પસંદ કર્યો હોય તો તમે એડ-ઓન પસંદ કરીને, IDV સેટ કરીને તેને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો. તમે આગલા પેજ પર ફાઇનલ પ્રીમિયમ જોશો.