યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સ

માત્ર ₹752 થી શરૂ થતી યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સ પૉલિસી તપાસો

Third-party premium has changed from 1st June. Renew now

source

શું તમે યામાહા ફસ્કિનો ખરીદવાનું વિચારી રહ્યા છો? જો હા તો, સ્કૂટર ખરીદતા પહેલા તમારે ગાડીની સાથે જરૂરી લેવી પડેતી ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસીની વિશેષતાઓ ચકાસવાનું અવશ્ય રાખો!

જાપાની ઓટોમોબાઈલ નિર્માતા, યામાહાનું ભારતીય બજાર કાયમ ખીલેલું રહે છે. ભારતીયોના પ્રવાસી વર્ગને ધ્યાનમાં રાખીને બ્રાન્ડની સ્કૂટર્સની શ્રેણીને ખાસ કરીને ફસ્કિનોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

ફસ્કિનો તેની ડિઝાઇન, સુવિધાઓ, માઇલેજ અને એકંદર હેન્ડલિંગ સહિત તેના તમામ પાસાઓને પ્રભાવિત કરે છે. રંગ વિકલ્પોની શાનદાર શ્રેણી સાથે, યામાહાએ સ્કૂટરને ખરેખર બંને પુરૂષ-સ્ત્રી જાતિઓ માટે બનાવ્યું છે.

કોઈપણ માલિક માટે આવા તમામ વાહનોની જેમ યામાહા ફસ્કિનોનો ઈન્શ્યુરન્સ ધ્યાને લેવાનો નિર્ણય પણ વાહન ખરીદીમાં નિર્ણાયક ભાગ ભજવે છે. માલિકોએ તેમના સ્કૂટર ખરીદીના નિર્ણયની સાથે જ આવી પોલિસી ખરીદવા અંગે નિર્ણય કરવો જોઈએ. ધ્યાનમાં રાખો કે મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ઈન્શ્યુરન્સ વિના વાહન ચલાવવું ફોજદારી ગુનો છે. આ ગુના માટે રૂ. 2000 અને પુનરાવર્તિત ગુના માટે રૂ. 4000નો દંડ થઈ શકે છે.

જોકે હાથ પરના આ વિષયથી વિમુખ થયા વિના, યામાહા ફસ્કિનોની કેટલીક આકર્ષક સુવિધાઓ પર અહીં એક નજર કરીએ!

યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?

યામાહા ફસ્કિનો માટે ઈન્શ્યુરન્સ પ્લાનના પ્રકાર

થર્ડ પાર્ટી કોમ્પ્રેહેન્સિવ

અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને હાનિ/નુકસાન

×

થર્ડ પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન

×

વ્યક્તિગત અકસ્માત કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ

×

તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રેહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હીલર ઈન્શ્યુરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો ટુ વ્હીલર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ દાવાની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજના નેટવર્ક દ્વારા તમે કેશલેસ અથવા ભરપાઈ સમારકામનો વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.

ડિજિટ ઈન્શ્યુરન્સ ક્લેમ કેટલી ઝડપથી પતાવટ થાય છે? તમારી ઈન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યાં છો! ડિજિટનો ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

યામાહા ફસ્કિનોની પ્રભાવશાળી વિશિષ્ટતાઓ

ફસ્કિનો ભારતમાં યામાહાના ટુ-વ્હીલર પોર્ટફોલિયોમાં અસરકારક રીતે નેતૃત્વ કરી રહ્યું છે. લોકો માટે બનાવવામાં આવેલ આ ખાસ બાઇકમાં ખરેખર અદભૂત સ્પેસિફિકેશન છે અને તે શાનદાર પ્રદર્શન પણ આપે છે. નીચે સૂચિબદ્ધ કેટલીક સુવિધાઓ પર એક નજર નાખો -

  • સિંગલ-સિલિન્ડર 113cc એન્જિન ધરાવે છે.
  • તે 7500rpm પર 7bhp પાવર અને 5000rpm પર 8.1Nm સુધીનો ટોર્ક જનરેટ કરી શકે છે.
  • સ્કૂટર 5.2-લિટરની ફ્યુઅલ ટાંકી સાથે આવે છે અને લગભગ 66 kmplની માઇલેજ આપે છે.

આવી આકર્ષક સુવિધાઓ અને વધુ સાથે ફસ્કિનો ભારતમાં સૌથી વધુ લોકપ્રિય સ્કૂટર છે. જોકે તેના માલિક તરીકે, તમારા માટે સ્કૂટર ચલાવતી વખતે ઊભી થતી જવાબદારીઓ સામે કોમ્પ્રેહેન્સિવ નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે.

તો આવો જાણીએ ફસ્કિનો ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસીના લાભ વિશે.

શ્રેષ્ઠ ઈન્શ્યુરન્સ પોલિસી મેળવો તેની ખાતરી કરવા માટે બજારમાં સૌથી વધુ ફાયદાકારક ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસી ઓફર કરતી શ્રેષ્ઠ કંપનીની શોધ કરવી યોગ્ય છે.

ડિજિટની સુવિધાઓ, લાભો અને સેવાઓની શ્રેણીની પસંદગી તમારા તરફથી એક શ્રેષ્ઠ સમજદાર પસંદગી બની શકે છે!

યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સ માટે ડિજિટ શા માટે પસંદ કરો?

જો તમે આશ્ચર્ય પામી રહ્યા હોવ કે શા માટે ડિજિટ કંપની પાસેથી તમારે ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદવી જોઈએ, તો નીચેના પોઈન્ટર્સ એકવખત અવશ્ય ધ્યાનમાં લેવા:

ગ્રાહકો માટે પોલિસીની પૂરતી પસંદગી - ડિજિટ તમને માત્ર એક ઉત્પાદન સુધી મર્યાદિત કરતું નથી. તેના બદલે અમે તમારી નાણાકીય પૃષ્ઠભૂમિ, જરૂરિયાતો અને અન્ય પરિબળોના આધારે તમારા માટે પસંદગી માટે થોડા વિકલ્પો પ્રદાન કરીએ છીએ. અહીં અમે ઓફર કરતા કેટલાક પ્લાન અહિં છે:

  • થર્ડ-પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસી - આ મૂળભૂત પોલિસીમાં વીમાદાતા તમારા સ્કૂટર સાથેના અકસ્માતને કારણે અસરગ્રસ્ત અન્ય પક્ષકાર (વ્યક્તિગત, વાહનની મિલકત)ને નાણાકીય સહાય આપે છે. જોકે આવી પોલિસી તમારા વાહન માટે કોઈ નાણાકીય સહાય પૂરી પાડતી નથી.
  • કોમ્પ્રેહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસી - આ સર્વાંગી સુરક્ષાનો સંદર્ભ આપે છે, જ્યાં વીમાદાતા ત્રીજા પક્ષકારોને તેમજ પોલિસીધારકને અકસ્માતો દરમિયાન પોતાના સ્કૂટરના નુકસાનની ભરપાઈ માટે નાણાકીય સહાય આપે છે. વધુમાં આવા પ્લાન ચોરી કવર અને કુદરતી અને માનવસર્જિત આફતો સામે રક્ષણ સાથે પણ આવે છે.

તમે તમારા ફસ્કિનો માટે ઓન-ડેમેજ કવર પણ પસંદ કરી શકો છો. આ વિશિષ્ટ પ્લાન માત્ર એવા વાહન માલિકો માટે જ ઉપલબ્ધ છે કે જેમણે સપ્ટેમ્બર 2018 પછી તેમનું સ્કૂટર ખરીદ્યું છે. વધુમાં આ ઇન્શ્યુરન્સ માટેની બાઇક નવી ખરીદેલી હોવી જોઈએ, સેકન્ડ હેન્ડ ખરીદી માન્ય નથી. ઓન ડેમેજ પ્રોટેક્શન એ પોલિસીનો સંદર્ભ આપે છે જ્યાં તમે પ્લાનના થર્ડ પાર્ટી લાયાબિલિટીના ભાગ વિના કોમ્પ્રેહેન્સિવ કવરેજ લાભો મેળવી શકો છો.

ડિજિટ પર તમારી પાસે આ ત્રણમાંથી કોઈપણ એક પ્લાન પસંદ કરવાની તક છે. અમે તમને કાળજીપૂર્વક દરેક મુદ્દા અને જરૂરિયાતોને ધ્યાનમાં લેવા વિનંતી કરીએ છીએ!

  • નેટવર્ક ગેરેજની મોટી સંખ્યા - ડિજિટ સમગ્ર દેશમાં વિશાળ નેટવર્ક ગેરેજની શ્રેણી સાથે જોડાણ ધરાવે છે. તેથી, જો હાલના પોલિસીધારકને રસ્તા પર અચાનક અકસ્માતનો સામનો કરવો પડે છે, તો તેઓ ક્ષતિગ્રસ્ત સ્કૂટરને કેશલેસ સમારકામ માટે આમાંથી એક કેન્દ્ર પર લઈ જઈ શકે છે. આ ગેરેજમાં તમે પહેલા ચૂકવણી કર્યા વિના અને પછીથી ભરપાઈની રાહ જોયા વિના, સીધા જ ઈન્શ્યુરન્સ કવરનો ક્લેમ કરી શકો છો.
  • વધુ સારી નાણાકીય સુરક્ષા માટે તમારું IDV વધારો - જો તમે વાહનની ચોરી અથવા તમારા સ્કૂટરને ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન વિશે ચિંતિત હોવ તો ખાતરી કરો કે તમે આ પ્રશ્નના સમાધાન માટે પોલિસીમાં રહેલ IDVમાં વધારો કર્યો છે. ડિજિટ તમને મુક્તપણે આ વધારો કરવાની મંજૂરી આપે છે જેથી કરીને આવી કમનસીબ ઘટનાઓના કિસ્સામાં તમે મહત્તમ નાણાકીય સહાય મેળવી શકો.
  • ઓનલાઈન ઈન્શ્યુરન્સ ખરીદી અને રિન્યૂઅલ - ડિજિટ તમારી ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ પોલિસીને ઓનલાઈન ખરીદવા અથવા રિન્યુ કરવાની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવે છે. આમ જ્યારે તમે અમને પસંદ કરો છો, ત્યારે તમે ફક્ત અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, તમને જોઈતી પોલિસી પસંદ કરી શકો છો, પ્રીમિયમ ઓનલાઇન ચૂકવો અને લાભો મેળવવાનું શરૂ કરી શકો છો. હા, તે એટલું જ સરળ છે. હાલના પોલિસીધારકો આ જ પ્રકારે ઓનલાઈન પ્રક્રિયાને અનુસરીને લેપ્સ થવા જઈ રહેલ પ્લાનને રિન્યૂ કરી શકે છે.
  • 24x7 ગ્રાહક તકેદારીનો લાભ - તમારે કોઈપણ સમયે યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સ પોલિસીનો ક્લેમ કરવાની જરૂર પડી શકે છે, પછી ભલે તે દિવસના મધ્યમાં હોય કે અડધી રાત્રે. તેથી આ બાબતોને સરળ બનાવવા માટે અમારી પાસે 24x7-ગ્રાહક સંભાળ વિભાગ છે, જે હાલના પોલિસીધારકોને ગુણવત્તાયુક્ત સહાય ઓફર કરે છે. જો તમને કોઈ સમસ્યા હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરવો.
  • નો ક્લેમ બોનસ - ડિજિટ પર, અમે પોલિસીધારકોને દાવા-મુક્ત વર્ષથી પ્રેરાઇને વળતર આપવામાં માનીએ છીએ. આવી દરેક ક્લેમ-ફ્રી ટર્મ સાથે તમારો બોજ ઓછો થાય તેવા હેતુસર અમે તમારા પોલિસી પ્રિમીયમ પર નો-ક્લેમ બોનસ ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ. જો તમે તબક્કાવાર ક્રમિક નો-ક્લેમ પોલિસી વર્ષોનો આનંદ માણો છો તો વધુમાં તમે આ ડિસ્કાઉન્ટને એકસાથે ક્લબ પણ કરી શકો છો.

દરેક પ્લાન માટે એડ-ઓન્સ - ઘણીવાર તમારી જરૂરિયાતોને પહોંચી વળવાની વાત આવે ત્યારે ફક્ત અમારો બેઝ પ્લાન અપૂરતો હોય છે. આમ, તમારા ટુ-વ્હીલર્સને આકસ્મિક નુકસાનને કારણે તમારી નાણાકીય પરિસ્થિતિ સાથે ક્યારેય ચેડા ન થાય તેની ખાતરી કરવા માટે અમે ડિજિટ પર એડ-ઓન્સ કવરની વિશાળ શ્રેણી ઓફર કરીએ છીએ:

આમાંના દરેક અલગ-અલગ હેતુ પૂરા પાડે છે પરંતુ આ તમાન તમારા સ્કૂટરની સુરક્ષાને ચોક્ક્સથી વધારે છે.

  • વિલંબ વિના ઓનલાઈન જ ક્લેમ સેટલમેન્ટ - જો તમને લાગતું હોય કે તમારા યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સનો ક્લેમ કરવો મુશ્કેલ હશે, તો ફરીથી વિચારો. ડિજિટ ક્લેમ ફાઇલિંગ અને સેટલમેન્ટ માટે સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાને અનુસરે છે. ફક્ત અમારા ઓનલાઈન પોર્ટલમાં લોગ ઇન કરો, સત્તાવાર ફોર્મ ભરીને ક્લેમ ફાઇલ કરો અને તેને દસ્તાવેજોની સોફ્ટ કોપી સાથે સબમિટ કરો. કોઈ સત્તાવાર નિરીક્ષણ પ્રક્રિયા નથી. તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સ્વ-નિરીક્ષણ કરી શકો છો. આનો અર્થ એ છે કે લગભગ કોઈ રાહ કે વિલંબ નથી. ક્લેમ માત્ર મિનિટોમાં જ મંજૂર કરવામાં આવે છે.

યામાહા ફસ્કિનોની ખરીદી કર્યા પછી જો તમે જરૂરી કાળજી લો તો તે વર્ષો સુધી ટકી શકે એવુંં એક અસાધારણ કોમ્યુટર સ્કૂટર છે. યોગ્ય ઈન્શ્યુરન્સ પોલિસી અને પ્રદાતાએ જ્યારે પણ જરૂર પડે ત્યારે જાળવણી અને સમારકામમાં મદદ કરવી જોઈએ.

યામાહા ફસ્કિનો - વેરિએન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિએન્ટ્સ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
ફસ્કિનો એસટીડી, 66/કિમી, 113 સીસી ₹ 56,023
ફસ્કિનો ડાર્ક નાઈટ એડિશન, 66/કિમી, 113 સીસી ₹ 56,023

ભારતમાં યામાહા ફસ્કિનો ઈન્શ્યુરન્સ પોલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

મારા ટુ-વ્હીલર ઈન્શ્યુરન્સ માટે ઓછું IDV મારી નાણાકીય સુરક્ષાને કેવી રીતે અસર કરે છે?

ઓછી IDVનો અર્થ છે કે તમે વાહનની ચોરીની ઘટનામાં અથવા જો સ્કૂટરને સમારકામ શક્ય ન હોય તેવા નુકશાનના કિસ્સામાં તમારા વીમાદાતા પાસેથી ન્યૂનતમ રકમ મેળવવા માટે હકદાર છો. બીજી તરફ, ઉચ્ચ IDV તમને આવા કમનસીબ કેસોમાં વાહન બદલવામાં મદદ કરી શકે છે.

ભૂકંપને કારણે સ્કૂટરને નુકસાન થાય તો શું મારી ઈન્શ્યુરન્સ પોલિસી મદદ કરી શકે?

અ ચોક્કસ કવર દરેક ઈન્શ્યુરન્સ પ્રદાતાએ બદલાઈ શકે છે. જોકે મોટાભાગની ઈન્શ્યુરન્સ કંપનીઓ તમે થર્ડ પાર્ટી લાયબિલિટી પ્લાન નહીં પણ કોમ્પ્રેહેન્સિવ પોલિસી પસંદ કરો તો કુદરતી આફતોને કારણે થતા નુકસાન માટે કવર ઓફર કરે છે.

નો-ક્લેમ બોનસ મારા પોલિસી પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે?

નો-ક્લેમ બોનસ અથવા એનસીબી તમને કવરેજ સાથે સમાધાન કર્યા વિના તમારી પોલિસી પ્રીમિયમ ઘટાડવાની મંજૂરી આપે છે. તેના માટે તમારે કોઈ ચોક્કસ પોલિસી વર્ષમાં ક્લેમ ન દાખલ કરીને એનસીબી કમાવવાની જરૂર પડશે. તમે એનસીબી મેળવો પછી તમે પોલિસીના રિન્યૂઅલ દરમિયાન વધારાના નો ક્લેમ બોનસ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.