હિરો બાઇક ઇન્સ્યોરન્સ

હિરો બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવો માત્ર ₹714 થી શરૂ

Third-party premium has changed from 1st June. Renew now

હીરો બાઇક ખરીદી રહ્યાં છો? તમારા વાહન સાથે હીરો બાઈક ઇન્સ્યોરન્સ ખરીદતાં પહેલા તેમને આટલું પ્રખ્યાત શું બનાવે છે અને શું જોવું તે વિશે બધું જાણો. 

Hero MotoCorp દ્વારા જાહેર કરાયેલાં વેચાણના અહેવાલ મુજબ, કંપનીએ નાણાકીય વર્ષ 2018-19માં ભારતમાં 7.8 મિલિયનથી વધુ ટૂ-વ્હીલરનું વેચાણ કર્યું હતું. (1)

વધુમાં, ઓક્ટોબર અને ડિસેમ્બર 2018 ની વચ્ચે, કંપનીએ રૂ.7,800 કરોડથી વધુની આવક મેળવી હતી. (2)

પરંતુ, તેવું શું છે જે આ બાઇકને આટલી બધી લોકપ્રિય બનાવે છે? વિશ્વની ફોર્બ્સની 200 સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાં હીરો મોટોકોર્પને શા કારણે સ્થાન મળ્યું? ઉપરાંત, તેના માલિકો માટે હીરો બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ લેવો શા માટે આટલો મહત્વપૂર્ણ છે?

સારું, શરૂઆત કરનારાઓ માટે, મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવી ફરજિયાત છે. જો તમારી હોરો બાઇક ઓછામાં ઓછી એક થર્ડ-પાર્ટી પૉલિસી હેઠળ ઇન્સ્યોર્ડ નથી, તો તમને ટ્રાફિકના ઉલ્લંઘન માટે દંડ થઈ શકે છે.

વધુમાં, તમારી બાઇકને અકસ્માત, ચોરી, આગ, કુદરતી આફતો વગેરેને કારણે નુકસાન થવાનું જોખમ રહેલું છે. તેથી જ તમારા માટે ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પરંતુ હીરો ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાની ઝીણી-ઝીણી બાબતોમાં આગળ વધતાં પહેલાં, ચાલો આ બાઈકનું ઉત્પાદન કરતી કંપનીના સંક્ષિપ્ત ઈતિહાસથી શરૂઆત કરીએ.

હિરો બાઇક ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે

કઇ બાબતોનો સમાવેશ થતો નથી

તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, જેથી કરીને જ્યારે તમે ક્લેઈમ કરો ત્યારે કોઈ આઘાત લાગે નહીં. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ છે:

 

થર્ડ-પાર્ટી પોલિસી હોલ્ડર માટેનું ઓન-ડેમેજીસ

થર્ડ-પાર્ટી અથવા લાયબિલિટી ઓન્લી બાઇક પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.

 

નશો કરીને અથવા લાઇસન્સ વગર વાહન ચલાવવું

તમે નશાની હાલતમાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વિના બાઇક ચલાવી રહ્યાં હોવ તેવા સંજોગોમાં તમારો બાઇક ઇન્સ્યોરન્સ તમને આવરી લેશે નહીં.

 

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર ડ્રાઇવિંગ

જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તેવી પરિસ્થિતિઓમાં તમારા ક્લેઈમને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

 

પરિણામી નુકસાન

કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)

 

કોઇ પણ પ્રકારની બેદરકારી

કોઈપણ પ્રકારની બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને આવરી લેવામાં આવશે નહીં)

 

એડ-ઓન્સ ખરીદી નહીં

કેટલીક પરિસ્થિતિઓને ઍડ-ઑન્સમાં આવરી લેવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને આવરી લેવામાં આવશે નહીં. તમારે ડિજિટનો જાવા બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

 

તમારે ડિજિટનો Hero બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

તમારી જરૂરીયાત પ્રમાણે ફિટ થતાં હોય તેવો બાઇક ઇન્સ્યોરન્સ

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સીવ

એક અકસ્માતને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ

×

આગને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ

×

કુદરતી આફતને કારણે પોતાના ટૂ-વ્હીલરને નુકસાન/ખોટ

×

થર્ડ પાર્ટી વ્હીકલને નુકસાન

×

થર્ડ પાર્ટી મિલ્કતને નુકસાન

×

વ્યક્તિગત અકસ્માતનું કવર

×

એક થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજા અથવા તેનું મૃત્યુ

×

તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી

×

તમારૂં IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ કરેલાં એડ-ઑન સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ પાર્ટી ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણકારી મેળવો

કેવી રીતે ક્લેઈમ દાખલ કરશો?

! તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો! ડિજિટનો ક્લેઈમ રિપોર્ટ કાર્ડ વાંચો

હીરો મોટોકોર્પ – તમારે એ કંપની વિશે શું જાણવું જોઈએ

વર્ષ 1984 માં ડૉ બ્રિજમોહન લાલ મુંજાલજી દ્વારા સ્થાપિત, Hero MotoCorp Ltd અગાઉ હીરો હોન્ડા તરીકે ઓળખાતું હતું. આ કંપની દેશમાં સાયકલ, સ્કૂટર અને મોટરસાઇકલના મુખ્ય ઉત્પાદકોમાંની એક છે અને તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. આજે, Hero MotoCorp વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની છે.

ભારતમાં, કંપની ટૂ-વ્હીલર માર્કેટમાં 46% થી વધુ હિસ્સો ધરાવે છે. 1980 ના દાયકામાં કંપની દ્વારા રજૂ કરાયેલા વાહનો મુખ્યત્વે તેમની ઇંધણ કાર્યક્ષમતાને કારણે લોકપ્રિય બન્યા હતા. વધુમાં, પોષણક્ષમ ભાવો હોવાને લીધે ભારતીય લોકો હીરોની ડીલરશીપની બહાર બાઇક અથવા સ્કૂટર પર હાથ લગાવવા માટે લાઇનમાં ઉભા રહે છે.

વર્ષ 2010 માં, હોન્ડાએ હીરો સાથેના સંયુક્ત સાહસમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેમણે હોન્ડાની માલિકીના શેર ખરીદવાનું અને તેની પોતાની પેટાકંપની સ્થાપવાનું નક્કી કર્યું. આ રીતે હોન્ડા મોટરસાઈકલ અને સ્કૂટર ઈન્ડિયાની સફર શરૂ થઈ.

આજે, કેટલીક સૌથી લોકપ્રિય હીરો બાઇકમાં આનો સમાવેશ થાય છે:

  • હીરોસ્પ્લેન્ડર પ્લ્સ
  • હીરો એચએફ ડિલક્સ
  • હીરો પેઝન પ્રો
  • હીરો Hero સુપર સ્પ્લેન્ડર
  • હીરો એક્સપલ્સ 200
  • હીરોગ્લેમર

..અને વધુ!

વર્ષોથી, હીરો એક એવી વિશ્વસનીય બ્રાન્ડ બનવામાં સફળ રહી છે જેના પર ભારતીય લોકો ભરોસો કરી શકે છે. પરવડે તેવી કિંમત અને ઉચ્ચ-ગુણવત્તાની ઓફર સાથે, હીરોની બાઇક અને સ્કૂટર દરેક પ્રકારના લોકોને કંઈક ઓફર કરે છે.  

હીરો બાઇકને આટલી લોકપ્રિય શું બનાવે છે?

હીરો તેના ગ્રાહકોમાં તેની લોકપ્રિયતાને સતત જાળવી રાખવામાં સફળ રહ્યું છે તેના ઘણા કારણો છે. નીચે સૂચિબદ્ધ આવા કેટલાક કારણો પર એક નજર નાખો-

  • નિર્દોષ ગ્રાહક સેવા એ કોઈપણ કંપનીમાં ઇચ્છનીય લાક્ષણિકતા છે. હીરો માત્ર ગ્રાહકોને વેચાણ પછીની શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાની ઈચ્છા રાખતું નથી પરંતુ ભારતમાં અન્ય ટૂ-વ્હીલર ઉત્પાદકો માટે પ્રેરણારૂપ કાર્ય કરે છે. 
  • તેમના ઉત્પાદનના પોર્ટફોલિયોમાં વિશાળ વિવિધતા એ તેમની અતિશય વૃદ્ધિનું બીજું કારણ છે. વિવિધ આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા ગ્રાહકો તેમની જરૂરિયાતો અને ખર્ચ કરવાની ક્ષમતા અનુરૂપ યોગ્ય ઉત્પાદન શોધી શકે છે.
  • છેલ્લે, હીરો એવી કેટલીક કંપનીઓમાંની એક કંપની છે જે વર્ષોથી તેની ગુણવત્તાને જાળવી રાખવામાં સફળ રહી છે. જ્યારે તમે તેમની એક બાઇક ખરીદો છો, ત્યારે તમે તેની રોડ-પરની કાર્યદક્ષતા અને ટકાઉપણા વિશે નિશ્ચિંત રહી શકો છો.

આ બધાં એવા કેટલાંક કારણો છે જેના કારણે બ્રાંડ ખૂબ જ લોકપ્રિય થઈ હોવાની સાથે, તે એવા ફીચર-સમૃદ્ધ ઉત્પાદનો છે જેના કારણે હીરોના ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થયો છે.

તમે હીરો ટૂ-વ્હીલર્સ પાસે જેની અપેક્ષા રાખી શકો છો તેવા લક્ષણો

તમારા બજેટને ધ્યાનમાં લીધા વિના, હીરોના ઉત્પાદનોની વિશાળ શ્રેણી તેની કાર્યક્ષમતાની સાથે તમારી જરૂરિયાતોને પૂરી કરી શકે છે. કંપની તેમના વાહનોમાં જે સુવિધાઓ ઓફર કરે છે તેની સાથે સમાધાન કરતી નથી.

શું તમને લાગે છે કે શ્રેષ્ઠ સુવિધાઓ માત્ર હાઈ-એન્ડ સ્કૂટર અને બાઈક સુધી જ મર્યાદિત છે? સારું, ફરી વિચારો.

અહીં એવા કેટલાંક સામાન્ય લક્ષણો આપેલાં છે જે Hero ના બધાં જ ટૂ-વ્હીલરમાં છે: 

  • વિશ્વસનીયતા - જ્યારે ભારતીય બજારની વાત આવે છે, ત્યારે બાઇકનું માઇલેજ અને એન્જિનની ગુણવત્તા આ બે તેનાં સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. હીરોની બધી બાઇક, જેમાં લોકપ્રિય સ્પ્લેન્ડર અને પેશન મોડલનો સમાવેશ થાય છે, તે શ્રેષ્ઠ ઓન-રોડ માઇલેજ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનાથી માલિક માટે ઇંધણના ખર્ચમાં ઘટાડો થાય છે.
  • ટકાઉપણું - મોટા ભાગના સામાન્ય લોકોને બાઇક ખરીદવા માટે નાણાં બચાવવાની જરૂર પડે છે. ખરીદી પછી વાહનને થતું કોઈપણ નુકસાન, તેના પરિણામસ્વરૂપે, મોટાભાગના ખરીદદારો માટે વિનાશક ફટકો બની શકે છે. કિંમત ઓછી રાખવા માટે હીરો તેની બાઇકના પાર્ટની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરતું નથી. આના લીધે તેની ડિઝાઇન એવી મજબૂત બને છે જે બાઇકને વિનાશક નુકસાન પહોંચાડ્યા વિના સરળતાથી નાના બમ્પ અથવા ક્રેશને સહન કરી શકે છે. 
  • ઉત્પાદનની વિવિધતા - હીરો માત્ર કોઈ ચોક્કસ આર્થિક વર્ગની અભિલાષા કે અભિરુચિ પ્રમાણે જ ઉત્પાદનો બનાવતું નથી. તેના બદલે, તેની શરૂઆતથી જ, કંપનીએ બાઇક અને સ્કૂટરની પરવડે તેવી શ્રેણી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેઓ તેમના વાહનોના પ્રીમિયમ અથવા લક્ઝરી વેરિઅન્ટ્સ પણ પ્રદાન કરવાની સાથે, ત્યારે કંપની સખત રીતે 'બધાને પરવડે તેવી' કિંમત અંગેની નીતિને અનુસરે છે. 
  • ટેક્નોલોજિકલ માર્વેલ્સ - જ્યારે તેમના વાહનોમાં નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવાની વાત આવે છે ત્યારે કંપની તેમાં પાછળ રહેતી નથી. દાખલા તરીકે, હીરોએ તાજેતરમાં પ્રીમિયમ રેન્જની સ્પોર્ટ્સ બાઇક XTREME 200 Sનું પ્રદર્શન કર્યું હતું. બીજી રસપ્રદ પ્રોડક્ટ XF3R હતી, જે લોકપ્રિય વિડિયો ગેમ સ્ટ્રીટ ફાઇટર પર આધારિત ડિઝાઇન કોન્સેપ્ટ છે.

જો કે, ભારતીય રસ્તાઓ અકસ્માતો અને અન્ય જોખમો માટે કુખ્યાત છે. કમનસીબે, ઉપર જણાવેલી કોઈપણ વિશેષતા તમારા પ્રિય હીરો વાહનને આવી માર્ગ દુર્ઘટનાઓમાં બચાવવા માટે પૂરતી નથી.

જો તમે તમારા નાણાંને આવી અચાનક આવી પડતી જવાબદારીઓથી બચાવવા માંગતા હોવ તો હીરો બાઇક ઇન્સ્યોરન્સ યોજના પસંદ કરવી ફરજિયાત છે

તમારે શા માટે Hero બાઇક ઇન્સ્યોરન્સ ખરીદવો જ પડશે?

શું તમે એવું વિચારો છો કે તમે તમારી બાઇકને કોઈપણ ઇન્સ્યોરન્સ કવરેજ વિના ચલાવી શકો છો? ઠીક છે, કાયદાકીય રીતે કહીએ તો, તમે તેવું કરી શકતાં નથી.

  • કાયદેસરની જવાબદારીઓ - 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ મોટરચાલિત વાહનો માટે થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવો ફરજિયાત છે. માન્ય ઇન્સ્યોરન્સ વિના બાઇક અથવા સ્કૂટર અથવા અન્ય વાહન સાથે પકડાયેલ કોઈપણ વ્યક્તિ દંડ ભરવા માટે જવાબદાર છે. મોટર વાહન (સુધારા) અધિનિયમ 2019 હેઠળ, ઇન્સ્યોરન્સ પૉલિસી વિના વાહન ચલાવવા પર રૂ.2000 નો દંડ થઈ શકે છે અને રૂ. પુનરાવર્તિત અપરાધીઓને રૂ.4000 નો દંડ થઈ શકે છે. 

કાયદેસરની જવાબદારીઓ ઉપરાંત, અહીં એવા કેટલાંક કારણો આપેલાં છે જે સમજાવે છે કે શા માટે બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી લેવી એ મહત્વપૂર્ણ છે:

  • થર્ડ-પાર્ટી મિલકતને થયેલાં નુકસાનના રિઇમ્બર્સમેન્ટનો ક્લેઇમ કરો - થર્ડ-પાર્ટી હીરો મોટોકોર્પ ઇન્સ્યોરન્સ પ્લાન તમને તમારા વાહનને સંડોવતા અકસ્માતોથી થતાં નુકસાનનો ક્લેઇમ કરવાની મંજૂરી આપે છે. જ્યારે આ નાણાકીય સહાય અન્ય પક્ષના વાહન અથવા મિલકતને થયેલા કોઈપણ નુકસાનની મરમ્મત તરફ જાય છે, તે અકસ્માતોના કિસ્સામાં તમારી કાનૂની જવાબદારીને મર્યાદિત કરે છે. થર્ડ-પાર્ટીની મિલકતને કારણે થયેલાં નાણાકીય નુકસાન સિવાય, આવા ઇન્સ્યોરન્સ પ્લાન અકસ્માતમાં ઘાયલ થયેલા કોઈપણ તૃતીય-પક્ષને અને મૃત્યુના કિસ્સામાં પણ સમાન નાણાકીય સહાયને વિસ્તૃત કરે છે..
  • પોતાની બાઇકના નુકસાનની મરમ્મત માટે નાણાકીય સહાયનો ક્લેઇમ કરો - જો તમે કૉમ્પ્રિહેન્સીવ હીરો બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી પસંદ કરો છો, તો તમે અકસ્માતો અથવા માર્ગ દુર્ઘટનાના પરિણામે તમારી બાઇકને થતા નુકસાનનો સામનો કરવા માટે નાણાકીય સહાયનો ક્લેઇમ કરી શકો છો. આવી પૉલિસીઓ થર્ડ-પાર્ટી અને પોતાના નુકસાન બંને માટે કવરેજને વિસ્તારે છે. અકસ્માતો ઉપરાંત, કુદરતી આફતો, આગ, વિસ્ફોટ, નુકસાન, ચોરી અને વધારાના થતાં નુકસાન પણ કોમ્પ્રિહેન્સીવ કવરના કવરેજ હેઠળ આવે છે.
  • વાહનની સંપૂર્ણ ખોટ અથવા ચોરીના કિસ્સામાં ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ પ્રાપ્ત કરવી - અમુક સંજોગોમાં, હીરો બાઇકને તેની મરમ્મત ન થઈ શકે તેવું નુકસાન થઈ શકે છે. વૈકલ્પિક રીતે, કોઈ તમારું ટૂ-વ્હીલર ચોરી શકે છે. આવા કિસ્સાઓમાં, જો તમારી પાસે કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ કવર હોય, તો તમે તમારા વાહન માટે ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂનો લાભ લઈ શકશો. IDV એ હીરો ટૂ-વ્હીલરની વર્તમાન કિંમતમાંથી તેના ઘસારાને બાદ કરતાં મળતાં મૂલ્યનો ઉલ્લેખ કરે છે. ઇન્સ્યોર્ડ બાઇકની સંપૂર્ણ ખોટ અથવા ચોરી થવાના કિસ્સામાં તમા્રા ઇન્સ્યોરર તમને IDV ની રકમ ચૂકવવા માટે જવાબદાર છે. 
  • વ્યક્તિગત અકસ્માતનું કવર - ઇન્સ્યોર્ડ વાહનને સંડોવતા અકસ્માતને કારણે પૉલિસીધારકના મૃત્યુની ઘટના પર, તેના/તેણીના પરિવારના સભ્યો ઇન્સ્યોરન્સ પ્રદાતા પાસેથી નાણાકીય વળતર મેળવવાને પાત્ર છે. આ લાભ ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે ફરજિયાત વ્યક્તિગત અકસ્માતના ઍડ-ઑન કવર હેઠળ આપવામાં આવે છે. 

જો બાઇકનો માલિક જીવંત હોય પરંતુ અકસ્માતને કારણે શારીરિક અક્ષમતામાંથી પસાર થાય તો કેટલીક વીમા કંપનીઓ સમાન નાણાકીય સહાય પણ આપી શકે છે.

ધ્યાનમાં રાખો કે આ સુરક્ષા પૂર્વનિર્ધારિત મુદત પછી સમાપ્ત થાય છે. સુરક્ષા ચાલુ રહે તેની ખાતરી કરવા માટે તમારે PA કવર એડ-ઓન સાથે હીરો બાઇક ઇન્સ્યોરન્સને નિયમિતપણે રિન્યૂ કરવાની જરૂર છે.

શું તમે વર્તમાન ઇન્સ્યોરન્સ પ્રદાતાથી નાખુશ છો? શું તમે જાણો છો કે તમે કોઈપણ સમયે ઇન્સ્યોરન્સ કંપનીઓ બદલી શકો છો?

તમારા વર્તમાન ઇન્સ્યોરરના વિવિધ લાભો અને સુવિધાઓની તુલના કરો. જો તમને કોઈ પાસાનો અભાવ જણાય, તો ડિજિટના ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન જુઓ.

તમારે શા માટે ડિજિટના Hero બાઇક ઇન્સ્યોરન્સને પસંદ કરવો જોઈએ?

હીરો બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન શોધી રહેલાં વ્યક્તિઓ ડિજીટ વિશે પહેલાંથી જ જાણતા હશે. સૌથી ઝડપથી વિકસતી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાંની એક, ડિજિટ એવી ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી ઑફર કરે છે જે અસરકારક રીતે નાણાકીય સુરક્ષા પ્રદાન કરી શકે છે. ડિજિટમાંથી ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે તમે કયારેય ખોટા કેમ ન થઈ શકો તેના કેટલાંક કારણો નીચે સૂચિબદ્ધ છે:

  • ઉત્પાદનોની વ્યાપક પસંદગી - ડિજીટ હીરો ટૂ-વ્હીલરના માલિકોને તેઓ જે પ્રકારનું કવરેજ ઇચ્છે છે તેના આધારે નીચેની ઇન્સ્યોરન્સ પૉલિસી ઑફર કરે છે.

1. a) થર્ડ-પાર્ટી લાયબિલિટી બાઇક ઇન્સ્યોરન્સ - આ ઇન્સ્યોરન્સ પૉલિસી તમારી બાઇકને કારણે થર્ડ પાર્ટીના વાહન અથવા મિલકતને થયેલાં નુકસાનને કારણે થયેલા નાણાકીય નુકસાનને આવરી લે છે. તે થર્ડ પાર્ટીની વ્યક્તિને થયેલ કોઈપણ શારીરિક ઈજા અથવા મૃત્યુ માટે કવરેજ પણ પ્રદાન કરે છે.. 

2. b) કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ - આ તમારા બાઇક અથવા સ્કૂટર માટેનો સર્વાંગી સુરક્ષા આપતો પ્લાન છે. આવી પૉલિસી સાથે, તમે તમારા પોતાના નુકસાનનો ક્લેઇમ પણ કરી શકો છો, તેમજ અકસ્માતોમાં અન્ય પક્ષોને થતાં નુકસાન માટે પણ ક્લેઇમ કરી શકો છો. વધુમાં, આ પ્લાન કુદરતી આફતો, રમખાણો અથવા અન્ય કારણોસર બાઇકને નુકસાન થવાના કિસ્સામાં તમારી નાણાકીય જવાબદારીને ઘટાડે છે..

આ સામાન્ય વિકલ્પો ઉપરાંત, ડિજિટ ગ્રાહકો માટે ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી પણ સૂચિબદ્ધ કરે છે. આ પ્લાન એવા લોકોને લાગુ પડે છે જેઓ પહેલેથી જ લાંબા ગાળાની થર્ડ-પાર્ટી પૉલિસી ધરાવે છે અને તેઓ માત્ર પોતાના વાહન માટે નાણાકીય જવાબદારીની સુરક્ષા શોધી રહ્યાં છે. જો કે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારી હીરો બાઇક ખરીદી હોય તો જ આ કવર ઉપલબ્ધ છે.

  • નેટવર્ક ગેરેજની મોટી સંખ્યા - તમે ડિજીટના નેટવર્ક હેઠળના ગેરેજની મુલાકાત લઈને કેશલેસ ઇન્સ્યોરન્સ ક્લેઇમ મેળવી શકો છો. સદનસીબે, આ ઇન્સ્યોરર પાસે સમગ્ર ભારતમાં ફેલાયેલાં તેના નેટવર્કમાં 1000 થી વધુ ગેરેજ છે. તેથી, તમે દેશમાં કોઈ પણ જગ્યા પર હોવ તેને ધ્યાનમાં લીધા વિના આવા ગેરેજને શોધવાનું સરળ બને છે. ફક્ત નેટવર્ક ગેરેજમાંથી કોઈ એકની મુલાકાત લો અને એક પણ પૈસો ખર્ચ્યા વિના તમારી બાઇકની મરમ્મત પૂર્ણ કરો.
  • ખરીદી અને રિન્યૂની સરળ પ્રક્રિયા - ડિજીટ હીરો બાઇક ઇન્સ્યોરન્સને ઑનલાઇન ખરીદવાની સુવિધા આપે છે. તમારે ફક્ત થોડી વિગતો દાખલ કરવાની, તમારું ઇચ્છિત કવરેજ પસંદ કરવાનું અને ઇમેઇલ દ્વારા ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવા માટે ચૂકવણી કરવાની જરૂર છે. આવી ઝંઝટ-મુક્ત ઑનલાઈન ખરીદી/રિન્યૂ સાથે, સમગ્ર પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બને છે અને બ્રોકર અથવા ઇન્સ્યોરન્સ એજન્ટની સેવાઓ મેળવવાની જરૂરિયાતને પણ દૂર કરે છે.
  • તમારી જરૂરિયાતો અનુસાર તેની IDV કસ્ટમાઇઝ કરો - IDV અથવા ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ એ એવી રકમ છે જે તમે તમારા વાહનની સંપૂર્ણ ખોટ અથવા નુકસાન પર ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેળવી શકો છો. આ રકમની ગણતરી તમારી હીરો બાઇકના ડેપ્રિસિએશનને તેના ઉત્પાદકની કિંમતમાંથી બાદ કરીને કરવામાં આવે છે. હવે, ડેપ્રિસિએશનની ગણતરી એક કંપનીથી બીજી કંપનીમાં બદલાય છે. ડિજિટ વડે તમે ઉચ્ચ IDVનો આનંદ માણી શકો છો અને તમારા લાભોને મહત્તમ કરવા માટે તેને કસ્ટમાઇઝ કરવાની તક પણ મેળવી શકો છો.
  • નો ક્લેઇમ બોનસ સાથે તમારું પ્રીમિયમ ઓછું કરો - તમારા ટૂ-વ્હીલરને સાવચેતીપૂર્વક ચલાવવાનો એક ફાયદો એ છે કે તમે રસ્તાઓ પર દુર્ઘટનાની શક્યતા ઘટાડી શકો છો. આ રીતે તમે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કરવાની તકો પણ ઘટાડી શકો છો. જો તમે તમારા હીરો ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ હેઠળ ક્લેઇમ નહીં કરો, તો ડિજિટ તમને નો ક્લેઇમ બોનસનો લાભ આપશે. આ લાભ સાથે તમે આગલા વર્ષમાં તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશો. આ NCB 50% (નોન-ક્લેઈમ વર્ષોની સંખ્યાના આધારે) સુધીની રકમ હોઈ શકે છે, જેનાથી તમે તમારા પ્રીમિયમનો નોંધપાત્ર હિસ્સો બચાવી શકો છો..
  • ક્લેઇમની સરળ પ્રક્રિયા અને ક્લેઇમ સેટલમેન્ટનો ઉચ્ચ રેશિયો - ડિજિટે સમગ્ર પ્રક્રિયાને ઑનલાઈન શિફ્ટ કરીને પૉલિસીધારકો માટે ક્લેઇમ કરવાનું સુવ્યવસ્થિત કર્યું છે. ડિજીટ વડે, તમે સ્માર્ટફોન સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાનો આનંદ માણી શકો છો અને ક્લેઇમ ફાઇલ કરતી વખતે તમારી ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ દ્વારા તમારા હીરો ટુ-વ્હીલરની તપાસ કરાવવાની મુશ્કેલીને દૂર કરી શકો છો. વધુમાં, ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ લેતી વખતે તપાસવાના પરિબળોમાં ક્લેમ સેટલમેન્ટ રેશિયો એ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. ડિજિટમાં ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઊંચો હોવાથી તમે તમારા ક્લેઇમને નકારી કાઢવાની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો..
  • વિવિધ એડ-ઑન અને રાઇડર્સની ઉપલબ્ધતા - સ્ટાન્ડર્ડ પૉલિસી ચોક્કસ બાઇકના ચોક્કસ ભાગોની મરમ્મત માટે નાણાકીય સહાય પ્રદાન કરતી નથી. દાખલા તરીકે, જો તમારું એન્જિન નુકસાન પામે છે, તો તમે તમારા ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ તેની મરમ્મત માટે કવરેજનો ક્લેઇમ કરી શકતાં નથી. ડિજિટ ગ્રાહકોને તેના એડ-ઑન અને રાઇડર્સ સાથે સર્વાંગી કવરેજનો વ્યાપક અવકાશ આપે છે. કેટલીક લોકપ્રિય એડ-ઑન સુરક્ષામાં આનો સમાવેશ થાય છે:
  • a) એન્જીન અને ગિયર પ્રોટેક્શન કવર
  • b) ઝિરો ડેપ્રિસિએશન કવર
  • c) બ્રેકડાઉન આસિસ્ટન્સ 
  • d) રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર
  • e) કન્ઝ્યુમેબલ કવર

બધાં જ કિસ્સામાં તમારા નાણાંને ખરેખર સુરક્ષિત રાખવા માટે, એ ખાતરી કરો કે તમે ઉપયોગી એડ-ઑનની સુરક્ષા મેળવો છો.

  • વિશ્વસનીય ગ્રાહક સેવા - અકસ્માતો અને અન્ય દુર્ઘટના કોઈપણ સમયે થઈ શકે છે. તેથી તેવા ઇન્સ્યોરન્સ પ્રદાતાની સેવાઓનો લાભ લેવો યોગ્ય છે જે તેના ગ્રાહકો માટે દરેક સમયે ઉપલબ્ધ હોય છે, પછી તે દિવસ હોય કે રાત હોય. ડિજિટની 24x7 ગ્રાહક સંભાળની સહાય એવી ખાતરી કરે છે કે મદદ માત્ર એક ફોન કૉલ જ દૂર છે. 

પછી ભલે તમે અકસ્માતની જાણ કરવા માંગતા હોવ કે તમારી પૉલિસી સંબંધિત પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતા હો, આ ઇન્સ્યોરન્સ કંપની તમારી તમામ સમસ્યાઓનો સામનો કરવા માટે સમર્પિત છે.

પરંતુ, રાષ્ટ્રીય રજાઓ પર કોઈ કામ કરતું નથી, ખરું ને? ખોટું. તમે રજાઓમાં પણ ડિજીટની ગ્રાહક સંભાળ સુધી પહોંચી શકો છો.

તેથી, આજે જ તમારો હીરો બાઇક ઇન્સ્યોરન્સ ખરીદવાનું વિચારવાનું બંધ કરો!

પરંતુ શું તમે ચિંતિત છો કે ઇન્સ્યોરન્સ પ્રિમીયમ ખૂબ વધારે છે? ઠીક છે, અમારી પાસે તેનો ઉકેલ પણ છે.

હીરો ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સના પ્રીમિયમને અસરકારક રીતે ઘટાડવું

જો તમે ઇન્સ્યોરન્સ પૉલિસીને ખરીદવા માટેના ચૂકવવાપાત્ર પ્રીમિયમ વિશે વિચારી રહ્યાં છો, તો તમે તમારા નાણાકીય બોજને ઘટાડવા માટે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો -

  • નો ક્લેઇમ બોનસના લાભોનો આનંદ માણો - ખાતરી કરો કે તમારા વીમા પ્રદાતા તમને નો ક્લેઇમ બોનસના લાભો ઓફર કરે છે કે નહીં. એ પણ સુનિશ્ચિત કરો કે તમે ક્લેઇમ કરવાની જરૂરિયાતને ઘટાડીને NCB લાભ મેળવી શકો છો, જેનાથી તમારા પ્રીમિયમની રકમમાં ઘટાડો થશે. 
  • સ્વૈચ્છિક ડિડક્ટિબલને પસંદ કરો - એક એવી પૉલિસી પસંદ કરો કે જેમાં સ્વૈચ્છિક ડિડક્ટિબલનો સમાવેશ થાય છે. આવી પૉલિસી તમને ઇન્સ્યોરર તરફથી નાણાકીય સહાયતા મેળવતાં પહેલાં ક્લેઇમના એક ભાગની તમારા ખિસ્સામાંથી ચૂકવણી કરવાની તક આપે છે. ત્યારબાદ, પૉલિસી તરફ ચૂકવવાપાત્ર પ્રીમિયમ ઘટે છે.
  • તમારા પ્લાનને સીધો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જ ખરીદો - સીધો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પ્લાન ખરીદો. મધ્યસ્થીઓ, જેમ કે એજન્ટો અને દલાલો, તેમની સેવાઓ માટે કમિશન વસૂલે છે. આ વધારાનો ખર્ચ તમારા હીરો ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
  • તમારે જરૂરી હોય તેવા એડ-ઑનનો લાભ લો - ફક્ત જરૂરી હોય તેવા જ એડ-ઑન કવરને પસંદ કરો. વધારાની સુરક્ષા હંમેશા ઇચ્છનીય હોવાની સાથે, ઉપલબ્ધ દરેક રાઇડરને આંખ બંધ કરીને ખરીદી લેવા એ પણ એક ભૂલ છે. તેના બદલે, તમારી વ્યક્તિગત જરૂરિયાતોને આધારે રાઇડર્સને પસંદ કરો. દાખલા તરીકે, જો તમે પૂરની સંભાવના ધરાવતા વિસ્તારમાં રહો છો, તો એન્જિન સુરક્ષા એડ-ઑન કવરેજને પસંદ કરો.

માત્ર તેના પ્રીમિયમના આધારે ક્યારેય પણ કોઈ પ્લાનને પસંદ કરશો નહીં. તેના બદલે, ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીની પસંદગી કરવા માટે પૉલિસીના દરેક એવા પાસાને ધ્યાનમાં લો જે તમારી હીરો બાઈકને નુકસાન થવાના કિસ્સામાં પૂરતી નાણાકીય સહાય પૂરી પાડી શકે છે.

હીરો સ્કૂટર અને બાઈક એ મૂલ્યવાન સંપત્તિ છે. જો તમે તેમની સંભાળ રાખો છો, તો તેઓ કોઈપણ સમસ્યા વિના એક દાયકા સુધી ટકી શકે છે. હીરો ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ કવર તમને તમારી બાઇકનો મહત્તમ ઉપયોગ કરવામાં મદદ કરે છે!

ભારતમાં Hero બાઇક ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો

મારી હીરો ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે મારે મારા ઇન્સ્યોરન્સ પ્રદાતાને અકસ્માત વિશે જાણ કરવાની સમયમર્યાદા શું છે?

મોટા ભાગના કિસ્સાઓમાં ઇન્સ્યોરન્સ 7 દિવસનો સમયગાળો પૂરો પાડે છે જે દરમિયાન પોલિસીધારક તેમને ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે અકસ્માત વિશે જાણ કરી શકે છે. જો કે, અમુક ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ પોલિસીધારકોને અકસ્માતની જાણ કરવા માટે 24 થી 48 કલાકની સમયમર્યાદા પણ પૂરી પાડે છે.

નો ક્લેઇમ બોનસ મેળવવા માટે મારે મારા હીરો ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાનને કેટલી જલ્દી રિન્યૂ કરવાની જરૂર છે?

સામાન્ય રીતે, સમયસીમા સમાપ્ત થયેલ પોલિસીનું રિન્યૂઅલ તે રિલેપ્સ થઈ જાય તે પહેલાં 90 દિવસની અંદર થવું જોઈએ. આ સમયગાળા પછી, તમે હસ્તગત કરેલ નો ક્લેઇમ બોનસનો લાભ ગુમાવશો.

મારી હીરો બાઇક/સ્કૂટર માટે કયા પરિબળો પ્રીમિયમને નક્કી કરે છે?

કોઈપણ ઇન્સ્યોરન્સ પ્રદાતા ચાર્જેબલ પ્રીમિયમ મેળવવા માટે નીચે આપેલાં પાસાઓને ધ્યાનમાં લે છે.

 

  • વાહનની ઉંમર.

  • મોડેલનો પ્રકાર.

  • ભૌગોલિક ક્ષેત્ર.

  • ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ.

  • એ બાઇકના એન્જીનની ક્યુબિક ક્ષમતા.