Third-party premium has changed from 1st June. Renew now
કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ શું છે?
કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ એ એક ઑલ-ઈન્કલુસિવ એટલે કે બધું સમાવતી કાર ઈન્શ્યોરન્સ પૉલિસી છે, જેમાં થર્ડ-પાર્ટી દ્વારા થતું ડેમેજ અને નુકસાન, તેમજ પોતાના દ્વારા થતું નુકસાન, બંને કવર કરવામાં આવે છે. આમાં અકસ્માત, કુદરતી આપત્તિ, આગ અથવા ચોરી જેવા અણધાર્યા નુકસાન સામે સુરક્ષા આપવામાં આવે છે.
આ ઉપરાંત, ડિજીટના કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં તમને અનુરૂપ એવી વધારાની સવલતો જેવી કે ઝીરો ડેપ્રીસિએશન કવર, રિટર્ન ટુ ઈન્વોઈસ અને બ્રેકડાઉન અસિસ્ટન્સ અને બીજું ઘણું બધું!
કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં શું શું સામેલ છે?
નાનામાં નાના અકસ્માતથી પણ કારને પહોંચી શકે છે ઘણું મોટું નુકશાન! તેથી આ ઈન્શ્યોરન્સ, નાના-મોટા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતોથી તમને અને તમારી કારને સુરક્ષા આપે છે.
દુર્ભાગ્યવશ જો તમારી કાર ચોરી થઈ જાય, તો કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ તમારા આ નુકશાનમાં તમને રાહત આપવાનું કામ કરે છે.
નાના-મોટા અકસ્માતો માટે અજાણી વ્યક્તિઓને દોષ આપ્યા કરવાનો સમય ગયો! કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ આ નુકસાનને પહોંચી વળવામાં તમારી મદદ કરશે.
કુદરતનો કહેર મનુષ્યના હાથમાં નથી! એટલે તમારી કારને પૂર કે વાવાઝોડાના કારણે નુકસાન થાય તો ચિંતા કરશો નહિ. જો તમારી પાસે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ છે, તો તેમાં આ બધા જ નુકસાન કવર થઈ જશે.
અકસ્માત માત્ર કારને જ ઇજા નથી પહોંચાડતો, કારમાં બેસેલી વ્યક્તિને પણ પહોંચાડે છે. કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં આ માટે પણ જોગવાઈ છે! (આ માટે PA કવર હોવું જરૂરી છે)
નાનકડી આગ પણ તમારી કાર અને તેના પાર્ટને ઘણું મોટું નુકશાન કરી શકે છે. કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં તમારે તેની ચિંતા કરવાની જરુર નથી.
તમારા કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ માટે કસ્ટમાઈઝ ઍડ-ઑન
આ ઍડ-ઑન દ્વારા કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં તમારી કાર માટે મળતા બહેતર લાભ
જો તમારી કારને હજુ પાંચ વર્ષ કરતાં ઓછો સમય થયો છે તો આ કવરથી કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ દરમિયાન તમારે ડેપ્રીસિએશનનો ખર્ચ ચૂકવવો નહિ પડે. ઝીરો ડેપ્રિસીએશન કાર ઈન્શ્યોરન્સ વિષે વધુ વાંચો.
આપણને સૌને ક્યારેકને ક્યારેક કોઈની મદદની જરુર પડે જ છે! તમારી કાર માટે તમને કોઈપણ મદદની જરૂરિયાત ઊભી થાય તે માટે આ સુવિધા ઉપલબ્ધ છે! રોડસાઈડ અસિસ્ટન્સ વિષે વધુ વાંચો.
આ એન્જિન ગિયરબૉક્સ કવર જેવી સુવિધા. માત્ર અકસ્માત જ નહિ, કોઈપણ વિકટ પરિસ્થિતિમાં થયેલા ટાયરના નુકસાનને આમાં કવર કરવામાં આવેલ છે. ટાયર પ્રોટેક્ટ ઍડ-ઑન વિષે વધુ જાણો.
કોઈપણ કાર ઈન્શ્યોરન્સ માત્ર અકસ્માત સમયે જ તમારી કારના એન્જિન કે ગિયરબૉક્સને કવર કરે છે, પણ આ કવર તમામ સંભવિત પરિસ્થિતિઓમાં એન્જિન કે ગિયરબૉક્સને કવર આપે છે. એન્જિન પ્રોટેક્શન કવર વિષે વધુ વાંચો.
આ નવી કાર માટે આદર્શ ઍડ-ઑન છે. આ કવર સાથે તમે ક્યારેય તમારી કારને મિસ નહિ કરો, ખરેખર! જ્યારે અકસ્માત પછી કાર રીપેર ન થઈ શકે એવી સ્થિતિમાં હોય અથવા કાર ચોરી થઈ ગઈ હોય, ત્યારે આ કવર તમને તમારી કારના ઈન્વોઈસની સંપૂર્ણ રકમ ચૂકવે છે. કાર ઈન્શ્યોરન્સમાં RTI વિષે વધુ વાંચો.
નાનો તો પણ રાઈનો દાણો! કોઈ પણ અકસ્માતની સ્થિતિ વિના પણ તમારી કારના નાના-મોટા પાર્ટ જેવા કે એન્જિન ઓઈલ, સ્ક્રૂ, નટ્સ વગેરેને આમાં કવર કરવામાં આવ્યા છે. કન્ઝ્યુમેબલ કવર વિષે વધુ વાંચો.
તમારા કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં તમારી કાર માટે બધું જ કવર કરવામાં આવ્યું જ છે, તો તમારા સહપ્રવાસીની સુરક્ષા સાથે સમાધાન શું કામ? પેસેન્જર કવર વિષે વધુ વાંચો.
શું કવર નથી થતું?
કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ તમારી કારને દસેય દિશાથી સુરક્ષિત રાખે છે, પણ આ રહ્યા કેટલાક અપવાદ.
જો તમે આલ્કોહૉલ કે શરાબ પીને ડ્રાઈવ કરી રહ્યા હશો તો કોઈ પણ ક્લેઈમ મંજૂર નહિ થાય.
માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ વગર ડ્રાઈવિંગ કરશો તો તમે કોઈ ક્લેઈમ નહિ કરી શકો.
આ બહુ જ ચોખી વાત છે. જો તમે કોઈ લાભ ખરીદ્યો ન હોય તો તમે તેનો લાભ મેળવવા પાત્ર નથી.
કૉન્સેક્વેન્શલ નુકશાન એટલે અકસ્માત બાદ થયેલું નુકશાન. ઍડ-ઑનમાં આ વિષે કોઈ જોગવાઈ ન હોય ત્યાં સુધી તેનો લાભ ન મળી શકે.
સરળ ભાષામાં કહીએ તો, તમારે જે કામ ન કરવા જોઈએ તે ન કરો.
જો તમારી પાસે લર્નિંગ લાઈસન્સ હોય તો તમારી સાથે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવનાર વ્યક્તિનું હોવું જરૂરી છે. નહિતો કોઈપણ નુકશાન ક્લેઈમ કરી શકશો નહિ.
થર્ડ-પાર્ટી અને કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ વચ્ચે તફાવત11
થર્ડ પાર્ટી | કૉમ્પ્રીહેન્સિવ |
અકસ્માતથી પોતાની કારને થતું ડેમેજ / નુકશાન |
|
આગથી પોતાની કારને થતું ડેમેજ / નુકશાન |
|
કુદરતી આપત્તિથી પોતાની કારને થતું ડેમેજ/ નુકશાન |
|
થર્ડ-પાર્ટીના વાહનને થતું નુકશાન |
|
થર્ડ-પાર્ટીની મિલકતને થતું નુકશાન |
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને થતી ઇજા કે મૃત્યુ |
|
તમારી કારની ચોરી |
|
તમારું IDV કસ્ટમાઈઝ કરવું |
|
કસ્ટમાઈઝ્ડ ઍડ-ઑન દ્વારા વધુ સુરક્ષા |
|
Get Quote | Get Quote |
થર્ડ-પાર્ટી અને કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ વચ્ચેના તફાવત વિષે વધુ જાણો
કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સના લાભ
કાર માટે કૉમ્પ્રીહેન્સિવ ઈન્શ્યોરન્સ કોણે ખરીદવો જોઈએ?
નવી કાર ખરીદવી એ મોટા ભાગના લોકો માટે એક સિદ્ધિ છે! જ્યારે તમે તમારી કાર ખરીદવા પાછળ આટલો ખર્ચો કર્યો જ હોય તો તમારી માનસિક શાંતિ અને તમારી કારની સુરક્ષા માટે કૉમ્પ્રીહેન્સિવ ઈન્શ્યોરન્સ જરૂરી બની જાય છે.
ટ્રાફિક, અકસ્માત, પ્રદૂષણ- મોટા શહેરમાં / મેટ્રો સિટીમાં ડ્રાઈવ કરનારાં લોકો માટે અનેક સમસ્યા હોય છે. તેથી તમારી કારની સલામતી માટે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ હોવો હિતાવહ છે.
જો તમે કોઈ શાનદાર BMW કે Audiના માલિક છો તો તમારે ખાસ કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. આનાથી તમારી કારની સુરક્ષા તો થાય જ છે, વળી કાર ડેમેજ થાય તો તેની પાછળ કરવો પડતો મોંઘો ખર્ચ પણ બચી જાય છે.
શું તમારો જીવ તમારી વ્હાલી કારમાં અટકેલો રહે છે?! જો તમે તમારી કારને ખૂબ પ્રેમ કરતાં હશો તો નાનકડા સ્ક્રેચથી પણ તમને ખૂબ દુઃખ થશે. આવી સ્થિતિમાં કોઈપણ શંકા વગર કહી શકાય કે તમને કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સની જરૂર છે.
દરેક માનવી ક્યારેકને ક્યારેક નાની-મોટી ગડબડ કરતો હોય છે, પણ અમુક વ્યક્તિ એવી હોય છે કે તેમનાંથી વારેઘડીએ આવી ગાડબડો થતી રહેતી હોય છે. જો તમે આમ એકદમ ધૂની સ્વભાવના છો અને નાના-મોટા અકસ્માત કે ટક્કર તમારાથી થયાં કરે છે, તો કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ તમારા માટે ખૂબ આવશ્યક છે.
જો તમે કારમાં પ્રવાસ કરવાનો શોખ ધરાવો છો તો તમારા માટે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ ફરજિયાત બની જાય છે. કારણકે લાંબી રોડટ્રીપ દરમિયાન ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. વળી, તેમાં બ્રેકડાઉન અસિસ્ટન્સથી તમને દેશના કોઈ પણ ખૂણે જરૂરી મદદ મળી રહેશે.
તમારે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં અપગ્રેડ કેમ થવું જોઈએ?
તમારી કારની સુરક્ષાની ખાતરી કરવા! મોટા ભાગના લોકો થર્ડ-પાર્ટી ઈન્શ્યોરન્સ લેવાનું પસંદ કરે છે કારણકે તે સસ્તો પડે છે. જોકે લોકોએ એ સમજવું જોઈએ કે કોઈ નાના અકસ્માતમાં પણ પોતાની કારને થયેલ નુકસાન વખતે, તેઓએ પોતાના જ ખિસ્સામાંથી પૈસા કાઢવા પડશે. તેની બદલે માત્ર થોડી વધુ રકમ ખર્ચીને કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ લેવાથી તમને કોઈપણ અણધાર્યા ખર્ચમાંથી હંમેશની નિરાંત મળી જશે.
ડિજિટ પાસેથી કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ શું કામ ખરીદવો જોઈએ?
કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ પોલિસી વિષે FAQs
ઝીરો ડેપ્રીસિએશન કાર ઈન્શ્યોરન્સ કરતા કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ કેવી રીતે જુદો પડે છે?
બંને તદ્દન જુદી વસ્તુઓ છે! કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ એ તમારી કારની સુરક્ષા કરતો ઈન્શ્યોરન્સ છે જ્યારે ઝીરો ડેપ્રિસિએશન એ કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ પૉલિસી પર આપવામાં આવતી એક વધારાની સગવડ કે ઍડ-ઑન છે.
જૂની કાર માટે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ ખરીદવો સારો રહેશે કે નહિ?
તમારી કાર કેટલી જૂની છે, કેટલી નિયમિતતાથી તમારી કાર વપરાય છે અને હજી કેટલો સમય વાપરવા માંગો છો, તેના પર આ આધારિત છે. જો તમારી કારને હજી 15 વર્ષ કરતા ઓછો સમય થયો હોય અને નિયમિતપણે કારનો વપરાશ થતો હોય, તો કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ અવશ્ય લેવો જોઈએ. તેમાં વધુ ખર્ચો પણ નથી અને સામે અણધારી પરિસ્થિતિમાં ઘણી રાહત મળે છે.
કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ પૉલિસી ક્યારે ખરીદવી જોઈએ?
કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ ખરીદવાનો આદર્શ સમય તમારી કાર ખરીદ્યા પછી તરતનો છે. અલબત્ત, તમે પાછળથી ક્યારે પણ લઈ શકો છો! જો તમારી પાસે થર્ડ-પાર્ટી પૉલિસી હોય તો તમે તેને ઔન ડેમેજ કવરમાં અપગ્રેડ કરાવી શકો છો.અથવા જો તમારી પૉલિસી પૂરી થવા આવી હોય તો રિન્યૂ કરતી વખતે તમે તેને કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ પોલિસીમાં અપગ્રેડ કરાવી શકો છો.