MG ZS EV ઇન્સ્યોરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

MG ZS EV કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યુ કરો

MG મોટર્સે ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં 8મી ફેબ્રુઆરી, 2021 ના રોજ તેની નવી ZS EV લોન્ચ કરી. આ વર્ષે જુલાઈમાં, MG ZS EV એ 4225 યુનિટ્નું નોંધપાત્ર વેચાણ કર્યું હતું, જે તેની વિશેષતાઓ અને ડાયનેમિક ફીચર્સને આભારી છે.

જો તમે તમારું મૉડલ પહેલેથી જ બુક કરાવ્યું છે, તો આકસ્મિક નુકસાન અને અણધાર્યા જોખમોથી તમારા નાણાંને સુરક્ષિત રાખવા માટે અનુકૂળ MG ZS EV કાર ઇન્સ્યોરન્સ વિકલ્પો શોધવાનું શરૂ કરો. ડિજીટ ઇન્સ્યોરન્સ એ ધ્યાનમાં લેવા જેવો ભરોસાપાત્ર વિકલ્પ છે.

આ ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ દરેક ભારતીય વાહનના માલિક માટે થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે. જો તમારી કારને કારણે થર્ડ-પાર્ટીની મિલકત, વાહન અથવા વ્યક્તિને નુકસાન અથવા હાનિ પહોંચે છે, તો આ કવર નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.

તેમ છતાં, વ્યાપક સુરક્ષા માટે તમે કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરી શકો છો.

આ વિભાગમાં, MG ZS EV વિશેષતાઓની સંક્ષિપ્તમાં માહિતી, કાર ઇન્સ્યોરન્સ પોલિસીનું મહત્વ અને શા માટે ડિજીટ MG ZS EV ઇન્સ્યોરન્સ માટે આદર્શ વિકલ્પ છે તેનો સમાવેશ થાય છે

MG ZS EV ઇન્સ્યોરન્સ કિંમત

રજિસ્ટ્રેશન તારીખ પ્રીમિયમ (માત્ર સ્વ નુકસાન પોલિસી માટે)
ઓક્ટોબર-2021 80,970

**ડિસ્ક્લેમર - MG ZS EV એક્સાઈટ 1956.0 માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવી છે. જી.એસ.ટી. શામેલ નથી.

શહેર - બેંગ્લોર, વાહનના રજિસ્ટ્રેશન મહિનો - ઓક્ટોબર, એન.સી.બી. - 0%, કોઈ એડ-ઓન્સ નથી, પોલિસી સમાપ્ત થઈ નથી, અને IDV - સૌથી નીચુ ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી ઓક્ટોબર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને તમારા વાહનની વિગતો ઉપર મુજબ દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

MG ZS EV કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

શા માટે તમારે ડિજીટ નો MG ZS EV કાર ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?

MG ZS EV માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રીહેન્સીવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

થર્ડ પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન

×

પર્સનલ એક્સીડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારી IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સીવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે તે કરી રહ્યા છો તે યોગ્ય છે! ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો

MG ZS EV ઇન્સ્યોરન્સ માટે ડિજીટ પસંદ કરવાના કારણો

ચાલો આપણે 100% ગ્રાહક સંતોષ સુનિશ્ચિત કરવા માટે આકર્ષક લાભોની વિશાળ શ્રેણીની ચર્ચા કરીએ.

1.  ઓનલાઈન ખરીદી અને રિન્યુઅલ વિકલ્પ - ડિજીટ પરંપરાગત ઔપચારિકતાઓને દૂર કરવા માટે ઓનલાઈન MG ZS EV ઇન્સ્યોરન્સ રિન્યુઅલ અને ખરીદીના વિકલ્પો પ્રદાન કરે છે. તેમાં નોંધપાત્ર રીતે ઓછા સમયની જરૂર રહે છે અને ઓછા પેપરવર્કનો સમાવેશ થાય છે.

2.  ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો  - ડિજીટ એ સરળ અનુભવ માટે શક્ય તેટલા ઓછા સમયમાં મહદઅંશે ક્લેમ સેટલ કરવાની ખાતરી આપે છે. આ ઉપરાંત, આ ઈન્સ્યોરર ઊંચો ક્લેમ સેટલમેન્ટ રેશિયો ધરાવે છે.

3.  સરળ ઓનલાઈન ક્લેમ - ડિજીટના ZS EV ઇન્સ્યોરન્સ સાથે, તમે સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ સિસ્ટમ દ્વારા સંબંધિત ફોટા સબમિટ કરીને તરત જ ક્લેમ ફાઇલ કરી શકો છો. આ ડિજીટલ પ્લેટફોર્મ અનુગામી સુવિધામાં સુધારો કરે છે.

4.  એડ-ઓન કવર સાથે પોલિસી કસ્ટમાઈઝેશન - વધુ સારી સુરક્ષા માટે, ડિજીટ સાત એડ-ઓન કવર પ્રદાન કરે છે. તેમાંના કેટલાક છે-

તમે તમારા પ્રીમિયમમાં નજીવા વધારા સામે તમારી મૂળભૂત પોલિસીમાં કોઈપણ એડ-ઓન લાભો ઉમેરી શકો છો.

6.  ઈન્સ્યોર્ડ જાહેર કરેલ મૂલ્યમાં ફેરફાર - ડિજીટ તમારી અનુકૂળતા અનુસાર તમારા IDV ને વધારવા અથવા ઘટાડવાના વિકલ્પની સુવિધા આપે છે. ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન અથવા ચોરીના કિસ્સામાં ઉચ્ચ IDV નાણાકીય નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. હવે, તમારા IDV ને સુધારવા માટે, તમારે તમારા MG ZS EV ઇન્સ્યોરન્સ કિંમતમાં વધારો કરવાની જરૂર છે.

7.  ડિજીટ નેટવર્ક કાર ગેરેજમાં કેશલેસ રિપેરીંગ - ડિજીટ સમગ્ર દેશમાં 5800 થી વધુ નેટવર્ક ગેરેજ સાથે જોડાણ ધરાવે છે. તમે તમારા MG ZS EV કાર ઇન્સ્યોરન્સ સામે આમાંથી કોઈપણ ગેરેજમાં કેશલેસ રિપેરીંગનો વિકલ્પ પસંદ કરી શકો છો.

8.  અનુકૂળ પિકઅપ અને ડ્રોપ સુવિધા - જો તમારી કાર ચલાવવાની સ્થિતિમાં ન હોય, તો મુશ્કેલીઓ ટાળવા માટે ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ સેવા પસંદ કરો. 

9.  24X7 ગ્રાહક સહાય ઉપલબ્ધતા - જો તમને MG ZS EV ઇન્સ્યોરન્સ રિન્યુઅલ કિંમત અથવા અન્ય કોઈપણ બાબતે પ્રશ્નો હોય, તો ઝડપી સહાયતા માટે ડિજીટના 24X7 ગ્રાહક સહાયતાનો નિઃસંકોચ સંપર્ક કરો.

વધુમાં, તમારા MG ZS EV કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમના બોજને વધુ ઘટાડવા માટે વધારાના વિકલ્પો છે. સ્પષ્ટ સમજ મેળવવા માટે, ડિજીટ જેવા વિશ્વસનીય ઇન્સ્યોરન્સ પ્રોવાઇડરનો સંપર્ક કરો.

MG ZS EV કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

ભારતમાં કાર ઇન્સ્યોરન્સ પોલિસીનું મહત્વ દર્શાવતા કારણોની સૂચિ નીચે આપેલ છે.

  1. જરૂરી કાયદાકીય અનુપાલન - મોટર વાહન એક્ટ 1988 મુજબ દરેક ભારતીય વાહન-માલિકે થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ લેવો આવશ્યક છે. એનું ઉલ્લંઘન કરવા બદલ ₹2,000 દંડ થાય છે. ગુનાનું પુનરાવર્તન કરવા પર, વ્યક્તિએ ₹ 4000 નો દંડ ચૂકવવો પડે છે.
  2. થર્ડ-પાર્ટી લાયાબિલિટીને આવરી લે છે - ધારો કે તમારી કાર થર્ડ-પાર્ટી વાહન, મિલકત અથવા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે અથવા ઇજા પહોંચાડે છે. આવા સંજોગોમાં, થર્ડ-પાર્ટી પોલિસી કવર થર્ડ-પાર્ટીના નુકસાનની તમામ નાણાકીય જવાબદારીઓ વહન કરે છે.
  3. પર્સનલ એક્સિડન્ટ કવર - જેમણે સપ્ટેમ્બર 2018 પછી ફોર-વ્હીલર ખરીદ્યું છે, એ લોકો માટે આઈ.આર.ડી.એ.આઈ. એ પર્સનલ એક્સિડન્ટ કવર ફરજિયાત કર્યું છે. આ યોજના વાહન-માલિકના મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં પોલિસીધારકના પરિવારના સભ્યોને વળતર આપે છે.
  4. પોતાની કારના નુકસાન સામે રક્ષણ આપે છે - કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમારા MG ZS EV ને અકસ્માત અથવા અન્ય જોખમો જેમ કે ચોરી, કુદરતી આફતો, આગ અને અન્ય કારણે થયેલા નુકસાનને આવરી લે છે.
    થર્ડ-પાર્ટી પોલિસી ધરાવતી વ્યક્તિઓએ આવા સંજોગોમાં તેમની નાણાકીય સલામતી માટે પોતાની કારના નુકસાન સામે રક્ષણ માટેની એક સ્વતંત્ર પોલિસી ખરીદવી પડશે.
  5. નો ક્લેમ બોનસના લાભો - જો તમે એક વર્ષ સુધી કોઈ ક્લેમ ન કરો, તો તમે તમારા MG ZS EV ના કાર ઇન્સ્યોરન્સ સામે ચૂકવવાપાત્ર પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ડિજીટ જેવા નામાંકિત ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર સતત પાંચ વર્ષ સુધી ક્લેમ ન કર્યો હોય તો 50% ડિસ્કાઉન્ટ આપે છે.

જો કે, ઇન્સ્યોરન્સ પ્રોવાઇડરની પસંદગી કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. તમારા ઇન્સ્યોરન્સ કવરથી તમે જે લાભો મેળવી શકો છો તેનું હંમેશા મૂલ્યાંકન કરો.

દાખલા તરીકે, તમે મોંઘા પ્રીમિયમના વધુ પડતા બોજથી બચવા માટે ડિજીટ ઇન્સ્યોરન્સનો વિચાર કરી શકો છો.

MG ZS EV વિશે વધુ માહિતી

એક્સાઈટ અને એક્સક્લુઝિવ એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ, MG ZV EV અનન્ય સુવિધાઓ સાથે અગ્રેસર છે અને સાથે જ તમારી જરૂરિયાતો અને ડ્રાઇવિંગ સ્ટાઈલને અનુરૂપ થાય છે.

ચાલો હવે તેની કેટલીક હાઇ-ટેક સુવિધાઓ વિશે જાણીએ. 

  • 44.5 kWh બેટરી તમામ હવામાન પરિસ્થિતિઓમાં અજોડ પ્રદર્શન આપે છે. આ હાઇટેક બેટરી 143 bHP અને 353 NM ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
  • આઈ.સી.આ.ટી. પ્રમાણપત્ર મુજબ, એક જ ચાર્જ 419 કિમીની પ્રભાવશાળી દૂરી કાપે છે અને 8.5 સેકન્ડમાં 0 થી 100 kmph સુધી દોડી શકે છે.
  • ZS EV 50 kW DC ફાસ્ટ ચાર્જર સપોર્ટ કરે છે જે માત્ર 50 મિનિટમાં 0 થી 80% ચાર્જ માટે સક્ષમ છે. તેનાથી વિપરીત, સ્ટાન્ડર્ડ એસી ચાર્જર વાહનને સંપૂર્ણ ચાર્જ કરવામાં 6 થી 8 કલાક લે છે.
  • શ્રેષ્ઠ સલામતી માટે, MG એ ક્રુઝ કંટ્રોલ, ત્રણ સ્તરની કાઇનેટિક એનર્જી રિકવરી સિસ્ટમ (કે.ઇ.આર.એસ.), ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, છ એરબેગ, એચ.એસ.એ., એચ.ડી.સી., રિવર્સ પાર્કિંગ કેમેરા, સેન્સર્સ વગેરે ઇન્સ્ટોલ કરેલ છે.
  • મૉડલને ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે તમારી CO2 બચતને ટ્રૅક કરવામાં તમારી સહાય કરવા માટે MG મોટર્સે i-Smart મોબાઇલ એપ્લિકેશનનો સમાવેશ કર્યો છે.

ઉપરાંત, તેના અન્ય EV મૉડલની સફળતાને જોતાં, MG મોટર ઓક્ટોબર 2021 માં MG એસ્ટર નામનું MG ZS પેટ્રોલ વર્ઝન રજૂ કરવાની યોજના બનાવી રહી છે.

જો કે, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનનો ખ્યાલ પ્રમાણમાં નવો છે. આમ, MG ZS EV ના નુકસાન અને રિપ્લેસમેન્ટનો ખર્ચ ઘણો મોંઘો હશે. આથી, અકસ્માતો અને અન્ય દુર્ઘટનાઓમાં મહત્તમ નાણાકીય સુરક્ષા મેળવવા માટે તમારી MG ZS EV માટે ઇન્સ્યોરન્સ કવર મેળવવું હિતાવહ છે.

MG ZS EV - વેરિઅન્ટ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
ZS EV એક્સાઈટ ₹ 22.21 લાખ
ZS EV એક્સક્લુસિવ ₹ 25.94 લાખ

ભારતમાં MG ZS EV કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો હું થર્ડ-પાર્ટી ZS EV ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદું તો શું હું ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ સુવિધા પસંદ કરી શકું?

ના, થર્ડ-પાર્ટી ZS EV પોલિસીમાં ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપની સુવિધા શામેલ નથી. એ સેવાનો ઉપયોગ કરવા માટે, તમારે કોમ્પ્રીહેન્સિવ કવર મેળવવાની જરૂર છે.

હું મારું MG ZS EV ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ કેવી રીતે ઘટાડી શકું?

ઉચ્ચ ડિડક્ટિબલ પોલિસી પસંદ કરીને અને નાના ક્લેમને ટાળીને, તમે તમારા MG ZS EV ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકો છો.