Third-party premium has changed from 1st June. Renew now
મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઇન્સ્યોરન્સ ખરીદો અથવા રિન્યૂ કરો
જાપાની ઉત્પાદક સુઝુકીએ 2008માં મારુતિ સુઝુકી સેલેરિયો, 5-દરવાજાની હેચબેક લોન્ચ કરી હતી. આ કારની સેકન્ડ જનરેશન 2014માં ભારતીય કોમ્યુટર માર્કેટમાં સ્ટેન્ડઅલોન મોડલ તરીકે પ્રવેશ પ્રવેશી હતી. હાલમાં, તે પેટ્રોલ અને CNG ફ્યુઅલ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. નવેમ્બર 2021માં ભારતીય માર્કેટ મોડલની ત્રીજી જનરેશનનું સાક્ષી બન્યું છે.
લોન્ચિંગ બાદથી જ આ મોડલના ઘણા અપગ્રેડ આવ્યા છે, જેના પરિણામે એનર્જીથી પરિપૂર્ણ પર્ફોર્મન્સ અને બાંધછોડ વગરની સેફ્ટી આપવામાં આવે છે. આ કારણે જ મારુતિએ સેલેરિયોના વિવિધ મોડલના કુલ લગભગ 57000 યુનિટ વેચ્યા છે.
જો તમે આ કાર ચલાવો છો અથવા નવી ખરીદવાનું પ્લાનિંગ છે, તો તમારે મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઇન્સ્યોરન્સ લેવાનું વિચારવું જોઈએ. માન્ય કાર ઇન્સ્યોરન્સ પોલિસી નુકસાનના રિપેરિંગ ખર્ચને આવરી લે છે. જો તમારી પાસે ઇન્સ્યોરન્સ કવરેજ ન હોય તો તમારા ખિસ્સામાં મોટું કાણું પાડી શકે છે.
તમારી ઇન્સ્યોરન્સ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ભારતમાં ઘણી કંપનીઓ તમારા કાર ઇન્સ્યોરન્સ પર આકર્ષક ડીલ્સ અને અન્ય સર્વિસ ફાયદાઓ ઓફર કરે છે. આવી જ એક ઇન્સ્યોરન્સ કંપની ડિજિટ છે.
નીચેના સેગમેન્ટમાં ડિજિટ જેવા પ્રોવાઈડર્સ પાસેથી ઇન્સ્યોરન્સ મેળવવાના ફાયદા જણાવાયા છે.
વધુ જાણવા માટે વાંચતા રહો.
મારુતિ સેલેરિયો કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
શા માટે તમારે ડિજીટનો કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?
મારુતિ સુઝુકી સેલેરિયો માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન
થર્ડ-પાર્ટી | કોમ્પ્રીહેન્સિવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
|
થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન |
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ |
|
તમારી કારની ચોરી થવી |
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
|
તમારી IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રીહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.
સ્ટેપ 3
તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.
મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે તમે ડિજિટ શા માટે પસંદ કરો?
તમારી મારુતિ સુઝુકી સેલેરિયો કાર માટે શ્રેષ્ઠ ઇન્સ્યોરન્સ પસંદ કરવા માટે, તમારે યોગ્ય રિસર્ચ અને એનાલિસિસની જરૂર પડશે અને વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના પ્લાનની ઓનલાઇન સરખામણી કરવી પડશે. આ સંદર્ભે, તમે ડિજિટ ઇન્સ્યોરન્સને ધ્યાનમાં લઈ શકો છો કારણ કે તે નીચે મુજબના ઘણા ફાયદાઓ સાથે આવે છે:
1. અનેક ઇન્સ્યોરન્સ વિકલ્પો
જો તમે ડિજિટમાંથી ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરો છો, તો તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો:
- થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી: આ ભારતના મોટર વ્હિકલ એક્ટ, 1989 દ્વારા ફરજિયાત મૂળભૂત ઇન્સ્યોરન્સ પ્લાન છે. તે થર્ડ-પાર્ટીના નુકસાન અને લીટિગેશનના મુદ્દાઓને આવરી લે છે. તમે આ પ્લાન ડિજિટમાંથી મેળવી શકો છો અને તમારી મારુતિ કાર અને થર્ડ પાર્ટી વચ્ચે અકસ્માતોથી ઉભી થતી જવાબદારીઓને ટાળી શકો છો.
- કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી: તમારી મારુતિ કારને ચોરી, આગ, કુદરતી અથવા કૃત્રિમ આફતો અને અન્ય કમનસીબ અકસ્માતોને કારણે નુકસાન થઈ શકે છે. આવા કિસ્સાઓ દરમિયાન ડિજિટમાંથી સારી સંપૂર્ણ કવરેજ આપતી કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય સહાય પૂરી પાડી શકે છે અને તમારી જવાબદારી ઘટાડી શકે છે.
2. એડ-ઓન ફાયદા
જો તમે મારુતિ સુઝુકી સેલેરિયો માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પસંદ કરો છો, તો તમારી પાસે એડ-ઓન કવરનો સમાવેશ કરવાનો અને વધારાના ચાર્જિસ સાથે તમારી હાલની પોલિસીનું કવરેજ વધારવાનો વિકલ્પ છે. તમે જે એડ-ઓન કવરનો સમાવેશ કરી શકો છો તેમાં ઝીરો ડેપ્રિસિયેશન કવર, રોડસાઇડ આસિસ્ટન્સ, રિટર્ન-ટુ-ઇનવોઇસ કવર, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન સહિતના અનેકનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે તમે તમારી મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઇન્સ્યોરન્સના રિન્યૂઅલ સમયે પણ નજીવી રકમ ચૂકવીને આ એડ-ઓન પોલિસીઓનો સમાવેશ કરી શકો છો.
3. સરળ ઓનલાઇન પ્રક્રિયા
ડિજિટ તમને તમારા સ્માર્ટફોન દ્વારા મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઇન્સ્યોરન્સ માટે ઓનલાઈન અરજી કરવાની મંજૂરી આપે છે. આ સરળ એપ્લિકેશન પ્રોસેસ ડોક્યુમેંટની હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂરિયાતને પણ દૂર કરે છે. આના કારણે તમે થોડીક જ ક્ષણોમાં સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકો છો.
4. બોનસ અને ડિસ્કાઉન્ટ
મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ દરમિયાન, જો તમે તમારી પોલિસીના ટેન્યોર/મુદતમાં ક્લેમ-ફ્રી વર્ષ જાળવી રાખ્યું હશે એટલેકે મુદત/વર્ષ દરમિયાન ક્લેમ નહિ કર્યો હોય તો ડિજિટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ પોલિસી પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ ડિસ્કાઉન્ટને નો ક્લેમ બોનસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમારા પ્રીમિયમના મહત્તમ 50% સુધી હોઈ શકે છે.
5. વિશાળ નેટવર્ક ગેરેજ
ડિજિટ પાસે સમગ્ર ભારતમાં સંખ્યાબંધ નેટવર્ક કાર ગેરેજ છે જ્યાંથી તમે તમારી મારુતિ કાર માટે પ્રોફેશનલ રિપેર સર્વિસ મેળવી શકો છો. વધુમાં વ્યક્તિ આ ગેરેજમાંથી કેશલેસ સુવિધાનો લાભ લઈ શકે છે અને રિપેર સેન્ટરોને રોકડ ચૂકવવાનું ટાળી શકે છે.
6. સરળ ક્લેમ પ્રોસેસ
ડિજિટની સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા તેના ગ્રાહકોને મુશ્કેલી-રહિત ક્લેમ પ્રોસેસ પસંદ કરવા સક્ષમ બનાવે છે. ટેકનિશિયન નુકસાન માટે તમારી કારની તપાસ કરે અને પરંપરાગત સબમિશનની પ્રક્રિયાની સરખામણીમાં આ પ્રક્રિયામાં ઓછો સમય લાગે છે. આ પ્રક્રિયામાં તમે તમારા સ્માર્ટફોન દ્વારા નુકસાન માટે ક્લેમ ફાઈલિંગ કરી શકો છો અને કોઈપણ મુશ્કેલી વિના ક્લેમ કરી શકો છો.
7. 24x7 ગ્રાહક સેવા
જો તમે મારુતિ સુઝુકી સેલેરિયો ઇન્સ્યોરન્સ કિંમત વિશે અચોક્કસ હોવ અથવા અન્ય કોઈ પ્રશ્નોનો સામનો કરો છો તો પણ તમે ડિજિટના કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરી શકો છો અને ત્વરિત ઉકેલો મેળવી શકો છો. તેની રિસ્પોન્સિવ કસ્ટમર સર્વિસ રાષ્ટ્રીય રજાઓ પર પણ 24x7 ઉપલબ્ધ છે.
8. IDV કસ્ટમાઇઝેશન
મારુતિ સુઝુકી સેલેરિયો ઇન્સ્યોરન્સ કિંમત કારની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (IDV) સાથે બદલાય છે. કારની ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનના કિસ્સામાં તમને મળવાપાત્ર વળતરની રકમ નક્કી કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ આ વેલ્યુને ધ્યાને રાખે છે. કારની વેચાણ કિંમતમાંથી કારના ડેપ્રિસિયેશનને બાદ કરીને આ વેલ્યુનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જોકે, ડિજિટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ તમને આ વેલ્યુને કસ્ટમાઇઝ કરવા અને તમારા વળતરને મહત્તમ કરવાનો વિકલ્પ આપે છે. આમ, સુઝુકી સેલેરિયો ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, IDV ધ્યાનમાં લેવાનું મહત્વનું પરિબળ છે.
હવે જ્યારે તમે મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઇન્સ્યોરન્સ અને ડિજિટ દ્વારા આપવામાં આવતા લાભો વિશે જાણો છો, તો તમે એક સમજદારીપૂર્વકનો જાણકારીભર્યો નિર્ણય લઈ શકો છો. વધુમાં તમે ઉચ્ચ કપાતપાત્ર પ્લાન (ડિડકટેબલ પ્લાન) પસંદ કરીને ઓછા પ્રીમિયમ પર પણ પોલિસી પસંદ કરી શકો છો.
મારુતિ સુઝુકી સેલેરિયો માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?
તમારી મારુતિ સેલેરિયો ભલે જૂની હોય કે નવી , તમામ કારને પ્રોટેક્શનની જરૂર હોય છે અને તેથી જ તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારી મારુતિ સેલેરિયો કાર ઇન્સ્યોરન્સ પોલિસી થકી સુરક્ષિત છે. કાર ઇન્સ્યોરન્સના કેટલાક ફાયદાઓ નીચે વર્ણવ્યા છે:
- નાણાકીય જવાબદારીઓ : કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ હેઠળનું અંગત નુકસાન કવર તમને તમારી પોતાની કારને થયેલા નુકસાનને કારણે ઉભી થતી નાણાકીય જવાબદારીઓ સામે આવરી લે છે. તે તમારી કારને અકસ્માત, કુદરતી આફતો, ચોરી અથવા તોડફોડ, હડતાલ અને તોફાનોથી થતા હાનિ અને નુકસાન સામે રક્ષણ આપે છે.
- કાયદેસર રીતે સુસંગત : કાર ઇન્સ્યોરન્સ પોલિસી રાખવાથી ખાતરી રહેશે કે તમારી કાર ભારતીય રસ્તાઓ પર ચલાવવા માટે કાયદેસર છે . તેના અભાવે તમને 2,000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને તમારું લાઇસન્સ પણ રદ થઈ શકે છે.
- થર્ડ-પાર્ટી લાયાબિલિટી : ભૂલો થઈ શકે છે. થર્ડ-પાર્ટી વ્યક્તિ, પ્રોપર્ટી અથવા વાહનને નુકસાનીના કિસ્સામાં, તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી તેના કારણે થયેલા નુકસાન માટે આવરી લેશે.
- વ્યાપક કવર : સંપૂર્ણ કવચ પસંદ કરવા એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી હંમેશા વધુ સારી છે કારણ કે તે માત્ર ફરજિયાત આવશ્યકતાઓ- થર્ડ પાર્ટી નુકસાનને જ માત્ર આવરી નથી લેતી પણ તમને અને તમારી પોતાની કારને અણધાર્યા સંજોગોથી પણ સુરક્ષિત કરે છે. વધુમાં, તમારી પાસે કાર ઇન્સ્યોરન્સ એડ-ઓન્સ અને કવર જેવા કે ઝીરો ડેપ્રિસિયેશન કવર , બ્રેકડાઉન આસિસ્ટન્સ, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર વગેરે સાથે તમારી પોલિસીને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પણ છે.
મારુતિ સુઝુકી સેલેરિયો વિશે વધુ જાણો
મારુતિ સુઝુકીએ ઓટોમોબાઈલ ક્ષેત્રે અનેક ઉમદા કાર રજૂ કરી છે. કોમ્પેક્ટ અને કોઝી, મારુતિ સુઝુકી સેલેરિયો પણ આજ લિસ્ટની વધુ સારી માઇલેજ સાથેની રચના છે. તેને વર્લ્ડ ઓટો ફોરમ એવોર્ડ્સ 2015માં સર્વશ્રેષ્ઠ ઈનોવેશનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
લાંબી મુસાફરી માટે આ સંપૂર્ણપણે ભરોસાપાત્ર કાર છે અને તેની ફ્યુઅલ ઈકોનોમી પ્રતિ લિટર 23.1 કિમી છે. મારુતિ સુઝુકી સેલેરિયોમાં બે ફ્યુઅલ વેરિઅન્ટ પેટ્રોલ અને CNG છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે આવે છે. આ સ્ટાઇલિશ અને ક્લાસી કારની કિંમત રૂ.4.41 લાખથી શરૂ થાય છે
મારુતિ સુઝુકી સેલેરિયો ત્રણ મેન્યુઅલ અને બે ઓટોમેટિક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. કાર હાઇવે પર ચલાવવા માટે સલામત છે અને તમારા રોજિંદા સફરમાં એક આદર્શ સાથી પણ બની રહેશે. વર્ષ 2014માં લોન્ચિંગ બાદ સતત અત્યાર સુધી તેણે સારું પ્રદર્શન કર્યું છે.
તમારે મારુતિ સુઝુકી સેલેરિયો કેમ ખરીદવી જોઈએ?
મારુતિ સેલેરિયોમાં ત્રણ વેરિયન્ટ્સ LXI, VXI અને ZXIનો સમાવેશ થાય છે, જેમાં દરેક પ્રકારમાં LXI(O), VXI(O), અને ZXI(O) વિકલ્પો ઉપલ્બધ છે. સેલેરિયોના VXI અને ZXI બે ઓટોમેટિક વેરિયન્ટ્સ પણ છે. દરેકમાં મજબૂત કંટ્રોલ માટે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, ફોર્સ લિમિટર, ડ્રાઇવર એરબેગ અને ફ્રન્ટ સીટ બેલ્ટ પ્રી-ટેન્શનર છે. દરેક વર્ઝનમાં ડ્રાઇવરની એરબેગ આવશે જ પરંતુ ઓટોમેટિક મોડલમાં પેસેન્જર એરબેગ પણ ઉપલબ્ધ છે.
કારમાં વધુમાં વધુ 5 સભ્યો સરળતાથી મુસાફરી કરી શકશે. મારુતિ સેલેરિયોના બેઝ લેવલન ફીચર્સ પણ ધ્યાનાકાર્ષક છે. આ સેગમેન્ટની અન્ય કોઈ કાર ABS ઓફર કરતી નથી. તમને LXIમાં એર કન્ડીશનીંગ, ઈલેક્ટ્રોનિક પાવર સ્ટીયરીંગ અને ડ્રાઈવર સીટ બેલ્ટ રીમાઇન્ડર મળે છે. VXI જેવા મોડલ્સમાં તમને વધારાની આગળ અને પાછળની પાવર વિન્ડો, દિવસ અને રાત અંદરથી રીઅર-વ્યુ મિરર, એડજસ્ટેબલ બહારનો રીઅર-વ્યૂ મિરર અને 60:40 સ્પ્લિટ સાથે પાછળની સીટ મળે છે.
જેમ જેમ તમે ZXI પર જવા માટે તમારું બજેટ વધારશો તેમ તમને CD, USB અને Aux-in સાથે ડબલ ડીઆઈએન ઑડિયો સિસ્ટમ મળશે, ઈલેક્ટ્રોનિકલી એડજસ્ટેબલ બહારના રિયર-વ્યૂ મિરર, સેન્ટ્રલ લોકિંગ અને ઘણું બધું મળશે.
તપાસો: મારુતિ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
મારુતિ સુઝુકી સેલેરિયો વેરિયન્ટ્સની પ્રાઈઝ લિસ્ટ/કિંમત યાદી
વેરિયન્ટ્સનું નામ | વેરિઅન્ટ્સની આશરે કિંમત (નવી દિલ્હીની, અન્ય શહેરોમાં બદલાઈ શકે છે) |
---|---|
LXI | ₹ 5.49 લાખ |
VXI | ₹ 6.17 લાખ |
ZXI | ₹ 6.50 લાખ |
VXI AMT | ₹ 6.84 લાખ |
ZXI AMT | ₹ 7.23 લાખ |
ZXI Plus | ₹ 7.23 લાખ |
ZXI Plus AMT | ₹ 7.78 લાખ |
[1]
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું મારી મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઇન્સ્યોરન્સ પોલિસી પર સર્વિસ ટેક્સ લાગુ થાય છે?
હા, પ્રવર્તમાન કાયદા મુજબ મારુતિ કારના મોટર ઇન્સ્યોરન્સ પર સર્વિસ ટેક્સ લાગુ થાય છે.
શું હું અગાઉના માલિકના નામે મારુતિ સુઝુકી સેલેરિયો ઇન્સ્યોરન્સ ચાલુ રાખી શકું?
ના, તમારે તમારા પોતાના નામ પર ઇન્સ્યોરન્સ ટ્રાન્સફર કરવો જોઈએ; અન્યથા, તમે તેની સામે ક્લેમ કરી શકશો નહીં.