વિઝા એપ્લિકેશન સ્ટેટ્સ ચકાસવાના સ્ટેપ્સ કયા છે?
વિદેશ પ્રવાસ માટે વિઝા માટે એપ્લિકેશન કરવી અને મંજૂરી મેળવવી ફરજિયાત છે. જોકે, આ પ્રક્રિયા મુશ્કેલ હોઈ શકે છે. પ્રથમ તમારે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરવા પડશે અને અરજી પ્રક્રિયા પણ પૂર્ણ કરવી આવશ્યક છે. એપ્લિકેશન કર્યા પછી પણ વ્યક્તિઓ સંભવિત પ્રોસેસિંગ ટાઈમનો ખ્યાલ મેળવવા માટે વિઝા સ્ટેટ્સ ચકાસતા રહેવું પડે છે.
શું તમે વિઝા સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું તે જાણવા માટે ઉત્સુક છો? તો પછી, વ્યાપક માર્ગદર્શન મેળવવા માટે આ આર્ટિકલ સાથે જોડાયેલા રહો.
વિઝા એપ્લિકેશન સ્ટેટ્સ કેવી રીતે ટ્રેક કરવું?
1. પાસપોર્ટ નંબરનો ઉપયોગ કરીને
વિઝા એપ્લિકેશનને ટ્રેક કરવાની એક સામાન્ય રીત પાસપોર્ટ નંબર છે. એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે વ્યક્તિએ એપ્લિકેશનની સાથે સંકળાયેલ તેમનો પાસપોર્ટ નંબર દાખલ કરવો પડશે. જો તમે ભારતીય વિઝા મેળવવાનો પ્લાન ઘડી રહ્યા હોવ, તો તમે નીચે જણાવેલા સ્ટેપને અનુસરી શકો છો.
સ્ટેપ 1: ભારતીય ઇમિગ્રેશન બ્યુરોની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. હોમ પેજ પર લિંક સિલેક્ટ કરો.
સ્ટેપ 2: આ પેજ પર પર ક્લિક કરો. આ નવા પેજ પર રીડાયરેક્ટ કરશે.
સ્ટેપ 3: પર ક્લિક કરો. પછી તમારો પાસપોર્ટ નંબર દાખલ કરો અને પર ક્લિક કરો.
2. એપ્લિકેશન આઈડીનો ઉપયોગ કરીને
તમારી વિઝા એપ્લિકેશનનું સ્ટેટ્સ ચકાસવાની બીજી રીત તમારો એપ્લિકેશન આઈડી દ્વારા છે. એકવાર તમે તમારી એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી લો પછી તે પેજ પર એક નંબર રજૂ થશે. આ તમારો યુનિક એપ્લિકેશન આઈડી હશે જેને નોંધી રાખવાની સલાહ આપવામાં આવે છે. ચાલો તેના થકી તમારા ભારતીય વિઝાનું સ્ટેટ્સ કેવી રીતે ચકાસવું તેનું ઉદાહરણ જોઈએ.
સ્ટેપ 1: ભારતીય ઇમિગ્રેશન બ્યુરોની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. હોમ પેજ પર લિંક સિલેક્ટ કરો.
સ્ટેપ 2: આ પેજ પર ક્લિક કરો. તે નવા પેજ પર રીડાયરેક્ટ કરશે.
સ્ટેપ 3: પર ક્લિક કરો. તમારો એપ્લિકેશન નંબર દાખલ કરો.
સ્ટેપ 4: કેપ્ચા કોડ દાખલ કરો અને પર ક્લિક કરો.
વિવિધ દેશો માટે વિઝા એપ્લિકેશન સ્ટેટ્સ કેવી રીતે ચકાસવું?
તમે જોઈ શકો છો તેમ વિઝા સ્ટેટ્સ ટ્રેકિંગ એક સરળ પ્રોસેસ છે. ઉપરોક્ત વિભાગો જ્યારે ફક્ત ભારતીય વિઝા મેળવવા માટેની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે નીચેના સ્ટેપ તમને વિવિધ દેશો માટે વિઝા સ્ટેટ્સ ચકાસવા માટે જરૂરી ગાઈડલાઈન આપશે.
સ્ટેપ 1: સંબંધિત દેશની ઓફિશિયલ સરકારી ઇમિગ્રેશન વેબસાઇટની મુલાકાત લો. હોમ પેજ ચકાસો અને વિઝા એપ્લિકેશનનો વિકલ્પ શોધો.
સ્ટેપ 2: તેના પર ક્લિક કરો, પછી તમને વિઝા એપ્લિકેશન વિગતોના પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. ‘વિઝા સ્ટેટ્સ ચેક’ના વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 3: એપ્લિકેશન આઈડીનો તમારો પાસવર્ડ નંબર દાખલ કરો. વધુમાં, જરૂર મુજબ તમારી જન્મતારીખ અથવા કેપ્ચા કોડ દાખલ કરો.
સ્ટેપ 4: છેલ્લે, સબમિટ પર ક્લિક કરો અને સ્ક્રિન પર તમારી વિઝા એપ્લિકેશનનું સ્ટેટ્સ રજૂ થશે.
આમ, આ લેખમાં દર્શાવ્યા મુજબ વિઝા સ્ટેટ્સ ચકાસવાના સ્ટેપ મુશ્કેલ નથી અને તે સંપૂર્ણપણે ઓનલાઈન છે. અરજદારો સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઝડપથી ચકાસી શકે છે. વધુમાં, તે તેમને એપ્લિકેશન પર નજર રાખવા અને તેની સંભવિત મંજૂરી અંગે અંદાજ કાઢવા સક્ષમ બનાવશે.
વિઝા એપ્લિકેશન સ્ટેટ્સને ટ્રેક કરવાના પગલાં વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
વિઝા એપ્લિકેશનના વિવિધ સ્ટેટ્સ/સ્થિતિઓ શું છે?
વિઝા એપ્લિકેશન માટેની કેટલીક સામાન્ય સ્થિતિઓમાં વહીવટી પ્રક્રિયામાં, જારી કરેલ, નકારવામાં આવેલ અને, ઇમિગ્રન્ટ વિઝા નો સમાવેશ થાય છે. જો તમારૂં સ્ટેટ્સ સૌથી છેલ્લે વર્ણવેલઇ મિગ્રન્ટ વિઝા હોય તો તેમાં અન્ય કેટલીક સ્થિતિઓ સમયસીમા સમાપ્ત, ટૂંક સમયમાં સમાપ્ત, એનવીસીને પરત અથવા ટ્રાન્સફર ચાલુ છે વગેરે દર્શાવેલ હોઈ શકે છે.
જો હું મારો એપ્લિકેશન આઈડી ભૂલી જવું કે ગુમાવી દઉં તો પણ મારી વિઝા એપ્લિકેશનનું સ્ટેટ્સ ચકાસી શકું?
હા, તમે પાસપોર્ટ નંબર અને જન્મતારીખ દ્વારા પણ તમારી વિઝા એપ્લિકેશનનું સ્ટેટ્સ ચકાસી શકો છો. જોકે એપ્લિકેશન આઈડીની નોંધ કરવી વધુ સલાહભરી છે કારણકે તે ભવિષ્યના રેફરન્સ માટે જરૂરી હોઈ શકે છે.