ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન ખરીદો
Instant Policy, No Medical Check-ups

ઉક ટોઉંરીસ્ટ વિસા ફ્રોમ ઇન્ડિયા

ભારતમાંથી યુકે ટૂરિસ્ટ વિઝા વિશે બધું

ટ્રાવેલ આપણામાંના મોટાભાગના લોકો માટે, તે એક વસ્તુ છે જેના માટે આપણે જીવીએ છીએ. વિદેશ ટ્રાવેલ માટે આપણે બુકિંગ અને ટ્રાવેલનું આયોજન એવી વસ્તુઓ છે જે આપણે મહિનાઓ પહેલાથી જ આશા-ઉન્માદ સાથે યોગ્ય પ્લાનિંગ કરીને તકેદારી સાથે તૈયાર કરીએ છીએ પરંતુ આ પ્રક્રિયામાં સૌપ્રથમ આવે છે જે દેશમાં ટ્રાવેલ કરવા જઈ રહ્યાં છો ત્યાંના વિઝા લેવા. આ ટૂરિસ્ટ વિઝા એવી વસ્તુ છે જે આપણે ઘણી વાર છેલ્લી ક્ષણ સુધી ભૂલી જઈએ છીએ અથવા છોડી દઈએ છીએ.

ફ્લાઇટ દ્વારા થોડા જ કલાકો દૂર રહેલું યુકે ભારતીયોના વિદેશ ટ્રાવેલ માટેનું સૌથી લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. પછી ભલે તે વિદ્યાર્થીઓ અથવા વિદેશી પરિવાર અને મિત્રોની મુલાકાત લેવાના બહાને હોય અથવા ફક્ત લંડનના સુંદર શહેર અને સ્કોટલેન્ડ અને વેલ્સના ગ્રામ્ય વિસ્તારોની મુસાફરીનો આનંદ માણવાનું કારણ હોય. તમે જ્યારે તમારી રજાઓ માટે તૈયારી કરો છો અને આયોજન કરો છો ત્યારે આ લેખ તમને ભારતમાંથી તમારા UK ટૂરિસ્ટ વિઝાને કેવી રીતે સુરક્ષિત રાખવો તેની વિગતવાર રૂપરેખા આપે છે.

શું ભારતીયોને યુકે માટે વિઝાની જરૂર છે?

તમે અમેરિકન, કેનેડિયન અથવા ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધારક ન હોવ તો તમારે યુકેમાં ટ્રાવેલ કરવા માટે ટૂરિસ્ટ વિઝા માટે ફરજિયાત અરજી કરવી પડશે. પરંતુ ચિંતા કરશો નહીં, ભારતમાંથી પ્રમાણભૂત UK વિઝિટર વિઝા પ્રક્રિયામાં લગભગ બે અઠવાડિયાનો સમય લાગે છે અને બજારમાં ઉડતી રેન્ડમ અફવાઓથી વિપરીત આ વિઝા માટે પરવાનગી મેળવવી મુશ્કેલ પણ નથી. તમને ભારતમાંથી તમારા યુકે વિઝા માટેના તમામ આવશ્યક દસ્તાવેજો તૈયાર રાખો અને માંગવામાં આવે ત્યારે બધું સબમિટ કરો.

શું યુકેમાં ટ્રાવેલ કરતા ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ છે?

ના, કમનસીબે યુકેમાં ટ્રાવેલ કરતા ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા ઓન અરાઈવલ પસંદ કરવાનો કોઈ વિકલ્પ નથી. તેથી, સ્ટાન્ડર્ડ યુકે ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરીને, મંજૂરી મેળવી જ બ્રિટન જવાનો એકમાત્ર રસ્તો છે.

ભારતમાંથી યુકે ટુરિસ્ટ વિઝા માટેના ચાર્જ શુ છે?

ભારતમાંથી યુકેના ટૂરિસ્ટ વિઝા માટેની પ્રોસેસિંગ ફી પેટે લગભગ 97.89 અમેરિકન ડોલર એટલેકે 79.06 પાઉન્ડ જેટલો ખર્ચ થશે. જોકે જો તમે તમારી પ્રક્રિયાને ઝડપી બનાવવા અથવા સરળ બનાવવા માટે વિઝા એજન્ટનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો એજન્ટ વધારાની કમિશન ફીનો પણ સમાવેશ કરશે.

યુકે વિઝા માટે જરૂરી દસ્તાવેજો

  • સૌપ્રથમ ખાતરી કરો કે તમારો પાસપોર્ટ 6 મહિનાથી વધુ સમય માટે માન્ય છે. એ પણ ખાતરી કરો કે તમારી પાસે વિઝા માટે ઓછામાં ઓછા બે ખાલી પેજ ઉપલબ્ધ છે.
  • તમારી ટ્રાવેલ માટે તમારી પાસે પૂરતું ભંડોળ છે તે સાબિત કરવા માટે ઓછામાં ઓછા છેલ્લા ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ.
  • બે 45mm x 35mm (પાસપોર્ટ-સાઈઝના) ફોટોગ્રાફ્સ.

ભારતમાંથી યુકે વિઝિટર વિઝા માટે કેવી રીતે અરજી કરવી?

  • અરજી ફોર્મ ભરવું - gov.uk વેબસાઈટની વિઝીટ કરો અને તમારી યુકે વિઝિટ/ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન ભરો. ખાતરી કરો કે તમે તમારી બધી વિગતો યોગ્ય રીતે સાચી ભરો છો. ખોટી રીતે ઉલ્લેખિત કોઈપણ માહિતી તમારા વિઝાને રિજેક્ટ કરી શકે છે. જો તમને તમારી વિઝા પ્રક્રિયામાં મદદની જરૂર હોય અથવા પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂર હોય તો તમે નાની ફી ચૂકવીને વિઝા એજન્ટ દ્વારા પણ અરજી કરાવી શકો છો.
  • યુકે વિઝા પ્રોસેસિંગ ફી - તમારું ફોર્મ ભર્યા પછી માન્ય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા યુકે વિઝા ફી માટે ચૂકવણી કરો. સ્ટાન્ડર્ડ યુકે વિઝિટર વિઝાની કિંમત 6 મહિના સુધી 123 અમેરિકન ડોલર (100 પાઉન્ડ) છે. 
  • તમારી ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ બુક કરો - તમારી ચુકવણી પૂર્ણ થયા પછી તમને તમારી ઇન્ટરવ્યૂ તારીખ બુક કરવા માટે કહેવામાં આવશે. ખાતરી કરો કે તમારી એપોઇન્ટમેન્ટ તમે ઉપલબ્ધ હો તે તારીખે જ લેશો. જો તમે તમારી એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવા માંગતા હોવ તો તમારે ફરીથી UK વિઝા અરજી કરવાની જરૂર પડશે!
  • તમારા દસ્તાવેજો સાથે રાખો - તમે તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવા જાવ છો ત્યારે ખાતરી કરો કે તમારી પાસે તમારા અરજી ફોર્મની, તમારી UK વિઝા ફીની રસીદ અને અલબત્ત તમારો પ્રિન્ટેડ પાસપોર્ટ હાથવગો છે.
  • વધારાના દસ્તાવેજો - વધુમાં, તમારા કામચલાઉ ફ્લાઇટ બુકિંગ, હોટેલ્સ, તમારી યુકે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વર્લ્ડ કપ ટિકિટો, તમારા પાસપોર્ટની નકલો વગેરે જેવા દસ્તાવેજો જોડે રાખો. જો તેઓ માંગે તો બતાવવા પડશે. સહાયક દસ્તાવેજો હંમેશા ભારતમાંથી UK વિઝિટર વિઝા માટેની તમારી અરજીને વધુ મજબૂત બનાવે છે.
  • યુકે ટૂરિસ્ટ વિઝા પ્રોસેસિંગ ટાઈમ - ભારતમાંથી સ્ટાન્ડર્ડ યુકે ટૂરિસ્ટ વિઝાની પ્રક્રિયામાં સામાન્ય રીતે 2 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પરંતુ, ફક્ત સલામત બાજુએ રહેવા માટે ઓછામાં ઓછા 3 અઠવાડિયા પહેલા અરજી કરવી હંમેશા વધુ સલાહભરી છે.
  • યુકે માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ - લોકો વારંવાર પૂછે છે, "શું મને ખરેખર યુકે માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સની જરૂર છે?". અગાઉ સૂચવ્યા મુજબ સલામત બાજુ પર રહેવું અને એક ઇન્શ્યુરન્સ હોવો હંમેશા વધુ સુરક્ષિત અને સારું છે! જો તમે ઇન્શ્યુરન્સને વિઝા દસ્તાવેજોને સમર્થન આપવા માટે ન લઈ રહ્યાં હોવ તો પણ જ્યારે તમે ટ્રાવેલ કરી રહ્યાં હોવ ત્યારે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને બધી કમનસીબ પરિસ્થિતિઓથી બચાવશે. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમારી મુસાફરી પહેલા કોઈપણ સમયે ઓનલાઇન ખરીદી શકાય છે.

યુકે માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવાના 6 કારણો

  • યુકેમાં બધી રીતે ટ્રાવેલ કરવો એ સસ્તી બાબત નથી. તદુપરાંત, જો તમે ત્યાં વર્લ્ડ કપ માટે ટ્રાવેલ કરી રહ્યાં છો તો આપણે બધા જાણીએ છીએ કે તે સ્ટેડિયમ ટિકિટો કેટલી મોંઘી છે! છેલ્લી વસ્તુ જે તમે ઇચ્છતા હોવ તે છે બિનઆયોજિત પરિસ્થિતિઓમાં વધુ પૈસા ખર્ચવા.
  • વધુમાં આજે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ મોંઘો નથી અને ટ્રાવેલ દરમિયાન તમારા માર્ગે આવી શકે તેવા કોઈપણ બિનઆયોજિત નાણાકીય નુકસાન સામે રક્ષણ મેળવવા માટે તે હંમેશા વધુ સમજદાર પસંદગી છે. દાખલા તરીકે; યુકે માટે એક સપ્તાહની સફર માટેનો ડિજિટ યુકે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને ₹ 225 (GBP 2.25) (GST વિના) જેટલો ઓછા ખર્ચે મળી રહ્યો છે. તમે ચોંકી ઉઠ્યા હશો પરંતુ આ ખર્ચ તમારી ટ્રિપ દરમિયાન તમારા ભોજનના એક સમયના ખર્ચ કરતા પણ ઓછો છે. ખરૂંં ને?
  • ફ્લાઇટમાં વિલંબ જેવી નાની મુશ્કેલીઓથી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને તમારા સમય અને નાણાં સાથે વળતર આપશે, જે તમે એરપોર્ટ પર રાહ જોવામાં ખર્ચ કરશો.
  • જો તમે વર્લ્ડ કપ દરમિયાન યુકે જઈ રહ્યાં છો તો ત્યારે ત્યાં અનેક ટૂરિસ્ટ હશે અને ઘણા ટૂરિસ્ટઓ નાના ગુનાઓ માટે આવશે! પરંતુ ગભરાશો નહીં, જો તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ છે તો તમને ચોરી, પાસપોર્ટ ખોવાઈ જવા અથવા કાનૂની બોન્ડના કિસ્સામાં પણ આવરી લેવામાં આવશે.
  • કમનસીબ કિસ્સાઓમાં જ્યાં તમે તમારી રજા દરમિયાન બીમાર પડો અથવા મેડિકલ ઈમરજન્સીનો સામનો કરો તો પણ તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને તમામ જરૂરી ખર્ચાઓ સામે આવરી લેશે.
  • ટ્રાવેલ ઇન્શ્યુરન્સ આજે વિદેશમાં અડવેંચ સ્પોર્ટ્સ પણ આવરી લે છે, તેથી ભલે ગમે તે હોય - તમારી સફર દરમિયાન કોઈપણ વસ્તુ, અલબત્ત દરેક વસ્તુ દ્વારા તમારું રક્ષણ કરવામાં આવશે 😊વધુમાં, ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ભારતમાંથી તમારી યુકે ટૂરિસ્ટ વિઝા અરજીને પણ મજબૂત બનાવે છે.
  • આ વિશે વધુ જાણો:
  • ટ્રાવેલ ઇન્શ્યુરન્સની ઓનલાઇન સરખામણી કેવી રીતે કરવી?
  • ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી દેશો
  • શું વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત છે?

અંતે, અમે આશા રાખીએ છીએ કે તમે યુકે વિઝા પ્રક્રિયામાંથી પસાર થશો અને પાસપોર્ટ પર વધુ એક સ્ટેમ્પ લગાવશો અને વધુ સાહસિક બની આગળ વધશો. તમને તમારી યુકે રજાની શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા પણ રાખીએ કે શ્રેષ્ઠ ટીમ વર્લ્ડ કપ જીતે😉! 😉

ભારતીય નાગરિકો માટે યુકે ટૂરિસ્ટ વિઝા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું યુકેની મુલાકાત લેવા માટે વિઝા માટે અરજી કરું તે પહેલાં મારો પાસપોર્ટ ચોક્કસ સમયગાળા માટે માન્ય હોવો જરૂરી છે?

હા, જ્યારે તમે યુનાઇટેડ કિંગડમમાં વિઝા માટે અરજી કરો ત્યારે તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા આગામી 6 મહિના માટે માન્ય હોવો જરૂરી છે. જો પાસપોર્ટ વહેલા સમાપ્ત થઈ જાય તો તમે અસ્વીકાર (રિજેક્શન) નો સામનો કરી શકો છો.

જો વિઝા નકારવામાં આવે તો મારી અરજી ફીનું શું થશે?

તમારી અરજી નકારવામાં આવે તો પણ અરજી ફી પરત કરવાનો કોઈ વિકલ્પ નથી. આવા સંજોગોને ટાળવા માટે અરજી કરતા પહેલા દરેક ગાઈડલાઈનનું કાળજીપૂર્વક પાલન કરવું શ્રેષ્ઠ ઉપાય અને સલાહ છે.

શું યુનાઇટેડ કિંગડમ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-ઓન-અરાઇવલની જોગવાઈઓ પ્રદાન કરે છે?

ના, યુનાઈટેડ કિંગડમ આવી કોઈ સુવિધા આપતું નથી. તમારે અગાઉથી યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.

હું ચાર્જમાં રહેલા અધિકારીઓને મારી નાણાકીય સુખાકારી (મજબૂત નાણાંકીય સ્થિતિ) કેવી રીતે સાબિત કરી શકું?

દસ્તાવેજીકરણના ભાગ રૂપે તમારે પાછલા 3 મહિનાના તમારા બેંક સ્ટેટમેન્ટની કોપી આપવાની જરૂર પડશે. આ સ્ટેટમેન્ટ તમારી નાણાકીય સ્થિતિને પ્રતિબિંબિત કરશે.

યુનાઇટેડ કિંગડમની મુલાકાત વખતે સગીર માટે કોણે સહી કરવી પડશે ?

અરજી પ્રક્રિયામાં માતાપિતા અથવા કાનૂની વાલીએ સગીર વતી સહી કરવી પડશે. અરજી કરતી વખતે સગીરના પાસપોર્ટની નકલ અને માતા-પિતા/વાલીના સંમતિ પત્ર પણ આપવાના રહેશે.