ટ્રાવેલ આપણામાંના મોટાભાગના લોકો માટે, તે એક વસ્તુ છે જેના માટે આપણે જીવીએ છીએ. વિદેશ ટ્રાવેલ માટે આપણે બુકિંગ અને ટ્રાવેલનું આયોજન એવી વસ્તુઓ છે જે આપણે મહિનાઓ પહેલાથી જ આશા-ઉન્માદ સાથે યોગ્ય પ્લાનિંગ કરીને તકેદારી સાથે તૈયાર કરીએ છીએ પરંતુ આ પ્રક્રિયામાં સૌપ્રથમ આવે છે જે દેશમાં ટ્રાવેલ કરવા જઈ રહ્યાં છો ત્યાંના વિઝા લેવા. આ ટૂરિસ્ટ વિઝા એવી વસ્તુ છે જે આપણે ઘણી વાર છેલ્લી ક્ષણ સુધી ભૂલી જઈએ છીએ અથવા છોડી દઈએ છીએ.
ફ્લાઇટ દ્વારા થોડા જ કલાકો દૂર રહેલું યુકે ભારતીયોના વિદેશ ટ્રાવેલ માટેનું સૌથી લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. પછી ભલે તે વિદ્યાર્થીઓ અથવા વિદેશી પરિવાર અને મિત્રોની મુલાકાત લેવાના બહાને હોય અથવા ફક્ત લંડનના સુંદર શહેર અને સ્કોટલેન્ડ અને વેલ્સના ગ્રામ્ય વિસ્તારોની મુસાફરીનો આનંદ માણવાનું કારણ હોય. તમે જ્યારે તમારી રજાઓ માટે તૈયારી કરો છો અને આયોજન કરો છો ત્યારે આ લેખ તમને ભારતમાંથી તમારા UK ટૂરિસ્ટ વિઝાને કેવી રીતે સુરક્ષિત રાખવો તેની વિગતવાર રૂપરેખા આપે છે.
તમે અમેરિકન, કેનેડિયન અથવા ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધારક ન હોવ તો તમારે યુકેમાં ટ્રાવેલ કરવા માટે ટૂરિસ્ટ વિઝા માટે ફરજિયાત અરજી કરવી પડશે. પરંતુ ચિંતા કરશો નહીં, ભારતમાંથી પ્રમાણભૂત UK વિઝિટર વિઝા પ્રક્રિયામાં લગભગ બે અઠવાડિયાનો સમય લાગે છે અને બજારમાં ઉડતી રેન્ડમ અફવાઓથી વિપરીત આ વિઝા માટે પરવાનગી મેળવવી મુશ્કેલ પણ નથી. તમને ભારતમાંથી તમારા યુકે વિઝા માટેના તમામ આવશ્યક દસ્તાવેજો તૈયાર રાખો અને માંગવામાં આવે ત્યારે બધું સબમિટ કરો.
ના, કમનસીબે યુકેમાં ટ્રાવેલ કરતા ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા ઓન અરાઈવલ પસંદ કરવાનો કોઈ વિકલ્પ નથી. તેથી, સ્ટાન્ડર્ડ યુકે ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરીને, મંજૂરી મેળવી જ બ્રિટન જવાનો એકમાત્ર રસ્તો છે.
ભારતમાંથી યુકેના ટૂરિસ્ટ વિઝા માટેની પ્રોસેસિંગ ફી પેટે લગભગ 97.89 અમેરિકન ડોલર એટલેકે 79.06 પાઉન્ડ જેટલો ખર્ચ થશે. જોકે જો તમે તમારી પ્રક્રિયાને ઝડપી બનાવવા અથવા સરળ બનાવવા માટે વિઝા એજન્ટનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો એજન્ટ વધારાની કમિશન ફીનો પણ સમાવેશ કરશે.
અંતે, અમે આશા રાખીએ છીએ કે તમે યુકે વિઝા પ્રક્રિયામાંથી પસાર થશો અને પાસપોર્ટ પર વધુ એક સ્ટેમ્પ લગાવશો અને વધુ સાહસિક બની આગળ વધશો. તમને તમારી યુકે રજાની શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા પણ રાખીએ કે શ્રેષ્ઠ ટીમ વર્લ્ડ કપ જીતે😉! 😉