ભારતીયો માટે સેશેલ્સ વિઝા
ભારતીય નાગરિકો માટે સેશેલ્સ વિઝા વિશે અલ્ટિમેટ ગાઈડલાઈન
115 અલગ-અલગ ટાપુઓનું બનેલું, સેશેલ્સ પૂર્વ આફ્રિકાના દરિયાકિનારાથી લગભગ 1450 કિમી દૂર આવેલું છે. આ રાષ્ટ્રમાં મોટાભાગના ટાપુઓ નિર્જન રહે છે અને જે સ્થાનો રહેવા યોગ્ય છે તે પ્રવાસીઓ માટે કેટલાક સૌથી મોહક સ્થળો અને શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ માટે ઉત્તમ છે.
તે ભારતીય પ્રવાસીઓ માટે પણ લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. 2018ના અહેવાલ મુજબ તે વર્ષના પ્રથમ છ મહિનામાં દેશના 8000થી વધુ નાગરિકોએ સેશેલ્સ ટાપુઓની મુલાકાત લીધી હતી.
શું નૈસર્ગિક દરિયાકિનારા અને વાદળી સમુદ્રનું પાણી (Blue Ocean Water) તમને બોલાવે છે?
ભારતીયો માટે સેશેલ્સ વિઝા વિશે બધું જાણવા માટે વાંચતા રહો જેથી કરીને તમે આ આકર્ષક સ્થળ પર આરામદાયક વેકેશનનો આનંદ માણી શકો.
શું ભારતીયોને સેશેલ્સની મુલાકાત લેવા માટે વિઝાની જરૂર છે?
ના, સેશેલ્સની મુલાકાત લેતા ભારતીય નાગરિકોને દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી. જોકે, એક પ્રવાસી તરીકે તમારે ટાપુ રાષ્ટ્રમાં પહોંચ્યા પછી દેશના ઇમિગ્રેશન વિભાગ પાસેથી પરમિટ મેળવવી પડશે. આ પરમિટ જારી કર્યા પછી 30 દિવસ સુધી માન્ય રહે છે અને તેની જારી તારીખથી 3 મહિના સુધી લંબાવી શકાય છે.
જોકે, પ્રવાસીઓએ સેશેલ્સ મુસાફરી પરમિટ માટે પાત્ર બનવા માટે વ્યક્તિ દીઠ સેશેલ્સમાં તેમના રોકાણના સમયગાળા માટે દરરોજ ઓછામાં ઓછા 163 યુએસ ડોલર રાખવાની જરૂર છે.
શું ભારતીયો માટે સેશેલ્સમાં વિઝા ઓન અરાઈવલ/ઈ-વિઝા ઉપલબ્ધ છે?
ના, ભારતીય નાગરિકો માટે સેશેલ્સ વિઝા-ફ્રી દેશ હોવાથી, તમારે દેશમાં પ્રવેશવા માટે વિઝા ઓન અરાઈવલ અથવા ઈ-વિઝાની જરૂર પડશે નહીં. જોકે, પ્રવાસીઓએ હજુ પણ પરમિટ મેળવવાની જરૂર છે. તમે પરમિટ માટે ઓનલાઈન અરજી કરી શકતા નથી. તેના બદલે, તમારે અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ ટાપુ રાષ્ટ્રમાં આગમન પર જ પરમિટ મેળવવાની રહેશે.
ભારતીયો માટે સેશેલ્સ વિઝા ફી
ભારતીયો માટે વિઝા ફ્રી દેશ હોવાથી, દેશની મુલાકાત લેતા ભારતીય નાગરિકો માટે કોઈ વિઝા ફી લેવામાં આવતી નથી.
વધુમાં, સેશેલ્સની મુલાકાત લેવા માટે જરૂરી પરમિટ પણ મફત આપવામાં આવે છે અને તે તમને 3 મહિના સુધી દેશમાં રહેવાની પરવાનગી આપશે.
સેશેલ્સની મુલાકાત માટેની પરમિટ મેળવવા જરૂરી દસ્તાવેજો
સેશેલ્સ માટે પરમિટ મેળવવા તમારે તમારા વેકેશન પર નીચેના દસ્તાવેજો સાથે રાખવા આવશ્યક છે.
બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
સેશેલ્સથી કન્ફર્મ રિટર્ન ટિકિટ
સેશેલ્સમાં આગમનની તારીખથી ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા સાથેનો ભારતીય પાસપોર્ટ
રસીદ અથવા બિલના રૂપમાં હોટલ આવાસનો પુરાવો
ભારતીય પ્રવાસીઓ પાસે રોકાણના દિવસ દીઠ વ્યક્તિ દીઠ 163 યુએસ ડોલર અથવા લગભગ રૂ. 13,480.
આ ફક્ત કેટલીક મૂળભૂત આવશ્યકતાઓ છે, જે સેશેલ્સ પ્રવાસીએ પરમિટ મેળવવા માટે પૂરી કરવી આવશ્યક છે.
ભારતીય નાગરિકો માટે સેશેલ્સ પરમિટ માટે અરજી કરવાની પ્રક્રિયા
પહેલેથી જ કહ્યું તેમ આ સ્થળની મુસાફરી અત્યંત અનુકૂળ બને તે માટે સેશેલ્સ ભારતીયો માટે વિઝા-ફ્રી દેશ છે. જોકે તમે દેશની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ ત્યારે ટ્રાવેલ પરમિટ જરૂરી છે.
દેશમાં પહોંચ્યા પછી તમારે ટ્રાવેલ પરમિટ લેવાની જરૂર છે. ખાતરી કરો કે તમે દેશમાં અનુકૂળ પ્રવેશ માટે ઉપર જણાવેલ તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખો છો.
શું મારે સેશેલ્સ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?
વિદેશ પ્રવાસીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાનનો લાભ લેવાનું ફરજિયાત નથી. તેમ છતાં, આવા કવરની પસંદગી કરવી એ હંમેશા તમારી જાતને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે એક સમજદાર પગલું છે.
તમે દેશની બહાર નીકળો ત્યારે સેશેલ્સ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સનો લાભ લેવો. ખાસ કરીને ડિજિટમાંથી, શા માટે જરૂરી છે તેના કેટલાક કારણો નીચે સૂચિબદ્ધ કર્યા છે .
- ચિંતા કર્યા વિના એડવેન્ચર્સ પર જાઓ - ટ્રાવેલ ઇન્શ્યુરન્સ સાથે તમે ચિંતા કર્યા વિના સેશેલ્સમાં કોઈપણ એડવેન્ચર સ્પોર્ટમાં ભાગ લઈ શકો છો (માત્ર એક દિવસની પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવે છે) કારણ કે પોલિસી તે દરમિયાન થતા અકસ્માતો માટે કવરેજ પ્રદાન કરે છે.
- ખોવાયેલા અથવા ચોરાયેલા પાસપોર્ટ/પરમિટની બદલીને સરળ બનાવો - તમારી મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ તમારી બેગ ચોરી શકે છે, જેમાં તમારા પાસપોર્ટ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો હોય છે. આવા સંજોગોમાં, તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં પરમિટ/પાસપોર્ટ બદલવામાં સામેલ ખર્ચ આવરી લેવામાં આવશે.
- કોઈપણ રોકટોક ચિંતા વિના સેશેલ્સને એક્સપ્લોર કરો! - ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વડે તમે ખાતરી કરી શકો છો કે તમારી ટ્રિપ દરમિયાન અકસ્માત અથવા અન્ય કોઈપણ મેડિકલ ઇમરજન્સી જેવી રસ્તા પર ઊભી થતી અણધાર્યા પરિસ્થિતિઓથી તમે આર્થિક રીતે સુરક્ષિત છો. અકસ્માત સાથે સંકળાયેલી પરિસ્થિતિઓ હેઠળનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ભાડાની કાર, થર્ડ પાર્ટી લાયબિલિટી વગેરેને થતા નુકસાનને કારણે ઊભી થતી નાણાકીય જવાબદારીઓને આવરી લેશે.
- ટ્રિપ રદ કરી? તમામ પ્રી-બુકિંગ માટે ભરપાઈ મેળવો - જો તમારી ટ્રિપ કેન્સલ થઈ જાય તો અમે કોઈ પણ રીતે તમારી નિરાશાને દૂર કરી શકતા નથી પરંતુ અમે તમારા બધા પ્રી-બુક કરેલા નોન-રિફંડેબલ ખર્ચાઓ સાથે તમને વળતર આપીને પરિસ્થિતિને થોડી સરળ બનાવી શકીએ છીએ.
આ ઉપરાંત, સામાનમાં વિલંબ, કટોકટીના મેડિકલ ખર્ચાઓ, ચૂકી ગયેલા કનેક્ટિંગ ફ્લાઈટ્સ, કટોકટીની રોકડ જરૂરિયાતો, અમે તમારી સેશેલ્સની ટ્રિપ દરમિયાન આ બધું આવરી લીધું છે - તે પણ પ્રતિ દિનની માત્ર નજીવી રૂ. 214 ( જીએસટી બાકાત)ની કિંમતે. પ્રત્યેક પુખ્ત વયના વ્યક્તિ માટે 50,000 ડોલરના સમ ઇન્શુર્ડ માટે!
જોકે, વ્યક્તિગત લાયબિલિટીને આવરી લેતા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન સાથે, તમારા વીમાદાતા આવી ઘટનાઓમાંથી ઉદ્ભવતી જવાબદારીની ચૂકવણી કરે છે, જે તમારા મુસાફરીના નાણાંનો નિર્ણાયક હિસ્સો બચાવે છે.
ભારતીય નાગરિકો માટેના સેશેલ્સ ટૂરિસ્ટ વિઝા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
જો મારે સેશેલ્સમાં ત્રણ મહિનાથી વધુ રહેવાની જરૂર હોય તો મારે શું કરવું જોઈએ?
પ્રવાસીઓ કે જેમને આ દેશમાં ત્રણ મહિનાથી વધુ સમય પસાર કરવાની જરૂર છે તેઓ રૂ. 30,000 (ફેરફારને આધીન)ની ફીમાં ટ્રાવેલ પરમિટ પર એક્સ્ટેંશન માટે અરજી કરી શકે છે. જોકે, એક્સ્ટેંશન બીજા 3 મહિના માટે માન્ય રહેશે, જે પછી તેણે/તેણીએ ફરીથી પરમિટ રિન્યૂ કરવા માટે ફી ચૂકવવી પડશે.
4-દિવસની સેશેલ્સ ટ્રિપ માટે મારે મારી સાથે કેટલું લઈ જવાની જરૂર છે?
સેશેલ્સ પ્રવાસીએ દરરોજની લઘુત્તમ રકમ આશરે રૂ. 13,480 પ્રતિ વ્યક્તિ સાથે રાખવી જરૂરી છે. એટલેકે 4-દિવસની ટ્રિપ માટે તમારી પાસે ઓછામાં ઓછા રૂ. 54,000 પ્રતિ વ્યક્તિ હોવા આવશ્યક છે.
સેશેલ્સમાં પ્રવેશ માટે વિઝાની જરૂર નથી. શું મારે મારા પાસપોર્ટની જરૂર પડશે?
હા. સેશેલ્સમાં પ્રવેશ માટે પાસપોર્ટ ફરજિયાત છે. તે વિઝા-ફ્રી દેશ હોવા છતાં પાસપોર્ટ તમારી મુસાફરી દરમિયાન પ્રાથમિક ઓળખ દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે.