શેંગેન વિઝા ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

Instant Policy, No Medical Check-ups

વિદેશમાં મુસાફરી એ ચોક્કસપણે આપણામાંના ઘણા લોકો માટે બકેટ લિસ્ટ આઇટમ છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ એ એવો અનુભવ છે તેનો કોઈ પર્યાપ નથી એટલે કે વિદેશી મુસાફરી જેવો બીજો કોઈ અનુભવ જ નથી. આપણા મનપસંદ ફરવા લાયક સ્થળોમાં ઓછામાં ઓછું એક સ્ટોપ શેંગેન લિસ્ટનો એક દેશ તો હોવો જ જોઈએ. 

ટ્રિપ ગમે તેટલી મોંઘી લાગે ડિજિટનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમારી નાણાકીય ચિંતાઓને હળવી કરવામાં મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. તમારા શેંગેન વિઝાની પ્રક્રિયા કરવા માટે તમે સરળતાથી અમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ મેળવી શકો છો.

શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ એ એક પોલિસી છે, જે આ ઝોનના તમામ 26 દેશોને આવરી લે છે. શેંગેન વિઝા માટે અરજી કરતી વખતે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત છે. આ શેંગેન ઝોનના દરેક દેશ માટે અલગ-અલગ વિઝાને બદલે માત્ર એક વિઝા સાથે તમામ 27 શેંગેન દેશોમાં અવરોધ-મુક્ત મુસાફરીની ખાતરી આપે છે.

 

શું શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત છે?

હા, શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ લેવો ફરજિયાત છે. આનું કારણ છે શેંગેન વિઝાની જરૂરિયાતોના ભાગરૂપે દરેક પ્રવાસી પાસે €30,000 સુધીનું મેડિકલ કવર હોવું આવશ્યક છે. આ 26 દેશો માટે વિઝાની આવશ્યકતાઓ વ્યવહારીક રીતે સમાન છે, તેથી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોવો એ તમારી શેંગેન વિઝાની પ્રક્રિયાને સરળ રીતે બનાવવામાં મદદ કરશે. 

 

શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સની જરૂરિયાતો શું છે?

દરેક શેંગેન દેશમાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માટે ચોક્કસ શરતો હોઈ શકે છે. તમે મુસાફરી કરતા પહેલા જરૂરીયાતો માટે સંબંધિત દેશના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ સાથે તપાસ કરી સુનિશ્ચિત કરો. તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માટેની કેટલી કેટલીક ન્યૂનતમ શરતો અહીં વર્ણવામાં આવી છે:

  • ન્યૂનતમ €30,000નું મેડિકલ કવરેજ.
  • લાગુ કરેલ પોલીસી હેઠળ શેંગેન ઝોનનું સંપૂર્ણ કવરેજ.
  • પોલિસીમાં અન્ય કોઈપણ અણધાર્યા ખર્ચાઓ જેમ કે મેડિકલ કારણોસર સ્વદેશ પરત આવવું, ઈમરજન્સી હોસ્પિટલમાં સારવાર અથવા મૃત્યુ વગેરેને આવરી લેવા જોઈએ. 
  • પોલિસીની માન્યતા રોકાણના સમયગાળાને આવરી લે છે.

બસ તો, તમે તૈયાર છો! કોઈપણ અથવા બધા શેંગેન દેશોની મુસાફરી એ એક વરદાન છે અને અમે તમને તેનો અનુભવ કરવામાં મદદ કરવા માટે અહીં હાજર છીએ. જો તમે આનંદ માણવા અથવા કામ માટે મુસાફરી કરી રહ્યા હોવ, એકલ સફર અથવા ફેમિલી વેકેશન માટે ગયા હોવ તો તમારી મુસાફરીને સરળ અને મુશ્કેલીરહિત બનાવવા માટે ડિજિટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ અહીં છે.

મારે શા માટે મારા શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?

2022માં પેરિસ, ઇટાલી, સ્કેન્ડિનેવિયા અને બ્રસેલ્સમાં 200થી વધુ ફ્લાઇટો રદ કરવામાં આવી હતી.. (1)

ચોરીના ગુનાના ઉંચા દર ધરાવતા દેશોમાં ફ્રાન્સ ટોચના સ્થાને છે. બેલ્જિયમ અને સ્વીડન બીજા સ્થાને છે.  (2)

એકલા યુરોપમાં ૭૩ લાખ સામાન ખોવાઈ ગયા, ખોટી રીતે મુકાઈ ગયા અથવા વિલંબિત થયા હતા. (3)

કોરોના મહામારી ફાટી નીકળ્યા પછી દેશો ફરી ખુલવા છતા કર્મચારી બળની અછતને કારણે રદ્દ ફ્લાઈટો અને વિલંબિત ફ્લાઇટોમાં વધારો થયો છે. (4)

શેંગેન વિઝા માટે અરજી સમયે જ તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોવો ફરજિયાત છે.

શેંગેન વિઝા માટે અરજી કરતી વખતે તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન માટે ઓછામાં ઓછું €30,000નું ઇન્શ્યુરન્સ મેડિકલ કવરેજ આવશ્યક છે.

ડિજિટના ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વિશે શું સારું છે?

શૂન્ય કપાતપાત્ર - તમે જ્યારે ક્લેમ કરો છો ત્યારે તમે કંઈપણ ચૂકવતા નથી - બધો ખર્ચ અમારા પર છે.

એડવેન્ચર સ્પોર્ટ્સ કવરેજ - અમારા કવરેજમાં સ્કૂબા ડાઇવિંગ, બંજી જમ્પિંગ અને સ્કાયડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે (જો સમયગાળો એક દિવસનો હોય)

ફ્લાઇટમાં વિલંબ માટે તાત્કાલિક નાણાંકીય વળતર - અમે તમારો વધુ સમય બગાડવા માંગતા નથી. તેથી જ જ્યારે તમારી ફ્લાઇટ 6 કલાકથી વધુ વિલંબિત થાય છે, ત્યારે અમે તમને ₹500-1000નું વળતર તાત્કાલિક આપીએ છીએ.

સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓ - કોઈ પેપરવર્ક નહીં, અહિંયા-ત્યાં દોડવાનું નહીં. તમારે ક્લેમ કરવાનો હોય ત્યારે ફક્ત તમારા દસ્તાવેજો અપલોડ કરો.

મિસ્ડ-કોલ સુવિધા - અમને મિસ્ડ કોલ કરો અને અમે તમને 10 મિનિટમાં પાછા કોલબેક કરીશું. કોઈ વધુ ઇન્ટરનેશનલ કોલિંગ ચાર્જ નહિ!

વર્લ્ડવાઈડ સપોર્ટ - અમે વિશ્વના સૌથી મોટા હેલ્થઅને ટ્રાવેલ ઇન્શ્યુરન્સ નેટવર્ક Allianz સાથે ભાગીદારી કરી છે, જેથી સમગ્ર વિશ્વમાં તમને સરળ અને વ્યાપક સપોર્ટ-સમર્થન મળે. T&C લાગુ*

તમારી જરૂરિયાતોને અનુરૂપ શેંગેન ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન

બેઝિક ઓપ્સશન કમ્ફર્ટ ઓપ્સશન

મેડિકલ કવર

×

ઇમરજન્સીની આકસ્મિક સારવાર અને સ્થળાંતર

અકસ્માતો સૌથી અણધાર્યા સમયે થાય છે. કમનસીબે, અમે તમને ત્યાં બચાવી શકતા નથી, પરંતુ અમે તમને શ્રેષ્ઠ સારવાર મેળવવામાં ચોક્કસ મદદ કરી શકીએ છીએ. અમે તમને તાત્કાલિક હોસ્પિટલાઈઝેશનમાં પરિણમાતા મેડિકલ સારવાર માટે આવરી લઈએ છીએ.

×

ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ અને ઇવેક્યુએશન

ભગવાન ના કરે જો તમે અજાણ્યા દેશમાં તમારી મુસાફરી દરમિયાન બીમાર પડો, તો ગભરાશો નહીં! અમે તમારી સારવારનો ખર્ચ સંભાળી લઇશું. હોસ્પિટલના રૂમનું ભાડું, ઓપરેશન થિયેટર ચાર્જ વગેરે જેવા ખર્ચાઓ માટે અમે તમને કવર કરીશું.

×

પર્સનલ એક્સિડેન્ટ

અમે આશા રાખીએ છીએ કે આ કવર ક્યારેય જરૂરી ન પડે. પરંતુ સફર દરમિયાન કોઈપણ અકસ્માત, મૃત્યુ અથવા અપંગતા માટે આ લાભ સહાયરૂપ રહેશે.

×

દૈનિક રોકડ ભથ્થું (દિવસ/મહત્તમ 5 દિવસ)

તમે ટ્રિપ પર હોવ ત્યારે તમે તમારી રોકડને અસરકારક રીતે મેનેજ કરો છો. અને અમે નથી ઈચ્છતા કે તમે ઇમરજન્સી માટે કંઈપણ વધારાનો ખર્ચ કરો. તેથી, જ્યારે તમે હોસ્પિટલમાં દાખલ થાવ છો, ત્યારે તમને તમારા દૈનિક ખર્ચાઓનું સંચાલન કરવા માટે દરરોજ એક નિશ્ચિત દૈનિક રોકડ ભથ્થું મળે છે.

×

આકસ્મિક મૃત્યુ અને અપંગતા

આ કવરમાં ઇમરજન્સી આકસ્મિક સારવાર કવર જેવું બધું હોય છે, ત્યારે તેમાં સુરક્ષાનું એક વધારાનું સ્તર પણ હોય છે. તે બોર્ડિંગ, ડી-બોર્ડિંગ અથવા ફ્લાઇટની અંદર હોય ત્યારે મૃત્યુ અને અપંગતાને પણ આવરી લે છે (ટચવુડ!).

×

ઇમરજન્સી ડેન્ટલ ટ્રીટમેન્ટ

જો તમને સફરમાં તીવ્ર દુખાવો થાય છે અથવા તમારા દાંતમાં આકસ્મિક ઈજા થાય છે, જેના પરિણામે મેડિકલ પ્રોફેશનલ દ્વારા પૂરી પાડવામાં આવતી ઈમરજન્સી ડેન્ટલ સારવાર જરૂરી બને, તો અમે તમારી સારવાર માટે થતા ખર્ચને આવરી લઈશું.

×

સરળ પરિવહન આવરી લે છે

×

ટ્રિપ કેન્સલેશન

જો કમનસીબે તમારી ટ્રિપ કેન્સલ થઈ જાય, તો અમે તમારી ટ્રિપના પ્રી-બુક કરેલા, રિફંડપાત્ર ખર્ચને આવરી લઈએ છીએ.

×

સામાન્ય વાહક/કેરિયર વિલંબ

જો તમારી ફ્લાઇટ ચોક્કસ સમય મર્યાદા કરતાં વધુ વિલંબિત થાય છે, તો તમને લાભની રકમ મળશે અને કોઈ પ્રશ્ન પણ પૂછવામાં આવશે નહીં!

×

ચેક-ઇન સામાનમાં વિલંબ

અમે જાણીએ છીએ કે કન્વેયર બેલ્ટ પર રાહ જોવું એક હેરાનગતિ સમાન જ છે! તેથી, જો તમારો ચેક-ઇન સામાન 6 કલાકથી વધુ સમય માટે વિલંબિત થાય, તો તમને લાભની રકમ મળશે, કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં!

×

ચેક-ઇન બેગેજને નુકશાન

ટ્રિપમાં છેલ્લી સંભવિત વસ્તુ છે તમારો સામાન ખોવાઈ જવો. પરંતુ જો આવું કંઈક પણ બને તો તમારો સમગ્ર સામાન કાયમ માટે ખોવાઈ જવા માટેના લાભની રકમ મળે છે. જો ત્રણમાંથી બે બેગ ખોવાઈ જાય તો તમને પ્રમાણસર લાભ મળે છે, એટલે કે લાભની રકમનો 2/3 ભાગ.

×

કનેક્શન ચૂકી જવું

ફ્લાઇટ ચૂકી ગયા? ચિંતા કરશો નહીં! જો તમે ફ્લાઇટમાં વિલંબને કારણે પ્રી-બુક કરેલી આગળની ફ્લાઇટ ચૂકી જશો તો અમે તમારી ટિકિટ/પ્રવાસ-માર્ગ પર દર્શાવેલ આગલા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે જરૂરી વધારાના આવાસ અને મુસાફરી માટે ચૂકવણી કરીશું.

×

ફ્લેક્સિબલ ટ્રિપ

×

પાસપોર્ટ ગુમાવવો

અજાણી ભૂમિમાં સૌથી ખરાબ બાબત એ છે કે તમારો પાસપોર્ટ અથવા વિઝા ખોવાઈ જવો અથવા ગુમાવવો. જો તમે તમારા દેશની બહાર હોવ ત્યારે પાસપોર્ટ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા નુકસાન થાય તો અમે તેના માટેના ખર્ચની ભરપાઈ કરીએ છીએ

×

ઇમરજન્સી કેશ

જો કોઈ ખરાબ દિવસે તમારા બધા પૈસા ચોરાઈ જાય અને તમને ઈમરજન્સી રોકડની જરૂર હોય તો આ કવર તમારા બચાવમાં આવશે.

×

ઇમરજન્સી ટ્રિપ એક્સ્ટેંશન

અમે નથી ઈચ્છતા કે તમારી રજાઓ પૂરી થાય. પરંતુ હોસ્પિટલમાં પણ રહેવા દેવા માંગતા નથી! જો તમારી સફર દરમિયાન ઇમરજન્સીના કારણે તમારે તમારા રોકાણને લંબાવવાની જરૂર હોય તો અમે હોટલના એક્સ્ટેંશનની કિંમત અને રિટર્ન ફ્લાઇટ રિશેડ્યુલિંગની ભરપાઈ કરીશું. તમારા ટ્રાવેલ વિસ્તારમાં કુદરતી આફત અથવા અગમ્ય કારણોસરનું હોસ્પિટલાઈઝેશ ઇમરજન્સીનું કારણ બની શકે છે.

×

ટ્રિપ રદ

ઇમરજન્સીના કિસ્સામાં જો તમારે તમારી ટ્રિપમાંથી વહેલા ઘરે પાછા ફરવું પડ્યું હોય તો ખરેખર આ સ્થિતિ દુઃખદ હશે. અમે આ સ્થિતિને યોગ્ય કરી શકતા નથી પરંતુ અમે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા અને નોન-રિફંડેબલ મુસાફરી ખર્ચ જેમ કે રહેઠાણ, આયોજિત ઇવેન્ટો અને પર્યટન ખર્ચને આવરી લઈશું.

×

પર્સનલ લીયાબીલિટી અને જામીન બોન્ડ

એક કમનસીબ ઘટનાને કારણે જો તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તમારી સામે કોઈ કાનૂની આરોપો ઉભો થશે તો અમે તેના માટે ચૂકવણી કરીશું.

×
Get Quote Get Quote

ઉપર સૂચવેલ કવરેજ વિકલ્પ માત્ર સૂચક છે અને તે બજારના અભ્યાસ અને અનુભવ પર આધારિત છે. તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ વધારાના કવરેજની પસંદગી કરી શકો છો. જો તમે કોઈપણ અન્ય કવરેજ પસંદ કરવા માંગતા હોવ અથવા વધુ વિગતો જાણવા માંગતા હોવ તો કૃપા કરીને અમને 1800-258-5956 પર કોલ કરો.

પોલીસી વિશે વિગતવાર વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

અમે પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ, તેથી જ અમે ઇચ્છીએ છીએ કે તમે કેટલીક પરિસ્થિતિઓ જેને અમે આવરી લેતા નથી તેના વિશે જાગૃત રહો. તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ શું કવર કરતો નથી તે સમજવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કવર વિશે જાણવા જેવું છે. નીચે આપેલા કેટલાક બાકાત છે જેને અમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ આવરી લેશે નહીં:
 

  • પહેલાથી જ નિદાન કરવામાં આવ્યું છે તેવા રોગો અથવા બીમારીઓ (પૂર્વ અસ્તિત્વમાં રહેલા રોગો) અથવા જો તમારા ડોક્ટરે પહેલેથી જ મુસાફરી ન કરવાની ભલામણ કરી હોય.
  • હોલિડે રજા દરમિયાન વિદેશમાં હોસ્પિટલમાં દાખલ થનાર વીમધારકને 5 દિવસ સુધીનું દૈનિક રોકડ ભથ્થું માન્ય છે.
  • અકસ્માતના કારણે 365 દિવસ પછી થયેલ મૃત્યુ અથવા વિકલાંગતાને આવરી લેવામાં આવશે નહીં.
  • માત્ર એક દિવસીય સાહસિક રમતો આવરી લેવામાં આવી છે. આમાં અઠવાડિયાના લાંબા ટ્રેક, એક દિવસથી વધુ ચાલતા હાઇક અથવા પ્રોફેશનલ લેવલની સાહસિક રમતોનો સમાવેશ થતો નથી. 
  • જો તમારી એરલાઈને તમને ઓછામાં ઓછા 6 કલાક અગાઉ વિલંબ વિશે જાણ કરી હોય તો ફ્લાઇટમાં વિલંબ આવરી લેવામાં આવતો નથી.
  • જો વિલંબ કસ્ટમ્સને કારણે થયો હોય તો સામાનની તપાસમાં વિલંબ આવરી લેવામાં આવતો નથી.
  • કોઈપણ મિસ કનેક્શન જ્યાં ઇનકમિંગ ફ્લાઇટના સુનિશ્ચિત આગમન અને કનેક્ટિંગ ફ્લાઇટના નિર્ધારિત પ્રસ્થાન વચ્ચેનો સમય અંતર જરૂરી સમય કરતાં ઓછો હોય.
  • એક્ટ ઓફ વોર અર્થાત યુદ્ધ આવરી લેવામાં આવતા નથી.
  • જો સંબંધિત પોલીસને 24 કલાકની અંદર જાણ કરવામાં નહીં આવે તો ચોરીને આવરી લેવામાં આવશે નહીં.
  • બાળજન્મ અથવા સંબંધિત બાબતોને કારણે ટ્રિપ એક્સટેન્શન આવરી શકાતું નથી.
  • પૂર્વ-અસ્તિત્વમાં રહેલી બિમારીઓ અથવા આરોગ્યની સ્થિતિઓને લીધે પ્રવાસ છોડતા કવરેજ મળી શકતો નથી.
  • વિઝાના અસ્વીકારને કારણે ટ્રિપ કેન્સલને આવરી લેવાતું નથી.

અમારી સાથે VIP ક્લેમનું એક્સેસ મેળવો

તમે શેંગેન માટે અમારો ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદો તે પછી તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

અમને 1800-258-5956 (ભારતમાં હોય તો) પર કોલ કરો.

સ્ટેપ 2

મોકલેલ લિંક પર જરૂરી દસ્તાવેજો અને તમારા બેંક ખાતાની વિગતો અપલોડ કરો.

સ્ટેપ 3

બાકીની સંભાળ અમે લઈશું!

કેમ્બ્રિજ ઇંગ્લિશ ડિક્શનરી અનુસાર શબ્દ શેંગેનને "યુરોપિયન યુનિયનના ઘણા દેશો વચ્ચેના કરાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે લોકો અને માલસામાનને પાસપોર્ટ અથવા અન્ય નિયંત્રણો વિના દરેક દેશની સરહદોમાંથી મુક્તપણે પસાર થવાની મંજૂરી આપે છે."

શેંગેન વિસ્તારમાં 26 દેશોનો સમાવેશ થાય છે જે મોટા ભાગના યુરોપને આવરી લે છે. તેનું નામ લક્ઝમબર્ગના એક નાના શહેર પરથી રાખવામાં આવ્યું હતું જ્યાં 1985માં શેંગેન કરાર સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

શેંગેન વિસ્તારની રચનાથી આંતરિક સરહદો ભૂંસી નાખીને લોકોની મુક્ત અવરજવરની મંજૂરી મળી હતી. આ સંધિથી સરહદ ચકાસણી અને કંટાળાજનક ઔપચારિકતાઓ વિના શેંગેન ઝોનની અંદરના દેશોમાં મુસાફરી કરવાનું સરળ બન્યું.

શેંગેન વિસ્તાર મેઇનલેન્ડ યુરોપના દેશોમાંથી મોટાભાગનાને આવરી લે છે, પરંતુ તમામને નહીં. એન્ડોરા, વેટિકન સિટી અને મોનાકો રાજ્યોને શેંગેન વિસ્તારની અંદર વાસ્તવિક ગણવામાં આવે છે કારણ કે તેઓ સરહદ નિયંત્રણો લાગુ કરતા નથી.

શેંગેન વિઝા શેંગેન ઝોનની અંદરના તમામ 26 દેશોમાં આરામથી મુસાફરી કરવામાં મદદ કરે છે. ભારતીય પાસપોર્ટ ધારકો આ ઝોનના દેશોમાં પ્રવેશવા માટે શેંગેન વિઝા મેળવવો જરૂરી છે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે શેંગેન વિઝા માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

  • વિઝા અરજી ફોર્મ ભરો: વિઝા અરજી ફોર્મ માટે શેંગેન એમ્બેસીની વેબસાઇટની મુલાકાત લો. ફોર્મ ડાઉનલોડ કરો અને તેને સબમિટ કરતા પહેલા વિગતો પૂર્ણ કરો.
  • શેંગેન વિઝાનો પ્રકાર પસંદ કરો: તમને જોઈતા શેંગેન વિઝાનો પ્રકાર પસંદ કરો. આ મુસાફરીના હેતુ અને અવધિ પર આધાર રાખે છે. ચોક્કસ વિઝા પર વિવિધ પ્રતિબંધો લાગુ પડે છે, તેથી મુસાફરી કરતા પહેલા યોગ્ય એક પસંદ કરવાનું સુનિશ્ચિત કરો.
  • જરૂરી દસ્તાવેજો સાથે તમારા શેંગેન વિઝા માટે અરજી કરો: તમારા વિઝા માટે ક્યાં અને ક્યારે અરજી કરવી તે શોધો. ભારતીયો શેંગેન વિઝા માટે અરજી કરી શકે છે અને તે તેમને 90 દિવસ સુધી રહેવાની મંજૂરી આપે છે અને તે છ મહિના માટે માન્ય છે. જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો અને દેશમાં સ્થિત તમારા એમ્બેસી/કોન્સ્યુલેટમાં તમારી વિઝા અરજી માટે એપોઇન્ટમેન્ટ લો.
  • ઇન્ટરવ્યુ પૂર્ણ કરો અને વિઝા ફી ચૂકવો: વિઝા ફી વર્તમાન વિનિમય દરો અનુસાર ફેરફારોને આધીન છે (યુરોમાં: પુખ્ત- 80 અને 6-12 વર્ષની વય વચ્ચેનું બાળક- 60). તમે વિઝા ફી માફ કરવાના માપદંડો પણ ચકાસી શકો છો.
  • તમારા વિઝાની રાહ જુઓ: તમારા વિઝાની પ્રક્રિયામાં લગભગ 15 દિવસનો સમય લાગશે.

શેંગેન વિઝા માટે અરજી કરતા ભારતીયો માટે જરૂરી દસ્તાવેજો

આમંત્રણ હોસ્ટ તરફથી આવાસ માટે એક અથવા વધુ સહાયક દસ્તાવેજો સાથેનું આમંત્રણ.
વિઝા અરજી ફોર્મ વિઝા અરજી ફોર્મ મુસાફરી કરતા તમામ અરજદારો દ્વારા યોગ્ય રીતે ભરેલું અને સહી થયેલ હોવું જોઈએ.
ફોટોગ્રાફ્સ અને પાસપોર્ટ 2 તાજેતરના પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ. ફોટોગ્રાફની વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખો. 10 વર્ષથી જૂનો પાસપોર્ટ ન હોય અને તેની ઓછામાં ઓછી ત્રણ મહિનાની માન્યતા હોય.
ફ્લાઇટ ટિકિટ અને મુસાફરી ઇટિનરરી દરેક દેશની અને ત્યાંથી ફ્લાઇટ ટિકિટો અને તમે જ્યાં રહેવાનું આયોજન કરો છો તે હોટલ/Airbnbs માટે રહેઠાણના પુરાવા સહિત સંપૂર્ણ મુસાફરીનો કાર્યક્રમ.
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને €30,000 સુધીનું મેડિકલ કવરેજ આપતા મુસાફરી અથવા હેલ્થઇન્શ્યુરન્સ ફરજિયાત છે.
નાણાકીય માધ્યમનો પુરાવો તમારે છેલ્લા ત્રણ મહિનાના બેંક સ્ટેટમેન્ટની જેમ નાણાકીય માધ્યમોના પુરાવાની જરૂર છે. જો તમારી પાસે સ્પોન્સર છે તો પછી નાણાકીય રીતે પ્રાયોજક પત્ર બનાવો.
કર્મચારી/વિદ્યાર્થી/સ્વ-રોજગાર છે કે કેમ તે સ્થિતિનો પુરાવો. a. નોકરી કરતા લોકોએ રોજગાર કરાર, રજા પરવાનગી અને આવકવેરા રિટર્ન સબમિટ કરવું જોઈએ. b. સ્વ-રોજગાર ધરાવતા લોકોએ તેમના બિઝનેસ લાઇસન્સ, કંપનીના છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને આવકવેરા રિટર્નની નકલ સબમિટ કરવાની જરૂર છે.

શેંગેન દેશોમાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો મારી ટ્રિપ રદ થશે તો શું મને આવરી લેવામાં આવશે?

અમે પ્રી-બુક કરેલા, રિફંડપાત્ર ન થઈ શકે તેવા ખર્ચ અને તમારી ટ્રિપના ઇમરજન્સીમાં મુસાફરી રદ્દ કવરેજને આવરી લઈએ છીએ. પૂર્વ-અસ્તિત્વમાં રહેલી બિમારીઓ અથવા હેલ્થની સ્થિતિને લીધે ટ્રિપ છોડી દેવાની બાબત અને વિઝા નકારવાને કારણે ટ્રિપ રદ કરવામાં આવી છે.

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યુરન્સની કિંમત કયા પરિબળો નક્કી કરે છે?

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમ તમારી ઉંમર, ટ્રિપનો સમયગાળો, સ્વાસ્થ્ય જોખમો વગેરે પર આધાર રાખે છે. મુશ્કેલી-રહિત સફરની ખાતરી કરવા માટે એડ-ઓન કવર મેળવવાથી ચૂકવવાપાત્ર પ્રીમિયમ પર પણ અસર પડી શકે છે.

શેંગેન વિઝાના વિવિધ પ્રકારો કયા છે?

  • તમારી મુસાફરીના હેતુને આધારે તમે અરજી કરી શકો છો:
    • યુનિફોર્મ શેંગેન વિઝા- પ્રકાર એ અથવા પ્રકાર સી. પ્રકાર સી હેઠળ તમારી પાસે સિંગલ-એન્ટ્રી વિઝા, ડબલ-એન્ટ્રી વિઝા અને બહુવિધ-એન્ટ્રી વિઝા છે.
    • નેશનલ શેંગેન વિઝા
    • લિમિટેડ પ્રાદેશિક માન્યતા વિઝા

શેંગેન ટ્રાવેલ ઇન્શ્યુરન્સ રાખવાના ફાયદા શું છે?

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ એ વિદેશી સીમાઓમાં મદદનો વિશ્વાસપાત્ર સ્ત્રોત છે. તે મેડિકલ સહાય પૂરી પાડે છે અને ફ્લાઇટ રદ કરવાના ખર્ચ, ફ્લાઇટમાં વિલંબ, સામાન/પાસપોર્ટની ખોટ વગેરે જેવા ઘણા લાભોને આવરી લે છે.