મેડિકલ કવર |
||
ઇમરજન્સીની આકસ્મિક સારવાર અને સ્થળાંતર અકસ્માતો સૌથી અણધાર્યા સમયે થાય છે. કમનસીબે, અમે તમને ત્યાં બચાવી શકતા નથી, પરંતુ અમે તમને શ્રેષ્ઠ સારવાર મેળવવામાં ચોક્કસ મદદ કરી શકીએ છીએ. અમે તમને તાત્કાલિક હોસ્પિટલાઈઝેશનમાં પરિણમાતા મેડિકલ સારવાર માટે આવરી લઈએ છીએ. |
✔
|
✔
|
ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ અને ઇવેક્યુએશન ભગવાન ના કરે જો તમે અજાણ્યા દેશમાં તમારી મુસાફરી દરમિયાન બીમાર પડો, તો ગભરાશો નહીં! અમે તમારી સારવારનો ખર્ચ સંભાળી લઇશું. હોસ્પિટલના રૂમનું ભાડું, ઓપરેશન થિયેટર ચાર્જ વગેરે જેવા ખર્ચાઓ માટે અમે તમને કવર કરીશું. |
✔
|
✔
|
પર્સનલ એક્સિડેન્ટ અમે આશા રાખીએ છીએ કે આ કવર ક્યારેય જરૂરી ન પડે. પરંતુ સફર દરમિયાન કોઈપણ અકસ્માત, મૃત્યુ અથવા અપંગતા માટે આ લાભ સહાયરૂપ રહેશે. |
✔
|
✔
|
દૈનિક રોકડ ભથ્થું (દિવસ/મહત્તમ 5 દિવસ) તમે ટ્રિપ પર હોવ ત્યારે તમે તમારી રોકડને અસરકારક રીતે મેનેજ કરો છો. અને અમે નથી ઈચ્છતા કે તમે ઇમરજન્સી માટે કંઈપણ વધારાનો ખર્ચ કરો. તેથી, જ્યારે તમે હોસ્પિટલમાં દાખલ થાવ છો, ત્યારે તમને તમારા દૈનિક ખર્ચાઓનું સંચાલન કરવા માટે દરરોજ એક નિશ્ચિત દૈનિક રોકડ ભથ્થું મળે છે. |
×
|
✔
|
આકસ્મિક મૃત્યુ અને અપંગતા આ કવરમાં ઇમરજન્સી આકસ્મિક સારવાર કવર જેવું બધું હોય છે, ત્યારે તેમાં સુરક્ષાનું એક વધારાનું સ્તર પણ હોય છે. તે બોર્ડિંગ, ડી-બોર્ડિંગ અથવા ફ્લાઇટની અંદર હોય ત્યારે મૃત્યુ અને અપંગતાને પણ આવરી લે છે (ટચવુડ!). |
✔
|
✔
|
ઇમરજન્સી ડેન્ટલ ટ્રીટમેન્ટ જો તમને સફરમાં તીવ્ર દુખાવો થાય છે અથવા તમારા દાંતમાં આકસ્મિક ઈજા થાય છે, જેના પરિણામે મેડિકલ પ્રોફેશનલ દ્વારા પૂરી પાડવામાં આવતી ઈમરજન્સી ડેન્ટલ સારવાર જરૂરી બને, તો અમે તમારી સારવાર માટે થતા ખર્ચને આવરી લઈશું. |
×
|
✔
|
સરળ પરિવહન આવરી લે છે |
||
ટ્રિપ કેન્સલેશન જો કમનસીબે તમારી ટ્રિપ કેન્સલ થઈ જાય, તો અમે તમારી ટ્રિપના પ્રી-બુક કરેલા, રિફંડપાત્ર ખર્ચને આવરી લઈએ છીએ. |
×
|
✔
|
સામાન્ય વાહક/કેરિયર વિલંબ જો તમારી ફ્લાઇટ ચોક્કસ સમય મર્યાદા કરતાં વધુ વિલંબિત થાય છે, તો તમને લાભની રકમ મળશે અને કોઈ પ્રશ્ન પણ પૂછવામાં આવશે નહીં! |
×
|
✔
|
ચેક-ઇન સામાનમાં વિલંબ અમે જાણીએ છીએ કે કન્વેયર બેલ્ટ પર રાહ જોવું એક હેરાનગતિ સમાન જ છે! તેથી, જો તમારો ચેક-ઇન સામાન 6 કલાકથી વધુ સમય માટે વિલંબિત થાય, તો તમને લાભની રકમ મળશે, કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં! |
✔
|
✔
|
ચેક-ઇન બેગેજને નુકશાન ટ્રિપમાં છેલ્લી સંભવિત વસ્તુ છે તમારો સામાન ખોવાઈ જવો. પરંતુ જો આવું કંઈક પણ બને તો તમારો સમગ્ર સામાન કાયમ માટે ખોવાઈ જવા માટેના લાભની રકમ મળે છે. જો ત્રણમાંથી બે બેગ ખોવાઈ જાય તો તમને પ્રમાણસર લાભ મળે છે, એટલે કે લાભની રકમનો 2/3 ભાગ. |
✔
|
✔
|
કનેક્શન ચૂકી જવું ફ્લાઇટ ચૂકી ગયા? ચિંતા કરશો નહીં! જો તમે ફ્લાઇટમાં વિલંબને કારણે પ્રી-બુક કરેલી આગળની ફ્લાઇટ ચૂકી જશો તો અમે તમારી ટિકિટ/પ્રવાસ-માર્ગ પર દર્શાવેલ આગલા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે જરૂરી વધારાના આવાસ અને મુસાફરી માટે ચૂકવણી કરીશું. |
×
|
✔
|
ફ્લેક્સિબલ ટ્રિપ |
||
પાસપોર્ટ ગુમાવવો અજાણી ભૂમિમાં સૌથી ખરાબ બાબત એ છે કે તમારો પાસપોર્ટ અથવા વિઝા ખોવાઈ જવો અથવા ગુમાવવો. જો તમે તમારા દેશની બહાર હોવ ત્યારે પાસપોર્ટ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા નુકસાન થાય તો અમે તેના માટેના ખર્ચની ભરપાઈ કરીએ છીએ |
✔
|
✔
|
ઇમરજન્સી કેશ જો કોઈ ખરાબ દિવસે તમારા બધા પૈસા ચોરાઈ જાય અને તમને ઈમરજન્સી રોકડની જરૂર હોય તો આ કવર તમારા બચાવમાં આવશે. |
×
|
✔
|
ઇમરજન્સી ટ્રિપ એક્સ્ટેંશન અમે નથી ઈચ્છતા કે તમારી રજાઓ પૂરી થાય. પરંતુ હોસ્પિટલમાં પણ રહેવા દેવા માંગતા નથી! જો તમારી સફર દરમિયાન ઇમરજન્સીના કારણે તમારે તમારા રોકાણને લંબાવવાની જરૂર હોય તો અમે હોટલના એક્સ્ટેંશનની કિંમત અને રિટર્ન ફ્લાઇટ રિશેડ્યુલિંગની ભરપાઈ કરીશું. તમારા ટ્રાવેલ વિસ્તારમાં કુદરતી આફત અથવા અગમ્ય કારણોસરનું હોસ્પિટલાઈઝેશ ઇમરજન્સીનું કારણ બની શકે છે. |
×
|
✔
|
ટ્રિપ રદ ઇમરજન્સીના કિસ્સામાં જો તમારે તમારી ટ્રિપમાંથી વહેલા ઘરે પાછા ફરવું પડ્યું હોય તો ખરેખર આ સ્થિતિ દુઃખદ હશે. અમે આ સ્થિતિને યોગ્ય કરી શકતા નથી પરંતુ અમે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા અને નોન-રિફંડેબલ મુસાફરી ખર્ચ જેમ કે રહેઠાણ, આયોજિત ઇવેન્ટો અને પર્યટન ખર્ચને આવરી લઈશું. |
×
|
✔
|
પર્સનલ લીયાબીલિટી અને જામીન બોન્ડ એક કમનસીબ ઘટનાને કારણે જો તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તમારી સામે કોઈ કાનૂની આરોપો ઉભો થશે તો અમે તેના માટે ચૂકવણી કરીશું. |
×
|
✔
|
ઉપર સૂચવેલ કવરેજ વિકલ્પ માત્ર સૂચક છે અને તે બજારના અભ્યાસ અને અનુભવ પર આધારિત છે. તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ વધારાના કવરેજની પસંદગી કરી શકો છો. જો તમે કોઈપણ અન્ય કવરેજ પસંદ કરવા માંગતા હોવ અથવા વધુ વિગતો જાણવા માંગતા હોવ તો કૃપા કરીને અમને 1800-258-5956 પર કોલ કરો.
પોલીસી વિશે વિગતવાર વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.
તમે શેંગેન માટે અમારો ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદો તે પછી તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!
અમને 1800-258-5956 (ભારતમાં હોય તો) પર કોલ કરો.
મોકલેલ લિંક પર જરૂરી દસ્તાવેજો અને તમારા બેંક ખાતાની વિગતો અપલોડ કરો.
બાકીની સંભાળ અમે લઈશું!
શેંગેન દેશોની યાદી
શેંગેન ઝોન હેઠળ આવતા દેશોની સંપૂર્ણ સૂચિ અહીં છે.
આમંત્રણ |
હોસ્ટ તરફથી આવાસ માટે એક અથવા વધુ સહાયક દસ્તાવેજો સાથેનું આમંત્રણ. |
વિઝા અરજી ફોર્મ |
વિઝા અરજી ફોર્મ મુસાફરી કરતા તમામ અરજદારો દ્વારા યોગ્ય રીતે ભરેલું અને સહી થયેલ હોવું જોઈએ. |
ફોટોગ્રાફ્સ અને પાસપોર્ટ |
2 તાજેતરના પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ. ફોટોગ્રાફની વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખો. 10 વર્ષથી જૂનો પાસપોર્ટ ન હોય અને તેની ઓછામાં ઓછી ત્રણ મહિનાની માન્યતા હોય. |
ફ્લાઇટ ટિકિટ અને મુસાફરી ઇટિનરરી |
દરેક દેશની અને ત્યાંથી ફ્લાઇટ ટિકિટો અને તમે જ્યાં રહેવાનું આયોજન કરો છો તે હોટલ/Airbnbs માટે રહેઠાણના પુરાવા સહિત સંપૂર્ણ મુસાફરીનો કાર્યક્રમ. |
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ |
તમને €30,000 સુધીનું મેડિકલ કવરેજ આપતા મુસાફરી અથવા હેલ્થઇન્શ્યુરન્સ ફરજિયાત છે. |
નાણાકીય માધ્યમનો પુરાવો |
તમારે છેલ્લા ત્રણ મહિનાના બેંક સ્ટેટમેન્ટની જેમ નાણાકીય માધ્યમોના પુરાવાની જરૂર છે. જો તમારી પાસે સ્પોન્સર છે તો પછી નાણાકીય રીતે પ્રાયોજક પત્ર બનાવો. |
કર્મચારી/વિદ્યાર્થી/સ્વ-રોજગાર છે કે કેમ તે સ્થિતિનો પુરાવો. |
a. નોકરી કરતા લોકોએ રોજગાર કરાર, રજા પરવાનગી અને આવકવેરા રિટર્ન સબમિટ કરવું જોઈએ. b. સ્વ-રોજગાર ધરાવતા લોકોએ તેમના બિઝનેસ લાઇસન્સ, કંપનીના છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને આવકવેરા રિટર્નની નકલ સબમિટ કરવાની જરૂર છે. |