શું તમે મોરેશિયસમાં એક સુંદર ફેમિલી વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો? તમે ટ્રીટ માટે તૈયાર છો!
મોરેશિયસ એક નાનો દેશ છે, જે દિલ્હી કરતાં લગભગ દોઢ ગણો જ મોટો છે. તેમ છતાં, તે ભારતીય પ્રવાસીઓમાં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે.
તમે આ સ્વર્ગ સમાન સ્થાન પર તમારું હનીમૂન પસાર કરવા માંગતા હોવ અથવા ફક્ત મિત્રો સાથે આનંદ માણવા માંગતા હો, તમે મોરેશિયસ કરતાં વધુ સારું સ્થળ પસંદ કરી શકતા નથી. જોકે, બેગ પેક કરતા પહેલા, ભારતીયો માટેના મોરેશિયસ વિઝા પર થોડો વિચાર કરો. આ પેપરવર્ક વ્યવસ્થિત રીતે કરવાથી ટ્રિપ પરની તમારી પરેશાનીમાં નોંધપાત્ર ઘટાડો થવો જોઈએ.
હા, મોરેશિયસની મુસાફરી કરતા ભારતીય પાસપોર્ટ ધારકોને દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે.
હા, ભારતથી મોરેશિયસ જવા માંગતા ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની જોગવાઈ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાસ્તવમાં, મોરેશિયસ ટૂરિસ્ટ વિઝા શોધી રહેલા ભારતીયો માટે એક જ વિકલ્પ છે- વિઝા ઓન અરાઈવલ. ભારતીયો તેમની ટ્રિપ શરૂ થાય તે પહેલા વિઝા મેળવી શકતા નથી.
તમે મોરેશિયસ એરપોર્ટ પર આવીને ત્યાંના ઈમિગ્રેશન ડેસ્ક પરથી તમારા વિઝા દસ્તાવેજ લઈ શકો છો.
પ્રવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારતીયો માટે મોરેશિયસ વિઝા સંપૂર્ણપણે મફત છે. આનો અર્થ એ છે કે ભલે તમારે રાષ્ટ્રમાં સત્તાવાર રીતે પ્રવેશતા પહેલા તમારા વિઝા દસ્તાવેજો લેવાની જરૂર હોય પરંતુ તમારે વિઝા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.
ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી દેશો વિશે વધુ જાણો.
જોકે, ફક્ત જરૂરિયાતોને સમજવું પૂરતું નથી. તમારે અમુક દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ, જે મોરેશિયસમાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે મુશ્કેલીરહિત વિઝા ઓન અરાઈવલ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. નીચેની સૂચિ પર એક નજર નાખો:
પ્રવાસ માટે મોરેશિયસની મુલાકાત લેતી વખતે ભારતીયોએ લાંબી, જટિલ અને કડક વિઝા અરજી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી. હકીકતમાં, અનુસરવા માટે કોઈ પ્રી-રજીસ્ટ્રેેશન પ્રક્રિયા નથી. તમારે ટ્રિપ પર તમામ જરૂરી દસ્તાવેજો સાથે લેવા જોઈએ અને એરપોર્ટ ઈમિગ્રેશન વિભાગમાંથી આગમન પર વિઝા મેળવવા જોઈએ.
મોરેશિયસ એકંદરે સુરક્ષિત દેશ છે, જે આંતરિક ઝઘડા, આતંકવાદ કે અન્ય કોઈપણ ખતરાથી ફ્રી છે. તેમ છતાં, રાષ્ટ્રમાં ભારતીય દૂતાવાસનું સરનામું અને સંપર્ક વિગતો નોંધવી એ એક શાણપણભર્યું પગલું છે.
કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં, ખાતરી કરો કે તમે દૂતાવાસના પ્રતિનિધિ સાથે સંપર્ક કરો છો.
જો તમે તમારી મોરેશિયસ મુસાફરી દરમિયાન ઇમરજન્સીના નાણાકીય જોખમને ઓછું કરવા માંગતા હો, તો ઇન્શ્યુરન્સ પોલિસી પસંદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ એક આવશ્યકતા છે. મોરેશિયસ મુસાફરી માટે ફરજિયાત ન હોવા છતાં, આવા કવર ખરીદવાથી તમારા નાણાકીય જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
જો તમે વિચારો છો કે મોરેશિયસ ટ્રાવેલ ઇન્શ્યુરન્સની કોઈ જરૂર નથી, તો એક વખત ફરી વિચારો!
ઇન્ટરનેશનલ સ્થળોએ મેડિકલ સહાયનો ખર્ચ ભારતમાં થતા ખર્ચ કરતા વધુ મોંઘો છે. તેથી, બીમારીઓ અને ઇજાઓ તમારા ખિસ્સા પર ગંભીર અસર પાડી શકે છે, ખાસ કરીને જ્યારે તમે મોરેશિયસમાં હોવ. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન આવા બિનઆયોજિત ખર્ચને ઘટાડવાનો સૌથી સહેલો પહેલો રસ્તો છે.
આવી પોલિસીઓ માત્ર મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં જ નાણાકીય સહાય પૂરી પાડતી નથી પરંતુ ટ્રાન્ઝિટ અને પાસપોર્ટમાં ગુમ/ચોરાયેલા સામાનને પણ આવરી લે છે. વધુમાં, પ્રતિષ્ઠિત પ્રદાતાઓ, જેમ કે ડિજિટ તેમના ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન હેઠળ ટ્રિપ કેન્સલેશન કવર પણ ઓફર કરે છે. જો તમારે છેલ્લી ક્ષણે આયોજિત વેકેશન મુલતવી રાખવાની જરૂર હોય તો આ પોલિસી કવરથી નાણાકીય બોજ ઓછો થાય છે.