ભારતીયો માટે મકાઉ વિઝા
ભારતીયો માટે મકાઉ વિઝા વિશે સંપૂર્ણ અંતિમ માર્ગદર્શિકા
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મકાઉ દક્ષિણપૂર્વ એશિયાઈ માર્ગો પરથી પસાર થતા ભારતીયો માટે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. "એશિયાના લાસ વેગાસ" તરીકે જાણીતું, મકાઉ એક શહેર-રાજ્ય છે અને સત્તાવાર રીતે ચીનનો એક ભાગ હોવા છતાં તેને વિશેષ વહીવટી પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આનો અર્થ એ છે કે જો તમે મકાઉની મુલાકાત લઈ રહ્યા હોવ, તો તમારે શહેર-રાજ્યના નીતિ અને નિયમો વિશે જાણ લેવી જોઈએ, ખાસ કરીને તમને ત્યાં મુસાફરી કરવા માટે વિઝાની જરૂર પડશે કે નહીં તે અંગે.
તેથી, તમે તમારી ટ્રીપનું આયોજન શરૂ કરો તે પહેલાં ભારતીયો માટે મકાઉ વિઝા વિશેની દરેક સંબંધિત માહિતી પર એક નજર નાખો !
શું ભારતીય નાગરિકોને મકાઉ જવા માટે વિઝાની જરૂર પડે છે?
ના, 30 દિવસથી ઓછા સમયગાળા માટે મકાઉની મુસાફરી કરતા ભારતીયોને દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી. તેથી, મોટાભાગના પ્રવાસીઓએ તેમની સફરનો સમયગાળો 30 દિવસથી ઓછો છે એમ માનીને વિઝા માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં.
નોંધ: દેશમાં વિઝા-મુક્ત પ્રવેશનો આનંદ માણવા માટે મુલાકાતીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનો પાસપોર્ટ મકાઉની મુલાકાતની તારીખથી ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય છે.
જોકે, જો કોઈ તેનાથી વધુ સમય સુધી રહેવાનું પ્લાનિંગ ધરાવે છે, તો તેણે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ દ્વારા વિઝા માટે અરજી કરવી પડશે.
શું મકાઉની મુલાકાત લેતા ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે?
હા, મકાઉમાં 30 દિવસથી વધુ સમય માટે રહેવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ભારતીય નાગરિકો માટે મકાઉ વિઝા ફી?
ભારતીયોને મકાઉની 30 દિવસથી ઓછા સમયગાળા માટેની મુસાફરી માટે કોઈ વિઝાની જરૂર પડતી નથી, તેથી દેશની મુસાફરી માટે કોઈ વિઝા ફી નથી.
મકાઉમાં પોતાની ટ્રીપ 30 દિવસથી વધુ સમય સુધી લંબાવવા માંગતા ભારતીય નાગરિકોએ વિઝા મેળવવા માટે નીચે દર્શાવેલ ફી માળખાને અનુસરવું પડશે :
વિઝાનો પ્રકાર | વિઝા ફી |
---|---|
વ્યક્તિગત વિઝા માટે | MOP$100 એટલેકે અંદાજે 12.63 USD છે |
ફેમિલી વિઝા માટે | MOP$200 એટલેકે અંદાજે 25.25 USD છે |
ગ્રુપ વિઝા માટે | વ્યક્તિ દીઠ MOP$50 એટલેકે અંદાજે 6.31 USD છે |
ડિસ્કલેમર: ઉપરોક્ત કિંમતો વિનિમય દર મુજબ Macanese Pataca થી INRમાં રૂપાંતરિત કરવામાં આવી છે, જે ફેરફારને પાત્ર છે. ખાતરી કરો કે તમે વિઝા માટે અરજી કરતા પહેલા તમે આ દરો ફરી એક વખત ચકાસો છો.
મકાઉ વિઝા મેળવવા માટે ભારતીય પાસપોર્ટ ધારકો માટે જરૂરી દસ્તાવેજો?
ભારતીય નાગરિકો મકાઉમાં 30-દિવસના વિઝા-મુક્ત રોકાણનો આનંદ માણી શકે છે તેમ છતાં, જો તેઓ તેનાથી વધુ સમય રહેવાની યોજના ધરાવે છે તો તેમને વિઝા મેળવવાની જરૂર પડશે.
ભારતીય પાસપોર્ટ ધારકો માટે મકાઉ વિઝા મેળવવા માટે, દરેક વ્યક્તિઓએ નીચેના દસ્તાવેજો આપવા પડશે:
- યોગ્ય રીતે ભરેલું મકાઉ વિઝા અરજી ફોર્મ.
- પ્રવાસીના બાયોડેટા પેજની અને વ્યક્તિના પાસપોર્ટના પહેલાથી જ ઉપયોગમાં લેવાયેલા પેજોની એક નકલ.
- નાણાકીય સ્થિતિના પુરાવા તરીકે રજૂ કરાતા દસ્તાવેજો. ( બેંક સ્ટેટમેન્ટ, રોજગાર પ્રમાણપત્ર, વગેરે)
- મકાઉની રાઉન્ડ ટ્રીપ એર ટિકિટ અને ત્યાં હોઈએ ત્યારે રહેવાની વ્યવસ્થા.
- ટ્રાવેલ ડોક્યુંમેન્ટ કે જે મકાઉથી પ્રવેશ અને બહાર નીકળવાના સ્ટેમ્પ સાથે જોડવામાં આવ્યા છે. ( જો કોઈ હોય તો)
- અન્ય પ્રદેશો અથવા દેશોમાંથી માન્ય પ્રવેશ વિઝા. (જો કોઈ હોય તો)
- તાજેતરનો ફોટોગ્રાફ
મકાઉ વિઝા માટે અરજી કરવા માટે ભારતીય નાગરિકોએ કઈ પ્રક્રિયાને અનુસરવી જોઈએ?
ભારતીય નાગરિકો મકાઉમાં 30-દિવસના વિઝા-મુક્ત રોકાણનો આનંદ માણી શકે છે તેમ છતાં, જો તેઓ તેનાથી વધુ સમય રહેવાની યોજના ધરાવે છે તો તેમને વિઝા મેળવવાની જરૂર પડશે.
ભારતીય પાસપોર્ટ ધારકો માટે મકાઉ વિઝા મેળવવા માટે, દરેક વ્યક્તિઓએ નીચેના દસ્તાવેજો આપવા પડશે:
- યોગ્ય રીતે ભરેલું મકાઉ વિઝા અરજી ફોર્મ.
- પ્રવાસીના બાયોડેટા પેજની અને વ્યક્તિના પાસપોર્ટના પહેલાથી જ ઉપયોગમાં લેવાયેલા પેજોની એક નકલ.
- નાણાકીય સ્થિતિના પુરાવા તરીકે રજૂ કરાતા દસ્તાવેજો. ( બેંક સ્ટેટમેન્ટ, રોજગાર પ્રમાણપત્ર, વગેરે)
- મકાઉની રાઉન્ડ ટ્રીપ એર ટિકિટ અને ત્યાં હોઈએ ત્યારે રહેવાની વ્યવસ્થા.
- ટ્રાવેલ ડોક્યુંમેન્ટ કે જે મકાઉથી પ્રવેશ અને બહાર નીકળવાના સ્ટેમ્પ સાથે જોડવામાં આવ્યા છે. ( જો કોઈ હોય તો)
- અન્ય પ્રદેશો અથવા દેશોમાંથી માન્ય પ્રવેશ વિઝા. (જો કોઈ હોય તો)
- તાજેતરનો ફોટોગ્રાફ
મકાઉ વિઝા માટે અરજી કરવા માટે ભારતીય નાગરિકોએ કઈ પ્રક્રિયાને અનુસરવી જોઈએ?
ભારતીય નાગરિકો કે જેમણે મકાઉમાં 30 દિવસથી વધુ સમય માટે તેમના રોકાણને લંબાવવાની જરૂર છે તેઓએ વિઝા માટે એમ્બેસી અથવા પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના કોન્સ્યુલેટ દ્વારા અરજી કરવાની જરૂર છે.
કમનસીબે, મકાઉ વિઝા માટે અરજી કરવાનું કોઈ ઓનલાઈન માધ્યમ નથી.
વિઝા માટે એપ્લિકેશન કરવા માટે, નવી દિલ્હીમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના એમ્બેસીની મુલાકાત લો:
સરનામું - 50D, શાંતિપથ , ચાણક્યપુરી, નવી દિલ્હી - 110021
ફોન નંબર- +91-11-2611-2345 / +91-11-2687-1585 / +91-11-2611-6682
ઈમેલ - chinaemb_in@mfa.gov.cn
સામાન્ય રીતે, આ વિઝાની પ્રક્રિયાનો સમય લગભગ 3 અઠવાડિયાનો હોય છે જેના પછી તમે તેના માટે મંજૂરી મેળવી શકો છો. આ વિઝા તમારા દેશમાં આગમન સમયે તમારા પાસપોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
બસ, આ જ છે પ્રક્રિયા! મકાઉની મુસાફરી કરવા વિઝા મેળવવા તમારે જાણવી જરૂરી દરેક બાબતો અહિં રજૂ કરવામાં આવી છે!
પરંતુ, ઉભા રહો!
તમે આ ટ્રિપ પર જાઓ તે પહેલાં, શું તમે મકાઉની મુલાકાત લેવા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી લેવાનું વિચાર્યું છે?
શું મારે મકાઉ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?
મકાઉની મુસાફરી કરતા પહેલા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ૫ોલિસી મેળવવી ફરજિયાત નથી. પરંતુ તમારી સફર દરમિયાન ઊભી થતી કોઈપણ અણધારી જવાબદારીઓને રોકવા માટે તમે નાણાકીય રીતે તૈયાર છો, તેની ખાતરી કરવા માટે તમારી પડખે એક ઇન્શ્યુરન્સ હોવો જરૂરી છે. દાખલા તરીકે:
ઈમરજન્સી રોકડનો લાભ લો- આ સામાન્ય જ્ઞાન છે કે મકાઉ તેના કેસિનો માટે પ્રખ્યાત છે. પરિણામે, નાની ચોરીઓ અને પાકીટ છીનવી લેવાના બનાવો પણ અહીં સામાન્ય છે. આવા સંજોગોમાં, તમે તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાંથી કટોકટી રોકડ મેળવી શકો છો. વધુમાં, જો તમે તમારા વોલેટની સાથે તમારો પાસપોર્ટ ગુમાવો છો, તો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તેને ફરીથી જારી કરવાના ખર્ચને પણ આવરી લેશે.
મેડિકલ ઇમરજન્સી આવરી લે છે- કમનસીબે મકાઉમાં માત્ર એક જ જાહેર હોસ્પિટલ છે એટલે કે જો તમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય (ભલે આકસ્મિક હોય કે બીમારી સંબંધિત હોય) તમારે નોંધપાત્ર ખર્ચ કરવો પડશે. જોકે, જો તમારી પાસે મકાઉ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ છે, તો તમારા સારવાર ખર્ચને તેના હેઠળ આવરી લેવામાં આવશે.
અન્ય કવરેજ વિસ્તારો - ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી તમને ટ્રાન્ઝિટમાં સામાનના નુકશાન અથવા વિલંબ માટે કવરેજ, પર્સનલ લાયબિલિટી કવર, ઈમરજન્સી ટ્રિપ એક્સ્ટેંશન કવર તેમજ આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા લાભો પ્રદાન કરીને અનેક ફાયદા આપે છે.
ઉપરાંત, ડિજિટ સાથે તમે નીચેના ફાયદા પણ મેળવી શકો છો:
· તમે એક મુસાફર માટે પ્રતિ દિન USD 2.77 (MOP 22.38) (18% GST સિવાય)ના નજીવા પ્રીમિયમ સાથે USD 50,000 (MOP 4,03,992.30)નો સમ ઇન્શુર્ડ મેળવી શકો છો.
- તમે મુસાફરી દરમિયાન ડિજિટ પર મિસ્ડ કોલ કરીને મુશ્કેલી-મુક્ત પેપરલેસ ક્લેમ પ્રક્રિયાનો આનંદ માણી શકો છો.
- તમે કોઈપણ કપાતપાત્ર માટે ચૂકવણી કર્યા વિના ઇન્શ્યુરન્સનો લાભ લઈ શકો છો!
તો, શું મકાઉ પ્રવાસ ઇન્શ્યુરન્સ પોલિસીનો લાભ લેવો એ સારો વિચાર નથી લાગતો?
ખાતરી કરો કે તમે તમારી મકાઉ મુસાફરી દરમિયાન આર્થિક રીતે સુરક્ષિત છો. આ ખાતરી કરવા માટે તમારી સફર શરૂ થાય તે પહેલાં તમે સિક્યુરિટી પેટે ઇન્શ્યુરન્સ ખરીદો છો.