છેલ્લાં કેટલાંક વર્ષોમાં મકાઉ દક્ષિણપૂર્વ એશિયાઈ માર્ગો પરથી પસાર થતા ભારતીયો માટે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. "એશિયાના લાસ વેગાસ" તરીકે જાણીતું, મકાઉ એક શહેર-રાજ્ય છે અને સત્તાવાર રીતે ચીનનો એક ભાગ હોવા છતાં તેને વિશેષ વહીવટી પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આનો અર્થ એ છે કે જો તમે મકાઉની મુલાકાત લઈ રહ્યા હોવ, તો તમારે શહેર-રાજ્યના નીતિ અને નિયમો વિશે જાણ લેવી જોઈએ, ખાસ કરીને તમને ત્યાં મુસાફરી કરવા માટે વિઝાની જરૂર પડશે કે નહીં તે અંગે.
તેથી, તમે તમારી ટ્રીપનું આયોજન શરૂ કરો તે પહેલાં ભારતીયો માટે મકાઉ વિઝા વિશેની દરેક સંબંધિત માહિતી પર એક નજર નાખો !
ના, 30 દિવસથી ઓછા સમયગાળા માટે મકાઉની મુસાફરી કરતા ભારતીયોને દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી. તેથી, મોટાભાગના પ્રવાસીઓએ તેમની સફરનો સમયગાળો 30 દિવસથી ઓછો છે એમ માનીને વિઝા માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં.
નોંધ: દેશમાં વિઝા-મુક્ત પ્રવેશનો આનંદ માણવા માટે મુલાકાતીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનો પાસપોર્ટ મકાઉની મુલાકાતની તારીખથી ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય છે.
જોકે, જો કોઈ તેનાથી વધુ સમય સુધી રહેવાનું પ્લાનિંગ ધરાવે છે, તો તેણે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ દ્વારા વિઝા માટે અરજી કરવી પડશે.
હા, મકાઉમાં 30 દિવસથી વધુ સમય માટે રહેવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ભારતીયોને મકાઉની 30 દિવસથી ઓછા સમયગાળા માટેની મુસાફરી માટે કોઈ વિઝાની જરૂર પડતી નથી, તેથી દેશની મુસાફરી માટે કોઈ વિઝા ફી નથી.
મકાઉમાં પોતાની ટ્રીપ 30 દિવસથી વધુ સમય સુધી લંબાવવા માંગતા ભારતીય નાગરિકોએ વિઝા મેળવવા માટે નીચે દર્શાવેલ ફી માળખાને અનુસરવું પડશે :
વિઝાનો પ્રકાર |
વિઝા ફી |
વ્યક્તિગત વિઝા માટે |
MOP$100 એટલેકે અંદાજે 12.63 USD છે |
ફેમિલી વિઝા માટે |
MOP$200 એટલેકે અંદાજે 25.25 USD છે |
ગ્રુપ વિઝા માટે |
વ્યક્તિ દીઠ MOP$50 એટલેકે અંદાજે 6.31 USD છે |
ભારતીય નાગરિકો મકાઉમાં 30-દિવસના વિઝા-મુક્ત રોકાણનો આનંદ માણી શકે છે તેમ છતાં, જો તેઓ તેનાથી વધુ સમય રહેવાની યોજના ધરાવે છે તો તેમને વિઝા મેળવવાની જરૂર પડશે.
ભારતીય પાસપોર્ટ ધારકો માટે મકાઉ વિઝા મેળવવા માટે, દરેક વ્યક્તિઓએ નીચેના દસ્તાવેજો આપવા પડશે:
ભારતીય નાગરિકો મકાઉમાં 30-દિવસના વિઝા-મુક્ત રોકાણનો આનંદ માણી શકે છે તેમ છતાં, જો તેઓ તેનાથી વધુ સમય રહેવાની યોજના ધરાવે છે તો તેમને વિઝા મેળવવાની જરૂર પડશે.
ભારતીય પાસપોર્ટ ધારકો માટે મકાઉ વિઝા મેળવવા માટે, દરેક વ્યક્તિઓએ નીચેના દસ્તાવેજો આપવા પડશે:
ભારતીય નાગરિકો કે જેમણે મકાઉમાં 30 દિવસથી વધુ સમય માટે તેમના રોકાણને લંબાવવાની જરૂર છે તેઓએ વિઝા માટે એમ્બેસી અથવા પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના કોન્સ્યુલેટ દ્વારા અરજી કરવાની જરૂર છે.
કમનસીબે, મકાઉ વિઝા માટે અરજી કરવાનું કોઈ ઓનલાઈન માધ્યમ નથી.
વિઝા માટે એપ્લિકેશન કરવા માટે, નવી દિલ્હીમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના એમ્બેસીની મુલાકાત લો:
સરનામું - 50D, શાંતિપથ , ચાણક્યપુરી, નવી દિલ્હી - 110021
ફોન નંબર- +91-11-2611-2345 / +91-11-2687-1585 / +91-11-2611-6682
ઈમેલ - chinaemb_in@mfa.gov.cn
સામાન્ય રીતે, આ વિઝાની પ્રક્રિયાનો સમય લગભગ 3 અઠવાડિયાનો હોય છે જેના પછી તમે તેના માટે મંજૂરી મેળવી શકો છો. આ વિઝા તમારા દેશમાં આગમન સમયે તમારા પાસપોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
બસ, આ જ છે પ્રક્રિયા! મકાઉની મુસાફરી કરવા વિઝા મેળવવા તમારે જાણવી જરૂરી દરેક બાબતો અહિં રજૂ કરવામાં આવી છે!
પરંતુ, ઉભા રહો!
તમે આ ટ્રિપ પર જાઓ તે પહેલાં, શું તમે મકાઉની મુલાકાત લેવા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી લેવાનું વિચાર્યું છે?
મકાઉની મુસાફરી કરતા પહેલા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ૫ોલિસી મેળવવી ફરજિયાત નથી. પરંતુ તમારી સફર દરમિયાન ઊભી થતી કોઈપણ અણધારી જવાબદારીઓને રોકવા માટે તમે નાણાકીય રીતે તૈયાર છો, તેની ખાતરી કરવા માટે તમારી પડખે એક ઇન્શ્યુરન્સ હોવો જરૂરી છે. દાખલા તરીકે:
ઈમરજન્સી રોકડનો લાભ લો- આ સામાન્ય જ્ઞાન છે કે મકાઉ તેના કેસિનો માટે પ્રખ્યાત છે. પરિણામે, નાની ચોરીઓ અને પાકીટ છીનવી લેવાના બનાવો પણ અહીં સામાન્ય છે. આવા સંજોગોમાં, તમે તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાંથી કટોકટી રોકડ મેળવી શકો છો. વધુમાં, જો તમે તમારા વોલેટની સાથે તમારો પાસપોર્ટ ગુમાવો છો, તો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તેને ફરીથી જારી કરવાના ખર્ચને પણ આવરી લેશે.
મેડિકલ ઇમરજન્સી આવરી લે છે- કમનસીબે મકાઉમાં માત્ર એક જ જાહેર હોસ્પિટલ છે એટલે કે જો તમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય (ભલે આકસ્મિક હોય કે બીમારી સંબંધિત હોય) તમારે નોંધપાત્ર ખર્ચ કરવો પડશે. જોકે, જો તમારી પાસે મકાઉ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ છે, તો તમારા સારવાર ખર્ચને તેના હેઠળ આવરી લેવામાં આવશે.
અન્ય કવરેજ વિસ્તારો - ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી તમને ટ્રાન્ઝિટમાં સામાનના નુકશાન અથવા વિલંબ માટે કવરેજ, પર્સનલ લાયબિલિટી કવર, ઈમરજન્સી ટ્રિપ એક્સ્ટેંશન કવર તેમજ આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા લાભો પ્રદાન કરીને અનેક ફાયદા આપે છે.
ઉપરાંત, ડિજિટ સાથે તમે નીચેના ફાયદા પણ મેળવી શકો છો:
· તમે એક મુસાફર માટે પ્રતિ દિન USD 2.77 (MOP 22.38) (18% GST સિવાય)ના નજીવા પ્રીમિયમ સાથે USD 50,000 (MOP 4,03,992.30)નો સમ ઇન્શુર્ડ મેળવી શકો છો.
તો, શું મકાઉ પ્રવાસ ઇન્શ્યુરન્સ પોલિસીનો લાભ લેવો એ સારો વિચાર નથી લાગતો?
ખાતરી કરો કે તમે તમારી મકાઉ મુસાફરી દરમિયાન આર્થિક રીતે સુરક્ષિત છો. આ ખાતરી કરવા માટે તમારી સફર શરૂ થાય તે પહેલાં તમે સિક્યુરિટી પેટે ઇન્શ્યુરન્સ ખરીદો છો.