ભારત તરફથી આયર્લેન્ડ ટૂરિસ્ટ વિઝા
ભારત તરફથી આયર્લેન્ડ ટૂરિસ્ટ વિઝા વિશે તમામ માહિતી
મનમોહક કિલ્લાઓ, વાર્તાઓ અને તહેવારોની ભરમાર ધરાવતા પ્રખ્યાત GOT સ્થાનો અને મોહક દરિયાકિનારા. છેલ્લા ઘણાં વર્ષોથી, આયર્લેન્ડ સૌથી વધુ ઇચ્છિત પર્યટન સ્થળોમાંનું એક બની ગયું છે. જો તમે પણ રજાઓ ગાળવા માટે જલ્દી જ આ દેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે શરૂઆત માટે ટૂરિસ્ટ વિઝાની જરૂર પડશે. તમે તે કેવી રીતે મેળવશો? અમે તમને આ અંગે જ માર્ગદર્શન આપવા માટે અહીં છીએ.
શું ભારતીયોને આયર્લેન્ડ માટે વિઝાની જરૂર છે?
હા, ભારતીય પાસપોર્ટ ધારકોને રિપબ્લિક ઓફ આયર્લેન્ડની મુલાકાત લેવા માટે આઇરિશ વિઝાની જરૂર પડે છે. પરંતુ જો તમે ઉત્તરી આયર્લેન્ડની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો યુકેના વિઝા પૂરતા હશે.
ટૂંકા રોકાણ માટે, બધા ભારતીયોને આયર્લેન્ડ જવા માટે ટૂરિસ્ટ વિઝાની જરૂર પડે છે. તેમનું મહત્તમ રોકાણ 90 દિવસનું હોઈ શકે છે અને આ વિઝાને 'C' કેટેગરીના વિઝા કહેવામાં આવે છે. જોકે જાણવું જરૂરી છે કે ટૂરિસ્ટ વિઝા મુલાકાતીને નીચે જણાવેલ બાબતોની મંજૂરી આપતા નથી:
- પેઈડ અથવા અનપેઈડ, કોઈપણ પ્રકારનું કામ કરવું.
- હોસ્પિટલ જેવી કોઈપણ જાહેર સુવિધાનો ઉપયોગ કરો.
આઇરિશ ટૂરિસ્ટ વિઝા મહત્તમ 90 દિવસ માટે માન્ય છે.
શું ભારતીય નાગરિકો માટે આયર્લેન્ડમાં વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે?
ના, આયર્લેન્ડની મુસાફરી કરતા ભારતીયો માટે કોઈ વિઝા ઓન અરાઈવલ નથી. જોકે, યુકેના માન્ય વિઝા ધરાવતા લોકો હજુ પણ ઉત્તરી આયર્લૅન્ડની મુસાફરી કરી શકે છે.
ભારતીય નાગરિકો માટે આયર્લેન્ડ વિઝા ફી
વિઝા પ્રકાર | ફી (સર્વિસ ફી બાકાત) |
---|---|
સિંગલ એન્ટ્રી | USD 90.68 (EUR 84) |
મલ્ટીપલ એન્ટ્રી | USD 180.28 (EUR167) |
ડિસ્કલેમર: પ્રવેશ ફી ફેરફારને પાત્ર છે.
આયર્લેન્ડ ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી દસ્તાવેજો
તમને જરૂર પડશે તેવા દસ્તાવેજોની સૂચિ નીચે આપેલી છે:
- પ્રિન્ટેડ અને સાઈન કરેલ અરજી ફોર્મ: મુસાફરી સંબંધિત વિગતોનો ઉલ્લેખ કરો જેમ કે તારીખો, સ્થાનો અને સમયગાળો.
- પાસપોર્ટ સાઇઝના કલર ફોટોગ્રાફ્સ. ફોટોગ્રાફ સફેદ બેકગ્રાઉન્ડ અને મેટ ફિનિશ સાથે 35X45 mmની સાઈઝના હોવા જોઈએ. ખાતરી કરો કે ફોટોગ્રાફ્સમાં લગભગ 70-80% ચહેરો દેખાય છે.
- ઓછામાં ઓછા એક ખાલી પેજ સાથેનો મૂળ પાસપોર્ટ. વિઝા સ્ટીકર દાખલ કરવા જરૂરી છે. પાસપોર્ટ 6 મહિના માટે માન્ય હોવો જોઈએ.
- આયર્લેન્ડમાં રોકાણનો પુરાવો જેમ કે હોટેલ રિઝર્વેશન.
- આગમન અને પ્રસ્થાનની એર ટિકિટ.
- આયર્લેન્ડમાં રોકાણ દરમિયાન અરજદારનો પ્રવાસ કાર્યક્રમ.
- તમારી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસીની નકલ.
- છેલ્લા 3 વર્ષની આવકવેરા રિટર્નની નકલ.
- ઉમેદવારના લગભગ 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ.
- વર્તમાન સંસ્થાના છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ (જો કામ કરતા હોય તો જ આ શરત લાગુ).
- જો તમે બિઝનેસ ચલાવો છો, તો બિઝનેસ રજીસ્ટ્રેેશન સર્ટિફિકેટની જરૂર પડશે.
- જો વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય તો તેઓએ બોનાફાઇડ સર્ટિફિકેટ અથવા આઈડી પ્રૂફ સબમિટ કરવાનું રહેશે.
- જો મહિલા એકલી જ આયર્લેન્ડની મુસાફરી કરી રહી હોય તો પતિ તરફથી NOC.
ભારતમાંથી આયર્લેન્ડ ટૂરિસ્ટ વિઝા માટે કેવી રીતે અરજી કરવી?
આયર્લેન્ડ ટૂરિસ્ટ વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે અને ઓનલાઇન કરી શકાય છે. ઉમેદવારે નીચે જણાવેલ સ્ટેપને અનુસરવાની જરૂર છે:
- વેબસાઈટ http://www.inis.gov.ie ની મુલાકાત લો અને ફોર્મ ઓનલાઈન ભરો.
- ખાતરી કરો કે દાખલ કરેલી બધી વિગતો સાચી છે.
- પૂછવામાં આવેલ માહિતીને બે વાર વાંચ્યા પછી કાળજીપૂર્વક ફોર્મ સબમિટ કરો.
- ટૂરિસ્ટ વિઝા માટે નિયત ફી ચૂકવો.
- નજીકના આયર્લેન્ડ વિઝા એપ્લિકેશન સેન્ટર પર એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો.
અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને ઇન્ટરવ્યુ થઈ ગયા પછી, આગળની પ્રક્રિયા એમ્બેસીના હાથમાં છે.
આયર્લેન્ડ ટૂરિસ્ટ વિઝા પ્રોસેસિંગ ટાઈમ
આયર્લેન્ડ ટૂરિસ્ટ વિઝાની પ્રક્રિયા કરવામાં સામાન્ય રીતે લગભગ 10-15 કામકાજીય દિવસો લાગે છે.
તમારા હાથમાં વિઝા અને બુકિંગ કન્ફર્મ થવા સાથે, આયર્લેન્ડમાં આનંદ-મોજસભર વિદેશી વેકેશન માટે તમારી બેગ પેક કરો.
શું મારે આયર્લેન્ડ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?
વેકેશનનો આખો મુદ્દો એ છે કે વિરામ લેવો, તણાવ દૂર કરવો, ફ્રેશ થવું અને મૂડનો કાયાકલ્પ કરવો. અણધાર્યા સંજોગોમાં પણ તમે તણાવ કે ચિંતામાં ન પડો તે માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વડે તમારી ટ્રિપને સુરક્ષિત કરવી સલાહભરી છે. તમારી આયર્લેન્ડની ટ્રિપ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સના કેટલાક ફાયદા નીચે મુજબ છે:
- તમામ કેસોમાં મેડિકલ ખર્ચ આવરી લેવાશે. તમે જાયન્ટ્સ કોઝવે, કંપનીએ પહોંચવા અતિઉત્સાહી છો. એન્ટ્રીમ. તમારા પગ એક ખડકમાં અટવાઈ ગયો, તમારી પગની ઘૂંટી અને ગોશ ફેરવવાથી તમને સામાન્ય રક્તસ્રાવ (લોહી વહી જવા) સાથે ઈજા થઈ. સારવાર માટે તમારે મેડિકલ સહાયની જરૂર છે. તમારી ટ્રાવેલ પોલિસી સાથે, મેડિકલ ખર્ચાઓ આવરી શકાય છે.
- ધારો કે તમે ઉત્તર આયર્લેન્ડના સૌથી છેવાડાના માલિન હેડ પર છો. કોઈક રીતે તમે લપસી ગયા અને ગંભીર ઈજાઓ થઈ અને તમને ફેકચર થયું. હવે તમે હલી-ચાલી શકતા નથી અને તમારે હોસ્પિટલ પહોંચવાની જરૂર છે. સલામત સ્થળે આવા મેડિકલ સ્થળાંતરને ટ્રાવેલ પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે.
- અણધાર્યા સંજોગો જેમકે તમારા એમ્પ્લોયરનું આકસ્મિક નિધન થયું અને તમારી બધી રજાઓ રદ થઈ ગઈ હોવાને કારણે પરત ફરવું પડે તો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તાત્કાલિક કેન્સલેશન કોસ્ટને કવર કરશે જેમ કે હોટલની બુકિંગ રકમ અને ટિકિટો.
- તમે તમારી બેગ ગુમાવી હતી જેમાં તમારો પાસપોર્ટ અને અન્ય કિંમતી વસ્તુઓ હતી, આ ઇમરજન્સીમાં પણ કામ આવશે. તમારા પાસપોર્ટ જેવા કોઈપણ આવશ્યક દસ્તાવેજો વિના, કોઈપણ વિદેશી દેશમાં ટકી રહેવામાં ભારે જહેમત ઉઠાવવી પડી શકે છે. પરંતુ જો તમારી પાસે ટ્રાવેલ પોલિસી છે તો તે તમને આ સંજોગોમાં પણ વળતર આપશે.
- દરેક વખતે આપણે આપણાં કાર્યોથી સાવધ રહી શકતા નથી. કલ્પના કરો કે તમે કોઈ બીજાની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડો છો, તો તમે આવી તમામ લાયબિલિટી સામે સુરક્ષિત રહેશો.
- તે ક્ષણનો વિચાર કરો જ્યારે તમે તમારા બધા સામાન સાથે કેબની રાહ જોઈ રહ્યા હતા. અને કોઈએ આંખ મીંચતા જ તમારો બધો સામાન ચોરી કરી લીધો. ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને આવા તમામ નુકસાન માટે કવર કરે છે.