ભારતીયો માટે હોંગકોંગ વિઝા
ભારતીયો માટે હોંગકોંગ વિઝા વિશે વિગતવાર માર્ગદર્શિકા
હોંગકોંગ ભારતીય નાગરિકો માટે સૌથી વધુ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળોમાંનું એક છે. માત્ર જાન્યુઆરી અને માર્ચ 2019 વચ્ચે ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 7.32%નો વધારો થયો છે. (1)
હવે, જો તમે નજીકના ભવિષ્યમાં હોંગકોંગ મુલાકાતનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો મુસાફરી માટે જરૂરી સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ - વિઝા વિશે પોતાને અપડેટ કરવું મહત્વપૂર્ણ છે!
શું ભારતીય પાસપોર્ટ ધારકોને હોંગકોંગ જવા માટે વિઝાની જરૂર છે?
ના, જો ભારતીય પાસપોર્ટ ધારકો 14 દિવસ કે તેથી ઓછા સમયગાળા માટે દેશની મુલાકાત લેતા હોય તો હોંગકોંગ જવા માટે વિઝાની જરૂર નથી. આ કિસ્સામાં, ભારતીય નાગરિકોને પ્રી-અરાઈવલ રજીસ્ટ્રેશન (PAR) દ્વારા હોંગકોંગમાં વિઝા-ફ્રી પ્રવેશની જોગવાઈ છે.
જોકે, જો કોઈ હોંગકોંગમાં પોતાના રોકાણને 14 દિવસથી વધુ સમય માટે લંબાવવા માંગે છે તો ચોક્કસથી તેમણે વિઝા માટે અરજી કરવી પડશે.
શું હોંગકોંગની મુલાકાત લેતા ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ/ઈ-વિઝા ઉપલબ્ધ છે?
ના, હોંગકોંગ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા આપતું નથી. ભારતીયો માત્ર ત્યારે જ દેશમાં પ્રવેશ મેળવી શકે છે જો તેઓએ આગમન પહેલાની રજીસ્ટ્રેેશનની ઔપચારિકતાઓ પૂર્ણ કરી હોય
વધુમાં, દેશમાં 14 દિવસથી વધુ સમય સુધી રહેવા ઈચ્છતા હોય તેમણે સીધા જ હોંગકોંગ ઈમિગ્રેશન વિભાગ દ્વારા ઈમિગ્રેશન વિઝા માટે અરજી કરવાની રહેશે.
ભારતીય નાગરિકો માટે હોંગકોંગમાં પ્રી-અરાઈવલ રજીસ્ટ્રેશનનો અર્થ શું છે?
14 દિવસથી ઓછા સમયગાળા માટે હોંગકોંગની મુલાકાત લેતા ભારતીય નાગરિકો માટે દેશમાં પ્રવેશવા માટે પ્રી-અરાઈવલ રજીસ્ટ્રેશન (PAR) ઓનલાઈન પૂર્ણ કરવું ફરજિયાત છે. વન-ટાઇમ PAR દ્વારા ભારતીય પાસપોર્ટ ધારકો જો સતત 14 દિવસથી વધુ દેશમાં ન રહે તો 6 મહિનાના સમયગાળામાં હોંગકોંગમાં બહુવિધ એન્ટ્રીની સુવિધાનો આનંદ માણી શકે છે.
વ્યક્તિઓએ ભારતીય નાગરિકો માટે હોંગકોંગ વિઝાના બદલામાં PAR (પ્રી-અરાઈવલ રજીસ્ટ્રેશન) માં પોતાનું નોંધણી કરાવવી અને રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને હોંગકોંગમાં પ્રવેશ મેળવવા માટે ઈમિગ્રેશન વિભાગને સફળ રજીસ્ટ્રેેશન પર જનરેટ થતી સ્લિપ રજૂ કરવી જોઈએ.
કયા ભારતીય નાગરિકોને હોંગકોંગની મુલાકાત લેવા માટે અન્ડરગોઇંગ PARની જરૂર નથી?
નીચે દર્શાવેલ શ્રેણીઓમાં સમાવિષ્ટ ભારતીય નાગરિકોને હોંગકોંગની મુલાકાત લેવા માટે PARની જરૂર નથી, જો તેઓ સામાન્ય ઇમિગ્રેશન આવશ્યકતાઓને પૂર્ણ કરે:
- ઓફિશિયલ પાસપોર્ટ ધરાવતા ભારતીયો.
- ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતા ભારતીયો.
- યુનાઈટેડ નેશન્સ લેસેઝ-પાસર (અધિકૃત યુનાઈટેડ નેશન્સ બિઝનેસ માટે હોંગકોંગની મુલાકાત લેતા વ્યક્તિઓ) ધરાવતા લોકો.
- ઈ-ચેનલ સર્વિસમાં નોંધાયેલ વ્યક્તિઓ.
- હોંક કોંગ ટ્રાવેલ પાસ ધારકો.
ભારતીય નાગરિકો માટે હોંગકોંગ વિઝા ફી
ભારતીય પાસપોર્ટ ધારકો પાસેથી PAR માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. જોકે, જેઓ 14 દિવસથી વધુ રહેવા ઈચ્છતા હોય અને પરિણામે વિઝા મેળવવો હોય તેમણે નિયત વિઝા ફી ચૂકવવી પડશે, જે નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે:
વિઝા પ્રકાર | ફી |
---|---|
PAR | - |
ઇમિગ્રેશન વિઝા | HKD 1826.61 એટલેકે આશરે ₹18,978. |
ડિસ્કલેમર - વર્તમાન વિનિમય દરો (એક્સચેન્જ રેટ) ના આધારે વિઝા ફી INRમાં રૂપાંતરિત કરવામાં આવી છે અને તે ફેરફારને પાત્ર છે. ખાતરી કરો કે તમે વિઝા માટે અરજી કરતા પહેલા સત્તાવાર સ્ત્રોતોમાંથી વિઝા ફી તપાસો છો.
હોંગકોંગ PAR માટે જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા
PAR માટે, ભારતીય નાગરિકોએ સૌ પ્રથમ નીચેની આવશ્યકતાઓને સંતોષવી પડશે:
- તેમની પાસે ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ, જે હોંગકોંગમાં પ્રવેશના સમયથી ઓછામાં ઓછા 6 મહિનાના સમયગાળા માટે માન્ય હોવો જોઈએ.
- નોટિફિકેશન સ્લિપ મેળવવા માટે માન્ય ઈમેલ આઈડી રાખો.
હોંગકોંગ PAR માટે ભારતીય નાગરિકો માટે અનુસરવાના સ્ટેપ
પ્રી-અરાઈવલ રજીસ્ટ્રેેશન માટે, ભારતીય નાગરિકે નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરવા પડશે :
- હોંગકોંગના અધિકૃત ઇમિગ્રેશન વિભાગની વેબસાઈટની મુલાકાત લો.
- PAR માટે રજીસ્ટ્રેેશન ફોર્મ ભરો અને તમામ જરૂરી વિગતો સબમિટ કરો.
- વિગતો સબમિટ કર્યા પછી, તરત જ તમારી વિગતો પર પ્રોસેસિંગ કરીને રજીસ્ટ્રેેશન રિઝલ્ટ સાથે સિસ્ટમ વેબસાઈટ પર વિગતો પ્રદર્શિત થશે.
- સફેદ A4 સાઇઝ શીટ પર વેબસાઈટ પર પ્રદર્શિત PARની નોટિફિકેશન સ્લિપની પ્રિન્ટ આઉટ લો.
તમારા દેશમાં આગમન પર તમારે ઇમિગ્રેશન કાઉન્ટર પર નોટિફિકેશન સ્લિપની આ પ્રિન્ટ આઉટ રજૂ કરવાની રહેશે. પછી ઇમિગ્રેશન કાઉન્ટર તમને હોંગકોંગની મુલાકાત લેવાની મંજૂરી આપશે.
હોંગકોંગ વિઝા મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા
હોંગકોંગમાં 14 દિવસથી વધુ સમય સુધી રહેવાની ઈચ્છા ધરાવતા કોઈપણ ભારતીય નાગરિકે આ જરૂરિયાતને સંતોષવી પડશે અને તેણે વિઝા મેળવવો પડશે. જેમની PAR વિનંતી નકારવામાં આવી છે તેમને આ લાગુ પડશે.
વિઝા અરજી સીધી હોંગકોંગ ઇમિગ્રેશન વિભાગને કરવાની રહેશે અને HKD 190ની વિઝા ફી બેંક ડ્રાફ્ટ દ્વારા ચૂકવવાની રહેશે.
વિઝા માટે અરજી કરવા માટે સબમિશનના 2 અલગ-અલગ અને જરૂરી સેટ છે. અરજદાર અને હોંગકોંગમાં રહેતા અરજદારના સ્પોન્સર દ્વારા દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
હોંગકોંગ વિઝા માટે અરજદાર દ્વારા સબમિટ કરવાના દસ્તાવેજોમાં સામેલ છે:
- કવર લેટર સાથે ભરેલું અરજી ફોર્મ.
- હોંગકોંગમાં રહેતા તમારા સ્પોન્સર સાથેના સંબંધનો પુરાવો.
- અરજદારની નાણાકીય વિગતો, જેમાં તેમના નાણાકીય ખાતા અને સંબંધિત વિગતો, ટેક્સ રિટર્ન, પગાર સ્લિપ વગેરેનો સમાવેશ થાય છે.
- અરજદારના પાસપોર્ટના શરૂઆતના અને છેલ્લા પેજની નકલ.
- ફ્લાઇટ ટિકિટ અથવા સમાન ટ્રાન્સપોર્ટેશન વિગતો.
બદલામાં, મુલાકાતીના સ્પોન્સરે વિઝાની મંજૂરી મેળવવા માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવા પડશે:
- આમંત્રણ પત્રની નકલ.
- ભરેલું અરજી ફોર્મ.
- સ્પોન્સરના પાસપોર્ટની નકલ.
- સ્પોન્સરના ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ, જેમાં ફાઈનાન્શિયલ એકાઉન્ટ્સ, ટેક્સ રિટર્ન વગેરેનો સમાવેશ થાય છે.
- હોંગકોંગમાં સ્પોન્સરનો રહેણાંક પુરાવો.
ભારતીય નાગરિકોએ હોંગકોંગ ઈમિગ્રેશન વિઝા માટે અરજી કરવા માટેના પગલાંને અનુસરવા પડશે
ભારતીય નાગરિકોએ હોંગકોંગની વિઝા એપ્લિકેશન સીધી દેશના ઈમિગ્રેશન વિભાગને કરવાની હોય છે .
તેના માટે, નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરો:
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો. જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો.
- અરજી ફોર્મમાં પાસપોર્ટ-સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે જરૂરી દસ્તાવેજોની હાર્ડ કોપી એકત્રિત કરો અને સાથે જોડો.
- પોસ્ટ અથવા કુરિયર દ્વારા હોંગકોંગ ઇમિગ્રેશન વિભાગને તમામ દસ્તાવેજો મેઇલ કરો. (સરનામું - રસીદ અને ડિસ્પેચ સબ-યુનિટ, ઇમિગ્રેશન વિભાગ - 2/F, ઇમિગ્રેશન ટાવર, 7 ગ્લોસેસ્ટર રોડ, વાન ચાઇ, હોંગકોંગ)
- તમારે બેંક ડ્રાફ્ટ દ્વારા HKD 190ની ચુકવણી પણ કરવી પડશે.
વિઝાની મંજૂરી પર, હોંગકોંગ વિઝા લેબલ તમને પાછું મોકલવામાં આવશે, જે તમારે તમારા પાસપોર્ટ સાથે જોડવાનું રહેશે.
હોંગકોંગના ઇમિગ્રેશન વિભાગનો વિઝા પ્રોસેસિંગ ટાઈમ લગભગ 3-4 અઠવાડિયા છે.
વધુ પૂછપરછ માટે, તમે હોંગકોંગ ઇમિગ્રેશન વિભાગનો અહીં સંપર્ક કરી શકો છો:
- ઈમેલ - enquiry@immd.gov.hk
- ટેલિફોન - +852-2824-611
તેથી, એક ભારતીય પાસપોર્ટ ધારક તરીકે તમારે હોંગકોંગ વિઝા અરજી વિશે જાણવું જોઈએ તે બધું અહીં છે.
પરંતુ, શું તમે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવાનું વિચાર્યું છે?
શું મારે હોંગકોંગ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?
હોંગકોંગની મુલાકાત લેતા પહેલા ભારતીયો માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી હોવી ફરજિયાત નથી, પરંતુ તે લેવાની સલાહ આપવામાં આવે છે.
દાખલા તરીકે, ડિજિટમાંથી હોંગકોંગનો ટ્રાવેલ ઇન્શ્યુરન્સખરીદવાથી તમને નીચેના લાભો મળશે:
- મેડિકલ ઈવેક્યુએશન અને કવર: તમારી ટ્રિપ દરમિયાન કોઈપણ સમયે અને સ્થળે મેડિકલ ઈમરજન્સી આવી શકે છે. પરિણામે, જ્યારે અકસ્માત થાય છે ત્યારે મેડિકલ સ્થળાંતર તેમજ સારવાર બંને જરૂરી છે; ડિજિટના ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હેઠળ આ તમામ ખર્ચ સંપૂર્ણપણે આવરી લેવામાં આવે છે.
- ટ્રિપ કેન્સલેશન ખર્ચ: જો કોઈ ટ્રિપ કેન્સલ થઈ જાય તો તમે ટ્રિપ માટે પહેલેથી જ ઉઠાવી ચૂકેલા પ્રી-બુક કરેલા નોન-રિફંડેબલ ખર્ચ માટે વળતર મેળવી શકો છો.
- સામાન ખોટ/વિલંબ: સામાન ખોવાઈ જવું અથવા વિલંબ એ પરિવહનમાં સામાન્ય ઘટના છે. કોઈપણ રીતે, તે માલિક માટે નાણાકીય નુકસાન છે જે ખૂબ વધારે હોઈ શકે છે. જો આવી કોઈ ઘટના બને છે, તો ડિજિટ આ નુકસાન માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.
- લાયબિલિટી ખર્ચ: જો હોંગકોંગમાં રોડ ટ્રિપ વખતે અકસ્માતમાં તમારાથી કોઈને ઈજા પહોંચાડો અથવા અન્ય કોઈની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડો તો તમારી ઈન્શ્યુરન્સ ૫ોલિસી લાયબિલિટીના ખર્ચને આવરી લેશે. અકસ્માતને કારણે ભાડાની કારને થયેલા નુકસાનને વધુ આવરી લેવામાં આવશે.
- એડવેન્ચર સ્પોર્ટ્સ: કોઈપણ એડવેન્ચર સ્પોર્ટ (એક દિવસ માટે) ને કારણે થતી ઈજાઓ પણ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. આમ તમે દરેક ઈચ્છા પૂરી કરી શકો છો.
$50,000ની સમ ઇન્શુર્ડ માટે પ્રતિ દિવસ ₹225 (18% GST સિવાય) ના નજીવા પ્રીમિયમ પર આ બધું અને અન્ય ઘણું બધું મેળવી શકો છો!
તો, તમે શેની રાહ જોઈ રહ્યા છો? આજે જ તમારો હોંગકોંગ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ મેળવો અને તમારી સફરને સુરક્ષિત બનાવો!