ભૂટાન ભારતના સૌથી નજીકના પડોશીઓમાંનું એક છે અને વેકેશન પર જતા ભારતીયો માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. નજીકમાં હોવાને કારણે ભૂટાન ભારતીય પ્રવાસી મુસાફરો માટે પસંદગીનું ટોચનું સ્થાન બન્યું છે, ત્યારે આ દેશ ઓફર કરતી તમામ બાબતો યાદ રાખવી પણ મહત્વપૂર્ણ છે.
સત્તાવાર રીતે ભૂટાન કિંગડમ તરીકે ઓળખાતો આ દેશ સિલ્ક રોડ પર સ્થિત છે. તેના પર્વતીય મનોરમ શાંતિ અને સુંદરતા અને પ્રકૃતિના આકર્ષક દૃશ્યોની સાથે, તે તેના મુલાકાતીઓને મહેલો, સંગ્રહાલયો વગેરે પણ પ્રદાન કરે છે.
ના, ભારતીય પાસપોર્ટ ધારકોને ભૂટાન જવા માટે વિઝાની જરૂર નથી. ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જે ભૂટાન સાથે સરહદ ધરાવે છે અને ખૂબ જ સારી ટર્મ/શરતો સાથે.
પરિણામે, ભારતીયો માટે ભૂટાન વિઝા કેટલાક અન્ય દેશોના નાગરિકોની જેમ જરૂરી નથી. એક ભારતીય નાગરિક તરીકે તમારે ભૂટાનમાં પ્રવેશ મેળવવા માટે અન્ય ઓળખપત્રો સાથે રાખવા પડશે. ભૂટાનમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી ઓળખપત્રોની યાદી આ લેખમાં પાછળથી આપવામાં આવી છે.
હા, ભારતીય પાસપોર્ટ ધારકોએ ભૂટાનમાં પ્રવેશ મેળવવા માટે ફૂંટશોલિંગની ઇમિગ્રેશન ઓફિસમાંથી જારી કરાયેલ એન્ટ્રી પરમિટ મેળવવી પડશે. આ પરમિટ 7 દિવસની અવધિ માટે માન્ય છે અને રસ્તા દ્વારા ભૂટાન જતા લોકોએ તેના વેરિફિકેશન માટે દરેક ચેકપોઇન્ટ પર રજૂ કરવું પણ જરૂરી છે.
7 દિવસથી વધુ સમય માટે તેમના રોકાણને લંબાવવાનો ઇરાદો ધરાવતા ભારતીયોએ થિમ્પુમાં સ્થિત ઇમિગ્રેશન ઓફિસની મુલાકાત લેવાની અને તેમની પરમિટની માન્યતાની મુદત વધારવા માટે અરજી કરવી આવશ્યક છે.
ભૂટાનમાં પ્રવેશવા માટે ભારતીય નાગરિકોએ કેટલાક દસ્તાવેજો સાથે રાખવા પડશે. નીચે જણાવેલ દસ્તાવેજો ભૂટાનમાં પ્રવેશતી વખતે ઇમિગ્રેશન ઓફિસમાં "એન્ટ્રી પરમિટ" મેળવવા માટે જરૂરી છે.
"એન્ટ્રી પરમિટ" તમને માત્ર થિમ્પુ અને પારોની મુલાકાત લેવાની પરવાનગી આપે છે. જો તમે દેશના અન્ય સ્થળોની મુલાકાત લેવા માંગતા હો, તો તમારે ભારતીય નાગરિકો માટે વિશેષ ભૂટાન પરમિટ મેળવવી આવશ્યક છે. "સ્પેશિયલ એરિયા પરમિટ" માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે.
ભૂટાનમાં પ્રવેશવાની પરમિટ મેળવવા માટે તમારે ફુએન્ટશોલિંગ ખાતેની રોયલ ગવર્નમેન્ટની ઈમિગ્રેશન ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડશે. ભારત-ભૂટાન સરહદ પર સ્થિત, તમારે આ ઓફિસમાં ભૂટાન પરમિટ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા આવશ્યક છે. ત્યારબાદ, તમને "એન્ટ્રી પરમિટ" આપવામાં આવશે, જે તમને દેશમાં પ્રવેશવા અને મુસાફરી કરવાની મંજૂરી આપે છે. અત્રે નોંધનીય છે કે જો તમે હવાઈ માર્ગે ભૂટાનમાં પ્રવેશવાના હોવ તો પણ તમારે પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ પરમિટ મેળવવી આવશ્યક છે.
તમે એન્ટ્રી પરમિટ સાથે પારો અને થિમ્પુથી આગળ મુસાફરી કરી શકતા ન હોવાથી, તમારે ભારતીય નાગરિકોના ભૂટાન ઇમિગ્રેશન માટે વધારાના દસ્તાવેજો માટે અરજી કરવી પડશે. તમે તમારી “સ્પેશિયલ એરિયા પરમિટ” માટે થિમ્પુ ખાતેની RGoB ઈમિગ્રેશન ઓફિસમાં અરજી કરી શકો છો. સામાન્ય રીતે, ઓફિસ એક કલાકની અંદર આ પરમિટ જારી કરે છે. જો તમે તમારી પોતાની કાર ચલાવતા હોવ, તો તમારે તમારી એક્સ્ટેંશન પરમિટ માટે આરએસટીએની પણ મુલાકાત લેવી આવશ્યક છે.
થિમ્પુમાં સ્થિત, એમ્બેસી અઠવાડિયાના દિવસોમાં કાર્યરત છે અને શનિવાર અને રવિવારે બંધ રહે છે.
ભૂટાનની મુલાકાત લેતી વખતે તમારા માટે ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યુરન્સ પોલિસી ખરીદવી ફરજિયાત નથી. જોકે, રક્ષાત્મક ધોરણે એક પોલિસી રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે તમને ઘણા પ્રકારના અણધાર્યા સંજોગો સામે અસરકારક રીતે આવરી શકે છે. ટ્રેકિંગ અકસ્માતથી અચાનક મેડિકલ ઇમરજન્સી આવી પડે અથવા સામાનની ખોટ હોય; ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી પોલિસીઓ હેઠળ બધું આવરી લેવામાં આવે છે. જો તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તો પણ, આ પોલિસીઓ હેઠળ ખર્ચ આવરી લેવામાં આવે છે.
જો તમે તમારી કાર ચલાવતા હોવ તો લાયબિલિટી ચાર્જનો ઇન્શ્યુરન્સ ખાસ કરીને મદદરૂપ થઈ શકે છે. તે ભૂટાનમાં મુસાફરી કરતી વખતે તમારા મનમાંથી તણાવ દૂર કરે છે. જોકે તે મફત નથી. એક પુખ્ત વ્યક્તિ માટે 5,000 યુએસ ડોલર (BTN 4,07,291.2)ની સમ ઇન્શુર્ડની પોલિસી માટે 0.56 યુએસ ડોલર (BTN 45.58) પ્રતિ દિવસનું પ્રીમિયમ ખૂબ સસ્તું છે. આ તેને ટ્રાવેલ ઇન્શ્યુરન્સમાં સૌથી વધુ વ્યાજબી આર્થિક વિકલ્પોમાંથી એક બનાવે છે. ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી ગ્રાહક સર્વિસ પણ અનુકૂળ છે કારણ કે તમે રાષ્ટ્રીય રજાઓ પર પણ કોઈપણ સમયે ફોન પર અમારો સંપર્ક કરી શકો છો.