તમારું ડ્રાઈવીંગ લાઇસન્સ પ્રમાણિત કરે છે કે તમે ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર કેવી રીતે ચલાવવું તે જાણો છો. યોગ્યતાના પુરાવા તરીકે કામ કરવા ઉપરાંત, ભારતમાં લાયસન્સ વિના વાહન ચલાવવું એ ફોજદારી ગુનો છે.
જોકે આ લાઇસન્સ માત્ર ભારતમાં જ માન્ય છે તેવું માનવું ખોટું છે. જો તમે કોઈ અલગ દેશમાં સ્થળાંતર કરવાની યોજના ઘડી રહ્યા હોવ, તો તમારે જાણવું જોઈએ કે શું આ જ લાઇસન્સ તમને વિદેશી રસ્તાઓ પર વાહન ચલાવવા માટે માન્ય હશે કે નહિ.
ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ સ્વીકારતા દેશોની યાદી તમને મૂલ્યાંકન કરવામાં મદદ કરશે કે તમારે નવા લાઇસન્સ માટે અરજી કરવાની જરૂર છે કે શું તમારું હાલનું લાઇસન્સ જ પૂરતું છે.
જો આ ગ્રાહ્ય ન હોય તો, તમે ઇન્ટરનેશનલ ડ્રાઈવીંગ પરમિટ (IDP) પણ પસંદ કરી શકો છો, જેની અરજી અને દસ્તાવેજીકરણ પ્રક્રિયા પણ નીચે દર્શાવેલ છે.
પરંતુ પહેલા, ચાલો એવા દેશો જોઈએ જ્યાં ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ તમને ડ્રાઈવીંગ કરવાની મંજૂરી આપશે!
જો તમારો ગંતવ્ય દેશ નીચેનામાંથી એક છે, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ દેશો તમને તેમના રસ્તાઓ પર વાહન ચલાવવા માટે ભારતીય લાઇસન્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે:
કામ અને મોજ-મસ્તી બંને પ્રકારના કારણો માટે ઓસ્ટ્રેલિયા, અનેક ભારતીયોનું મનપસંદ સ્થળ છે. તમે રજા પર હોવ કે કામના કારણે ઓસ્ટ્રેલિયામાં હોવ ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ સમગ્ર દેશમાં કાયદેસર અને માન્ય ગણવામાં આવશે.
જો તમે ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરી, ન્યૂ સાઉથ વેલ્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા અથવા ક્વીન્સલેન્ડમાં ડ્રાઈવીંગ કરી રહ્યાં છો, તો તમારું ભારતીય લાઇસન્સ એક વર્ષથી વધુ સમય માટે માન્ય ગણવામાં આવશે.
જોકે, દેશના ઉત્તરના ભાગોમાં આવા લાઇસન્સની માન્યતા માત્ર ત્રણ મહિના સુધી મર્યાદિત છે. આ પરિબળોને અગાઉથી ધ્યાનમાં રાખો જેથી કરીને તમે તે મુજબ પ્લાન કરી શકો.
2019ના સર્વે અનુસાર લગભગ 27 લાખ ભારતીયો યુએસએમાં રહે છે (સ્ત્રોત). જો તમે પણ આ સમૂહમાં જોડાવવા માંગો છો, તો તમારે જાણવું જ જોઇએ કે તમે તમારા ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ સાથે તમારી પ્રવેશ તારીખથી એક વર્ષની મુદત માટે યુએસએમાં ડ્રાઇવ કરી શકો છો.
જોકે તેના માટે કેટલીક શરતો પૂરી કરવી આવશ્યક છે. આ શરતો છે:
ફોર્મ I-94 ચોક્કસ તારીખે યુએસએમાં પ્રવેશ્યા હોવાનો પુરાવો માનવામાં આવે છે.
આ દેશ ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ સ્વીકારતા ફોરેન દેશોમાંનું એક હોવાથી, તમારે ઓછામાં ઓછા એક વર્ષ માટે અમેરિકામાં IDP અથવા અલગ લાઇસન્સ મેળવવાની જરૂર નથી.
ન્યૂઝીલેન્ડ એ વધુ એક દેશ છે જ્યાં ભારતીય નાગરિકને નવા ડ્રાઈવીંગ લાઇસન્સ અથવા IDPની જરૂર નથી.
જો તમે ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડમાં રહેવાનું અથવા મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો જાણો કે તમે નીચેની શરતોને ધ્યાનમાં રાખીને તમારા હાલના લાઇસન્સનો ઉપયોગ કરી શકો છો:
વર્તમાન લાઇસન્સ દેશમાં પ્રવેશની તારીખથી એક વર્ષ સુધી માન્ય રહી શકે છે. જો તમે લાંબા સમય સુધી રહેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારે ન્યૂઝીલેન્ડમાં IDP અથવા સ્થાનિક ડ્રાઈવીંગ લાઇસન્સ પસંદ કરવું જોઈએ.
શું તમે કેટલાક ફ્રેન્ચ વાઇન અને ખોરાક માટે ઉતાવળા છો? તમે ભવ્ય એફિલ ટાવરની મુલાકાત લેવા માંગતા હોવ અથવા ફક્ત કોઈ બિઝનેસ કોન્ફરન્સમાં હાજરી આપવા માંગતા હોવ, તમારી પોતાની કાર ચલાવવાથી પરિવહન સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.
તમારું ભારતીય લાઇસન્સ માન્ય હોવા છતાં, તમારી પાસે અધિકૃત ફ્રેન્ચ અનુવાદિત લાઇસન્સ હોવું આવશ્યક છે. તદુપરાંત, ફ્રેન્ચ કારમાં ડાબા હાથની ડ્રાઇવ હોય છે, જે અન્ય તરફના ડ્રાઈવીંગથી ટેવાયેલા ભારતીયો માટે પડકારોજનક બની શકે છે.
વેલ્સ, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ એ ત્રણ અન્ય દેશો છે જ્યાં તમે ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે રસ્તાઓ પરથી પસાર થઈ શકો છો. જોકે શરત માત્ર એટલી છે કે લાઇસન્સ અંગ્રેજીમાં હોવું આવશ્યક છે.
વધુમાં, તે માત્ર એક વર્ષની મુદત માટે માન્ય રહે છે. યાદ રાખવાનો બીજો મહત્વનો મુદ્દો એ છે કે તમારું હાલનું ડ્રાઈવીંગ લાઇસન્સ તમને ચોક્કસ વાહન વર્ગને ચલાવવાની પરવાનગી આપશે અને તમામ વ્હિકલ ક્લાસને નહિં.
શાહરૂખ ખાન અને કાજોલ દ્વારા ક્લાસિક 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં લોકપ્રિય થયું ત્યારથી સ્વિટ્ઝર્લેન્ડ ભારતીયો માટે એક પ્રિય હનીમૂન ડેસ્ટિનેશન સ્થળ બન્યું છે.
જો તમે તમારા પ્રિયજનો સાથે ફરી તે ક્ષણ જીવવાનું પ્લાનિંગ કરી રહ્યાંં છો, તો તમને એ જાણીને આનંદ થશે કે આ વિદેશી દેશ ભારતીય ડ્રાઇવરોને તેમના હાલના લાઇસન્સ પર વાહનો ચલાવવાની મંજૂરી આપે છે.
સંબંધિત DL અંગ્રેજીમાં હોવું જોઈએ. વધુમાં, તે માત્ર એક વર્ષ માટે માન્ય રહે છે.
દક્ષિણ આફ્રિકા કુદરતી સૌંદર્યથી ભરેલો દેશ છે. આફ્રિક્રન દેશના વિશાળ ખુલ્લા રસ્તાઓ પર ડ્રાઈવીંગ કરતી વખતે શ્રેષ્ઠ અનુભવ માણી શકાય છે. તમે તમારા ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ સાથે આ રસ્તાઓ પર એક વર્ષ માટે કાર અથવા બાઇક ચલાવી શકો છો. જોકે લાઇસન્સની માન્યતા એક વર્ષના સમયગાળાની હોવી આવશ્યક છે.
દક્ષિણ આફ્રિકામાં કાર ભારતની જેમ જ જમણી બાજુએ ડ્રાઇવ કરવાની હોવાથી ભારતીયોને અલગ ડ્રાઈવીંગ સ્ટાઈલ શીખવી જરૂરી નથી, જેથી બાબતો વધુ સરળ બને છે.
ભારતીય DL સાથે ડ્રાઈવીંગ કરવાની મંજૂરી આપતા દેશોની યાદીમાં મલેશિયા સામેલ છે, પરંતુ તમારે ઇન્ટરનેશનલ ડ્રાઈવીંગ પરમિટ પણ સાથે રાખવી જરૂરી છે.
જો તમારી પાસે આ બંને દસ્તાવેજો હાથમાં છે, તો એક કાર ભાડે લો અને સિંગાપોરના સુંદર શહેર અને આસપાસના વિસ્તારોમાં વિચરવા નીકળી પડો.
જો તમે તમારા ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ સાથે સ્વીડનમાં કાર ચલાવવાનો ઇરાદો ધરાવો છો, તો તે નીચેની ભાષાઓમાંથી એકમાં હોવું જોઈએ - સ્વીડિશ, અંગ્રેજી, જર્મન, જર્મન, નોર્વેજીયન, ડેનિશ અથવા ફ્રેન્ચ. આ લાઇસન્સ ઉપરાંત તમારે હંમેશા તમારી સાથે એક ફોટોગ્રાફ અને આઈડી રાખવા આવશ્યક છે.
જર્મન સરકાર ભારતીય નાગરિકોને તેમના હાલના DL સાથે દેશના રસ્તાઓ પર કાર ચલાવવાની મંજૂરી આપે છે. જોકે, તેનું જર્મન ભાષાંતર હોવું આવશ્યક છે.
ઉપરાંત, માન્યતા માત્ર 6 મહિના સુધી મર્યાદિત છે. આ સમયગાળા ઉપરાંત તમારે દેશની અંદર પરમિટ મેળવવાની જરૂર પડશે.
ભૂટાનના સત્તાધીશો પણ ભારતીયોને તેમના રાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઇસન્સ પર વાહન ચલાવવાની મંજૂરી આપે છે.
જોકે, ભૂટાન મોટાભાગે પર્વતીય પ્રદેશો અને રસ્તાઓ ધરાવતું હોવાથી તેના બદલે પ્રેક્ટિસ કરેલ ડ્રાઇવરને પસંદ કરવું વધુ સારું અને હિતાવહ રહેશે, ખાસ કરીને જો તમને આવા ભૂપ્રદેશ પર કાર અથવા બાઇકને હેન્ડલ કરવાની કોઈ પૂર્વ જાણકારી ન હોય.
કેનેડા ભારતીય નાગરિકોને 60 દિવસ સુધીના સમયગાળા માટે તેમના ડ્રાઈવીંગ લાયસન્સ સાથે વાહન ચલાવવાની મંજૂરી આપે છે. આ પછી, જો તમે દેશના રસ્તાઓ પર ડ્રાઈવીંગ કરવાનું ચાલુ રાખવા માંગતા હોવ તો તમારે અલગ પરમિટ મેળવવાની જરૂર પડશે.
યાદ રાખવાની એક મહત્વની વાત એ છે કે કેનેડિયન ડ્રાઇવરોએ ભારતના રસ્તાઓની જેમ ડાબી બાજુને બદલે રસ્તાની જમણી બાજુએ વળગી રહેવાની જરૂર છે.
ઉપર જણાવેલ દેશો મોટાભાગના કિસ્સાઓમાં ભારતીય ડ્રાઈવીંગ લાઇસન્સ સ્વીકારે છે. જોકે, તમારે લાઇસન્સની માન્યતા સાથે સંબંધિત પૂર્વજરૂરિયાતો અથવા શરતો પર નજર કરવી પડશે.
મોટાભાગના અન્ય દેશોમાં, તમારે કાર ભાડે આપવા અને ડ્રાઇવ કરવા માટે ઇન્ટરનેશનલ ડ્રાઈવીંગ પરમિટ સથે રાખવાની જરૂર પડશે.
તેથી, આ ઔપચારિકતાઓને દૂર કરો અને અજાણ્યા મનમોહક કિનારા પર લાંબી ડ્રાઇવ પર નીકળી જાઓ!