ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ટીડીએસ ચલણ 281 કેવી રીતે ભરવું: પ્રક્રિયા વિશે સમજણ

2004માં સરકારે ટેક્સ એકત્ર કરવાની મેન્યુઅલ પ્રક્રિયાને ઓનલાઈન ટેક્સ એકાઉન્ટિંગ સિસ્ટમ સાથે બદલી હતી. OLTAS ટેક્સ જમા કરાવવા માટે ત્રણ પ્રકારના ચલણ જારી કરે છે. તેમાંથી એક ટીડીએસ ચલણ 281 છે. તે સ્ત્રોત પર કપાત કરેલ ટેક્સ અને સ્ત્રોત પર એકત્રિત ટેક્સ જમા કરવા માટે જારી કરવામાં આવે છે. ટીડીએસ ચલણ 281 ઓનલાઈન અને ઓફલાઈન ફાઈલ કરવું સરળ છે. જો તમે આ વિશે વધુ જાણવા ઉત્સુક છો, તો વાંચવાનું ચાલુ રાખો.

ટીડીએસ ચલણ 281 ફાઇલ કરવાના સ્ટે૫?

ભારતીય નાગરિકો, કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ બંને પક્ષકારો ચોક્કસ કેટેગરીના વ્યવહાર કરતા પહેલા ટીડીએસ ચલણ 281 ફાઇલ કરી શકે છે.

ઇન્કમ ટેક્સ ચલણ 281ની ઓનલાઈન ફાઇલિંગ જાણવા માંગો છો? જો હા, તો સ્ક્રોલ કરતા રહો.

[સ્ત્રોત]

ઓનલાઈન

ટીડીએસ ચલણ 281 ઓનલાઈન ફાઈલ કરવા માટેની પ્રક્રિયા અહિં નીચે વર્ણવી છે -

સ્ટે૫ 1: ઓફિશિયલ ઇન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લો. ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ 'e-Pay Taxes' પર ક્લિક કરો. આગળ વધવા તમારો TAN અને મોબાઈલ નંબર દાખલ કરો. "ચલણ નંબર /ITNS 281" સાથે આગળ વધો.

સ્ટે૫ 2: આ સ્ટે૫માં કપાત મેળવનારની વિગતો ભરવાની રહેશે. આનો અર્થ એ છે કે તમે કોના વતી ચુકવણી કરી રહ્યા છો. તમે આ માટે અલગ ચૂકવણી કરી શકો છો-

  • કંપની ચૂકવણીકર્તા
  • નોન-કંપની કંપની ચૂકવણીકર્તા

સ્ટે૫ 3: ચૂકવણીના પ્રકારો હેઠળ કોઈપણ વિકલ્પમાંથી એક પસંદ કરો-

  • ટેક્સ પેયર દ્વારા ચૂકવવાપાત્ર ટીડીએસ અથવા ટીસીએસની રકમ
  • ટીડીએસ અથવા ટીસીએસનું નિયમિત મૂલ્યાંકન

ઉપરાંત, પેમેન્ટ ગેટવે વિકલ્પ પસંદ કરો અને પેમેન્ટ મોડ પસંદ કરો એટલે કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરે,

સ્ટે૫ 4: જનરેટ કરેલા ચલણમાંની તમામ વિગતો ચકાસો અને પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને ચૂકવણી કરો. ચૂકવણી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી ચલણ રસીદ ડાઉનલોડ કરો.

[સ્ત્રોત]

એકવાર વિગતો સબમિટ કર્યા પછી, પેજ બેંક પોર્ટલ પર રીડાયરેક્ટ થાય છે. એકવાર તમે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી લો, એક ચલણ કાઉન્ટરફોઇલ જનરેટ થશે. આ રીતે ટીડીએસ ચલણ 281 જનરેટ કરવું.

ઓફલાઈન

સમાન ઓફલાઇન ફાઇલ કરવા માટે, સરળ સ્ટે૫ અનુસરો:

સ્ટે૫ 1: ચૂકવણી અને કપાતના પ્રકાર પર આધારિત કુલ ચૂકવવા પાત્ર થતા ટીડીએસની ગણતરી કરો. તમારે જો કોઈ લાગુ પડતા હોય તો વ્યાજ દરનું પણ કેલક્યુલેશન કરવું જોઈએ.

સ્ટે૫ 2: ઉપર વર્ણવેલ સમાન પદ્ધતિને અનુસરો. પરંતુ તમારી ચૂકવણી પદ્ધતિ તરીકે 'ઓવર ધ કાઉન્ટર' પસંદ કરો.

સ્ટે૫ 3: તમે સંબંધિત માહિતી ભરો પછી વેબસાઈટ દ્વારા જનરેટ કરાયેલ ચલણની પ્રિન્ટઆઉટ લો. જો તમે વિચારી રહ્યા હોવ કે ટીડીએસ ચલણ 281 કેવી રીતે ભરવું, તો જુઓ -

  • તમારો TAN અથવા ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર, નામ, સંપર્ક વિગતો, સરનામું અને ચૂકવણીનો પ્રકાર લખો. વધુમાં, કપાત લેનાર- કંપની અથવા બિન-કંપનીનો યોગ્ય ઉલ્લેખ કરવાનું ભૂલશો નહીં.
  • ઇન્કમ ટેક્સ, સરચાર્જ, પેનલ્ટી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી જેવી પેમેંટ ડિટેલ્સ ભરો.
  • ચૂકવવાપાત્ર રકમ, ચેક નંબર અને બેંકના નામનો ઉલ્લેખ કરો. મૂલ્યાંકન વર્ષ પણ લખો.

સ્ટે૫ 4: તમારી નજીકની બેંકની મુલાકાત લો અને ચૂકવવાપાત્ર ટીડીએસ સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ સબમિટ કરો.

સ્ટે૫ 5: એકવાર તમે સબમિટ કરો બાદમાં બેંક પેમેંટના પુરાવા તરીકે સ્ટેમ્પવાળી રસીદ જારી કરશે. 

[સ્ત્રોત]

ટીડીએસ ચલણ 281 પેમેંટ નિયમો

એક કરદાતા તરીકે, તમારે તમારું ટીડીએસ ચલણ 281 ફાઇલ કરવા જવાબદાર બનવું આવશ્યક છે. ધ્યાનમાં રાખવા માટે અહીં કેટલાક આવશ્યક નિર્દેશો છે. એક નજર નાખી લો -

ટેક્સ કોમ્પ્લાયન્ટ બનો

નિયત તારીખ પહેલાં તમારો ટીડીએસ ચૂકવો. સ્ત્રોત પર કપાત કરાયેલ ટેક્સ ફાઇલ કરવા માટેની નિયત તારીખો છે -

  • સરકારી ટેક્સ પેયર- તમે સ્ત્રોત પર ટેક્સ કપાત કરો છો તે જ દિવસે તમારે ટીડીએસ ફાઇલ કરવું આવશ્યક છે. તમારે ચલણ વિના ટીડીએસ જમા કરાવવાની જરૂર હોય ત્યારે આ લાગુ થાય છે. વધુમાં, જો તમારે ચલણ સાથે ટીડીએસ ચૂકવવાનું જરૂર હોય, તો તે ફાઇલ કરવા માટેની નિયત તારીખ આપેલ નાણાકીય વર્ષના આગામી મહિનાની 7મી તારીખ છે.
  • બિન-સરકારી ટેક્સ પેયર - તમારે માર્ચના ચૂકવવાપાત્ર ટેક્સ માટે 30મી એપ્રિલે ટેક્સ ચૂકવવો આવશ્યક છે. ઉપરાંત, તે અન્ય કોઈપણ મહિનાનો ટીડીએસ આગામી મહિનાની 7 તારીખ સુધી ચૂકવો.

પાલન ન કરવા બદલ દંડ

વિલંબિત ચૂકવણી માટે કપાત તારીખથી માસિક અથવા મહિનાના અમુક ભાગમાં 1.5% વ્યાજની પેનલ્ટી વસૂલવામાં આવે છે. 

[સ્ત્રોત]

ટીડીએસ ચલણ 281 ફાઇલ કરતા પહેલા ધ્યાનમાં લેવાના મહત્વના મુદ્દા

નીચે આપેલ સૂચનાઓ ચકાસો અને ઇન્કમ ટેક્સ ચલણ 281 ઓનલાઈન અને ઓફલાઈન પેમેંટ કરતી વખતે કોઈપણ મુશ્કેલી ટાળો -

આટલું કરો

  • ટીડીએસ ચલણ 281 ફાઇલ કરવા માટે TAN નંબર દાખલ કરવો મહત્વપૂર્ણ છે. તમારો ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર મેળવવા માટે ચોક્કસ ફી સાથે ફોર્મ 49B સબમિટ કરો.
  • ચલણ ડિપોઝીટ કરાવતા પહેલા TAN ની ચકાસણી કરો. જો તમે ઇન્કમ ટેક્સ વિભાગને TAN આપવામાં નિષ્ફળ થશો, તો રૂ. 10,000નો દંડ લાદવામાં આવશે.
  • ટીડીએસ ચલણ 281 ઓફલાઇન ફાઇલ કરતી વખતે, ખાતરી કરો કે તમને તેના પર ઉલ્લેખિત CIN સાથે ચલણ કાઉન્ટરફોઇલ મળે છે. જો તમને તે ધ્યાનમાં ન આવે, તો તમે જે બેંક દ્વારા તમારો ટેક્સ જમા કરાવ્યો છે તેનો સંપર્ક કરો.
  • દરેક વિભાગ હેઠળ ટીડીએસ જમા કરવા માટે અલગ ચલણનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, કલમ 94C કોન્ટ્રાક્ટરો અને પેટા કોન્ટ્રાક્ટરોને ચૂકવણી માટે છે. આવા કોડ ટીડીએસ ચલણ 281ની પાછળ ઉપલબ્ધ છે. કોઈપણ છેલ્લી ઘડીની તકલીફ ટાળવા માટે તેને ધ્યાનથી વાંચો.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

આટલું ના કરો

  • નાણાકીય વર્ષ અને આકરણી વર્ષ વચ્ચે તફાવત છે. નાણાકીય વર્ષ પછી મૂલ્યાંકન વર્ષ એટલેકે આકરણી વર્ષ આવે છે. અહીં, તમે પાછલા વર્ષની તમારી આવકનું મૂલ્યાંકન કરો છો અને તમારી આવકના આધારે ટેક્સ ચૂકવો છો.

ઉદાહરણ તરીકે, જો નાણાકીય વર્ષ 1લી એપ્રિલ 2021થી 31મી માર્ચ 2022 સુધીનું છે, તો આકરણી વર્ષ 1લી એપ્રિલ 2022થી 31મી માર્ચ 2023 છે. તેથી, ટીડીએસ 281 ચલણમાં આકરણી વર્ષનું ફાઈલિંગ કરતી વખતે ભૂલ કરશો નહીં.

  • કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ કપાત કરનારાઓ માટે ટીડીએસ જમા કરવા માટે સમાન ચલણનો ઉપયોગ કરશો નહીં.

ટીડીએસની સમયસર ચૂકવણી અને બાકી ટેક્સ સુસંગત મહત્વપૂર્ણ છે. ટીડીએસ ઓનલાઈન ડિપોઝીટ કરવાનું પસંદ કરીને તેને વધુ અનુકૂળ બનાવો. એકવાર તમે ડિપોઝીટ કરાવો, પછી તમને ટીડીએસ ચલણ 281 મળશે. તમે ટીડીએસ ચલણ 281 પણ ડાઉનલોડ કરી શકો છો અને તેના દ્વારા ચૂકવવાપાત્ર ટેક્સ જમા કરી શકો છો. પરેશાની રહિત અનુભવ માટે ઉપર જણાવેલ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખો.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

વારંવાર પૂછાતા પ્રશ્નો

ટીડીએસ ચલણ 281 ચલણ 280થી કેવી રીતે અલગ છે?

ટીડીએસ ચલણ 280 ઇન્કમ ટેક્સ, સંપત્તિ અને કોર્પોરેટ ટેક્સના પેમેંટ માટે છે. જ્યારે ટીડીએસ ચલણ 281 સ્ત્રોત પર કાપવામાં આવેલ ટેક્સ અને સ્ત્રોત પર એકત્ર કરાયેલ ટેક્સ જમા કરવા માટે છે. 

[સ્ત્રોત]

ટીડીએસ ચલણ 281ના સ્વીકૃતિ સ્ટેમ્પમાં CIN સાથેની કઈ વિગતો તમે શોધી શકો છો?

CIN ધરાવતું સ્વીકૃતિ સ્ટેમ્પ નીચેની માહિતીનો ઉલ્લેખ કરે છે -

  • બેંકની બ્રાંચનું નામ
  • ડિપોઝીટ કરાવવાની તારીખ
  • BSR અને સીરીયલ નંબર

શું તમે એક જ ચેકનો ઉપયોગ કરીને વિવિધ ટીડીએસ ચલણ ડિપોઝીટ કરી શકો છો?

ના. તમે દરેક ચલણ દરેક અલગ ચેક સાથે ડિપોઝીટ કરાવી શકો છો.