ભારતીય નાગરિકો, કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ બંને પક્ષકારો ચોક્કસ કેટેગરીના વ્યવહાર કરતા પહેલા ટીડીએસ ચલણ 281 ફાઇલ કરી શકે છે.
ઇન્કમ ટેક્સ ચલણ 281ની ઓનલાઈન ફાઇલિંગ જાણવા માંગો છો? જો હા, તો સ્ક્રોલ કરતા રહો.
[સ્ત્રોત]
ઓનલાઈન
ટીડીએસ ચલણ 281 ઓનલાઈન ફાઈલ કરવા માટેની પ્રક્રિયા અહિં નીચે વર્ણવી છે -
સ્ટે૫ 1: ઓફિશિયલ ઇન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લો. ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ 'e-Pay Taxes' પર ક્લિક કરો. આગળ વધવા તમારો TAN અને મોબાઈલ નંબર દાખલ કરો. "ચલણ નંબર /ITNS 281" સાથે આગળ વધો.
સ્ટે૫ 2: આ સ્ટે૫માં કપાત મેળવનારની વિગતો ભરવાની રહેશે. આનો અર્થ એ છે કે તમે કોના વતી ચુકવણી કરી રહ્યા છો. તમે આ માટે અલગ ચૂકવણી કરી શકો છો-
- કંપની ચૂકવણીકર્તા
- નોન-કંપની કંપની ચૂકવણીકર્તા
સ્ટે૫ 3: ચૂકવણીના પ્રકારો હેઠળ કોઈપણ વિકલ્પમાંથી એક પસંદ કરો-
- ટેક્સ પેયર દ્વારા ચૂકવવાપાત્ર ટીડીએસ અથવા ટીસીએસની રકમ
- ટીડીએસ અથવા ટીસીએસનું નિયમિત મૂલ્યાંકન
ઉપરાંત, પેમેન્ટ ગેટવે વિકલ્પ પસંદ કરો અને પેમેન્ટ મોડ પસંદ કરો એટલે કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરે,
સ્ટે૫ 4: જનરેટ કરેલા ચલણમાંની તમામ વિગતો ચકાસો અને પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને ચૂકવણી કરો. ચૂકવણી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી ચલણ રસીદ ડાઉનલોડ કરો.
[સ્ત્રોત]
એકવાર વિગતો સબમિટ કર્યા પછી, પેજ બેંક પોર્ટલ પર રીડાયરેક્ટ થાય છે. એકવાર તમે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી લો, એક ચલણ કાઉન્ટરફોઇલ જનરેટ થશે. આ રીતે ટીડીએસ ચલણ 281 જનરેટ કરવું.
ઓફલાઈન
સમાન ઓફલાઇન ફાઇલ કરવા માટે, સરળ સ્ટે૫ અનુસરો:
સ્ટે૫ 1: ચૂકવણી અને કપાતના પ્રકાર પર આધારિત કુલ ચૂકવવા પાત્ર થતા ટીડીએસની ગણતરી કરો. તમારે જો કોઈ લાગુ પડતા હોય તો વ્યાજ દરનું પણ કેલક્યુલેશન કરવું જોઈએ.
સ્ટે૫ 2: ઉપર વર્ણવેલ સમાન પદ્ધતિને અનુસરો. પરંતુ તમારી ચૂકવણી પદ્ધતિ તરીકે 'ઓવર ધ કાઉન્ટર' પસંદ કરો.
સ્ટે૫ 3: તમે સંબંધિત માહિતી ભરો પછી વેબસાઈટ દ્વારા જનરેટ કરાયેલ ચલણની પ્રિન્ટઆઉટ લો. જો તમે વિચારી રહ્યા હોવ કે ટીડીએસ ચલણ 281 કેવી રીતે ભરવું, તો જુઓ -
- તમારો TAN અથવા ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર, નામ, સંપર્ક વિગતો, સરનામું અને ચૂકવણીનો પ્રકાર લખો. વધુમાં, કપાત લેનાર- કંપની અથવા બિન-કંપનીનો યોગ્ય ઉલ્લેખ કરવાનું ભૂલશો નહીં.
- ઇન્કમ ટેક્સ, સરચાર્જ, પેનલ્ટી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી જેવી પેમેંટ ડિટેલ્સ ભરો.
- ચૂકવવાપાત્ર રકમ, ચેક નંબર અને બેંકના નામનો ઉલ્લેખ કરો. મૂલ્યાંકન વર્ષ પણ લખો.
સ્ટે૫ 4: તમારી નજીકની બેંકની મુલાકાત લો અને ચૂકવવાપાત્ર ટીડીએસ સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ સબમિટ કરો.
સ્ટે૫ 5: એકવાર તમે સબમિટ કરો બાદમાં બેંક પેમેંટના પુરાવા તરીકે સ્ટેમ્પવાળી રસીદ જારી કરશે.
[સ્ત્રોત]