ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઇન્કમ ટેક્સ રિટર્ન આઇટીઆર ફાઇલિંગ વિશે બધું

આઇટી રિટર્ન ફાઇલ કરવું મુશ્કેલ પ્રક્રિયા જેવું માત્ર લાગે જ છે, પરંતુ વાસ્તવમાં અઘરૂં નથી. આઇટી રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તેની સંપૂર્ણ માર્ગદર્શિકા અહીં છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું?

ઇન્કમ ટેક્સ રિટર્ન એ એક ફોર્મ છે જ્યાં ટેક્સ પેયર તેમની ટેક્સ લાયાબિલિટી અને ફોર્મની કેટેગરી અને માંગ અનુસાર ડિડક્શન દર્શાવે છે. આઇટીઆર-1થી આઇટીઆર-7 જેવા વિવિધ આઇટીઆર પ્રકારો છે.

કોઇ વ્યક્તિ જ્યારે આ ઇન્કમ ટેક્સ સંબંધિત ફોર્મ ભરે છે અને તેને આઇટી વિભાગમાં સબમિટ કરે છે, ત્યારે તેમણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું કહેવાય છે. પરંતુ કેવી રીતે? આવો અમે તમને આ પ્રોસેસ વિશે જણાવીએ.

ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ફાઇલ કરી શકાય છે. અમે પહેલા ઓનલાઇન આઇટી રિટર્ન ફાઇલ કરવાની પદ્ધતિથી શરૂઆત કરીશું.

આઇટી રિટર્ન ઓનલાઇન ફાઇલ કરવા માટે સ્ટે૫ બાય સ્ટે૫ પ્રક્રિયા

  • સ્ટે૫ 1 - ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ પોર્ટલની મુલાકાત લો.
  • સ્ટે૫ 2 - પાન સાથે રજિસ્ટ્રેશન કરો, જે તમારું યુઝર આઈડી છે. રજિસ્ટર્ડ યુઝર્સ 'Login Here' પર ક્લિક કરી શકે છે.
  • સ્ટે૫ 3 - ઇ-ફાઇલ પર નેવિગેટ કરો અને 'Income Tax Return' પર ક્લિક કરો.
  • સ્ટે૫ 4 - ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, આઇટીઆર ફોર્મ નંબર અને AY પસંદ કરો. તમારે ફાઇલિંગ પ્રકાર તરીકે “Original/Revised Return" અને સબમિશન મોડ તરીકે 'Prepare and Submit Online' પસંદ કરવાનું રહેશે.
  • સ્ટે૫ 5 - 'Continue' પર ક્લિક કરો.
  • સ્ટે૫ 6 - આઇટીઆર ફોર્મમાં માંગવામાં આવેલી આવશ્યક ડિટેલ્સ ભરો.
  • સ્ટે૫ 7 - ચૂકવવાપાત્ર ટેક્સની ગણતરી કરો.
  • સ્ટે૫ 8 - ‘Taxes Paid and Verification’ ટેબમાંથી સંબંધિત વિકલ્પ પસંદ કરો.
  • સ્ટે૫ 9 - હવે, ‘Preview and Submi' પસંદ કરો.
  • સ્ટે૫ 10 - બેંક એકાઉન્ટની ડિટેલ્સ, બેંક એટીએમ, ડિમેટ એકાઉન્ટની વિગતો દ્વારા આધાર ઓટીપી, ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) દ્વારા અથવા ભરેલ આઇટીઆર-V (ક્યાં તો સ્પીડ પોસ્ટ અથવા સામાન્ય) મોકલીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો. આઇટી વિભાગ.
  • સ્ટે૫ 11 - અંતિમ સબમિશન માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર તેના વેરિફિકેશન પીરિયડમાં મોકલેલ ઓટીપી/ઈવીસી ઉમેરો અને સબમિટ કરવા માટે સૂચનાઓનું પાલન કરો.

જો આઇટી રિટર્ન તમે ઓનલાઇન ભરવામાં અનુકૂળ ન હોવ, તો તમે સરળતાથી અન્ય માર્ગ એટલે કે ઓફલાઇન પ્રોસેસ લઇ શકો છો.

[સ્ત્રોત]

આઇટી રિટર્ન ઓફલાઇન ફાઇલ કરવા માટેની સ્ટે૫-બાય-સ્ટે૫ પ્રક્રિયા

આઇટીઆર સ્ટે૫-બાય-સ્ટે૫ કેવી રીતે ફાઇલ કરવું તેની પ્રક્રિયામાં વ્યક્તિએ લાગુ ફોર્મ ડાઉનલોડ કરવું, મેન્ડેટરી ડિટેલ્સ ઓફલાઇન ભરવી અને નવી જનરેટ કરેલી XML ફાઇલને સેવ કરો અને અપલોડ કરવી પડશે.

જોકે, આ પદ્ધતિ માટે નીચેની આઇટીઆર યુટિલિટીમાંથી એક ડાઉનલોડ કરવાની જરૂર છે -

  • એક્સેલ યુટિલિટી
  • જાવા યુટિલિટી

 

ઇન્કમ ટેક્સ રિટર્ન ઓફલાઇન ફાઇલ કરવા માટે નીચે જણાવેલ આ સ્ટે૫ અનુસરો.

  • સ્ટે૫ 1 - અધિકૃત ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
  • સ્ટે૫ 2 - ‘Download IT Return Preparation Software’ હેઠળ સંબંધિત આઇટીઆર યુટિલિટી ડાઉનલોડ કરો.
  • સ્ટે૫ 3 - તમે ડાઉનલોડ કરેલી યુટિલિટી ZIP ફાઇલને એક્સટ્રેક્ટ કરો.
  • સ્ટે૫ 4 - જરૂરી યુટિલિટી ફાઇલ ખોલો.
  • સ્ટે૫ 5 - આઇટી રિટર્ન ફોર્મમાં જરૂરી ડિટેલ્સ પ્રદાન કરો.
  • સ્ટે૫ 6 - તમામ ટેબને વેલિડેટ કરો અને ટેક્સની ગણતરી કરો.
  • સ્ટે૫ 7 - XML ફાઇલ બનાવો અને સેવ કરો.
  • સ્ટે૫ 8 - પાન અને પાસવર્ડ આપીને ઇ-ફાઇલિંગ પોર્ટલ પર લોગ ઈન કરો. આગળ, કેપચા કોડ દાખલ કરો.
  • સ્ટે૫ 9 - ઇ-ફાઇલ પસંદ કરો.
  • સ્ટે૫ 10 - ‘Income Tax Return’ લિંક પસંદ કરો.
  • સ્ટે૫ 11 - ત્યારબાદ, આકરણી વર્ષ, આઇટીઆર ફોર્મ નંબર જેવી ડિટેલ્સ પ્રદાન કરો. આગળ, ફાઇલિંગ પ્રકારને ‘Original/Revised’ ફોર્મ તેમજ ‘Submission Mode’ તરીકે ઓફલાઇન સિલેક્ટ કરો.
  • સ્ટે૫ 12 - ‘Continue' પર ક્લિક કરો અને વેલિડેશન માટે સ્ટે૫ 7માં જનરેટ થયેલી આઇટીઆર XML ફાઇલ જોડો.
  • સ્ટે૫ 13 - આઇટીઆર ચકાસવા માટે, 'આધાર ઓટીપી', 'ઈવીસી થ્રુ બેંક એકાઉન્ટ ડિટેલ્સ', 'ડિમેટ એકાઉન્ટ ડિટેલ્સ' અથવા 'ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ' માંથી જોડે હાજર હોય તે કોઇપણ એક વિકલ્પ પસંદ કરો.
  • સ્ટે૫ 14 - પસંદ કરેલ વેરિફિકેશન વિકલ્પના આધારે, તમારે જરૂરી ફાઇલ જોડવી/ પૂરી પાડવી પડશે. સ્પષ્ટ કહીએ તો,
    • જો તમે વેરિફિકેશન વિકલ્પ તરીકે DSC પસંદ કરો છો, તો તમારે DSC યુટિલિટીમાંથી બનાવેલ સિગ્નેચર ફાઇલ પ્રદાન કરવી પડશે.
    • જો તમે વેરિફિકેશન વિકલ્પ તરીકે આધાર વન-ટાઈમ પાસવર્ડ (OTP) પસંદ કરો છો, તો તમારે તમારા યૂઆઈડીએઆઈ-રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલ ઓટીપી પ્રદાન કરવો આવશ્યક છે.
    • જો તમે વેરિફિકેશન વિકલ્પ તરીકે 'ઇવીસી થ્રુ અ બેંક એકાઉન્ટ', 'બેંક એટીએમ' અથવા 'ડિમેટ એકાઉન્ટ' પસંદ કરો છો, તો તમારે બેંક અથવા ડિમેટ એકાઉન્ટ સાથે તમારા લિંક કરેલ મોબાઇલ નંબર પર મોકલેલ EVC નંબર પ્રદાન કરવો પડશે.● જો તમે કોઇપણ અન્ય વેરિફિકેશન વિકલ્પ પસંદ કરો છો, તો આઇટીઆર સબમિશન પ્રક્રિયા પૂર્ણ થઇ જશે; પરંતુ, વેરિફિકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રક્રિયાને પૂર્ણ ગણવામાં આવશે નહીં. આમ, તમે આ રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન સબમિટ કરી શકો છો. 

વ્યક્તિએ My Account ˃e-verify option વિકલ્પનો ઉપયોગ કરીને સબમિટ કરેલ આઇટીઆર ઇ-વેરિફાઇ કરવાનું રહેશે. ડોક્યુંમેન્ટ આઇટી વિભાગ (CPC, બેંગલુરુ) ને મોકલવો પડશે અને તેના પર વ્યક્તિની સહી હોવી આવશ્યક છે.

  • સ્ટે૫ 15 - 'Submit ITR' પર ક્લિક કરો.

આઇટી રિટર્ન ફાઇલિંગ માટે કયા ડોક્યુંમેન્ટની જરૂર છે?

તમારી આવકના પ્રકાર મુજબ આઇટી રિટર્ન માટે જરૂરી તમામ ડોક્યુંમેન્ટની સૂચિ અહીં છે. તમારી આવકની કેટેગરી જોવો અને તે મુજબ ડોક્યુંમેન્ટ એકત્રિત કરો.

રોજગારનો પ્રકાર ડોક્યુંમેન્ટ
સેલરીની આવક ફોર્મ-16 (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે)
અન્ય સ્ત્રોતોમાંથી આવક બચત, ભાડા કરારની આવક માટે બેંક એકાઉન્ટ, બેંક પાસબૂક સ્ટેટમેન્ટ અથવા ટીડીએસ સર્ટિફિકેટ ફોર્મ 16A (જરૂરિયાત મુજબ), બેંક એફડીના વ્યાજ માટે વ્યાજ અથવા ટીડીએસ સર્ટિફિકેટ, ડિવિડન્ડ વોરંટ (જો આવક ડિવિડન્ડથી આવે છે), અન્ય દસ્તાવેજી પુરાવા (જરૂર મુજબ)
ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ મેડિકલ ઇન્સ્યોરન્સની રસીદ, ચૂકવેલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રસીદ, ફિક્સ્ડ ડિપોઝીટ રસીદ, ડોનેશન ચૂકવેલ સર્ટિફિકેટ, ચૂકવેલ ટ્યુશન ફી સર્ટિફિકેટ, શિક્ષણ લોન પેમેન્ટ સર્ટિફિકેટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પાસબૂક, મ્યુચ્યુઅલ ફંડ કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (CAS)
કેપિટલ ગેઇન્સની આવક સ્થાવર મિલકત/પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ ખત, તમામ કેપિટલ એસેટની ખરીદી અને વેચાણના પુરાવા/રસીદો, કરાર નોંધ, ડિમેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ
બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી આવક ટીડીએસ સર્ટિફિકેટ, બેલેન્સ શીટ, ઓડિટેડ નાણાકીય રેકોર્ડ (જરૂરિયાત મુજબ), ઇન્કમ ટેક્સ પેમેંટ (સ્વ-આકરણી ટેક્સ/એડવાન્સ ટેક્સ) ચલણની નકલ
લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) /મુસાફરી ભથ્થું લાગુ ટીકિટો અને ખરીદેલી ટીકિટોની રસીદો
મેડિકલ ખર્ચ પર ટેક્સ ડિડક્શન મેડિકલ ખર્ચનું બિલ
HRA છૂટ ચૂકવેલ ભાડાની રસીદો

તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે તમારે સામાન્ય રીતે જરૂરી ડોક્યુંમેન્ટની સૂચિ અહીં છે.

  • ફોર્મ-16
  • સેલરી સ્લિપ
  • બેંકો અને પોસ્ટ ઓફિસના ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ
  • ફોર્મ-16A/ફોર્મ-16B/ફોર્મ-16C
  • ફોર્મ-26AS
  • ટેક્સ સેવિંગ-રોકાણના પુરાવા
  • 80D થી 80Uના ડિડક્શન
  • કેપિટલ ગેઈન્સ
  • બેંક અને NBFCના હોમ લોન સ્ટેટમેન્ટ
  • આધારકાર્ડ

[સ્ત્રોત]

ફોર્મ-16 સાથે અને વગર આઇટી રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું?

આઇટી રિટર્ન ફાઇલિંગમાં, ફોર્મ-16 નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ફોર્મ-16 એ એક આવશ્યક પ્રમાણપત્ર છે, જે એમ્પ્લોયરો કર્મચારીઓને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) અને યોગ્ય સેલરી બ્રેક-અપની તમામ મહત્વપૂર્ણ ડિટેલ્સ પ્રદાન કરે છે. 

તેથી જ આ બેઝિક મૂળભૂત ફોર્મ છે, જે વ્યક્તિઓએ એકત્ર કરવા જોઇએ. જોકે, એવા કેટલાક કિસ્સાઓ છે જ્યાં વ્યક્તિ ફોર્મ-16 વિના પણ આઇટી ફાઇલ માટે અરજી કરી શકે છે.

તેથી, ફોર્મ-16 સાથે અને તેના વિના આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું તેનો ખ્યાલ આપવા માટે, અમે અહિં આ બંને પ્રક્રિયાઓની ચર્ચા કરી છે.

[સ્ત્રોત]

ફોર્મ-16 સાથે આઇટીઆર ફાઇલ કરો

ઇન્કમ ટેક્સ ફોર્મ ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 203 હેઠળ જારી કરવામાં આવે છે. આ ડોક્યુંમેન્ટમાં સેલરી, એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવતા કોમ્પોનેન્ટસ અને સેલરીની ટેક્સ છૂટ સંબંધિત વિગતવાર ડિટેલ્સ શામેલ છે. 

નીચે ફોર્મ-16 સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તેની ચર્ચા કરવામાં આવી છે.

  • સ્ટે૫ 1 - અધિકૃત ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લો.
  • સ્ટે૫ 2 - જો તમે હજી સુધી રજિસ્ટર કર્યું નથી, તો હાલ જ કરો. પાન તમારું યુઝર આઈડી હશે અને તમારી જન્મ તારીખ તમારો પાસવર્ડ હશે. 
  • સ્ટે૫ 3 - ફોર્મ-26AS જનરેટ કરો, જે માય એકાઉન્ટ પર જઇને અને પછી વ્યૂ ફોર્મ 26AS પર ક્લિક કરીને ઇન્કમ ટેક્સ ફાઇલિંગ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે 
  • સ્ટે૫ 4 - ઇ-ફાઇલ પર ક્લિક કરો અને યાદીમાંથી ‘File Income Tax Return’ પસંદ કરો. આવશ્યક વિગતો ભરો જેમ કે આકરણી વર્ષ અને તમે ફાઇલ કરવા માંગો છો તે આઇટીઆર ફોર્મ પસંદ કરો. વૈકલ્પિક રીતે તમે ઉપર દર્શાવેલ ઓફલાઇન પદ્ધતિનો ઉપયોગ કરીને તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો. 
  • સ્ટે૫ 5 - જરૂરી ડિટેલ્સ સાથે આઇટીઆર ફોર્મ ભરો. અસરકારક સહાયતા માટે ફોર્મ-16નો સંદર્ભ લો. અઘોષિત અહેવાલો અથવા અન્ય માહિતી સરળતાથી ફોર્મ-16 અને ફોર્મ-26AS પરથી મેળવી શકાય છે.
  • સ્ટે૫ 6 - આવક ડિટેલ્સ ભરો અને આવશ્યક ડોક્યુંમેન્ટની મદદથી વેલિડેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • સ્ટે૫ 7 - તમારી ટેક્સ લાયાબિલિટીની ગણતરી કરો.
  • સ્ટે૫ 8 - ટેક્સ પેમેંટનું સ્ટેટસ દર્શાવતી ટેબને અનુસરો (જો ચૂકવવામાં આવ્યું હોય, હજુ ચૂકવવાનું બાકી છે અથવા રિફંડ કરવાનું બાકી છે). બેંક ડિટેલ્સ ભરો અને ડિકલેરેશનને વેલિડેટ કરો.
  • સ્ટે૫ 9 - ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • સ્ટે૫ 10 - આઇટીઆર-V (સ્વીકૃતિ અને વેરિફિકેશન ડોક્યુંમેન્ટ) જનરેટ કરો.
  • સ્ટે૫ 11 - ડિટેલ્સને ઇ-વેરિફાઈ કરો.

[સ્ત્રોત 1]

[સ્ત્રોત 2]

ફોર્મ-16 વિના આઇટીઆર ફાઇલ કરો

જો તમને કેટલાક કારણોસર તમારા એમ્પ્લોયર પાસેથી ફોર્મ-16 ન મળ્યું હોય, તો તમે આઇટી રિટર્ન ફાઇલ કરવાનું ચાલુ રાખી શકો છો. ફોર્મ-16 વિના આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું નીચે મુજબ છે.

  • સ્ટે૫ 1 - તમામ સ્ત્રોતોમાંથી તમારી આવકને ઓળખો. તેમાં સેલરી અને પેન્શન, કેપિટલ ગેઈન્સ, હાઉસ પ્રોપર્ટીમાંથી આવક, ફિક્સ ડિપોઝીટ વ્યાજ, રિફંડ પરનું વ્યાજ વગેરે જેવા અન્ય સ્ત્રોતોમાંથી આવકનો સમાવેશ થઇ શકે છે.
  • સ્ટે૫ 2 - ફોર્મ-26AS મેળવો (વાર્ષિક ટેક્સ સ્ટેટમેન્ટ તરીકે ઓળખી શકાય). તમે ઇન્કમ ટેક્સ ફાઇલિંગ પોર્ટલ પર તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરીને તેને ડાઉનલોડ કરી શકો છો. 
  • સ્ટે૫ 3 - વિવિધ પેમેંટ અને રોકાણ સંબંધિત ડેટા એકત્રિત કરો અને ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C અને 80D હેઠળ ડિડક્શન ક્લેમ કરો.
  • સ્ટે૫ 4 - ફોર્મ-16 વિના ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તેની પ્રક્રિયાના આગળના સ્ટે૫માં હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને અન્ય ભથ્થાઓનો ખર્ચ જાતે શોધવા અને ક્લેમ કરવાનો સમાવેશ થાય છે.
  • સ્ટે૫ 5 - ડિડક્શન અને ક્લેમ નક્કી થયા પછી, કુલ કરપાત્ર આવકનું કેલક્યુલેશન કરવાનું રહેશે. તમે કુલ આવક (સંબંધિત નાણાકીય વર્ષમાં કમાણી) માંથી કુલ ડિડક્શન (જે ક્લેમ કરવાનો છે) બાદ કરીને કુલ ટેક્સેબલ રકમનું કેલક્યુલેશન કરી શકો છો.
  • સ્ટે૫ 6 - આગળ, લાગુ પડતા સ્લેબ દર મુજબ ટેક્સ લાયાબિલિટીનું કેલક્યુલેશન કરો. 
  • સ્ટે૫ 7 - ચૂકવવાપાત્ર ટેક્સ નક્કી કરો.
  • સ્ટે૫ 8 - તમે ઉપરોક્ત તમામ સ્ટે૫ પૂર્ણ કર્યા પછી, તમે અધિકૃત ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લઇ શકો છો.
  • સ્ટે૫ 9 - ફોર્મ-16 વિના આઇટીઆર રિટર્ન ફાઇલ કરો.
  • સ્ટે૫ 10 - એકવાર તમે આઇટીઆર ફાઇલ કરવાનું પૂર્ણ કરી લો, તમારે તેને ઇ-વેરિફાઇ કરવાની જરૂર રહેશે.

જો તમે બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરો અને ઇ-ચકાસણી નહીં કરો, તો સબમિશન શરૂ થશે નહીં.

[સ્ત્રોત]

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ફાયદા શું છે?

ઇન્કમ ટેક્સ એ તમે ચૂકવતા નાણાં/રકમ, જે દેશ માટે વરદાન છે અને રાષ્ટ્ર નિર્માણ કરવામાં મદદ કરે છે.

તેના ઉપર, તમે આઇટી રિટર્ન ફાઇલ કરીને ઘણા બધા લાભો મેળવી શકો છો. સાથે વાંચતા રહો!

  • મુશ્કેલી-રહિત લોન અપ્રૂવલ - આઇટી રિટર્ન ફાઇલ કરવાથી વિવિધ નાણાકીય પ્રોડક્ટો જેમ કે ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર લોન, બિઝનેસ લોન વગેરે પર સરળ મંજૂરી મેળવવામાં મદદ મળે છે. મુખ્ય નાણાકીય સંસ્થાઓ ડોક્યુંમેન્ટને વેરિફાઈ કરતી વખતે આઇટી રિટર્નની નકલ માંગી શકે છે.
  • ઝડપી વિઝા પ્રોસેસિંગ - જો તમે વિદેશમાં મુસાફરી કરવા ઇચ્છુક છો, તો વિદેશી કોન્સ્યુલેટ ઇન્ટરવ્યુ સમયે પાછલા બે વર્ષની આઇટીઆર રસીદોની માંગ કરે છે. તદુપરાંત, કેટલીક એમ્બેસી તો પાછલા ત્રણ વર્ષના આઇટી રિટર્ન પણ આપવાનું કહે છે. આથી, આઇટી રિટર્ન ફાઇલ કરવાથી કોઇપણ મુશ્કેલી વિના ઝડપી વિઝા પ્રોસેસિંગની સુવિધા પણ મળશે.
  • આવક અને સરનામાનો પુરાવો - આઇટી રિટર્ન ફાઇલ કરવાનો બીજો મોટો ફાયદો એ છે કે, કેટલીકવાર, તે સરનામાના પુરાવા તરીકે કામ કરે છે.
  • પેનલ્ટી ટાળો - જો તમે આઇટી રિટર્ન ફાઇલ કરવાના છો પરંતુ હજુ સુધી ફાઇલ કર્યું નથી, તો તમને તમારી આવકના આધારે રૂ. 5000 અથવા રૂ. 1000નો ભારે દંડ થઇ શકે છે. તેથી, નિર્ધારિત તારીખ સુધીમાં આઇટી રિટર્ન ફાઇલ કરવાથી નોંધપાત્ર રકમની બચત થઇ શકે છે.
  • ટેક્સ રિફંડ મેળવો- જો તમે તમારી વાસ્તવિક ટેક્સ લાયાબિલિટી કરતાં વધુ ચૂકવણી કરી હોય, તો તમે રિફંડ ક્લેમ કરી શકો છો.
  • ખોટ કેરી ફોરવર્ડ - જો તમે આઇટી રિટર્ન ફાઇલ ન કર્યું હોય તો તમે ચાલુ નાણાકીય વર્ષના કેપિટલ લોસ અને બિઝનેસ નુકસાનને આગામી નાણાકીય વર્ષ સુધી લઇ જઇ શકતા નથી. તેથી, નિયત તારીખમાં રિટર્ન ફાઈલ કરવું હિતાવહ છે. 

[સ્ત્રોત]

જો તમે ઇન્કમટેક્સ ફાઇલ ન કરો તો શું થશે?

તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરવા બદલ તમને કલમ 142 (1) હેઠળ નોટિસ મળી શકે છે. તમે નોટિસનો જવાબ આપી શકો છો અને તમારું આઇટીઆર ફાઇલ કરી શકો છો. તે સિવાય રિટર્ન ફાઇલ ન કરવા પર તમારે પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. 

[સ્ત્રોત]

ઇન્કમ ટેક્સ ફાઇલ ન કરવા પર પેનલ્ટી કેટલી છે?

ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 234F મુજબ, આઇટી રિટર્ન ફાઇલ કરવા માટે નાણાકીય વર્ષ 2018-19થી લેટ પેનલ્ટી ફી વસૂલવામાં આવે છે. જો તમે નિયત તારીખ પછી પણ મૂલ્યાંકન વર્ષની 31મી ડિસેમ્બર પહેલાં આઇટી રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે રૂ. 5000ની લેટ ફાઈલ ચૂકવવી પડશે. જો તમે તે એસેસમેન્ટ વર્ષની 31મી ડિસેમ્બર પછી ચૂકવણી કરો છો, તો પેનલ્ટી રૂ. 10000 હશે. જોકે, જો તમારી આવક રૂ. 5 લાખથી વધુ ન હોય તો લેટ ફી રૂ. 1000થી વધુ નહીં હોય. 

ઉપરોક્ત લખાણમાં આઇટી રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું, આઇટી રિટર્ન ફાઇલ કરવાના ફાયદા, જરૂરી દસ્તાવેજ, રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ વગેરે વિશે વિસ્તૃત વાત કરવામાં આવી છે. તેના હેઠળ આપવામાં આવતા નોંધપાત્ર ફાયદાનો લાભ લેવા માટે વિગતોને યોગ્ય રીતે વાંચો અને સમયમર્યાદા પહેલાં આઇટી રિટર્ન ફાઇલ કરો.

[સ્ત્રોત]

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું રિટર્ન ઇ-વેરિફાઇ કરવું મેન્ડેટરી/ફરજિયાત છે?

ના, તમારું રિટર્ન ઇ-વેરિફાઇ કરવું મેન્ડેટરી/ફરજિયાત નથી. તમે આઇટીઆર-Vની નકલ પર સાઈન કરી શકો છો અને વેરિફિકેશન માટે તેને ફિઝિકલી CPC બેંગ્લોરને મોકલી શકો છો.

[સ્ત્રોત]

શું જાતે આઇટી રિટર્ન ફાઇલ કરવું શક્ય છે?

આઇટી રિટર્ન મેન્યુઅલ ફાઇલ કરવું શક્ય છે.

[સ્ત્રોત]

શું રિટર્નનું ઇ-વેરિફિકેશન કરવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા છે?

હા, રિટર્ન ફાઇલ કર્યાના 30 દિવસની અંદર ઇ-વેરિફાઇ કરવું પડશે.

[સ્ત્રોત]