તમારા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા અંગેની માહિતી
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીયોના સૌથી વધુ ચિંતાજનક મુદ્દાઓ પૈકી એક છે મેડિકલ ઈન્ફલેશન. પ્રીમિયમ હેલ્થકેર મેળવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગના લોકો માટે ખર્ચાને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે.
પરંતુ, આ પરિસ્થિતિમાં કોઈએ શું કરવું જોઈએ?
ચોક્કસથી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી તો લેવી જ જોઇએ....!!
ભારતમાં લગભગ 34 વીમા કંપનીઓ છે, જે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ઑફર કરે છે. આ પ્લાનઓ કોઈપણ બીમારી અથવા અકસ્માતની સારવાર માટે યોગ્ય સમયે થતા ખર્ચને આવરી લેવા માટે જવાબદારી સાથેની નાણાકીય સહાયતા પુરી પાડે છે. પરંતુ કેટલીકવાર આ કવરની કિંમત અને પડતર ચિંતાનું કારણ બની શકે છે.
તો આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ ? સમસ્યાનું સમાધાન મેળવવા આગળ વાંચતા રહો................
તમારા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવાની મુખ્ય 9 રીતો
1. નાની ઉંમરે આરોગ્ય વીમા પૉલિસી ખરીદો
પ્રીમિયમ ચૂકવણી ઘટાડવાની એક મહત્વની અને સરળ રીત રીત છે કે તમે યુવાન હોવ ત્યારે જ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો.
મોટાભાગના ઈન્સ્યોરન્સ પ્રોવાઈડરો તમને કવર મેળવવા માટે લાયક માનતા પૂર્વે તમારી ઉંમર અને મેડિકલ હિસ્ટ્રી જેવા પરિબળોને ધ્યાનમાં લે છે. તેવી રીતે સામે પક્ષે તમારી ઉંમર વધવાની સાથે કવર મેળવવું વધુ મુશ્કેલ બની જાય છે.
સામાન્ય વય-સંબંધિત રોગો જેમ કે ડાયાબિટીસ, હૃદય સંબંધિત સ્થિતિઓ, બ્લડ પ્રેશરની સમસ્યાઓ તમારા મેડિકલ હિસ્ટ્રીમાં ઉમેરો કરે છે અને ઈન્સ્યોર્ર તમારી વીમા પોલિસી માટેના પ્રીમિયમમાં વધારો કરે છે.
આમ ઓછા પ્રીમિયમ સાથે પોલિસીનો લાભ લેવા માટે જ્યારે તમે તમારા સ્વાસ્થ્યની પ્રાથમિક સ્થિતિમાં હોવો ત્યારે સ્વાસ્થ્ય વીમો ખરીદવો શ્રેષ્ઠ છે. આ રીતે જ્યારે તમે મોટા થાવ ત્યારે તમારે જે ચૂકવવું પડશે તેની સરખામણીમાં તમારું પ્રીમિયમ ઘણું ઓછું હશે.
વધુ જાણો
2. ઓછા સમ ઈશ્યોર્ડ સાથેની પોલિસી માટે જાવ
ઓછા પ્રીમિયમ ચૂકવણી માટે તમે તમારી પોલિસી હેઠળ ઓછા સમ ઈન્સ્યોર્ડની રકમ પસંદ કરી શકો છો.
પોલિસીની શરૂઆતમાં તમે ઓછા પ્રીમિયમે ઓછું સમ ઈન્સ્યોર્ડ લઈ શકો છો અને પછી સમય જતાં રકમમાં વધારો કરી શકો છો. આમ તમે તમારી પોલિસીને વધુ સસ્તું બનાવી શકો છો.
3. કોપે અને કપાતપાત્ર પસંદ કરો
તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ સ્વેચ્છાએ કપાતપાત્ર અને કોપેમેન્ટ કલમો પસંદ કરવાની મંજૂરી આપતી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓ છે.
પરંતુ તેને પસંદ કરતા પહેલા તમારે તેની દરેક બાબતો અંગેની શીખવું જોઈએ :
કો પેમેન્ટ | ડિડક્ટેબલ | કો-ઈન્સ્યોરન્સ |
તમારી વીમા પોલિસી ક્લેઈમની પતાવટ સમયે અમુક નિધારિત રકમ તમારે ભરવાની આવે અને બાકીનો તમામ મેડિકલ ખર્ચ ઈન્સ્યોરન્સ કંપની ભોગવે તે પદ્ધતિને કોપેમેન્ટ કહેવાય છે. | ડિડક્ટેબલ એટલેકે કપાતપાત્ર રકમ જે તમારે તબીબી ખર્ચના ઈન્સ્યોરન્સ માટે કંપની ચૂકવવાનું શરૂ કરે તે પહેલાં તમારે ચૂકવવાના હોય છે. | કો ઈન્સ્યોરન્સનો ઉપયોગ ક્યારેક વીમા પ્રદાતાઓ દ્વારા કોપેમેન્ટ માટે વૈકલ્પિક રીતે કરવામાં આવે છે. |
કોપેની રકમ નિશ્ચિત છે પરંતુ, વિવિધ સેવાઓને આધારે રકમ બદલાય છે. | વીમા પોલિસી તમારા બિલના મોટા ભાગને આવરી લે છે. | કો-ઈન્સ્યોરન્સ સાથે તમારે સારવાર ખર્ચની નિશ્ચિત ટકાવારી ચૂકવવાની રહેશે જ્યારે વીમા પ્રદાતા બાકી બિલને આવરી લે છે. ઉપરાંત કો-ઈન્સ્યોરન્સની રકમ નિશ્ચિત નથી. |
હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ દરેક કોસ્ટ-શેરિંગ પ્લાનનો અર્થ શું છે, તમે તેનો ઉપયોગ તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી માટે ચૂકવવાના થતા પ્રીમિયમ ઘટાડવા માટે કરી શકો છો.
વધુમાં તેમાંથી મહત્તમ લાભ મેળવવા માટે તમારે આ કોસ્ટ-શેરિંગ વિકલ્પો ઓફર કરતી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીની તુલના કરવી જોઈએ.
આ એટલા માટે છે કારણ કે જો તમે કોપેમેન્ટ, કપાતપાત્ર, વગેરેની યોગ્ય રકમ પસંદ ન કરો તો તમે તમારા પ્રીમિયમની ચૂકવણી પર બચત કરતાં તમારી સારવાર ખર્ચ માટે વધુ ચૂકવણી કરી શકો છો.
કોપે કોઈન્સ્યોરન્સ અને ડિડકટેબલ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
4. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન્સને બેલેન્સ કરો
કેટલીકવાર તમારા એમ્પ્લોયર તમને એક ગ્રુપ ઈન્સ્યોરન્સ પોલિસી પ્રદાન કરે છે અને તેનાથી ઉપર તમે પોતાની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે વધારાની વ્યક્તિગત હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનો લાભ લઈ શકો છો.
તદુપરાંત પોલિસીધારકો ફેમિલી ફ્લોટર પ્લાન પણ પસંદ કરે છે જે તેમના સિવાય પરિવારના સભ્યોને પણ ઈન્સ્યોર કરે છે.
આટલી બધી વીમા પોલિસી ચાલુ હોવાથી તમારા માટે તેમની પ્રીમિયમની ચુકવણીઓનું સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે. આ પરિસ્થિતિમાં તમે તમારા અન્ય વીમા કવર્સમાંથી પહેલેથી જ મેળવી શકો તેવા લાભોની શ્રેણીને ધ્યાનમાં રાખીને તમે તમારા વ્યક્તિગત વીમાનો લાભ લો તે સલાહભર્યું છે.
આ રીતે તમે તમારી વીમા પોલિસી માટે પ્રીમિયમની ચૂકવણીને વધુ વ્યાજબી રીતે મેનેજ કરી શકો છો.
5. ટોપ-અપ પ્લાન્સ પસંદ કરો
વધારે ઉંચું કવરેજ મેળવવા માટે મોટું પ્રીમિયમ ચૂકવ્યા વિના જ કવર મેળવવા માંગો ત્યારે ટોપ-અપ પ્લાન અત્યંત ઉપયોગી બને છે.
ટોપ-અપ પ્લાન સામાન્ય રીતે તમારા કવરને બે ભાગમાં વિભાજિત કરવામાં મદદ કરે છે. તેના થકી તમે વધારાના ક્લેઈમ માટે પૂર્વ-નિર્ધારિત લિમિટ ક્રોસ કરો છો.
ચાલો આ બાબતને સરળતાથી સમજવા એક ઉદાહરણ જોઈએ :
સમજો કે તમારી પાસે રૂ.5 લાખના બેંચમાર્ક પ્લાન સાથે રૂ. 10 લાખનો પ્લાન છે. આ પ્લાન સામે તમે 7 લાખનો ક્લેઈમ કરો છો તો આ કિસ્સામાં ઈન્સ્યોરન્સ કંપની તમને વધારાના રૂ. 2 લાખ માટે થયેલ તબીબી ખર્ચની ભરપાઈ કરી આપે છે.
આ રીતે તમે તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન માટે ઓછું પ્રીમિયમ ચૂકવો છો અને જો સારવારનો ખર્ચ વધે તો ટોપ-અપ પ્લાનનો લાભ લો.
6. રાઈટ ઝોન માટે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદો
ભારતમાં વિવિધ શહેરોને તે શહેરના તબીબી ખર્ચના આધારે ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેથી શહેરમાં તબીબી ખર્ચ જેટલો ઊંચો હશે તેનો ઝોન (A, B, અથવા C) જેટલો ઊંચો હશે અને તમારું પ્રીમિયમ તેટલું ઊંચું જશે. તેઓ નીચેના ટેબલમાં જણાવ્યું છે :
ઝોન A | ઝોન B | ઝોન C |
દિલ્હી/એનસીઆર, મુંબઈ સહિત (નવી મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત) | હૈદરાબાદ, સિકંદરાબાદ, બેંગ્લોર, કોલકાતા, અમદાવાદ, વડોદરા, ચેન્નાઈ, પુણે અને સુરત | A અને B માં સૂચિબદ્ધ શહેરો સિવાયના તમામ શહેરો ઝોન Cના છે |
આશરે ₹6448નું પ્રીમિયમ | આશરે. ₹5882નું પ્રીમિયમ | આશરે. નું પ્રીમિયમ ₹5,315 |
આમ એ મહત્વનું છે કે તમે જે ઝોનમાં રહો છો તે યોગ્ય ઝોન માટે તમે પોલિસી ખરીદો. ઉદાહરણ તરીકે જો તમે ઝોન B અથવા C શહેરમાં રહો છો તો ઝોન A માટે પોલિસી ખરીદશો નહીં કારણ કે તમે ફક્ત વધુ પ્રીમિયમ ચૂકવણી જ કરશો તેથી, તમારી પોલિસી માટે યોગ્ય ઝોન પસંદ કરીને વધુ યોગ્ય પ્રીમિયમની ચૂકવણી કરો.
7. લાંબાગાળાની હેલ્થકેર વીમા પોલિસી પર ફોકસ કરો
સામાન્ય રીતે વાર્ષિક મુદત સાથેની પરંપરાગત પ્લાનઓ કરતાં લાંબા ગાળાની વીમા પોલિસીઓ માટે પ્રીમિયમની ચૂકવણી ઓછી હોય છે. આમ 2-3 વર્ષના કાર્યકાળ સાથે લાંબાગાળાની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનો લાભ લેવાથી તમારા પ્રીમિયમની ચૂકવણીની રકમમમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળી શકે છે.
તાજેતરના વર્ષોમાં, એવી ઘણી વીમા કંપનીઓ છે જેણે આ લાંબા ગાળાની હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન સરળતાથી ઉપલબ્ધ કરાવી છે. તમે આ પ્લાનઓમાંથી તમારા લાભોને મેક્સિમાઈઝ કરો.
8. ફેમિલિ- ફ્લોટર પ્લાન્સ પસંદ કરો
ફેમિલી ફ્લોટર ઇન્સ્યોરન્સ પ્લાન તમને તમારી પ્રીમિયમનુ પેમેન્ટ ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે જાણતા પહેલા, તમારે પહેલા વ્યક્તિગત અને ફેમિલી ફ્લોટર પ્લાન વચ્ચેનો તફાવત સમજવો જોઈએ.
તેમની વચ્ચેનો તફાવત નીચેના કોષ્ટકમાં જોઇ શકાય છે:
માપદંડ | વ્યક્તિગત પ્લાન | ફેમિલી ફ્લોટર પ્લાન્સ |
એપ્લિકેબિલિટી | આ પ્લાન્સ હેઠળ, એક જ સિંગલ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ કુટુંબના દરેક સભ્ય માટે વીમાની રકમ નિશ્ચિત કરવામાં આવે છે. | આ પ્લાન્સની સાથે, સંપૂર્ણ વીમા રકમનો ઉપયોગ એક વ્યક્તિના સારવાર ખર્ચને આવરી લેવા માટે કરી શકાય છે. |
પ્રીમિયમનું પેમેન્ટ | આ પ્રકારની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી માટેનું પ્રીમિયમ તેના હેઠળ આવરી લેવામાં આવતી દરેક વ્યક્તિની ઉંમર અને વીમા રકમ પર આધારિત હોય છે. | આ કિસ્સામાં, મોટાભાગની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓ માટેનું પ્રીમિયમ કુટુંબના સૌથી મોટા સભ્યની ઉંમર પર આધારિત છે. |
કિંમતો વચ્ચેનો તફાવક | પ્રત્યેક પોલિસી માટે પ્રીમિયમની ચુકવણી સામાન્ય રીતે ઊંચી હોય છે. | ફેમિલી ફ્લોટર પ્લાન સાથે, પોલિસીની કિંમત વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓ કરતાં 20% સુધી ઓછી હોઈ શકે છે. |
જો તમે ઉપર આપેલા કોષ્ટકને જોશો, તો તમને દેખાશે કે ફેમિલી ફ્લોટર ઇન્સ્યોરન્સ પ્લાન્સ સામાન્ય રીતે વ્યક્તિગત પ્લાન્સ કરતાં સસ્તા હોય છે.
તેથી જ, જો તમે તમારા પરિવાર સુધીની વિસ્તૃત ઇન્સ્યોરન્સ પોલિસીઓ શોધી રહ્યાં છો, તો તમે ફેમિલી ફ્લોટર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરીને તેમના માટે તમારું પ્રીમિયમ ઘટાડી શકો છો.
9. પરવડે તેવા પ્લાન્સની ઓનલાઈન સરખામણી કરો
જ્યારે તમે ઓનલાઈન પોલિસીઓની સરખામણી કરો છો અને ખરીદો છો, ત્યારે તમે તમારી ઇન્સ્યોરન્સ પોલિસી પર આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ મેળવી શકશો. આ ઑફર્સ સાથે, તમે તમારી ઇન્સ્યોરન્સ પોલિસી માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.
ઓછા પ્રીમિયમ ઉપરાંત, દરેક ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા ઑફર કરવામાં આવતા લાભોની ઑનલાઇન સરખામણી કરીને, તમે તેમાંથી તમારા બેનેફિટ્સને મહત્તમ કરી શકશો.
હેલ્થ ઇન્સ્યોરન્સની તુલના વિશે વધારો જાણો
10. તમારા માતા-પિતા 60 વર્ષની ઉંમરે પહોંચે તે પહેલાં તેમની માટે એક પોલિસી ખરીદો
મોટાભાગની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓમાં, વીમાધારક વ્યક્તિની ઉંમર 60 વર્ષ વટાવી જાય તેમ તેની માટે પ્રીમિયમની રકમમાં વધારો થાય છે.
તેથી જો તમે તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ, લઈ રહ્યા છો, તો તમે આ કામ તેઓ 60 વર્ષની ઉંમર સુધી પહોંચે તેની પહેલા કરી લો તે શ્રેષ્ઠ છે. આ રીતે, તમે તેમના માટેની તમારી પ્રીમિયમના પેમેન્ટમાં ઘટાડો શકો છો.
આ 10 ટિપ્સ સાથે, તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.
હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું પ્રીમિયમની ઓછી ચૂકવણીનો આપમેળે અર્થ એવો થાય છે કે વીમા પોલિસી પૂરતી નહીં હોય ?
ના, આ સાચું નથી કારણ કે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીની કિંમત દરેક ઈન્સ્યોર્ર સાથે બદલાય છે. પરિણામે એક કંપની દ્વારા આપવામાં આવતું વીમા કવચ બીજી કંપની કરતાં વધુ સસ્તું હોઈ શકે છે.
શું હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ પ્રસૂતિ સંભાળ કવરેજ આપવામાં આવે છે ?
મેટરનિટી કેર કવર મોટે ભાગે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી માટે એડ-ઓન તરીકે ઉપલબ્ધ છે.
માતૃત્વ લાભો સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો
નેટવર્ક હોસ્પિટલ શું છે ?
નેટવર્ક હોસ્પિટલ એ હોસ્પિટલોનો ઉલ્લેખ કરે છે જ્યાં તમે તમારી વીમા પ્લાન હેઠળ કેશલેસ સારવાર મેળવી શકો છો.
કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ વિશે વધુ જાણો