રેટોરિમેન્ટ પછી તમને હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજની શા માટે જરૂર છે?
રેટોરિમેન્ટ-એ વ્યક્તિના કાર્યકારી જીવનના અંતને ચિહ્નિત કરે છે. જીવનનો આ તબક્કો લાઈફસ્ટાઈલ, આવક અને ખર્ચની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર લાવે છે. જીવનના આ ફેઝ દરમિયાન એક ધ્યાન આપવાની અતિજરૂરી બાબત છે-તમારી હેલ્થકેર એટલેકે હેલ્થકેર.
વધતી જતી ઉંમર સાથે, મેડિકલ ઈમજરન્સી અને ખર્ચ વધુ મોટી અને નોંધપાત્ર ચિંતા બની જાય છે. આથી રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે અને તે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિ નાણાકીય બોજની ચિંતા કર્યા વિના ક્વોલિટી હેલ્થકેરની ઍક્સેસ ધરાવે છે.
રેટોરિમેન્ટ પછી મેડિકલ ઇન્સ્યોરન્સનું મહત્વ
રેટોરિમેન્ટ પછી માસિક ખર્ચ અને જીવનશૈલીની જરૂરિયાતો ઉપરાંત, આ ઉંમરે ખાસ કરીને વ્યક્તિની નાણાકીય સુરક્ષા અને માનસિક શાંતિની ખાતરી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ એક અતિ આવશ્યક બાબત છે.
રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ મેળવવાના મહત્વને પ્રકાશિત કરતા કેટલાક કારણો અહીં છે:
1. વૃદ્ધાવસ્થાના વર્ષોમાં ખૂબ જ જરૂરી મેડિકલ સંભાળ
ભારત અને રાજ્યો માટેના ટેકનિકલ ગ્રૂપના પોપ્યુલેશન પ્રોજેક્શન્સ, 2011-2036ના અહેવાલ મુજબ, ભારતમાં 2021માં લગભગ 138 મિલિયન વૃદ્ધ વ્યક્તિઓ હતા અને 2031માં તેમાં લગભગ 56 મિલિયન વૃદ્ધ વ્યક્તિઓ વધરો થવાની અપેક્ષા છે.
મેડિકલ વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિને કારણે આપણે સફળતાપૂર્વક આયુષ્યમાં વધારો કરી શક્યાં છીએ તેનો અર્થ એ કે આપણી પાસે રેટોરિમેન્ટ પછીના સુવર્ણ વર્ષોનો લાંબો સમય છે. ઉંમર સાથે શરીર એક નાજુક પાસે બને છે અને વ્યક્તિ બીમારીઓ અને ઇજાઓ માટે વધુ સંવેદનશીલ બને છે તેથી તેમને વધુ મેડિકલકેરની જરૂર પડે છે. આ સમયે હેલ્થ ઇન્સ્યોરન્સ આવશ્યક બની જાય છે.
2. અણધારી મેડિકલ ઈમરજન્સીમાં નાણાકીય સહાય
હેલ્પએજ ઈન્ડિયા (HelpAge India) નામના એનજીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે લગભગ 47% વૃદ્ધ લોકો આવક માટે તેમના પરિવારો પર આર્થિક રીતે નિર્ભર છે અને 34% પેન્શન અને કેશ ટ્રાન્સફર પર નિર્ભર છે.
મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો પેન્શન જેવી નિશ્ચિત માસિક આવક પર આધાર રાખતા હોવાથી, મેડિકલ કટોકટીનો ખર્ચ તેમને પોસાય નહીં. હેલ્થ ઇન્સ્યોરન્સ આ મેડિકલ ખર્ચાઓ માટે નાણાકીય તક પૂરી પાડે છે.
3. અદ્યતન અને પ્રીવેન્ટિવ હેલ્થકેરની વધુ સારી ઍક્સેસ
સિનિયર સિટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ તમને અદ્યતન હેલ્થકેર મેળવવા માટે જરૂરી નાણાકીય સુરક્ષા આપે છે. એટલું જ નહીં, મોટાભાગના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન વાર્ષિક આરોગ્ય તપાસ અને અન્ય પ્રીવેન્ટિવ કેર પૂરી પાડે છે, જે તમને પ્રીવેન્ટિવ હેલ્થ સમસ્યાઓને વહેલી તકે શોધવા અને તેના સંચાલન-નિવારણમાં મદદ કરી શકે છે.
આમ, રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો અત્યંત મહત્ત્વનો છે.
રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ રાખવાના મુખ્ય 4 કારણો
રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવો આવશ્યક છે કારણકે તે ખાતરી કરે છે કે તમને નાણાકીય અવરોધોની ચિંતા કર્યા વિના ગુણવત્તાયુક્ત હેલ્થકેર મળી રહે. રેટોરિમેન્ટ પછી તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાનું શા માટે વિચારવું જોઈએ તેનાં ટોચનાં 4 કારણો અહીં રજૂ કર્યા છે:
1. હેલ્થકેર ખર્ચમાં વધારો
હેલ્થકેર ખર્ચ દર વર્ષે વધી રહ્યો છે અને આ ખર્ચાઓને આવરી શકે તેવો ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ ડૉક્ટરની વિઝીટ, દવાઓ અને હોસ્પિટલમાં રહેવા પર નાણાંકીય ખર્ચ સામે બચાવે છે.
રેટોરિમેન્ટના તબક્કામાં, તમારી પાસે મર્યાદિત આવકનો સ્ત્રોત હોવાથી અને તે તબક્કે પ્રતિકૂળ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓની વધુ સંભાવના હોવાથી મેડિકલ ખર્ચાઓને આવરી લેવા માટે ફાઈનાન્શિયલ સપોર્ટ તરીકે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
એક કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી નિવૃત્ત લોકોને મેડિકલ સંભાળ માટેના તેમના ખિસ્સા બહારના ખર્ચને ઘટાડવામાં મદદ કરી શકે છે અને તેમની બચતને વધુ લંબાવી શકશે.
2. વધુ સારી હેલ્થકેર ઍક્સેસ
હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે, તમારી પાસે હેલ્થકેર પ્રોવાઈડર્સ અને સ્પેશ્યાલિસ્ટના વ્યાપક નેટવર્કની ઍક્સેસ હોઈ શકે છે. આ સુનિશ્ચિત કરે છે કે તમને તમારી સ્વાસ્થ્યની સ્થિતિ માટે શ્રેષ્ઠ સંભવિત સંભાળ અને સારવાર મળે.
ઉપરાંત, હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ઘણીવાર પ્રીવેન્ટિવ કેર સર્વિસ અને કોમ્પલિમેન્ટરી હેલ્થ ચેકઅપનો પણ વિકલ્પ પ્રદાન કરે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓને વહેલાસર ઓળખીને અને તેને તાત્કાલિક ઉકેલવાથી, નિવૃત્ત લોકો વધુ ખર્ચાળ મેડિકલ સારવાર માટેની તેમની જરૂરિયાતને ઘટાડી શકે છે.
3. અનપેક્ષિત મેડિકલ ઈમરજન્સીને સંભાળો
હેલ્થ ઇન્સ્યોરન્સના કવરેજ સાથે અને હેલ્થકેર પોલિસી તરફ પ્રાયોજિય રીતે પૂર્વ-નિર્ધારિત પ્રીમિયમ ચૂકવીને, નિવૃત્ત લોકો આ અણધારી, બિનઆયોજિત મેડિકલ સ્થિતિને વધુ સારી રીતે સંચાલિત કરી શકે છે. ખાસ કરીને જીવનકાળની બચતને નષ્ટ કરી શકતી લાંબી માંદગી અથવા ઇજાઓ સામે રક્ષણ આપે છે.
4. મનની શાંતિ
મોટાભાગના નિશ્ચિત આવક પર નભતા નિવૃત્ત લોકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ મનની શાંતિ માટેનું મુખ્ય પરિબળ બની શકે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે તમે જરૂરી મેડિકલ સંભાળ પૂરી પાડવાનો વિશ્વાસ ધરાવો છો. તે સસ્તું, પ્રીવેન્ટિવ કેરની ઍક્સેસ પણ પ્રદાન કરે છે, જેની સાથે તમે તમારા શરીરના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહી શકો છો.
રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો
રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે:
1. તમારી હેલ્થકેર જરૂરિયાતો ધ્યાનમાં લો
તમારી અત્યારની અને ભવિષ્યની હેલ્થકેર જરૂરિયાતો વિશે વિચારવા માટે થોડો સમય કાઢો. આ તમને કયા પ્રકારનો ઇન્સ્યોરન્સ પ્લાન શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.
ઉદાહરણ તરીકે, જો નિયમિત સંભાળની જરૂર હોય તેવી ક્રોનિક કન્ડીશન છે, તો તમે ખિસ્સા બહારના ખર્ચમાં મદદ કરવા માટે ઓછા કોપે સાથેનો પ્લાન જોઈ શકો છો. લાંબા ગાળાની સંભાળની જરૂર હોય તેવી નિયમિત અને ક્રોનિક પરિસ્થિતિઓને આવરી લેતા પ્લાનને પણ ચકાસો.
2. પૂર્વ-અસ્તિત્વમાં રહેલી સ્થિતિને આવરી લેવામાં આવી કે નહિ તે તપાસો
ઉંમર વધતઆની સાથે પૂર્વ-અસ્તિત્વમાં રહેલી મેડિકલ સ્થિતિઓનું જોખમ વધતું જાય છે. તમારી પૂર્વ-અસ્તિત્વમાં રહેલી સ્થિતિઓને ઇન્સ્યોરન્સ દ્વારા આવરી લેવા માટે વર્ષો સુધી રાહ જોવી, એ વરિષ્ઠ ઉંમરે યોગ્ય વિકલ્પ નથી. આથી એવા પ્લાન શોધો કે જે આ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓને આવરી લે અને કવરેજ માટે કોઈ વેઈટિંગ પીરિયડ ન હોય.
3. ડોમિસિલરી કેર વિકલ્પ માટે તપાસો
હોમ કેર તરીકે પણ ઓળખવામાં આવતા ડોમિસિલરી હોસ્પિટલાઈઝેશન, ટ્રેઈન્ડ કેરગીવર્સ અથવા હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા વ્યક્તિઓને તેમના પોતાના ઘરોમાં પૂરી પાડવામાં આવતી સંભાળનું એક સ્વરૂપ છે.
વરિષ્ઠ નાગરિક તરીકે, તમારી શારીરિક અને ભાવનાત્મક સુખાકારી જાળવવા માટે તમારે વ્યક્તિગત સંભાળ અને ધ્યાનની જરૂર પડી શકે છે. આથી તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં આ પણ એક મુખ્ય વિશેષતા ચકાસવી જોઈએ.
4. તમામ પાસાઓમાં તમારી પડતરનું મૂલ્યાંકન કરો
વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓની વિવિધ પ્રકારની પોલિસીઓનું રિસર્ચ અને તુલના કરો. માત્ર પ્રીમિયમ જ નહીં, પ્લાનની કુલ પડતરની વધુ સારી સમજ મેળવવા માટે કપાતપાત્ર(ડિડક્ટિબલ), કો-પે, કો-ઇન્સ્યોરન્સ અને આઉટ ઓફ પોકેટ મેક્સિમમ્સને પણ ધ્યાનમાં લો.
દરેક વિકલ્પ શું આવરી લે છે અને તમે શેના માટે પાત્ર છો તેની જાણકારી તમને માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.
5. વધુ વિશાળ નેટવર્ક હોસ્પિટલો ધરાવતા ઇંશ્યુર્ર પસંદ કરો
જો તમે હેલ્થકેર પ્રદાતાઓ અથવા સ્પેશ્યાલિસ્ટને પ્રાધાન્ય આપો છો, તો ખાતરી કરવી કે તેઓ તમારા હેલ્થ પ્લાનની નેટવર્ક હોસ્પિટલોની સૂચિમાં છે કે નહિ. નેટવર્કની બહારની સંભાળ ઘણી ખર્ચાળ હોઈ શકે છે અને તે બિલકુલ આવરી લેવામાં આવતી નથી.
ઉપરાંત, વધુ કેશલેસ હોસ્પિટલો ધરાવતા ઇંશ્યુર્રને મહત્વ આપો. મેડિકલ કટોકટી દરમિયાન તમારે રોકડની વ્યવસ્થા કરવાની ચિંતા રહેશે નહિ. મુશ્કેલી-મુક્ત અનુભવ માટે કેશલેસ હોસ્પિટલાઈઝેશનની સુવિધા પૂરી પાડતો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો.
6. ઝંઝટ મુક્ત ક્લેમ પ્રોસેસ
હેલ્થ ઇન્સ્યોરન્સના ક્લેમમાં મુશ્કેલી-રહિત અનુભવને વધારે પડતું મહત્વ આપી શકાતું નથી કારણકે મોટાભાગે ટેક-સેવી ન હોવાને કારણે વરિષ્ઠ નાગરિકોને ઓનલાઈન ક્લેમ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ઓફિસોના ધક્કા અને એજન્ટો સાથેની રકજક કરતા આ ઓનલાઈન પ્રોસેસ વધારે સારી.
સારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો તેની સ્પષ્ટ સૂચનાઓ સાથે સમજવામાં અને નેવિગેટ કરવા માટે સરળ અને સીધી ક્લેમ પ્રોસેસ હોવી જોઈએ. વરિષ્ઠ નાગરિકોને ક્લેમ દાખલ કરવામાં મદદ કરવા અને તેમને મુશ્કેલી-રહિત અનુભવ પ્રદાન કરવા માટે એક સમર્પિત ટીમ ડિજિટની ખાસિયત છે.
7. પૂરક ઇન્સ્યોરન્સનો વિચાર કરો
તમારી જરૂરિયાતો પર આધાર રાખીને, તમે પૂરક ઇન્સ્યોરન્સ, જેમ કે ડેન્ટલ, વિઝન અથવા લાંબાગાળાનો કેર ઇન્સ્યોરન્સ વિચારી શકો છો. આ પ્લાન કદાચ તમારા પ્રાથમિક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં સમાવિષ્ટ ન હોય તેવા કવરેજ ગેપને ભરવા અને વધારાના લાભો પ્રદાન કરવામાં મદદ કરી શકે છે.
યાદ રાખો કે રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા માટે તમારી હેલ્થકેરની જરૂરિયાતો અને બજેટની કાળજીપૂર્વક વિચારણા કરવી જરૂરી છે. રીસર્ચ કરીને અને યોગ્ય પ્રશ્નો પૂછીને, તમે પરવડી શકે તેવા ભાવે તમને જોઈતું કવરેજ પ્રદાન કરતો પ્લાન શોધી શકો છો.
રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું નિવૃત્ત થયા પછી મારો એમ્પ્લોયર સ્પોન્સર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ રાખી શકું?
આ એમ્પ્લોયરની પોલિસી પર આધાર રાખે છે. કેટલાક એમ્પ્લોયરો નિવૃત્ત લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ રાખવાની મંજૂરી આપી શકે છે પરંતુ વધુ પ્રીમિયમ અથવા ઓછા લાભો સાથે. ઉપલબ્ધ વિકલ્પો નક્કી કરવા માટે તમારા એમ્પ્લોયર સાથે તપાસ કરવી આવશ્યક છે.
ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન કયા છે?
ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે અનેક પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે, જેમ કે:
- વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન
- ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન
- સિનિયર સિટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન
- ક્રિટિકલ ઈલનેસ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન
- ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન
શું હું રેટોરિમેન્ટ પછી પણ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી શકું?
હા, તમે ભારતમાં રેટોરિમેન્ટ પછી પણ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી શકો છો. જોકે નોકરી કરતી વખતે તમે ચૂકવેલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કરતા વધારે કિંમત ચૂકવવી પડી શકે છે.
શું રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા પર કોઈ ટેક્સ ફાયદાઓ છે?
હા, ભારતમાં રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા પર ટેક્સ ફાયદાઓ મળે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓ માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80D હેઠળ ટેક્સ ડિડક્શન માટે પાત્ર છે. ઉપરાંત, સિનિયર સિટીઝનો માટે આ ડિડક્શન લિમિટ ₹50000/- છે
જો મને વધુ સારો વિકલ્પ મળે, તો શું હું રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન બદલી શકું?
હા, પોર્ટેબિલિટી સાથે, જો તમને વધુ સારો વિકલ્પ મળે તો તમે રેટોરિમેન્ટ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન બદલી શકો છો. જોકે, તમે ક્યારે ફેરફારો કરી શકો છો તેના પર નિયંત્રણો હોઈ શકે છે, તેથી તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા અથવા એજન્ટ સાથે આ બાબતે ચકાસણી કરવી આવશ્યક છે.