ભારતમાં આરોગ્ય વીમા કંપનીઓ
તમારું આરોગ્ય એ તમારી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, તેથી જ તમારે તેના નુકસાનથી બચાવવા માટે પુરતા પગલાં લેવા જોઈએ. તેમ છતાં, બીમારીઓ અથવા અકસ્માતો સામાન્ય છે અને તમને કોઈપણ સમયે કટોકટીભરી પરિસ્થિતિમાં ધકેલી શકે છે.
ભારતમાં હેલ્થકેર/આરોગ્યસેવાની પ્રવર્તમાન સ્થિતિ અને ખર્ચ સાથે, હોસ્પિટલના આવા અણધાર્યા ચક્કર તમને નાણાંકીય નુકસાન પહોંચાડી શકે છે.
સદ્ભાગ્યે, મેડિકલ ઇન્શ્યુરન્સ સાથે તેમના સ્વાસ્થ્યની સુરક્ષા કરનાર વ્યક્તિઓએ આવા બિનઆયોજિત ખર્ચાઓ કરવાની જરૂર રહેતી નથી.
હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ થવાના ચાર્જિસ સાથે તેમની સારવાર માટે નાણાં આપવામાં મદદ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, પોલિસી ધારકો નેટવર્ક હોસ્પિટલો અને ક્લિનિક્સમાંથી મેડિકલ કેર/તબીબી સેવાઓ મેળવી પોતાના ખિસ્સામાંથી કોઈપણ નાણાંકીય ખર્ચ કરવાનું ટાળી શકે છે.
હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનના વધારાના લાભમાં હોસ્પિટલમાં દાખલ થવાની પહેલા અને પછીના ખર્ચઓનું કવર, દૈનિક સારસંભાળના ખર્ચાની ભરપાઈ અને આકર્ષક વાર્ષિક ટેક્સ બેનેફિટ્સનો સમાવેશ થાય છે.
ભારતની હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી
કંપનીનું નામ | સ્થાપના વર્ષ | હેડ ક્વાર્ટર (નું સ્થળ) |
નેશનલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1906 | કલકત્તા |
ગો ડીજીટ જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | બેંગ્લોર |
બજાજ એલાયન્ઝ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | પૂણે |
ચોલામંડલમ્ એમએસ જનરલ ઇન્શ્યુરન્સ કું. લિમિટેડ લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ભારતી એક્સા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
HDFC અર્ગો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2002 | મુંબઇ |
ફ્યૂચર જનરલી ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1919 | મુંબઇ |
ઇફ્કો ટોકિયો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | ગુરુગ્રામ |
રિલાયન્સ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
રોયલ સુંદરમ્ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ધી ઓરીએન્ટલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1947 | નવી દિલ્હી |
ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
એસબીઆઇ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
એકો (Acko) જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
નવી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
ઝુનો જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ (અગાઉ એડલવીઝ જનરલ ઇન્શ્યુરન્સ તરીકે ઓળખાતી) | 2016 | મુંબઇ |
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
કોટક મહિન્દ્રા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2015 | મુંબઇ |
લિબર્ટી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2013 | મુંબઇ |
મેગ્મા HDI જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | કલકત્તા |
રાહેજા QBE જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
રાહેજા QBE જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
શ્રીરામ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | જયપુર |
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1938 | ચેન્નાઈ |
મણિપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2014 | મુંબઇ |
આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2015 | મુંબઇ |
સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2006 | ચેન્નાઈ |
મેક્સ બુપા હેલ્થ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | નવી દિલ્હી |
કેર હેલ્થ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2012 | ગુરુગ્રામ |
યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
હવે જ્યારે તમે ભારતમાં હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી જોઇ છે, ત્યારે ઇન્શ્યુરન્સ કંપનીઓ, ઇન્શ્યુરન્સ બ્રોકર અને ઇન્શ્યુરન્સ એગ્રીગેટર વચ્ચેના તફાવતને સમજવું પણ મહત્વપૂર્ણ છે.
ઇન્શ્યુરન્સ કંપની Vs. ઇન્શ્યુરન્સ એગ્રીગેટર્સ Vs. ઇન્શ્યુરન્સ બ્રોકર્સ
ઇન્શ્યુરન્સ કંપનીઓ, એગ્રીગેટર્સ અને બ્રોકર્સ વચ્ચેનો તફાવત સમજો.
ઇન્શ્યુરન્સ કંપની | એગ્રીગેટર્સ | બ્રોકર્સ |
ઇન્શ્યુરન્સ કંપનીઓ ઇન્શ્યુરન્સ પ્રોડક્ટ્સ બનાવવાનો અને ગ્રાહકોને વેચવા માટેના જવાબદાર વ્યાવસાયિકો છે. | એગ્રીગેટર્સ એ થર્ડ પાર્ટી એન્ટિટી છે જે સંભવિત ગ્રાહકોને તુલના કરવા માટે સંબંધિત ડેટા સાથે તમામ ઉપલબ્ધ ઇન્શ્યુરન્સના વિકલ્પોની યાદી આપે છે. | બ્રોકર્સ એ ઇન્શ્યુરન્સ કંપની અને તેના ગ્રાહકો વચ્ચે પક્ષકારોની મધ્યસ્થી કરાવે છે. |
ભૂમિકા - ગ્રાહકો માટે વિવિધ ઇન્શ્યુરન્સ પ્રોડક્ટો બનાવવી અને જે આ પ્રોડ્ક્ટ્સ ખરીદે છે તેવી વ્યક્તિઓને પુરતી નાણાકીય સહાયતા પ્રદાન કરવી. | ભૂમિકા – સંભવિત ઇન્શ્યુરન્સ ખરીદદારોને ઉપલબ્ધ વિવિધ યોજનાઓની તુલના કરવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરે છે જેથી તેઓ સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે. | ભૂમિકા - ઇન્શ્યુરન્સ કંપની વતી ગ્રાહકોને ઇન્શ્યુરન્સ પ્રોડક્ટ્સ વેચીને અથવા માર્કેટિંગ કરીને કમિશન મેળવે છે. |
નોકરીદાતા - કોઇ દ્વારા પ્રાયોજીત નથી | એગ્રીગેટર્સ એ થર્ડ પાર્ટી છે જેઓ બજારમાં કાર્યરત કોઈપણ ઇન્શ્યુરન્સ કંપનીઓ સાથે કોઈ જોડાણ ધરાવતા નથી. | બ્રોકર્સ મોટાભાગે ઇન્શ્યુરન્સ કંપની સાથે કાર્યરત હોય છે. વૈકલ્પિક રીતે, તેઓ કમિશન પ્રોગ્રામ દ્વારા આવી કંપનીઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. |
ઇન્શ્યુરન્સ કંપની તેના પોલિસી ધારકોના તમામ વિશ્વસનીય ક્લેમની પતાવટ કરવા માટે જવાબદાર છે. | લાગુ પડતું નથી | લાગુ પડતું નથી |
અનેકવિધ વિચારો સાથે ઘણી બધા વિકલ્પોમાંથી પસંદગી સાથે, સંપૂર્ણ હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનની પસંદ કરવી મુશ્કેલી ભર્યું હોઈ શકે છે. જોકે, મેડિકલ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીનો લાભ લેતી વખતે તમારે અમુક ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીની પસંદગી કરતા પહેલા તપાસવા જેવી બાબતો
જો તમે નીચેની બાબતોને ધ્યાનમાં રાખો છો, તો તમે જે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદો છો તે તમને પૂરતું નાણાકીય કવરેજ આપશે.
બ્રાન્ડની પ્રતિષ્ઠા - તબીબી ઈમરજન્સી દરમિયાન તમારે તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર પર આધાર રાખવાનો હોય છે તેથી તે યોગ્ય અને સક્ષમ હોવા જરૂરી છે. આમ, તમારો ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર પસંદ કરતા પહેલા સોશિયલ મીડિયા અને અન્ય સ્ત્રોત પર કંપનીના રેટિંગ્સ તપાસવા એ અતિઆવશ્યક બાબત છે. નેગેટિવ રિવ્યૂ અથવા કંપનીના હાલના ગ્રાહકોને તેની પ્રોડક્ટ્સ અથવા સર્વિસ મામલે જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તેના પર નજર રાખો.
આઈઆરડીએઆઈ (IRDAI) મંજૂર આવશ્યક - ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ એક સરકારી સંસ્થા છે, જે ભારતમાં ઇન્શ્યુરન્સ કંપનીઓના નિયમન માટે જવાબદાર છે. તેના તાબા હેઠળ નોંધાયેલી કંપનીઓએ તેમની કામગીરીમાં પૂરતી પારદર્શિતા જાળવી રાખીને તેની માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. આમ, તમારા અથવા તમારા કુટુંબ માટે મેડિકલ ઇન્શ્યુરન્સ મેળવતી વખતે આવી આઈઆરડીએઆઈ માન્ય કંપનીઓને વળગી રહેવું હંમેશા વધુ સમજદારીભર્યું રહે છે.
ક્લેમ સેટલમેન્ટનો ટ્રેક રેકોર્ડ - તબીબી ઈમરજન્સી દરમિયાન, તમારી પાસે સારવાર માટે નાણાંકીય ભંડોળની વ્યવસ્થા કરવા માટે અત્યંત મર્યાદિત અવકાશ અથવા સમય હોઈ શકે છે. આવા સમયે, તમારે એવી ઇન્શ્યુરન્સ કંપનીની જરૂર હોય છે, જે ક્લેમની અરજીઓને ઝડપથી મંજૂરી આપે, વિલંબ કર્યા વગર જરૂરી નાણાકીય સહાય પૂરી પાડતી હોય. તમારી ઇન્શ્યુરન્સ કંપની પસંદ કરતા પહેલા, તેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો અવશ્ય ચકાસો. તેના દ્વારા તમને કંપનીએ મેળવેલા ક્લેમમાંથી કેટલા ટકા ક્લેમનું સેટલમેન્ટ કરે છે તેનો યોગ્ય અંદાજો મળશે. અત્રે ઉંચો રેશિયો ઇચ્છનીય અને ગ્રાહ્ય છે.
નેટવર્ક હોસ્પિટલ - પોલિસી ધારકો ઇન્શ્યુરન્સ કંપનીની નેટવર્ક હોસ્પિટલો અને ક્લિનિક્સમાં કેશલેસ સારવારનો લાભ લઈ શકે છે. આ કિસ્સાઓમાં, કોઈને ઇન્શ્યુરન્સ ક્લેમ ફાઇલ કરવાની અથવા નાણાકીય વળતર મેળવવા માટે ભરપાઈની પ્રક્રિયાને અનુસરવાની જરૂર હોતી નથી. તેના બદલામાં થયેલા મેડિકલ બીલની વીમાદાતા/ઇન્શ્યુરર અને સંબંધિત હોસ્પિટલ વચ્ચે સીધી જ પતાવટ કરવામાં આવે છે. નેટવર્ક આઉટલેટ્સની મહત્તમ સંખ્યા ધરાવતી કંપનીઓને શોધો, જેથી તમે દર વખતે કેશલેસ સારવારનો લાભ મેળવી શકો.
ઝંઝટ-મુક્ત ક્લેમની પ્રક્રિયા - એક જટિલ ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયા તમને ઈમરજન્સી દરમિયાન ઔપચારિકતાઓમાં ફસાવી શકે છે. જ્યારે તબીબી ઈમરજન્સી આવે ત્યારે તમને પુરતી નાણાકીય સહાય મેળવવા માટે કાગળના ઢગલા ભરવાનું પરવડી શકે તેમ હોતું નથી. તેથી, તમારી હેલ્થ ઇન્શ્યુરન્સ કંપનીને પસંદ કરતા પહેલા, હંમેશા ખાતરી કરો કે પ્રોવાઇડર એક સરળ અને ઝંંઝટ-મુક્ત વધુ સમય ન માંગતી અથવા ગૂંચવણમાં ન મૂકે તેવી ક્લેમ પ્રક્રિયાને અનુસરે છે.
હેલ્થ ઇન્શ્યુરન્સ પ્રીમિયમ - મેડિકલ કવરેજ પરવડી શકે તે માટે તમે ચૂકવેલ નાણાંની રકમ એ પ્લાન ખરીદતા પહેલા ધ્યાનમાં લેવાનું બીજું મહત્વનું પરિબળ છે. જોકે, માત્ર પ્રાઇસ જોવી નહીં. તેને સ્થાને પૈસાની સામે શ્રેષ્ઠ મૂલ્યવાળી પોલિસી જુઓ. પોલિસીમાં સામેલ અને બાકાત રહેલી બાબતોને પણ ધ્યાનમાં લઇને પ્રાઇસની સાથે તુલના કરો. આમ કરવાથી તમને તબીબી ઈમરજન્સી દરમિયાન નાણાકીય સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના ઇકોનોમિક પ્લાન પસંદ કરવામાં મદદ મળશે.
સંભવિત હેલ્થ ઇન્શ્યુરન્સ ખરીદનાર માટે કદાચ સૌથી મહત્વપૂર્ણ સલાહ એ છે ઇન્શ્યુરન્સ કંપની પાસેથી સીધી આવી પોલિસી ખરીદવી જોઇએ.
મેડિકલ કેર ખરીદતી વખતે ઘણા એજન્ટો મારફતે જવાનું પસંદ કરે છે. તેમ છતાં, કંપની સાથેના સીધા વ્યવહારો હંમેશા વધુ ફાયદાકારક હોય છે.
ચાલો જાણીએ શા માટે!
ઇન્શ્યુરન્સ કંપની પાસેથી પ્રત્યક્ષ/સીધી હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવાના લાભ/ફાયદાઓ
અન્ય સ્ત્રોતો અથવા બ્રોકર્સથી વિપરીત કંપની પાસેથી હેલ્થ કવરેજ ખરીદવાના કેટલાક ફાયદા નીચે મુજબ છે:
વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરો - બ્રોકરો અથવા એજન્ટો ઘણીવાર ચોક્કસ કંપની તરફથી ઉપલબ્ધ તમામ હેલ્થ ઇન્શ્યુરન્સ પ્રોડક્ટ્સ વિશે જણાવતા નથી. તેઓ તમારી જાણકારીને માત્ર મોંઘા વિકલ્પો સુધી મર્યાદિત કરવાનો પ્રયાસ કરે છે કારણ કે તેઓ આવા વિકલ્પોમાંથી વધુ કમિશન મેળવી શકે છે. ઇન્શ્યુરન્સ કંપનીઓ પાસેથી સીધી ખરીદી આવી મર્યાદાઓને અટકાવે છે.
તમારી જરૂરિયાતો અનુસાર ઇન્શ્યુરન્સ પ્લાનને કસ્ટમાઇઝ કરો - ઇન્શ્યુરન્સ કંપનીઓ તેના પોલિસી ધારકોને વૈવિધ્યપૂર્ણ વિકલ્પોની શ્રેણી ઓફર કરે છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીમાં ફેરફાર કરી શકો છો. એક બ્રોકર, જે તમને પ્લાન વેચી રહ્યો છે, તે કદાચ આવા કસ્ટમાઇઝેશનનો ખુલાસો નહીં કરે જેના કારણે તમે મૂળભૂત પોલિસીથી બાકાત રહી જશો.
કોઈ કમિશનની ચૂકવણી નહીં - એજન્ટો અથવા બ્રોકર્સ તમારા અને મેડિકલ કવરેજ ઓફર કરતી કંપની વચ્ચે મધ્યસ્થી પક્ષ તરીકે કામગીરી કરે છે. તમે આવા બ્રોકર પાસેથી ખરીદી કરવાનું નક્કી કરો છો, ત્યારે તમે તમારી પોલિસી પ્રીમિયમના ભાગ રૂપે વધારાની ફી ચૂકવો છો, જે કમિશન તરીકે આ એજન્ટના ખિસ્સામાં જાય છે. સારી વાત એ છે કે જ્યારે તમે ઇન્શ્યુરન્સ કંપની સાથે સીધો વ્યવહાર કરો છો ત્યારે આવી કોઈ ફી ચૂકવવી જરૂરી હોતી નથી.
વિવિધ પ્રોડક્ટોની તુલના - બ્રોકર્સ ભાગ્યે જ તમને તમારા બધા વિકલ્પો જોવાની તક આપશે. તેના બદલે, તેઓ તમને જે ઇન્શ્યુરન્સ પોલિસી ઓફર કરી છે તે ખરીદવા માટે ઉતાવળ કરાવશે. તમે કંપનીઓનો જ્યારે સીધો સંપર્ક કરો છો, ત્યારે તમે તમારા માટે ઉપલબ્ધ વિવિધ પ્લાનોની તુલના અને રિસર્ચ કરવા માટે તમારો સમય કાઢી શકો છો. તમે યોગ્ય પસંદગી કર્યા પછી જ તમારે પોલિસી દસ્તાવેજો પર સહી કરવાની જરૂર છે.
હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત હોઈ શકે છે. તેથી, આવા કવરેજ સંબંધિત નિર્ણયો હળવાશથી લેવા નહીં.
તેમાં શું આવરી લેવામાં આવ્યું છે અને શું નથી તે સમજવા માટે તમારા પોલિસી દસ્તાવેજોના તમામ નિયમો અને શરતોને વાંચો. આમ કરવાથી તમને લાંબા ગાળે તેના લાભ વધારવામાં મદદ મળશે.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી લેવાનો યોગ્ય સમય ક્યો હોય?
હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓ યુવા લોકો માટે સસ્તી હોય છે અને તેનાથી વિપરીત પણ હોય છે. તેથી, તમારા 20s અથવા 30sના દાયકામાં કોઇ એક પસંદ કરવું એ એક સમજદારભર્યો નિર્ણય છે. સસ્તા કવરેજ ઉપરાંત, તમે કોઈપણ તબીબી ઈમરજન્સી દરમિયાન આર્થિક/નાણાકીય રીતે પણ લાભ મેળવી શકો છો.
મેડિકલ કવરેજ ખરીદતી વખતે ધ્યાનમાં લેવાના કેટલાક પરિબળો શું હોય છે?
પ્રતિષ્ઠિત વીમાદાતા/ઇન્શ્યુરર હંમેશા ઝડપી અને કાર્યક્ષમ ક્લેમની પતાવટ પૂરી પાડે છે, જે પોલિસી ધારકોને ગુણવત્તાયુક્ત મેડિકલ કેર મેળવવાની મંજૂરી આપે છે. વધુમાં, તમારે ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયાને ધ્યાનમાં લેવી આવશ્યક છે. કેટલીક કંપનીઓ તમને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઇન્શ્યુરન્સ ક્લેમ વધારવાની મંજૂરી આપે છે. જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આવી ડિજિટલ પ્રક્રિયાઓને સમજવી અને પૂર્ણ કરવામાં સરળ હોય છે.
ઇન્શ્યુરન્સ કંપનીઓની પસંદગી કરતી વખતે આઈઆરડીએઆઈ (IRDAI) ની મંજૂરી શા માટે મહત્વપૂર્ણ છે?
આઈઆરડીએઆઈ કેન્દ્ર સરકારની સંસ્થા છે જે ભારતમાં ઇન્શ્યુરન્સ સેક્ટરના વિકાસ અને નિયમન માટે સંપૂર્ણપણે જવાબદાર છે. આઈઆરડીએઆઈ હેઠળ નોંધાયેલી કંપનીઓએ ચોક્કસ માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવું આવશ્યક છે, જે પોલિસી ધારક માટે પારદર્શિતાની ખાતરી કરે છે. અન્ય કંપનીઓ આ નિયમોથી બંધાયેલી નથી અને તે ગ્રાહકો માટે પાછળથી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ઇન્શ્યુરન્સ પ્રોવાઇડર પાસેથી સીધી ખરીદી કરવામાં આવે ત્યારે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓ કેમ સસ્તી હોય છે?
તમે એજન્ટ પાસેથી ખરીદો છો ત્યારે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓ વધુ ખર્ચાળ હોય છે, પરંતુ કંપની પાસેથી સીધી ખરીદી કરતી વખતે ખર્ચ થોડોક ઓછો હોય છે. ગ્રાહકોને વેચાતી દરેક પોલિસી પર એજન્ટોને ચોક્કસ કમિશન ચૂકવાતું હોવાથી આ શક્ય બને છે.
આ વધારાનો ચાર્જ પોલિસી ધારકોના ખિસ્સામાંથી ચૂકવાતા વધારાના પ્રીમિયમના રૂપમાં આવે છે. તમે કોઈ ઇન્શ્યુરન્સ કંપનીનો સીધો સંપર્ક કરો છો, ત્યારે તમારે આ કમિશનની રકમ ભોગવવાની જરૂર નથી, જેનાથી તમારી પ્રીમિયમ જવાબદારીઓ ઘટે છે.