6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
કાર ખરીદવા માટે તમે કારના બેસ્ટ મોડલને ફાઈનલ પસંદગી કર્યા પછી, તમારે હવે તેના માટે ક્વોલિટી ઇન્શ્યુરન્સ પોલિસી શોધવાની જરૂર રહેશે. મોટર વ્હીકલ એક્ટ, 1988 હેઠળ, તમામ કાર માલિકો પાસે તેમના વાહનો માટે હંમેશા માન્ય ઇન્શ્યુરન્સ પોલિસી હોવી આવશ્યક છે.
આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જવા પર રૂ. 2000 અને પુનરાવર્તિત ગુના માટે રૂ. 4000નો ભારે દંડ થઈ શકે છે.
ભારતમાં પ્રભાવશાળી યોગ્ય કાર ઇન્શ્યુરન્સ કંપનીઓ અથવા પોલિસીઓની કોઈ કમી નથી. તમારા પ્રિય વાહન માટે નાણાકીય સુરક્ષા મેળવવાની વાત આવે ત્યારે તમારી પાસે અઢળક સારા વિકલ્પો હોય છે. દરેક પોલિસી વિવિધ લાભ અને સુવિધાઓ પ્રદાન કરે છે, જે ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતને પુરી પાડે છે.
ભારતમાં કાર ઇન્શ્યુરન્સ કંપનીઓની યાદી પર એક નજર કરીએ.
કંપનીનું નામ | સ્થાપના વર્ષ | હેડ ક્વાર્ટર (નું સ્થળ) |
નેશનલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1906 | કલકત્તા |
ગો ડીજીટ જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | બેંગ્લોર |
બજાજ એલાયન્ઝ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | પૂણે |
ચોલામંડલમ્ એમએસ જનરલ ઇન્શ્યુરન્સ કું. લિમિટેડ લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ભારતી એક્સા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2008 | મુંબઇ |
એચડીએફસી (HDFC) અર્ગો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2002 | મુંબઇ |
ફ્યૂચર જનરલી ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1919 | મુંબઇ |
ઇફ્કો ટોકિયો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | ગુરુગ્રામ |
રિલાયન્સ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2000 | મુંબઇ |
રોયલ સુંદરમ્ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | ચેન્નાઈ |
ધી ઓરીએન્ટલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1947 | નવી દિલ્હી |
ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
એસબીઆઇ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | મુંબઇ |
એકો (Acko) જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
નવી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2016 | મુંબઇ |
ઝુનો જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ (અગાઉ એડલવીઝ જનરલ ઇન્શ્યુરન્સ તરીકે ઓળખાતી) | 2016 | મુંબઇ |
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2001 | મુંબઇ |
કોટક મહિન્દ્રા જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2015 | મુંબઇ |
લિબર્ટી જનરલ ઇન્શ્યુરન્સ લિમિટેડ | 2013 | મુંબઇ |
મેગ્મા HDI જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2009 | કલકત્તા |
રાહેજા QBE જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
શ્રીરામ જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2006 | જયપુર |
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 1938 | ચેન્નાઈ |
યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ | 2007 | મુંબઇ |
ઇન્શ્યુરન્સ કંપનીઓ, એગ્રીગેટર્સ અને બ્રોકર્સ વચ્ચેનો તફાવત સમજો.
ઇન્શ્યુરન્સ કંપની |
એગ્રીગેટર્સ |
બ્રોકર્સ |
કોઈપણ સંસ્થા, જે ગ્રાહકો માટે વિવિધ ઇન્શ્યુરન્સ પોલિસીઓ અને પ્રોડકટનું પેકેજ અને માર્કેટિંગ કરે છે. |
તૃતીય-પક્ષ (થર્ડ-પાર્ટી) પોર્ટલ જ્યાં ગ્રાહકો બજારમાં કાર્યરત તમામ ઇન્શ્યુરન્સ કંપનીઓની વિવિધ પોલિસીઓની સરખામણી કરી શકે છે. |
જે-તે વ્યક્તિઓ ઇન્શ્યુરન્સ કંપની અને તેના સંભવિત ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી પક્ષકાર તરીકે કાર્ય કરે છે. |
નોકરીદાતા - કોઇ હોતું નથી |
કોઈપણ ઇન્શ્યુરન્સ કંપની સાથે સંબંધિત ન હોય તેવા તૃતીય પક્ષ દ્વારા કાર્યરત |
વ્યક્તિગત ઇન્શ્યુરન્સ કંપનીઓ દલાલોને રોજગારી આપે છે. |
ભૂમિકા - વીમાધારકની સંપત્તિ, અકસ્માતોને નુકસાન થાય ત્યારે પોલિસી ધારકોને વળતર આપતી ગુણવત્તાયુક્ત શ્રેષ્ઠ ઇન્શ્યુરન્સ પોલિસી પ્રદાન કરવી. |
ભૂમિકા - સરખામણીના હેતુઓ માટે બજારમાં ઉપલબ્ધ વિવિધ ઇન્શ્યુરન્સ પોલિસીઓ સંબંધિત તમામ જરૂરી માહિતીને તબક્કાવાર તુલનાત્મક રીતે લિસ્ટ કરવી. |
ભૂમિકા - બ્રોકરો તેમને રોજગાર આપતા ઇન્શ્યુરન્સ પ્રદાતા વતી ઇન્શ્યુરન્સ પોલિસીઓનું વેચાણ કરે છે. |
ઇન્શ્યુરન્સ પોલિસીના તમામ દાવા ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ અથવા કંપનીઓ દ્વારા પતાવટ કરવામાં આવે છે. |
લાગુ પડતું નથી |
લાગુ પડતું નથી |
તમારી જરૂરિયાત અનુસાર તે શ્રેષ્ઠ છે કે કેમ તે સમજવા માટે ઇન્શ્યુરન્સ કંપનીની નીચેની બાબતો/લાક્ષણિકતાઓ પર નજર રાખો:
બ્રાંડની પ્રતિષ્ઠા - આજકાલના ઇન્ટરનેટના જમાનાને આભાર કારણકે બ્રાન્ડ ઈમેજને હવે ઓનલાઈન સર્ચ કરીને ચકાસવી સરળ છે. તમને ઇન્શ્યુરન્સ પ્રદાતા અંગે મૂંઝવતા પ્રશ્નો વિશે ઓનલાઇન સર્ચ કરી શકો છો અને સાર્વજનિક સમીક્ષા વિભાગ (પબ્લિક રિવ્યું સેક્શન) ચકાસી શકો છો. આમ તમને વર્તમાન પોલિસી ધારકો સેવા પ્રદાતાની પસંદગી બાદ સંતુષ્ટ છે કે કેમ તે અંગેનું મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.
આઈઆરડીએઆઈ દ્વારા મંજૂર થયેલ હોવી જોઈએ - ભારતમાં ઇન્શ્યુરન્સ નિયમનકારી અને વિકાસ સત્તામંડળ આઈઆરડીએઆઈ (IRDAI) દેશના ઇન્શ્યુરન્સ ક્ષેત્રની દેખરેખ અને વિકાસ માટે જવાબદાર છે. આ કેન્દ્રીય સંસ્થા સાથે નોંધાયેલ કંપનીઓ ઇન્શ્યુરન્સ ક્લેમ સાથે કામ કરતી વખતે તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરે તેવી શક્યતા વધુ હોય છે. વધુમાં, રજિસ્ટર્ડ કંપનીની પસંદગી કરવી વધુ સલામત છે કારણ કે તેમાં છેતરપિંડી પ્રવૃત્તિઓની કોઈ શક્યતા નથી.
કાર ઇન્શ્યુરન્સ પ્રીમિયમ - અકસ્માતો અથવા તમારી કારની ચોરીના કિસ્સામાં નાણાકીય સુરક્ષા મહત્વપૂર્ણ હોવા છતાં, તમે તમારા વાર્ષિક કાર ઇન્શ્યુરન્સ પ્રીમિયમ પર એટલું જ રોકાણ કરી શકો છો. ઇન્શ્યુરન્સ એગ્રીગેટર પોર્ટલ તમને વિવિધ કંપનીઓના પ્રોડક્ટો વચ્ચે કિંમતોની તુલના કરવાનો વિકલ્પ આપશે જેથી તમને આવી ઇન્શ્યુરન્સ પોલિસીઓની સરેરાશ કિંમતનો વધુ સારો વિચાર મળી રહે.
ક્લેમ સેટલમેન્ટ રેશિયો - જનરલ ઇન્શ્યુરન્સ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો કટોકટી દરમિયાન સર્વિસ પ્રોવાઈડરો પાસેથી તમે કયા પ્રકારના સમર્થનની અપેક્ષા રાખી શકો છો તે દર્શાવે છે. ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો સૂચવે છે કે કંપની પોલિસીધારકો દ્વારા કરવામાં આવેલા મોટાભાગના દાવાઓનું સમાધાન કરે છે. તો તમે સમજી જ ગયા હશો કે નીચો ક્લેમ સેટલમેન્ટ રેશિયો અનિચ્છનીય અને અસ્વીકાર્ય છે.
નેટવર્ક ગેરેજ - દરેક ઇન્શ્યુરન્સ કંપની પસંદગીના ગેરેજ અને વર્કશોપમાં કેશલેસ સમારકામ/રિપેર માટે પરવાનગી આપે છે. નેટવર્ક ગેરેજની વધુ સંખ્યા ખાતરી આપે છે કે તમે હંમેશા નજીકમાં જ રિપેરિંગ કામ કરાવી શકો છો. આથી વધુ સંખ્યામાં કેશલેસ રિપેર આઉટલેટની સર્વિસ આપતી કંપનીઓને પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે.
ઝડપી અને અનુકૂળ ક્લેમ પ્રોસેસ - ક્લેમ કરવાની જરૂર હોય ત્યારે કોઈને પણ અનિશ્ચિત્તા અને ઝંઝટભરી પ્રક્રિયામાંથી પસાર થવું પસંદ નથી. તેથી, તમારે એવા વીમાદાતા/ઇન્શ્યુરરને પસંદ કરવા જોઈએ કે જેની ક્લેમ ફાઇલિંગ અને સેટલમેન્ટ પ્રક્રિયા સિદ્ધાંત અને વ્યવહાર બંનેમાં અનુસરવા માટે સરળ હોય. આ સંદર્ભમાં, ડિજિટલ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા ઓફર કરતી કંપનીઓ દાવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે.
તમે ગમે તે કંપની પસંદ કરો, તમારી કાર ડીલરશીપ પર આધાર રાખવાને બદલે સીધી કંપની પાસેથી તમારી ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવી એક શ્રેષ્ઠ અને ફાયદાકારક વિકલ્પ રહે છે.
તમે શા માટે પૂછો છો?
મોટાભાગના લોકો તેમની કાર ડીલરશીપમાંથી જ કાર વીમો ખરીદવાનું વલણ ધરાવે છે. જો કે, આમ કરવાથી તમે નાણાકીય રીતે પાછા પડી શકો છો અને તમારી ઇન્શ્યુરન્સ પોલિસીના સંપૂર્ણ લાભોનો ઉપયોગ કરવાથી તમે રોકી રહ્યાં છો.
શા માટે ઇન્શ્યુરન્સ કંપની પાસેથી સીધી પોલિસી ખરીદવી એ એક સ્માર્ટ ચાલ છે, આ રહ્યાં કેટલાક કારણો:
ઇન્શ્યુરન્સ પોલિસીને કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા - કાર ડીલરો ઘણીવાર અમુક નિર્ધાર્ત પૂર્વ-પેકેજ ઇન્શ્યુરન્સ પોલિસીઓ જ વેચે છે. તેથી, તમારી જરૂરિયાતો અનુસાર પોલિસીને કસ્ટમાઇઝ કરવાનો કોઈ વિકલ્પ તમને મળતો નથી.
વિકલ્પો અને પસંદગીઓની વિવિધ શ્રેણીઓ - કાર ડીલરો સામાન્ય રીતે અમુક ગણતરીના ઇન્શ્યુરન્સ પ્રદાતાઓ સાથે જ જોડાણ કરે છે. તમે તેમની પાસેથી કાર ખરીદો ત્યારે ફક્ત આ કંપનીઓમાંથી પોલિસી પસંદ કરવા માટે મર્યાદિત છો અને બજારની અન્ય કંપનીઓમાંથી નહીં.
કોઈ વધારાની પ્રીમિયમ ચૂકવણી નહીં - કાર ડીલરશીપો ઇન્શ્યુરન્સ કંપનીઓ સાથે કમિશનના ધોરણે કામ કરે છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે તેમની પાસેથી ચોક્કસ દરે પોલિસી ખરીદો છો, ત્યારે તે રકમનો એક ભાગ ડીલરશિપના ખિસ્સામાં જાય છે. કંપનીઓ પાસેથી સીધી ખરીદી સાથે, તમે ફક્ત તમારી પસંદ કરેલી પોલિસીની વાસ્તવિક કિંમત ચૂકવો છો અને વધારાનું કી કમિશન ચૂકવવાનું રહેતું નથી.
સરખામણી અને સંશોધન - ડીલરશીપ તમને વિવિધ પોલિસીઓની તુલના કરવાનો લાભ આપતી નથી. સરખામણી કર્યા વિના, તમે ક્યારેય સૌથી વધુ મૂલ્ય સાથે શ્રેષ્ઠ ઇન્શ્યુરન્સ પોલિસી મેળવી શકતા નથી.
તમારે ધ્યાને લેતી વખતે અને દરેક ઇન્શ્યુરન્સ પોલિસીની સરખામણી કરતી વખતે નિયમો અને શરતો વાંચવી આવશ્યક રહે છે. ફાઈન પ્રિન્ટ ઘણી વખત તમને કોઈ પોલિસી માટે અંતિમ નિર્ણય કરતા પહેલા તેના હકારાત્મક પાસાઓથી આગળ પણ ઘણું જોવામાં મદદ કરી શકે છે.
અમે અમારા દરેક ગ્રાહકોને VIPs સમજીએ છીએ, જાણો કેવી રીતે...