FASTag કેવી રીતે મેળવવું?
ટોલ પ્લાઝા પર રાહ જોઈને કંટાળી ગયા છો? આજે જ તમારું FASTag મેળવો!
આ એક સુંદર રાત છે. તમે અને તમારા પ્રિયજનો તમારા લાંબા સમયથી બાકી કોલેજ કોન્ટ્રાકટ - ગોવાની મુલાકાત માટે લાંબી મુસાફરી આયોજિત કરી છે. આ સફર આનંદમય છે; પરંતુ પછી અચાનક દૂર તમને કંઈક ચમકતું દેખાશે.
થોડી જ ક્ષણોમાં તમે ટોલ બૂથ પર અટવાયેલા વાહનોની પાછળની ચમકતી લાઇટો સાથે ભીડ જોશો. હવે આ સફર આનંદદાયક નથી, પરંતુ એક કંટાળાજનક બનશે કારણકે તે વધુ પ્રતીક્ષા કરાવશે અને તમારા આનંદના ક્ષણો છીનવી લેશે.
પરંતુ થોભો, તમે ટોલ બૂથ પર ક્યારેય ન સમાપ્ત થતી રાહ વિશે વિચારો તે પહેલાં, અમારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે!
ભારત સરકારે આ સમસ્યાના સંદર્ભમાં એક પગલું લીધું અને 2017માં FASTagની રજૂઆત કરી.
તમે પૂછશો, આ શું છે? અમે તમને જણાવીશું!
FASTag શું છે?
FASTag એ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી (RFID) છે જે ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2017માં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ. વ્યક્તિગત ડ્રાઇવરો અને સમગ્ર દેશ બંનેની ઘણી બધી અસુવિધાઓને ચકાસીને આ પગલું લેવામાં આવ્યું હતું.
એક સંશોધન લેખ મુજબ, વિશ્વ બેંકે ભારતમાં રસ્તાઓની ભીડને કારણે વાર્ષિક છ અબજ USDનું નુકસાન નોંધાવ્યું છે. આ નુકસાનના મુખ્ય બે પ્રાથમિક કારણો (1) ટોલ પ્લાઝા પર ઇંધણનો બગાડ અને માનવ સંસાધનોનો થાક.
નાણાકીય નુકસાન એ પ્રાથમિક ચિંતા છે, આ સિવાય બીજી અસર સામાન્ય લાગતી અને આંખે ન વડગતી સમસ્યા છે વાયુ પ્રદૂષણ. ભારત વાયુ પ્રદૂષણની દ્રષ્ટિએ સૌથી ખરાબ દેશોમાંનો એક છે, જેના 14થી શહેરો વધુ શહેરો નોંધપાત્ર રીતે વાયુ પ્રદૂષણનું ઉંચું સ્તર દર્શાવે છે, જેમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો પણ સમાવેશ થાય છે.
તે સંદર્ભમાં ટોલ પ્લાઝા ભારતમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધારામાં પ્રાથમિક યોગદાન આપનાર છે. આથી, ભારતમાં FASTag લાગુ કરવાના એજન્ડામાંનો એક એજન્ડા ટોલ પ્લાઝા પર સ્થિર વાહનોથી થતા ઉત્સર્જનના સ્તરને ઘટાડવાનો હતો.
શું તમે આ મુદ્દે વધુ રસપ્રદ છો? તો ચાલો તેના વિશે વધુ જાણીએ.
FASTag કેવી રીતે કામ કરે છે?
FASTag અન્ય રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નૉલૉજીની જેમ જ કામ કરે છે. ત્યાં વાહનની વિન્ડશિલ્ડ પર ફિક્સ કરાયેલ એક RFID સક્ષમ સ્ટીકર હોય છે અને ટોલ બૂથ પરનો રીડર આ કાર્ડને સ્કેન કરી શકે છે અને વાયરલેસ રીતે અને આપમેળે ચૂકવણીની પ્રક્રિયા થાય છે.
તમે FASTag-સક્ષમ ટોલ પ્લાઝા પસાર કરો છો, ત્યારે તમારે ટોલ ફી માટે રોકડ ચુકવણી કરવા તમારી કારને રોકવાની જરૂર રહેશે નહીં. તમે ડ્રાઇવિંગ ચાલુ રાખી શકો છો અને ફી આપમેળે જ ચૂકવાઈ જશે.
મૂળભૂત રીતે, ટોલ ફી ચુકવણીની અરજી પર FASTag કાર્ડમાંથી સિગ્નલ પ્રસારિત કરીને સ્કેન કરી પેમેન્ટ કાપી લેવામાં આવે છે! પરંતુ, ટોલ ફીની ચુકવણી કરવા FASTag કાર્ડ ડિજિટલ વોલેટ અથવા બચત ખાતા સાથે લિંક થયેલું હોવું જરૂરી છે.
ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા અને ટોલ બૂથ પર ભીડ મુક્ત કરવાના ઉપાય તરીકે 1 ડિસેમ્બર, 2017 પછી વેચાયેલી તમામ નવી કારમાં (અને 2021થી તમામ વાહનો માટે) ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યા હતા.
નવીનતમ અહેવાલો અનુસાર 2021-22 નાણાકીય વર્ષમાં 49.585 મિલિયન FASTags જારી કરવામાં આવ્યા હતા. NHAI એ તે જ વર્ષમાં FASTag દ્વારા સરેરાશ દૈનિક ₹107 કરોડનું કલેક્શન નોંધાવ્યું છે. તેના અમલીકરણ પછી આ કાર્યક્રમમાં વાર્ષિક ધોરણે 2.1x વૃદ્ધિ પણ જોવા મળી છે.
શું FASTag કાર્ડ મેળવવું ફરજિયાત છે?
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ તમામ ફોર-વ્હીલર્સ માટે 15 ફેબ્રુઆરી, 2021થી FASTagsનો ઉપયોગ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. (3)
ડિસેમ્બર, 2019થી, રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ટોલ પ્લાઝાના તમામ લેનને "FASTag Lanes" જાહેર કરવામાં આવ્યા હતા અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે તમામ વાહનોમાં FASTag હોવું આવશ્યક છે (4) અથવા ચોક્કસ દંડ ભોગવવો પડશે.
પરંતુ, જો તમને તમારા વાહન માટે FASTag કાર્ડ ન મળે તો શું થશે?
જો તમે FASTag-સક્ષમ ટોલ બૂથ પરથી પસાર થાવ છો અને તમારા વાહનમાં FASTag નથી અથવા તમારા કાર્ડમાં પર્યાપ્ત બેલેન્સ નથી તો તમારે રોકડમાં બમણી ટોલ ફી ચૂકવવી પડશે.
વધુમાં, 1 એપ્રિલ, 2021થી જો તમે કારને થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યુરન્સ દ્વારા આવરી લેવા માંગતા હોવ તો વાહનમાં માન્ય FASTag હોવું આવશ્યક છે.
FASTag કાર્ડના વિતરણ અને FASTag અનુરૂપ ટોલ બૂથની સ્થાપના પર દેખરેખ રાખતી નિયમનકારી સંસ્થા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના જણાવ્યા મુજબ ભારતમાં 540થી વધુ ટોલ પ્લાઝા (5) છે, જેમાં આવા કાર્ડના સ્કેનિંગ માટે જરૂરી તકનીક છે.
તેથી, લાંબી મુસાફરી પર જતી વખતે વધુ ચૂકવણી કરવાનું ટાળવા માટે વહેલામાં વહેલી તકે FASTag કાર્ડ મેળવવું આવશ્યક બની જાય છે.
પરંતુ તમે તેને કેવી રીતે મેળવશો?
FASTag કાર્ડ કેવી રીતે મેળવશો?
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ભારતમાં 22 બેંકોને વ્યક્તિઓને FASTag કાર્ડ પ્રદાન કરવા માટે અધિકાર આપ્યો છે. આ 22 બેંકોએ NHAI પ્લાઝા, કોમન સર્વિસ સેન્ટર્સ, પેટ્રોલ પંપ અને ટ્રાન્સપોર્ટ હબ સાથે મળીને સમગ્ર ભારતમાં 28000થી વધુ પોઈન્ટ-ઓફ-સેલ ટર્મિનલ (6) સ્થાપ્યા છે.
તમે કોઈપણ બેંકની વેબસાઈટ પરથી તમારું FASTag કાર્ડ મેળવી શકો છો. અહિં જરૂરી નથી કે તમે ઇશ્યુ કરનાર બેંકના હાલના ગ્રાહક હોવ.
આ ઉપરાંત, Paytm અને Amazon જેવા ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પણ કાર્ડ ઓનલાઇન પ્રદાન કરે છે.
તમે આ અધિકૃત પ્લેટફોર્મ પરથી અથવા બેંકોની વેબસાઈટ પરથી FASTag કાર્ડ ઓનલાઇન મેળવી શકો છો.
તમે તમારા નજીકના POS ટર્મિનલની વિઝીટ લઈને પણ કાર્ડ મેળવી શકો છો.
અરજી દરમિયાન તમારે કયા દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે?
FASTag કાર્ડ માટે અરજી કરવા માટે, તમારે ઓળખનો પુરાવો અને રહેઠાણનો પુરાવા - તમારા KYC દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે.
આ ઉપરાંત, તમારે તમારા વાહનનું નોંધણી પ્રમાણપત્ર (RC) અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ સબમિટ કરવો પડશે. આ દસ્તાવેજો તમે ઓનલાઇન અથવા ઓફલાઇન ગમે તે માધ્યમથી કાર્ડ મેળવો છો, જરૂરી છે.
FASTag કાર્ડ મેળવવાના ચાર્જ શુ છે?
મોટાભાગના કિસ્સાઓમાં ફાસ્ટેગ કાર્ડ માટેની ચુકવણીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે:
- ઈશ્યુ કરવાની ફી.
- રિફંડપાત્ર સિક્યોરિટી ડિપોઝિટ.
- FASTag કાર્ડ સાથે લિંક કરેલા તમારા ડિજિટલ વોલેટમાં જરૂરી ન્યૂનતમ બેલેન્સ.
FASTag માટે ઇસ્યુઅન્સ ફી તરીકે ફ્લેટ ₹100 વસૂલવામાં આવે છે. આ રકમ GST સહિતની છે. વર્ગ 4 વાહનો (જીપ, વેન, મિની LCV) સિવાય ફ્લેટ ₹99 રિફંડપાત્ર ડિપોઝિટ પણ લાગુ પડે છે. વધુમાં, ખાનગી માલિકીના વાહનોએ FASTag એકાઉન્ટ પર લઘુત્તમ ₹250 નું બેલેન્સ જાળવવું આવશ્યક છે.
શું તમે વિચારી રહ્યા છો કે FASTag કાર્ડ ખરીદો ત્યારે પ્રી-એક્ટિવેટેડ હોય કે પછી તેને એક્ટિવેટ કરાવવું પડે છે? તો ચાલો વધુ વાંચીએ.
કાર્ડ એક્ટિવેશનની પ્રક્રિયા શું છે?
જો તમે 22 અધિકૃત બેંકો અથવા POS ટર્મિનલમાંથી કોઈપણ પાસેથી FASTag કાર્ડ મેળવો છો, તો તે અગાઉથી જ એક્ટિવેટ્ડ હોય છે.
એક્ટિવેશનનો અર્થ શું છે?
એક્ટિવેશન લિંક કરેલ ચુકવણી પદ્ધતિ સાથે એટલે તમારા વાહન સાથે કાર્ડનું રજિસ્ટ્રેશન. આ ચુકવણી પદ્ધતિ ડિજિટલ વોલેટ અથવા કોઈપણ બચત અથવા ચાલુ બેંક એકાઉન્ટ હોઈ શકે છે.
જો તમે Amazon પરથી કાર્ડ ખરીદો છો, તો તમને ખાલી FASTag સ્ટીકર આપવામાં આવશે. આગળ, તમારે તમારા વાહન સાથે કાર્ડની નોંધણી કરવાની રહેશે અને પછી તેમાં પેમેન્ટ મોડ ઉમેરો.
તમે તે કઈ રીતે કરશો?
તમારે Android અને Apple બંને ઉપકરણો માટે ઉપલબ્ધ છે તેવી “My FASTag” એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે. તમે તેને ગૂગલના પ્લે સ્ટોર અથવા એપલના એપ સ્ટોર પરથી મેળવી શકો છો.
એકવાર તમે એપ ડાઉનલોડ કરી લો, પછી નીચે જણાવેલ સ્ટેપને અનુસરો:
પગલું 1: હોમપેજ પર, તમને "Activate NHAI FASTag" વિકલ્પ મળશે; તેના પર ક્લિક કરો.
પગલું 2: આગળના પેજમાં, “Activate NHAI FASTag bought Online” પર ક્લિક કરો.
પગલું 3: બાદના "Scan QR code" પર ક્લિક કરો જેમાં તમારે તમારા FASTag કાર્ડ પર આપેલા QR કોડને સ્કેન કરવાનો રહેશે.
પગલું 4: આગળની પ્રક્રિયામાં તમારે તમારા વાહનની વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે, જેમાં - વાહન નોંધણી નંબર, વાહનનો પ્રકાર વગેરેનો સમાવેશ થાય છે.
પગલું 5: ત્યારબાદ, તમારે તમારા FASTag કાર્ડ સાથે ચુકવણી પદ્ધતિ (પેમેન્ટ મોડ) લિંક કરવાની જરૂર છે.
અને હવે બધુ પૂર્ણ!
બેંક એકાઉન્ટ અને Paytm અથવા Amazon વોલેટ જેવા ડિજિટલ વોલેટ ઉપરાંત તમારી પાસે તમારા કાર્ડને NHAI વોલેટ સાથે લિંક કરવાનો વિકલ્પ પણ છે. આ વોલેટ “My FASTag” એપ પર ઉપલબ્ધ છે.
તેના એક્ટિવેશન પછી, તમારી ટોલ બૂથ ચુકવણીઓ તમે લિંક કરેલ ચુકવણી પદ્ધતિમાંથી કાપવામાં આવશે.
જોકે વધુ એક સવાલ થશે કે તમારા FASTag કાર્ડનું બેલેન્સ ખતમ થઈ જાય તો શું? પછી તમે શું કરશો?
FASTag કાર્ડ કેવી રીતે રિચાર્જ કરવું?
જો તમે તમારા FASTag કાર્ડને બચત ખાતા અથવા ચાલુ ખાતા સાથે લિંક કર્યું હોય તો તેને રિચાર્જ કરવાની કોઈ જરૂર નથી. આ કિસ્સામાં, તમારે ફક્ત લિંક કરેલ બેંક ખાતામાં ટોલ ફીની ચુકવણી કરવા માટે પર્યાપ્ત બેલેન્સ છે કે નહિ તેની ખાતરી કરવાની રહેશે.
જો તમે કાર્ડને કોઈપણ પ્રીપેડ ડિજિટલ વોલેટ સાથે લિંક કર્યું હોય તો તમારું બેલેન્સ સમાપ્ત થવા પર રિચાર્જ કરવાની જરૂર રહેશે. તમે તમારા ડિજિટલ વોલેટને UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, NEFT, નેટ બેંકિંગ વગેરે માધ્યમો થકી રિચાર્જ કરી શકો છો.
જો કે, FASTag માટે ઉલ્લેખિત નિયમો મુજબ FASTag પ્રીપેડ વોલેટને રિચાર્જ કરવા માટે એક મહત્તમ રકમ મર્યાદા પણ લાદવામાં આવેલ છે. આ છે:
મર્યાદિત KYC ખાતાધારક - આવા ખાતાધારક તેમના FASTag પ્રીપેડ વોલેટમાં એક સમયે મહત્તમ રૂ. 20,000 રાખી શકે છે. આવા ખાતાધારકો માટે માસિક રિચાર્જ મર્યાદા પણ છે.
પરંતુ આ મર્યાદિત કેવાયસી (Limited KYC) શું છે?
તમે તમારો મૂળ આધાર નંબર જાહેર ન કર્યો હોય અને તેના બદલે વર્ચ્યુઅલ આઈડી (VID) સાથે જ નોંધણી કરી હોય તો તમે મર્યાદિત KYC ખાતાધારક કહેવાશો.
સંપૂર્ણ કેવાયસી ખાતાધારક - આવા ખાતાધારકો પાસે એક સમયે FASTag પ્રીપેડ વોલેટમાં મહત્તમ રૂ. 1 લાખ સુધી હોઈ શકે છે. જો કે, લિમિટેડ KYC ખાતાધારકથી વિપરીત રિચાર્જ કરવા માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.
હવે તમે જ્યારે FASTag કાર્ડ વિશે બધું જાણો છો ત્યારે આગળ વધો અને સમય વીતી જાય તે પહેલા ખરીદી કરી લો. યાદ રાખો કે 15મી જાન્યુઆરી 2020 પછી જો તમારા વાહન સાથે તમારી પાસે FASTag કાર્ડ નથી, તો તમારે FASTag-સક્ષમ ટોલ પ્લાઝા પર રોકડમાં બમણી ટોલ ફી ચૂકવવાની જરૂર પડશે.
FASTag કાર્ડ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું મારે મારા તમામ વાહનો માટે એક જ FASTag કાર્ડ ખરીદવાની જરૂર છે?
ના, એક FASTag કાર્ડ માત્ર એક વાહનને જ લાગુ પડે છે. અન્ય કોઈપણ વાહન માટે ટોલ ફી ચૂકવવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી.
જો હું નવી કાર ખરીદું છું ત્યારે શું મારે અલગથી FASTag કાર્ડ ખરીદવાની જરૂર છે?
તમે નવી કાર ખરીદો છો, ત્યારે તમારો ડીલર તમારી કારની વિન્ડશિલ્ડ પર અગાઉથી FASTag લગાવી આપશે. તમે કાર ખરીદશો ત્યારે તે કાર સાથે રજિસ્ટર થશે.
જો હું મારી FASTag કાર્ડવાળી કાર વેચું તો મારે શું કરવું જોઈએ?
આ કિસ્સામાં, તમારે નવા ખરીદનારને કાર સોંપતા પહેલા કાર્ડનો નાશ કરવાની જરૂર રહેશે.
મારા કાર્ડમાંથી કેટલી રકમ કાપવામાં આવી છે તે હું કેવી રીતે જાણી શકું?
કાર્ડનો જ્યારે પણ ઉપયોગ કરવામાં આવશે ત્યારે તમને સંબંધિત વિગતો સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક SMS મળશે.
શું મારે મારા વાહન માટે ફરજિયાત FASTag કાર્ડ લેવાનું રહેશે?
હા, MoRTH એ 15 ફેબ્રુઆરી, 2021થી દેશના તમામ ફોર-વ્હીલર માટે FASTags ફરજિયાત બનાવ્યા છે.
હું Google Pay પર મારો FASTag ઇતિહાસ કેવી રીતે તપાસું?
તમારા FASTag ઇતિહાસને તપાસવા માટે, એપ્લિકેશન ખોલો અને પછી હોમ સ્ક્રીન પર નીચે સ્ક્રોલ કરો અને "ટ્રાન્ઝેક્શન ઇતિહાસ બતાવો" પર ક્લિક કરો. સર્ચ બાર પર ક્લિક કરો અને “fastag” ટાઈપ કરો. હવે તમે તમારો તમામ FASTag વ્યવહાર ઇતિહાસ જોશો.
ભારતમાં FASTag ની કિંમત કેટલી છે?
ભારતમાં FASTagની જારી કિંમત ₹100 છે. વાહનોના અમુક વર્ગો માટે FASTag મેળવવા માટે ઈશ્યુના સમયે રિફંડપાત્ર ડિપોઝિટ તરીકે ₹99 ચૂકવવા પડશે.