નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ભારતમાં 22 બેંકોને વ્યક્તિઓને FASTag કાર્ડ પ્રદાન કરવા માટે અધિકાર આપ્યો છે. આ 22 બેંકોએ NHAI પ્લાઝા, કોમન સર્વિસ સેન્ટર્સ, પેટ્રોલ પંપ અને ટ્રાન્સપોર્ટ હબ સાથે મળીને સમગ્ર ભારતમાં 28000થી વધુ પોઈન્ટ-ઓફ-સેલ ટર્મિનલ (6) સ્થાપ્યા છે.
તમે કોઈપણ બેંકની વેબસાઈટ પરથી તમારું FASTag કાર્ડ મેળવી શકો છો. અહિં જરૂરી નથી કે તમે ઇશ્યુ કરનાર બેંકના હાલના ગ્રાહક હોવ.
આ ઉપરાંત, Paytm અને Amazon જેવા ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પણ કાર્ડ ઓનલાઇન પ્રદાન કરે છે.
તમે આ અધિકૃત પ્લેટફોર્મ પરથી અથવા બેંકોની વેબસાઈટ પરથી FASTag કાર્ડ ઓનલાઇન મેળવી શકો છો.
તમે તમારા નજીકના POS ટર્મિનલની વિઝીટ લઈને પણ કાર્ડ મેળવી શકો છો.
અરજી દરમિયાન તમારે કયા દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે?
FASTag કાર્ડ માટે અરજી કરવા માટે, તમારે ઓળખનો પુરાવો અને રહેઠાણનો પુરાવા - તમારા KYC દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે.
આ ઉપરાંત, તમારે તમારા વાહનનું નોંધણી પ્રમાણપત્ર (RC) અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ સબમિટ કરવો પડશે. આ દસ્તાવેજો તમે ઓનલાઇન અથવા ઓફલાઇન ગમે તે માધ્યમથી કાર્ડ મેળવો છો, જરૂરી છે.
FASTag કાર્ડ મેળવવાના ચાર્જ શુ છે?
મોટાભાગના કિસ્સાઓમાં ફાસ્ટેગ કાર્ડ માટેની ચુકવણીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે:
- ઈશ્યુ કરવાની ફી.
- રિફંડપાત્ર સિક્યોરિટી ડિપોઝિટ.
- FASTag કાર્ડ સાથે લિંક કરેલા તમારા ડિજિટલ વોલેટમાં જરૂરી ન્યૂનતમ બેલેન્સ.
FASTag માટે ઇસ્યુઅન્સ ફી તરીકે ફ્લેટ ₹100 વસૂલવામાં આવે છે. આ રકમ GST સહિતની છે. વર્ગ 4 વાહનો (જીપ, વેન, મિની LCV) સિવાય ફ્લેટ ₹99 રિફંડપાત્ર ડિપોઝિટ પણ લાગુ પડે છે. વધુમાં, ખાનગી માલિકીના વાહનોએ FASTag એકાઉન્ટ પર લઘુત્તમ ₹250 નું બેલેન્સ જાળવવું આવશ્યક છે.
શું તમે વિચારી રહ્યા છો કે FASTag કાર્ડ ખરીદો ત્યારે પ્રી-એક્ટિવેટેડ હોય કે પછી તેને એક્ટિવેટ કરાવવું પડે છે? તો ચાલો વધુ વાંચીએ.
કાર્ડ એક્ટિવેશનની પ્રક્રિયા શું છે?
જો તમે 22 અધિકૃત બેંકો અથવા POS ટર્મિનલમાંથી કોઈપણ પાસેથી FASTag કાર્ડ મેળવો છો, તો તે અગાઉથી જ એક્ટિવેટ્ડ હોય છે.
એક્ટિવેશનનો અર્થ શું છે?
એક્ટિવેશન લિંક કરેલ ચુકવણી પદ્ધતિ સાથે એટલે તમારા વાહન સાથે કાર્ડનું રજિસ્ટ્રેશન. આ ચુકવણી પદ્ધતિ ડિજિટલ વોલેટ અથવા કોઈપણ બચત અથવા ચાલુ બેંક એકાઉન્ટ હોઈ શકે છે.
જો તમે Amazon પરથી કાર્ડ ખરીદો છો, તો તમને ખાલી FASTag સ્ટીકર આપવામાં આવશે. આગળ, તમારે તમારા વાહન સાથે કાર્ડની નોંધણી કરવાની રહેશે અને પછી તેમાં પેમેન્ટ મોડ ઉમેરો.
તમે તે કઈ રીતે કરશો?
તમારે Android અને Apple બંને ઉપકરણો માટે ઉપલબ્ધ છે તેવી “My FASTag” એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે. તમે તેને ગૂગલના પ્લે સ્ટોર અથવા એપલના એપ સ્ટોર પરથી મેળવી શકો છો.
એકવાર તમે એપ ડાઉનલોડ કરી લો, પછી નીચે જણાવેલ સ્ટેપને અનુસરો:
પગલું 1: હોમપેજ પર, તમને "Activate NHAI FASTag" વિકલ્પ મળશે; તેના પર ક્લિક કરો.
પગલું 2: આગળના પેજમાં, “Activate NHAI FASTag bought Online” પર ક્લિક કરો.
પગલું 3: બાદના "Scan QR code" પર ક્લિક કરો જેમાં તમારે તમારા FASTag કાર્ડ પર આપેલા QR કોડને સ્કેન કરવાનો રહેશે.
પગલું 4: આગળની પ્રક્રિયામાં તમારે તમારા વાહનની વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે, જેમાં - વાહન નોંધણી નંબર, વાહનનો પ્રકાર વગેરેનો સમાવેશ થાય છે.
પગલું 5: ત્યારબાદ, તમારે તમારા FASTag કાર્ડ સાથે ચુકવણી પદ્ધતિ (પેમેન્ટ મોડ) લિંક કરવાની જરૂર છે.
અને હવે બધુ પૂર્ણ!
બેંક એકાઉન્ટ અને Paytm અથવા Amazon વોલેટ જેવા ડિજિટલ વોલેટ ઉપરાંત તમારી પાસે તમારા કાર્ડને NHAI વોલેટ સાથે લિંક કરવાનો વિકલ્પ પણ છે. આ વોલેટ “My FASTag” એપ પર ઉપલબ્ધ છે.
તેના એક્ટિવેશન પછી, તમારી ટોલ બૂથ ચુકવણીઓ તમે લિંક કરેલ ચુકવણી પદ્ધતિમાંથી કાપવામાં આવશે.
જોકે વધુ એક સવાલ થશે કે તમારા FASTag કાર્ડનું બેલેન્સ ખતમ થઈ જાય તો શું? પછી તમે શું કરશો?