પહેલેથી જ ઉલ્લેખ કર્યું તેમ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300-900ની વચ્ચેનો નંબર છે (જેમાં 900 સૌથી વધુ શક્ય સ્કોર છે). આ સ્કોર્સ સંખ્યાબંધ પરિબળોનો ઉપયોગ કરીને ક્રેડિટ માહિતી બ્યુરો દ્વારા ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ દ્વારા ગણવામાં આવે છે. આમાં સામેલ છે:
1. ચુકવણી -ઇતિહાસ
તમારા ક્રેડિટ સ્કોરની ગણતરી કરવા માટેના મુખ્ય પરિબળોમાંનો એક તમારો પુન:ચુકવણી ઇતિહાસ છે. આમાં તમારા ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને EMI ની ચૂકવણીનો સમાવેશ થાય છે. બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ આ માહિતી માસિક ધોરણે ક્રેડિટ બ્યુરોને મોકલે છે.
જો તમે ક્યારેય તમારા બિલ અને EMI માટે ચૂકવણી કરવાનું ભૂલી ગયા અથવા વિલંબ કર્યો હોય તો તે તમારા ક્રેડિટ રિપોર્ટમાં પ્રતિબિંબિત થશે અને આ તમારા ક્રેડિટ સ્કોરને નીચો લાવશે.
2. ક્રેડિટનો ઉપયોગ
ક્રેડિટનો ઉપયોગ એ તમે ઉપયોગ કરો છો તે તમારી ક્રેડિટની રકમનો સંદર્ભ આપે છે. આ આંકડો ઉપલબ્ધ કુલ ક્રેડિટના 30%થી નીચે રાખવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારી ક્રેડિટની મર્યાદા દર મહિને ₹1,00,000 છે, તો તમારે ₹30,000 કરતાં વધુનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
તમારો ક્રેડિટનો ઉપયોગ ઓછો છે તેની ખાતરી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર ઓછો રાખવામાં મદદ મળશે. આમ કરવા માટે તમારે તમારી નિયમિત ખરીદી માટે ડેબિટ કાર્ડ અથવા રોકડનો ઉપયોગ કરો અને તમારી ક્રેડિટની મર્યાદા વધારવાનું વિચારી શકો છો અથવા બીજા કાર્ડની પસંદગી કરી શકો છો.
3. ક્રેડિટ મુદત/સમયગાળો
તમારા ક્રેડિટ -ઇતિહાસની લંબાઈ એ એક મહત્વપૂર્ણ પરિબળ છે. તમારી પાસે કેટલા સમયથી ક્રેડિટ એકાઉન્ટ તે અનિવાર્યપણે મહત્વનું છે કારણ કે જૂનું એકાઉન્ટ અને જૂના ક્રેડિટ કાર્ડ ધિરાણકર્તાઓને ખાતરી આપશે કે તમે સમય જતાં તમારા બિલ નિયમિતપણે ચૂકવી રહ્યાં છો.
ક્રેડિટ સ્કોર નક્કી કરવા માટે વપરાતું અન્ય મુખ્ય પરિબળ છે તમારી ક્રેડિટ સર્વિસ માટે લીધેલી સમયમર્યાદા અથવા મુદત. ઉદાહરણ તરીકે જો તમે ટૂંકા ગાળાની લોન લેવાના વિરોધમાં લાંબા સમય સુધી તમારી લોનની ચુકવણી કરવાનું પસંદ કર્યું હોય (અને આ લોન પર તાત્કાલિક અને સમયસર ચૂકવણી કરી હોય) તો તે તમારા ક્રેડિટ સ્કોરને સુધારવામાં મદદ કરી શકે છે.
4. ક્રેડિટ મિશ્રણ
તમે જે પ્રકારની ક્રેડિટ પસંદ કરો છે તે પણ તમારા ક્રેડિટ સ્કોર નક્કી કરવામાં ભૂમિકા ભજવતું મહત્વનું એક પરિબળ હોઈ શકે છે. બે મુખ્ય પ્રકારની લોન છે - અસુરક્ષિત લોન અને સુરક્ષિત લોન. અસુરક્ષિત લોનમાં ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોનનો સમાવેશ થાય છે, જ્યારે સુરક્ષિત લોનમાં ઓટો લોન અથવા હોમ લોનનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે, ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા અસુરક્ષિત લોનની વધુ સંખ્યાને નકારાત્મક નજરથી જોવે છે. અર્થાત તમને જોખમી ઉધાર લેનાર તરીકે જોવામાં આવશે અને તે તમારો સ્કોર ઘટાડી શકે છે.
બીજી બાજુ, ધિરાણકર્તાઓ અને ક્રેડિટ બ્યુરો દ્વારા વધુ સંખ્યામાં સુરક્ષિત લોન પસંદ કરવામાં આવે છે અને તે તમારો ક્રેડિટ સ્કોર વધારવામાં મદદ કરી શકે છે.
આમ, અસુરક્ષિત લોન અને સુરક્ષિત લોનના તંદુરસ્ત મિશ્રણને પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે.
5. નવી ક્રેડિટ પૂછપરછ
તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે તેવા અંતિમ પરિબળો પૈકી એક છે - તમે કેટલી વખત ક્રેડિટ માટે અરજી કરી છે. તેમાં ક્રેડિટ કાર્ડ, લોન વગેરે માટે અરજી કરવાનો સમાવેશ થાય છે. તમે "હાર્ડ ઇન્ક્વાયરી" કરો છો એટલે કે તમે બેંક અથવા ધિરાણ સંસ્થાઓને પ્રત્યક્ષ નવી ક્રેડિટ માટે અરજી કરો છો. આ ક્રેડિટ સ્કોરમાં અસર કરે છે અને ધિરાણકર્તાને તમારા ક્રેડિટ -ઇતિહાસ વિશે જાણાવી શકે છે.
આવી વારંવાર પૂછપરછ તમારા ક્રેડિટ સ્કોર પર અસર કરી શકે છે. આમ ફક્ત એવી સંસ્થાઓને જ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે જે સંભવતઃ તમારી અરજી સ્વીકારશે.
અત્રે નોંધનીય છે કે કોઈ વ્યક્તિ તમારા ક્રેડિટ ઇતિહાસને નાણાં ધિરાણ સિવાયના કારણસર તપાસે છે તો તેને "સોફ્ટ પૂછપરછ" કહેવાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારો પોતાનો ક્રેડિટ સ્કોર તપાસો છો. આ પૂછપરછો તમારા ક્રેડિટ રિપોર્ટ પર પણ દેખાય છે પરંતુ તમારા ક્રેડિટ સ્કોરને અસર કરતી નથી.