પીઓએસપી શું છે?
પીઓએસપી (પૉઇન્ટ ઑફ સેલ્સ પર્સન) એ ઈન્શ્યોરન્સ એજન્ટને આપવામાં આવેલું નામ છે, જે ચોક્કસ પ્રકારના ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ વેચે છે.
પીઓએસપી બનવા માટે, તમારી પાસે કેવળ IRDAI દ્વારા આપવામાં આવેલી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી અને અમારા દ્વારા આપવામાં આવતી ટ્રેનિંગ લેવી જરૂરી છે. પીઓએસપી કેવી રીતે બનવું અને તેના ફાયદાઓ વિશે વધુ જાણવા માટે, આગળ વાંચો.
પીઓએસપી બનીને તમે શું વેચી શકો છો?
ડિજીટ ઈન્શ્યોરન્સ સાથે, તમે કાર ઈન્શ્યોરન્સ, બાઇક ઈન્શ્યોરન્સ, હેલ્થ ઈન્શ્યોરન્સ , ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ, પર્સનલ એક્સીડેન્ટ કવર અને એસએફએસપી ઈન્શ્યોરન્સ વેચી શકો છો.
પીઓએસપી બનવાના શું ફાયદા છે?
તમે જ તમારા બૉસ બનો - તમારી અનુકૂળતા મુજબ કામ કરો. તમે જ તમારા બૉસ છો!
કોઈ નિશ્ચિત ટાઈમિંગ નથી - તમે તમારા કામ કરવાનો સમય પોતે પસંદ કરી શકો છો અને ફૂલ-ટાઈમ કામ કરવું કે પાર્ટ-ટાઈમ એ નક્કી કરી શકો છો.
ઘરેથી કામ કરો - પોલિસી વેચવા માટે ઑનલાઇન પ્રક્રિયાઓનો ઉપયોગ કરો અને ઘરેથી અથવા બીજી કોઈપણ જગ્યાએથી કામ કરો!
માત્ર 15 કલાકની ટ્રેનિંગ - માત્ર 15 કલાકની ટ્રેનિંગ સાથે, તમે ઈન્શ્યોરન્સ એક્સપર્ટ બની શકો છો. તમને જે પણ સમજવાની જરૂર હશે એ બધું અમે તમને સમજાવીશું!
ઉચ્ચ આવક મેળવો - તમારી આવક તમારા દ્વારા ઈશ્યુ કરેલી પોલિસીની સંખ્યા પર આધારિત છે.
કોઈ રોકાણ કરવાની જરૂર નથી - એજન્ટ તરીકે જોડાતી વખતે તમારે કોઈપણ પૈસો આપવાની જરૂર નથી. તમારે ફક્ત સ્માર્ટફોન/કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે!
પીઓએસપી કોણ બની શકે છે?
જો તમે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છો અને તે સાથે તમે વધારાના પૈસા કમાવવા માંગો છો, તો આ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે.
જો તમે ઘરે રહેતા પતિ કે પત્ની છો અને તમારી પાસે સમય છે, તો તમે પીઓએસપી બનવાનું પસંદ કરી શકો છો અને તમારા અને તમારા પરિવાર માટે વધારાની કમાણી કરી શકો છો.
સેવા નિવૃત્તિ પછી પણ તમે ઈન્શ્યોરન્સ એજન્ટ બની શકો છો. તમને ગમે તેટલો સમય પસાર કરો, તમારા ઘરે બેસીને, આરામથી, તમને ગમે તે સમયે કામ કરો.
જો તમે પહેલેથી જ કોઈ ધંધો કરો છો પરંતુ તે સિવાય પણ હજી બાજુ પર કોઈ બીજો ધંધો કરવા માંગો છો, તો તમે પીઓએસપી બની શકો છો. તમે ઇચ્છો તેટલું જ કામ કરો અને તો પણ વધારાની કમાણી કરો.
ડિજિટ સાથે પીઓએસપી કેવી રીતે બનવું?
પગલું 1
ઉપર આપેલ અમારું પીઓએસપી ફોર્મ ભરીને સાઇન અપ કરો અને અમારી ટીમ વધુ વિગતો આપવા તમારો સંપર્ક કરશે. 😊
પગલું 2
અમારી સાથે તમારી 15 કલાકની ટ્રેનિંગ પુરી કરો.
પગલું 3
નિયત પરીક્ષા પૂર્ણ કરો.
પગલું 4
અમારી સાથે કરાર પર સહી કરો અને બસ, તમે એક પ્રમાણિત પીઓએસપી બની જશો!
ડિજિટ સાથે પાર્ટનર શા માટે બનવું?
એશિયાની જનરલ ઇન્સ્યોરન્સ કંપની ઑફ ધ યર 2019 સાથે કામ કરવાની તક મેળવો.
ફક્ત તમારા માટે, અમારી પાસે 24x7 સપોર્ટ ટીમ છે.
અમારી બધી પ્રક્રિયાઓ ઓનલાઈન છે, જેમાં કોઈ પેપરવર્ક સામેલ નથી.
કોઈ લાંબી પ્રક્રિયાઓ અથવા કંટાળાજનક પેપરવર્ક નથી. અમે કોઈપણ અસુવિધા વિના, તરત જ ઑનલાઈન ઈન્શ્યોરન્સ પૉલિસી ઈશ્યુ કરીએ છીએ.
અમારા તમામ કમિશન ઝડપથી સેટલ કરવામાં આવે છે. પૉલિસી ઈશ્યુ થયાના દર 15 દિવસે તમારું કમિશનમાં તમારું અકાઉન્ટ જમા કરવામાં આવશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પીઓએસપી એજન્ટ બનવા માટેનું માપદંડ શું છે?
જો તમે ઈન્શ્યોરન્સ એજન્ટ બનવા માંગતા હો, તો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, તમારે ઓછામાં ઓછા ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ અને તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જોઈએ.
મારે કયા ડૉક્યુમેન્ટ્સ આપવા જરૂરી છે?
રેજીસ્ટ્રેશન માટે, તમારે નીચેના ડૉક્યુમેન્ટ્સની જરૂર પડશે. આ બધા ડૉક્યુમેન્ટ્સ સેલ્ફ-અટેસ્ટેડ (તમારા દ્વારા સહી થયેલ) હોવા જોઈએ.
- ધોરણ 10 અથવા તેથી વધુ પાસ થયાનું પ્રમાણપત્ર
- તમારા પાન કાર્ડ, આધાર કાર્ડની નકલ (આગળ અને પાછળ)
- રદ કરાયેલ ચેક (તેના પર તમારું નામ હોવું જોઈએ)
- એક ફોટોગ્રાફ.
શું પાન કાર્ડ હોલ્ડર અને બેંક અકાઉન્ટ હોલ્ડર એક જ હોવા જોઈએ?
હા, ચૂકવવામાં આવેલ તમામ કમિશન ટીડીએસને આધીન છે. ટીડીએસ તમારા પાન કાર્ડના આધારે ઈન્કમટેક્સ અથોરિટિને જમા કરવામાં આવે છે.
હું ઈન્શ્યોરન્સ વેચવાનું ક્યારે શરૂ કરી શકું?
અમારી સાથે નોંધણી કરાવ્યા પછી, તમે પીઓએસપી પરીક્ષા માટે તમારી ટ્રેનિંગ શરૂ કરી શકો છો. પરીક્ષા આપવા અને પાસ થવા પર, તમને ઈ-સર્ટિફિકેટ મળશે. પછી તમે પીઓએસપી એજન્ટ તરીકે ઈન્શ્યોરન્સ વેચવા માટે તૈયાર છો.
શું પીઓએસપી તરીકે પ્રમાણિત થવા માટે કોઈ ટ્રેનિંગ લેવી ફરજિયાત છે?
હા, પીઓએસપી બનવા માટે તમારે ટ્રેનિંગ પુરી કરવી પડશે. તેમાં ઈન્શ્યોરન્સની મૂળભૂત બાબતો, પૉલિસીના પ્રકારો, ઈશ્યુ કરવાની પ્રક્રિયા અને ક્લેઈમ, નિયમો અને વિનિયમો વગેરે વિષયોનો સમાવેશ થશે.
જો હું ડિજીટ સાથે પાર્ટનરશીપ કરીશ તો મને કઈ સપોર્ટ સેવાઓ મળશે?
ડિજિટના તમામ પાર્ટનરને રિલેશનશિપ મેનેજર આપવામાં આવે છે, જે તેમને માર્ગદર્શન આપશે અને ડિજિટ પ્લેટફોર્મ પર વેચાતી પૉલિસી વિષે એજન્ટના કોઈપણ પ્રશ્નોના જવાબ આપશે. એજન્ટ partner@godigit.com પર અમારી સપોર્ટ ટીમને ઇમેઇલ પણ કરી શકે છે.